My Loveable Partner - 41 books and stories free download online pdf in Gujarati

મને ગમતો સાથી - 41 - તૈયારીઓ....

ધારા : તારી હા છે??
ધ્વનિ : હા.
પરંપરા : યસ.
પરંપરા એકદમ ખુશ થઈ જતા ધ્વનિ ને ભેટી પડે છે.
પરંપરા : મને ખબર
જ હતી તું હા કહેશે.
ધ્વનિ પણ મુસ્કાય છે.
કોયલ : ઓહ ફૂલ....
તેને યાદ આવે છે.
યશ : શું ફૂલ??
કોયલ : ફોટોશૂટ માટે માથામાં નાખવાના ફૂલ.
ધારા : અરે હા, એ ભૂલી ગયા.
સ્મિત : હું લઈ આવું છું.
એક્ટિવા ની ચાવી આપ.
પરંપરા : આપણે સાથે ગાડીમાં આવ્યા છીએ.
સ્મિત : હવે ફૂલ લેવા ગલી કૂચીમાં જવાનું ત્યાં ગાડી લઈને....
ધ્વનિ : હું એક્ટિવા પર આવી છું.
મારું લઈ જાઓ.
કહી તે સ્મિત ને એક્ટિવા ની ચાવી આપે છે.
સ્મિત : થેન્કસ.
ધારા : લાલ અને સફેદ ગુલાબ લાવવાના છે.
સ્મિત : સારું.
તે જતો રહે છે.

ધ્વનિ : તું પણ કરી રહી છે??
ધારા : યસ.
અને પાયલ પણ.
ધ્વનિ : મજા આવશે સાથે કરવાની.
ધારા : હા.
ચાલ, જલ્દી જલ્દી તૈયાર થઈ જઈએ.
ધ્વનિ : અને રાણી સા જેવા પોઝ આપીએ.
કહેતા તે હસી પડે છે.
ધારા : તારા ઘરે....
ધ્વનિ : તેમને ક્યાં ખબર પડવાની??
અને કઈ થાય તો તું છે ને મારી સાથે.
તે ધારા ના ખભા પર હાથ મૂકતા કહે છે.
ધારા : હંમ.

* * * *

કોયલ : પોતે ડિઝાઈનર થઈને હું પણ મોડેલીંગ કરું તો....
પરંપરા : વધારે સારું લાગે.
કોયલ : પણ....
યશ : એવું તને લાગે છે કે નહી સારું લાગશે.
પરંપરા : હા, કોયલ.
તું....
કોયલ : તેમને કેવું લાગશે જ્યારે તેમને....
યશ : તેઓ પણ ખુશ થશે.
પરંપરા : તું વધારે નહી વિચાર.
બસ, તૈયાર થતી જા અને બધુ મારી પર છોડી દે.
યશ : બાકીનું આપણે પછી વિચારીશું.
તું તૈયાર થવા માંડ.
કોયલ : તમે બંને કહો છો એટલે.
તે માની જાય છે.
પરંપરા ખુશ થઈ જાય છે.

* * * *

4 કલાક પછી

પાયલ : ફાઈનલી પત્યું.
કહી તે સોફા પર રીતસર લાંબી થતા કહે છે.
યશ : થાકી ગઈ??
પાયલ : પાણી આપને.
યશ : લે.
તે કોયલ ને પાણી ની બોટલ આપે છે.
પાયલ બેઠી થઈ પાણી પીએ છે.
પાયલ : કેટલા વાગ્યા??
યશ : સાંજના 7:30.
પાયલ : કપડા બદલવાનો પણ કંટાળો આવે છે.
ધારા : મને પણ યાર.
તે પાયલ ની બાજુમાં બેસતા કહે છે.
પરંપરા : મજા આવી ગઈ ફોટોશૂટ કરવાની.
સ્મિત કેબિનમાંથી બહાર આવે છે.
સ્મિત : કેવું રહ્યુ??
પરંપરા : સરસ રહ્યુ.
ધ્વનિ : પાયલ, તું ખરેખર સુંદર દેખાય રહી છે.
પાયલ : થેન્કસ.
ધ્વનિ : મારે....
ધારા : ચાલો, બધા સાથે ડિનર કરવા જઈએ.
સ્મિત ની રેસ્ટોરન્ટ પર.
પરંપરા : ઓહ બહેન....
હજી ફોટોઝ એડિટ કરવાના છે.
તેને સવારે લઈ જવા માટે પેનડ્રાઈવમાં કોપી કરવાના છે.
તૈયારી કરવાની છે.
યશ : તો અહીંયાં મંગાવી લઈએ.
સ્મિત : હા.
ધ્વનિ : મારે ઘરે જવું પડશે.
ધારા : રહે ને હવે.
કોયલ : બેસ ને અમારી સાથે.
ધ્વનિ : ઘરે હવે મારે....
ધારા : પૂછી જો એવું હોય તો.
પરંપરા : હા.
ધ્વનિ : મમ્મી એ જમવાનું બનાવી દીધું હશે.
પાયલ : આજે અમારી સાથે જમી લે.
કોયલ : પ્લીઝ....
ધારા : પ્લીઝ પ્લીઝ....
તે ધ્વનિ નો હાથ પકડતાં કહે છે.
ધ્વનિ તેની સામે જુએ છે.
ધારા મુસ્કાય છે.
ધ્વનિ : ઓકે.
કોયલ : ઓકે??
ધ્વનિ : ઓકે.
યશ : યે....!!
ધ્વનિ : પણ હું મમ્મી સાથે એક વખત વાત કરી લઉં.
પરંપરા : હા.
ધ્વનિ બધાથી થોડે દૂર તેની મમ્મી સાથે વાત કરવા જતી રહે છે.
ધારા : હું પણ મમ્મી સાથે વાત કરી લઉં.
સાંભળી પરંપરા ધારા ની સામે જુએ છે એટલે સ્મિત અને યશ ને હસવું આવી જાય છે.
પરંપરા : વોટ??
સ્મિત : કઈ નહી.

ધ્વનિ : મમ્મી હા કહી.
યશ : પાર્ટી ઈઝ ઓન.
સ્મિત : યસ.
સોફા પર બેઠી ધારા પાસે ઉભી ધ્વનિ ને ભેટી પડે છે.
સ્મિત : કોણ શું જમવાનું છે??
હું આપણી રેસ્ટોરન્ટ પરથી જ મંગાવી રહ્યો છું.
ત્યાં બધુ મળશે.
ધારા : ચાઈનીઝ.
યશ : પાસ્તા.
પરંપરા : દમ બિરયાની.
પાયલ : સબજી રોટી.
સ્મિત : ધ્વનિ....
ધ્વનિ : હું પણ બિરયાની ખાઈશ.
સ્મિત : કૂલ.
હું ચાઈનીઝ ખાઈશ.
તે રેસ્ટોરન્ટ પર ફોન કરીને બધાનો ઓર્ડર આપી દે છે.

* * * *

10:45

ધારા : હવે તું ઘરે....
ધ્વનિ : મારે તમારી સાથે રહેવું છે.
ધારા : પણ તારા ઘરે....
ધ્વનિ : ચાલશે એક દિવસ હવે.
તે હલકું મુસ્કાય છે.
બધા સાથે બેસી વાતો કરતા કરતા એડિટિંગ કરી રહ્યા હોય છે.
ધારા ના ફોનની રીંગ વાગે છે.
ધારા : પરંપરા, લે મમ્મી નો ફોન છે.
પરંપરા : કહી દે ને વાર લાગશે.
ધારા : તું કહે ને.
પરંપરા : યાર, હું કામ કરું છું.
ધારા : હું પણ કામ કરું છું.
પાયલ : લાવ, હું વાત કરી લઉં.
ધારા : ફોન કટ થઈ ગયો.
પાયલ : હું કરું છું મારા નંબર પરથી.
યશ : ઉંઘ આવે છે યાર.
ધારા : મને પણ.
ધ્વનિ ને બગાસું આવે છે.
કોયલ : ધ્વનિ, તું ઘરે જા.
તને ખરેખર બહુ ઉંઘ આવે છે.
વાંધો નહી યાર.
ધ્વનિ : મને અહીંયા રહેવામાં પણ વાંધો નથી.
તે હલકું મુસ્કાય છે.
પરંપરા : કોઈ ગીત વગાડો યાર.
સ્મિત : DJ યશ, બધાનો મૂડ સરસ થઈ જાય એવા ગીત વગાડો.
યશ : યસ સર.
તે પોતાના મોબાઈલમાં ગીતો શરૂ કરે છે.
ધ્વનિ તરત સાથે સાથે ગાવા લાગે છે.
જે સાંભળી ધારા ખૂબ ખુશ થઈ જાય છે.


* * * *

કામ પતાવીને ઘરે આવતા બધાને 1 વાગી જાય છે અને બધા ખૂબ થાકી ગયા હોય છે.
પલંગ પર પાડતા વેત જ પાયલ તો સૂઈ જાય છે પણ ધારા ની આંખોમાં હજી ઉંઘ નથી હોતી.
તે પરંપરા ને ફોન કરે છે.

પરંપરા : હેલ્લો....
ધારા : સ્મિત ઉંઘી ગયો??
પરંપરા : હા.
પણ તે 1:30 વાગ્યે કેમ ફોન કર્યો??
ધારા : મારે કંઈક કહેવું છે.
તે વાત કરતા કરતા નીચે બાલ્કનીમાં આવી જાય છે.
પરંપરા : શું??
ધારા : થેન્કયુ.
પરંપરા : શેનું??
ધારા : મારું અને ધ્વનિ નું સાથે ફોટોશૂટ કરવા માટે.
પરંપરા : પણ એ તો કાલને માટે જ છે ને.
ધારા : હા.
પણ અમને બંને ને ખૂબ ગમ્યું.
અને....
તે હસતાં હસતાં નીચું જોઈ જાય છે.
પરંપરા : અને....
ધારા : અમે અમારા સંબંધ ને આગળ વધાર્યો છે.
પરંપરા : ઓહ!!
ધારા : વી....
વી હેવ....
પરંપરા : ઓહ માય ગોડ!!
ધારા : ધીરે બોલ....
પરંપરા : એ નહી જાગી જાય હું બાલ્કની માં ઉભી છું તારી જેમ.
ધારા : મારી જેમ??
પરંપરા : મને ખબર છે.
અચ્છા, પછી શું થયું??
ધારા : પછી કઈ નહી.
પરંપરા : કઈ નહી??
ધારા : અમે બપોરે મળ્યા હતા એટલે પાછા પોતપોતાના કામે....
પરંપરા : ઓહ!!
ધારા : આ તારા સિવાય કોઈને નથી ખબર.
પરંપરા : ધ્વનિ ને તો ખબર છે ને??
ધારા : પરંપરા....
પરંપરા : મસ્તી કરું છું હવે.
તે હસતાં કહે છે.
ધારા : મારે કોઈ ની સાથે શેર કરવું હતુ.
એટલે તમારા પાછા આવવાની રાહ જોતી હતી.
પરંપરા : એમ પણ તારા પેટમાં ક્યાં કોઈ વાત રહે જ છે.
ધારા : યાર....!!
પરંપરા ફરી હસી પડે છે.
ધારા : મને હજી વિશ્વાસ નથી આવતો કે હવે અમે બંને હમેશાં માટે સાથે છીએ.
પરંપરા : તો વિશ્વાસ કર.
આઈ એમ સો હેપ્પી.
ધારા : મી ટુ.
પરંપરા : સારું, ચાલ હવે કાલે વાત કરીએ.
ધારા : હા.
પરંપરા : ઉંઘી જજે.
આખી રાત શરમાયા નહી કરતી.
ધારા : હા હવે.
પરંપરા : બાય.
ધારા : કેટલું હસ્યા કરીશ??
પરંપરા : મારી મરજી.
તે હસતાં હસતાં કહે છે.
ધારા : સારું બાય.
પરંપરા : ગુડ નાઈટ.

* * * *


~ By Writer Shuchi



.