My Loveable Partner - 42 books and stories free download online pdf in Gujarati

મને ગમતો સાથી - 42 - સપના અને આશા

પરંપરા : ચિયર્સ ટુ શગુન....
સ્મિત : ચિયર્સ ટુ અવર ફ્રેન્ડશિપ....
ધારા : ચિયર્સ ટુ કોયલ એન્ડ યશ....
બધા ડીલ ફાઈનલી નક્કી થઈ ગઈ એની ખુશીમાં ત્યાંથી સીધા કોકો પીવા આવ્યા હોય છે.
યશ : અમારા લગ્ન નથી કઈ....
પાયલ : એપ કોણે બનાવી??
સ્મિત : વેબસાઈટ પણ રી - ડિઝાઈન તે જ કરી.
પાયલ : તો પછી....
યશ : એ જ તો મારું કામ છે.
સ્મિત : પણ....
ધારા : કોયલ આને સુધાર....
કોયલ યશ સામે જોતા હલકું હસે છે.
યશ : કેમેરામાં આ બધુ ના બોલ....
ધારા બહુ દિવસે આજે તેની વિડિયો ડાયરી શૂટ કરી રહી હોય છે.
ધારા : કેમેરામાં??
હું શું કેમેરાની અંદર જઈને વાત કરું છું??
યશ : અરે યાર....!!
કેમેરાની સામે બસ.
તે ચીડાય જાય છે અને ધારા ને હસવું આવી જાય છે.
યશ : છાની માની કોકો પી કોકો.

* * * *

ઘરે

સ્મિત : સિંહણની આંખોમાં પણ ક્યારેય આંસુ આવે??
તે ધારાની બાજુમાં આવતા કહે છે.
ધારા : ખુશીના આંસુ છે.
તે હલકું મુસ્કાય છે.
ધારા : મમ્મી પપ્પા જો કેટલા ખુશ છે.
કેવા એ ચારેય ની સાથે ગીત ગાઈ રહ્યા છે નાચી રહ્યા છે.
સ્મિત : તું પણ નાચ.
તે ધારા સામે જુએ છે.
ધારા : તું કેમ અહીંયા આવીને ઉભો છે??
તે અદપ વાળતા પૂછે છે.
તેને જોઈ સ્મિત પણ અદપ વાળી લે છે.
સ્મિત : થેન્કયુ.
ધારા : બહુ ડાહ્યો હો.
સ્મિત : એ તો હું છું જ.
કહેતા તે મુસ્કાય છે.
ધારા ને હસવું આવી જાય છે.
સ્મિત : જ્યારે શગુન ઈવેન્ટ્સ ની 50th એનિવર્સરી આવશે ને ત્યારે પણ આપણે....
ધારા : દિલ્લી થોડું દૂર છે.
સ્મિત : એ રહ્યુ સામે મને બરાબર દેખાય રહ્યુ છે.
ધારા : આમ તો તને ખબર જ છે પણ....
સ્મિત : યસ, આઈ નોવ....
તે ધારા ના ખભે હાથ મૂકતા કહે છે.
ધારા : થેન્કયુ ફોર બીંગ માય સ્ટ્રેન્થ.
સ્મિત : હવે તને શું કહું??
તું તો છે જ ડાહી.
ધારા ફરી હસી પડે છે.

* * * *

બીજા દિવસે સવારે કોયલ યશ ને સ્ટેશન મૂકવા આવી હોય છે.

કોયલ : તું નહી જા ને યાર....
યશ : તું આવું નહી બોલને યાર....
કોયલ : મારી કોપી નહી કરને યાર....
યશ : હું શું કરું યાર??
તું આટલી ક્યુટ છે તો....
હસ થોડું હસ....
કોયલ મુસ્કાય છે.
કોયલ : તારા માટે.
યશ તેના ઓવારણાં લે છે.
કોયલ : આ શું કરે છે??
યશ : તને નજર ના લાગે કદી.
કોયલ : પાછો....
યશ : આમ જ આવી જઈશ.
કોયલ : કહીને આવને....
તો જરા ઉત્સાહ રહે.
તારા વગર રહેવું ગમતું નથી હવે.
યશ : લગ્ન કરી લઈએ તો પછી??
કોયલ : એની જલ્દી શું છે??
યશ : મને તો નથી.
કોયલ : મને પણ નથી.
યશ : આ તો....
કોયલ : ટ્રેન આવી ગઈ.
યશ : બોલ....
ચઢી જવું છે મારી સાથે ટ્રેનમાં??
કોયલ : આઈ વીશ....
યશ તેની બેગ ઊચકે છે.
કોયલ તેને ભેટે છે.
કોયલ : ટેક કેર.
યશ : તારી કે મારી??
તે મુસ્કાય છે.
કોયલ : બંનેની.
તે પણ મુસ્કાય છે.
યશ : ઓકે.
બાય મીસ ડિઝાઈનર.
કોયલ : બાય.
તે ફરી મુસ્કાય છે અને યશ ટ્રેનમાં ચઢી જાય છે.

* * * *

ગાડીમાં

સ્મિત : શું ક્યારની મારી સામે જોયા કરે છે??
તે પરંપરા તરફ જોતા પૂછે છે.
પરંપરા : તારી ખુશી જોઈ રહી છું.
સ્મિત : તું મને નજર લગાવી રહી છે??
તે મસ્તી કરતા કહે છે.
પરંપરા : મારી નજર તને બીજી નજરોથી બચાવી રહી છે.
તારી ખુશીઓ ને સાચવી રહી છે.
સ્મિત : એને નહી સાચવ.
કારણ કે ના દુઃખ સાચવવું જોઈએ અને ના ખુશીઓ સાચવવી જોઈએ.
એવું મારું માનવું છે.
જ્યારે જે આવે તેને પૂરું જીવી લેવું જોઈએ.
સાચવીને શું કરવું છે યાર??
આપણે જીવનમાં રિવર્સ તો જઈ નથી શકવાના.
પૂરું જીવી લો જે મળે એ.
એટલે પછી જેટલું મળ્યું એ પણ ના માણ્યું એવો અફસોસ ના રહે.
પરંપરા : હંમ.
કાશ, જેવી આદર્શ વાતો કહેવામાં આવે છે કે જીવનમાં ક્યારેય અફસોસ જ નહી કરવો જોઈએ એવું પણ આપણે કરી શકતે.
સ્મિત : એ શકય નથી બાલીકે.
પરંપરા : કેમ નથી??
સ્મિત : કારણ કે આપણે મનુષ્યો છીએ.
પરંપરા : મનુષ્યો જેવા છે એવા કેમ છે??
સ્મિત : એ સવાલ તો તમારે ભગવાનને પૂછવો રહ્યો.
પરંપરા : હું મારા ભગવાનને જ આ સવાલ પૂછી રહી છું.
બોલો ભગવાન....
સ્મિત : ભગવાનના મોબાઈલની રીંગ વાગી રહી છે.
પરંપરા : પપ્પાજી....
તે મોબાઈલ સ્ક્રીન પર નામ વાંચતા કહે છે.
સ્મિત : કર વાત....
પરંપરા ફોન ઉપાડે છે.
પરંપરા : હા, પપ્પાજી....

* * * *

ધારા : હેલ્લો....
ધ્વનિ : કામમાં છે??
ધારા : હા, કામ ચાલુ છે.
ધ્વનિ : એક સમાચાર આપવા ફોન કર્યો છે.
મારી ટ્રાન્સફર થઈ ગઈ....!!


હવે આવતા ભાગમાં જોઈએ આ બધાની જીંદગી નવો વળાંક કઈ દિશામાં લે છે.


~ By Writer Shuchi.