My Loveable Partner - 43 books and stories free download online pdf in Gujarati

મને ગમતો સાથી - 43 - મુંબઈ કોલિંગ....

સાંજે

ધ્વનિ : બોલ....
તે કોલ રિસીવ કરે છે.
ધારા : ક્યાં છે અત્યારે તું??
ધ્વનિ : ઘરે જવા નીકળી રહી છું.
ધારા : મળીએ??
સાંભળી ધ્વનિ ના ચહેરા પર ખુશી આવી જાય છે.
ધારા : મળી શકાશે સહેજ વાર માટે??
ધ્વનિ : હું આવું છું શગુન પર....
ધારા : પણ....
ધ્વનિ : મને ત્યાં આવવું ગમે છે.
ધારા : સારું.
આવ....હું રાહ જોઉં છું.
ધ્વનિ : આવી.

પાયલ : હાય ધ્વનિ ભાભી....
તે ધ્વનિ ના ખભા પર હાથ મૂકતા કહે છે.
ધ્વનિ : ભાભી??
પાયલ : તો શું કહું??
ધ્વનિ : ધ્વનિ.
પાયલ : બસ, ધ્વનિ??
ધ્વનિ : હા, બસ ધ્વનિ.
પાયલ : ઓકે, બસ ધ્વનિ ભાભી.
બોલતા પાયલ ને હસવું આવી જાય છે.
ધ્વનિ : પાયલ....!!
બંને હસતાં હસતાં ધારા ની કેબિનમાં આવે છે.
જ્યાં ધારા ધ્વનિ ની જ રાહ જોઈ રહી હોય છે અને કોયલ તેનું કામ કરી રહી હોય છે.
ધારા : શેનું આટલું હસી રહ્યા છો??
ધ્વનિ : પાયલ એ મને ભાભી કહીને બોલાવી એટલે.
પાયલ : ખાલી ભાભી નહી.
બસ ધ્વનિ ભાભી.
ધ્વનિ : યાર....!!
કોયલ : એક મિનિટ....
તમે બંને જેમ સાથે ઉભા છો એમજ ઉભા રહો અને સ્માઇલ કરો.
કોયલ તરત ઉભી થઈ ધ્વનિ અને પાયલ નો ફોટો પાડે છે.
ધારા એ બંને પાસે આવે છે.
પાયલ : બોલો, શું સેવા કરીએ તમારી ભ....
ધ્વનિ : એક વાર હજી ભાભી બોલી છે તો....
અને ચારેય ફરી હસી પડ્યા.

ધ્વનિ : મુંબઈ કોણ આવશે મારી સાથે??
ચારેય કેબિનમાં સાથે બેસી ચા નો આનંદ માણી રહ્યા હોય છે.
કોયલ : મુંબઈ??
ધારા : કોયલ આવશે.
ધ્વનિ : અને તું??
તે બાજુમાં બેઠી ધારા સામે જોતા પૂછે છે.
પાયલ : તું મુંબઈ જઈ રહી છે??
ધ્વનિ : મારી ટ્રાન્સફર થઈ ગઈ છે.
કોયલ : ઓહ!!
ક્યારે નીકળવાનું છે??
ધ્વનિ : આજે ગુરુવાર છે ને....
ધારા : હા.
ધ્વનિ : મારે સોમવારથી ત્યાં જોઈન થવાનું છે.
પાયલ : હંમ.
ધ્વનિ : આજે જ ખબર પડી મને.
ધારા : ઘરે વાત કરી??
ધ્વનિ : ફોન પર કહ્યુ મે.
તારા મમ્મી પપ્પા માટે કઈ લઈ જવાનું હોય તો આપી દેજે મને.
તે પાયલ તરફ જોતા કહે છે.
પાયલ : તેઓ મને બોલાવી રહ્યા છે મળવા.
કોયલ : તું ત્યાં જઈશ તો તારું રહેવાનું....
ધ્વનિ : શોધવાનું છે.
ધારા : તારા ઘરેથી....
ધ્વનિ : એક જ ઓપ્શન છે " હા "
કોયલ : પછી તારે પણ મળવા આવવું રહ્યુ.
ધ્વનિ : આવીશ જ ને તો વળી.
દર બીજા શનિવારે રજા જે મળશે.
શુક્રવારે રાતે ટ્રેનમાં બેસી જવાનું.
2 દિવસ અહીંયા આવી મજા કરવાની અને રવિવારે રાતે અહીંથી ટ્રેનમાં બેસીને ફરી ત્યાં પહોંચી જવાનું.
પાયલ : પરફેક્ટ.
ધ્વનિ મુસ્કાય છે.

* * * *

રાતે બધા સાથે ડિનર કર્યા બાદ જ્યારે ધારા અને પાયલ તેમના રૂમમાં આવે છે ત્યારે પાયલ ધારા ને પૂછે છે....

પાયલ : તું ખુશ છે ધ્વનિ માટે??
ધારા : એના માટે ખુશ છું.
પણ....
પાયલ : ડર લાગી રહ્યો છે કે તે....
ધારા : ખબર નહી આને કઈ લાગણી કહેવાય પણ....
હું ખુશ પણ છું, ઉદાસ પણ છું, એની ફિકર પણ થાય છે થોડી અને સાથે એટલો જ ભરોસો પણ છે એના પર.
અને એના ગયા પછી....
જો કે એ ફક્ત મુંબઈ જ જઈ રહી છે પણ....
ક્યાંક મને એવું ખબર છે કે હવે હું તેને ફોન કરીશ ને તે તરત મારી પાસે આવી નહી જશે.
કેટલીકવાર ફોન પર સરખી વાતો પણ નહી થશે અમારી.
આ નહી, તે નહી.
પણ તેને તેના ઘરથી દૂર રહેવા જવું હતુ તે થઈ જશે.
પાયલ : હંમ.
ધારા : પણ સાચે મને કઈ સમજ નથી પડી રહી.
અહેસાસ થાય છે પણ તે હજી અજાણ્યા છે અને તેમને નામ આપવાનું પણ મન નથી કરતુ.
સમય સાથે જેમ બધુ થાય છે એમ આ પણ થઈ જશે.
અને એ ક્યાં એટલી વધારે દૂર જઈ રહી છે??
મેનેજ કરી લઈશું.
કહેતા તે હલકું મુસ્કાય છે.
પાયલ : એ તો તમે કરી જ લેશો.
તે પણ હલકું મુસ્કાય છે.
ધારા : ધ્વનિ ને કેવું ફીલ થઈ રહ્યુ હશે??
તેના ઘરે કેવો માહોલ હશે અત્યારે??

* * * *

પોતાનો સામાન પેક કરતા કરતા ધ્વનિનું મન જાત જાતના વિચારો કરી રહ્યુ હતુ.

" મમ્મી પપ્પા કેમ રહેશે?? "

"ત્યાં બધુ હું એકલી કઈ રીતે સંભાળીશ?? "

" રહેવા માટે કેવી જગ્યા મળશે??
એ ગૂગલ પર જોવું પડશે ઓપ્શન્સ "

" બેન્કથી નજીક સારી રહેવાની જગ્યા જે બજેટમાં પણ આવતી હોય એવી મળશે કે નહી?? "

" ધારા...."

ધ્વનિ : ધ્વનિ, તું ફરી એ વિચાર કરવા લાગી??
તે પોતાની જાતને ટોકે છે.

ધ્વનિ : તું અને ધારા સાથે મેનેજ કરી લેશો બધુ.
એનું પ્રેશર નહી લે.
તે પોતાની જાતને કહે છે અને પલંગ પર બેસી જાય છે.
હજી ધારા ને કોલ કરવા તે મોબાઈલ હાથમાં લે છે અને રીંગ વાગે છે.
ધ્વનિ : 100 વર્ષ જીવવાની તું.
તને કોલ કરવા જ જતી હતી.
તે કોલ રિસીવ કરતા કહે છે.
ધારા : તું પણ 100 વર્ષ જીવવાની મારી સાથે.
ધ્વનિ : હાસ્તો.
ધારા : પછી આપણે સાથે બધે ફરવા જઈશું.
ધ્વનિ : 100 વર્ષ પછી??
ધારા : ના હવે.
75 વર્ષની ઉંમરથી આપણે ફરવાનું શરૂ કરીશું અને 25 વર્ષ સુધી ફરીશું.
ધ્વનિ : અચ્છા....!!
ધારા : બધે જઈશું આપણે.
ધ્વનિ : ઓકે.
તે મુસ્કાય છે.
ધારા : શું કરે છે??
ધ્વનિ : પેકિંગ.
કાલે બપોરે નીકળવાનું ને.
ધારા : ટિકિટ બૂક થઈ ગઈ??
ધ્વનિ : હા.
બપોરે 2:10 ની ટ્રેન છે.
ધારા : કુલ.
ધ્વનિ : મમ્મી અને કાકી અત્યારે મારા સાથે લઈ જવા માટે નાસ્તો બનાવી રહ્યા છે.
મે ના કીધું તો પણ.
ધારા : થોડો લઈ જજે સાથે.
ધ્વનિ : હું એકલી કેટલો સામાન લઈ જાઉં??
ત્યાં જઈને મારે ઘર સેટ કરવાનું.
ત્યાં જવાનું, બધુ જોવાનું અને....
હજી ગૂગલ પર સર્ચ કરવાની છે રહેવાની જગ્યા મારે.
ધારા : એ મે કરી લીધું છે.
તારું વ્હોટસ્એપ ચેક કર.
ધ્વનિ : કરું.
ધારા : તારી યાદ આવશે.
ધ્વનિ : મને પણ.
તમારા બધાની યાદ આવશે.
કાકી ધ્વનિ ના રૂમનો દરવાજો ઠોકે છે.
ધ્વનિ : કાકી બોલાવે છે.
પછી વાત કરીએ.
કહી તે ફોન મૂકી દે છે.
ધારા : ઓકે.

* * * *

ધારા : જલ્દી જો....
ટિકિટ મળે એમ છે કે નહી.
કોયલ : વેબસાઈટ લોડ થઈ રહી છે.
તે લેપટોપ લઈને બેઠી હોય છે.
ધારા : એક સીટ પણ ખાલી હોય તો સારું.
કોયલ : મળી જશે મળી જશે.
ત્રણેય કાલે ધારાની ધ્વનિ સાથે મુંબઈ જવાની તૈયારી કરી રહ્યા હોય છે.
કોયલ : ખુલી ગઈ વેબસાઈટ.
પાયલ : જલ્દી જો.
ધારા : છે ટિકિટ અવેલેબલ??
કોયલ : 1 મિનિટ....

કોયલ : 3 - 3 સીટ ખાલી છે.
બોલો, કઈ જોઈએ છે??
પાયલ : તે ધ્વનિ નો સીટ નંબર....
ધારા : કઈ રીતે પૂછું??
ખબર પડી જાય એને.
કોયલ : એક વિન્ડો સીટ છે એ બૂક કરી દઉં??
પાયલ : પણ પછી તમે....
ધારા : હા, બૂક કરી દે.
બાકી અમે એક્જેસ્ટ કરી લઈશું.
કોયલ : ઓકે.
તે ફટાફટ ટિકિટ બૂક કરી દે છે.
કોયલ : થઈ ગઈ ટિકિટ બૂક અને મે તને ટિકિટ ધરું મેઈલ પણ કરી દીધી.
એક વાર જોઈ લે.
ધારા : હા.
ધારા ચેક કરી લે છે.
પાયલ : અમે આવીશું તને મૂકવા.
કોયલ : ધ્વનિ, ખુશ થઈ જશે તને ત્યાં જોઈને.
ધારા : હા.
હું 4 - 5 દિવસમાં પાછી આવી જઈશ.
કોયલ : આરામથી.
પહેલીવાર સાથે બંને કશે બહાર જઈ રહ્યા છો.
મજા કરજો.
કોયલ મુસ્કાય છે.
ધારા : તમારા માટે ત્યાંથી શું લેતી આવું??
પાયલ : આખું મુંબઈ જ લઈ આવ.
કોયલ : હું અને ધારા હવે સાથે સાથે અમારા પાર્ટનર્ઝ ને યાદ કરીશું.
ધારા હસી પડે છે.

* * * *


~ By Writer Shuchi



.