My Loveable Partner - 47 books and stories free download online pdf in Gujarati

મને ગમતો સાથી - 47 - ફરી ક્યારેક....

પાયલ : હાય....
તે રૂમમાં આવતા કહે છે.
ધારા : જલ્દી આવી ગઈ??
પાયલ : રોજ 8 વાગ્યાની આસપાસ જ તો આવું છું.
ધારા : મમ્મી કહેતી હતી આજે તને આવતા વાર લાગશે અને તું બહાર જમીને આવવાની છે.
એટલે પૂછયું.
પાયલ : બહાર જવાનું હતુ પણ....
ધારા : બધુ ઠીક છે ને??
પાયલ : હા હા.
તે ધારા ની બાજુમાં પલંગ પર બેસે છે.
પાયલ : શું કરી રહી છે??
ધારા : કામ.
પાયલ : કેવું કામ??
ધારા : એવું કામ.
પાયલ : એવું એટલે કેવું??
ધારા : એવું.
પાયલ ને હસવું આવી જાય છે.
ધારા એનું લેપટોપ બંધ કરી બાજુ પર મૂકે છે.
પાયલ : તું કર તારું કામ.
ધારા : પછી કરી લઈશ.
એમ પણ મૂડ નહી હતો કરવાનો અત્યારે.
કહેતા તે આળસ મરડે છે.
પાયલ : કોયલ બહાર ગઈ છે??
ધારા : હા.
પાયલ : એક વાત....
ધારા : પૂછ....
પાયલ : માસા માસી ને....
ધારા : ખબર છે.
પાયલ : હંમ.

મમ્મી : પાયલ....
ધરું....
જલ્દી નીચે આવો....
બંને ને મમ્મી ની બૂમ સંભળાય છે.
બંને નીચે આવે છે પણ બંને ને લિવિંગ રૂમમાં એકલા પપ્પા બેઠેલા દેખાય છે જે કોઈને ઉતાવળે ફોન કરી રહ્યા હોય છે.
ધારા : પપ્પા....
પપ્પા તેમની તરફ જુએ છે.
પપ્પા : જલ્દી કોયલ ના રૂમમાં જાઓ.
તે હમણાં જ આવી અને તેને....
હેલ્લો ડોક્ટર મહેતા....
ધારા : ડોક્ટર....!!
પાયલ અને ધારા બંને એકબીજાની સામે જુએ છે.
પાયલ : ચાલ, કોયલ પાસે.
બંને તેના રૂમમાં આવે છે.
કોયલ બેડ પર લાંબા પગ રાખી બેઠી હોય છે અને મમ્મી તેને ઓઢાવી રહ્યા હોય છે.
કોયલ ના હાથ પગમાં બધે વાગ્યું હોય છે તેના વાળ વિખાઈ ગયા હોય છે અને તેની આંખો બંધ હોય છે.
પાયલ તરત તેની બાજુમાં જઈ બેસે છે.
મમ્મી : એક્સિડન્ટ થઈ ગયો છે.
આખું શરીર પણ ગરમ છે.
આંખો લાલ છે.
પપ્પા એ ડોક્ટર ને ફોન કર્યો છે.
ધારા : હા.
મમ્મી : તમે બંને એની પાસે બેસો.
હું આવું છું.
પપ્પા રૂમમાં આવે છે.
પપ્પા : ડોક્ટર મહેતા આવી રહ્યા છે.
મમ્મી : ચાલો, હાશ....
પપ્પા : કેવું છે આને??
મમ્મી : ઘણું વાગ્યું લાગે છે.
નિશાન બહુ દેખાતા નથી પણ મૂંગા માર લાગે છે.
દુખી રહ્યુ છે એને.
બંને રૂમના દરવાજા પાસે ધીમેથી વાત કરી રહ્યા હોય છે.
પપ્પા : એના ઘા લૂછવા પડશે ને.
તું ડેટોલ વાળુ પાણી તૈયાર કર.
ડોક્ટર પણ આવી જશે.
મમ્મી : હા.

* * * *

10:30pm

ધ્વનિ : હેલ્લો....
ધારા : જાગે છે કે ઉંઘી ગયેલી??
ધ્વનિ : જાગુ છું બોલ....
ધારા : કઈ નહી.
એમજ વાત કરવા....
ધ્વનિ : કેમ આટલી લો સાઉન્ડ કરે છે??
ધારા : એ....
ધારા ઉભી થઈ બાલ્કની માં આવી જાય છે.
આમ તો અત્યારે રૂમમાં તે એકલી જ હોય છે પણ....
ધારા : પાયલ ને કેન્સર આવ્યું.
ધ્વનિ : વોટ??
ક્યારે??
આઈ મીન, ખબર ક્યારે પડી??
ધારા : કાલે.
ધ્વનિ : કયું સ્ટેજ??
ધારા : સેકન્ડ.
ધ્વનિ : એને કઈ રીતે....
એ તો આટલી ખુશ ર....
ધારા : કાશ, એ સુખ - દુઃખ જોઈને આવતુ હોત.
ધ્વનિ : તારા ઘરે બધા....
ધારા : આમ ઓકે છે.
હવે અમારે ઈલાજ માટે મુંબઈ આવવાનું છે.
ધ્વનિ : બરાબર.
ધારા : અને આજે કોયલ નો એક્સિડન્ટ થઈ ગયો.
ઘરે પાછા આવતા.
ધ્વનિ : ઓહ માય ગોડ!!
તે ઠીક છે??
ધારા : હા.
હવે ઠીક છે.
ધ્વનિ : આજે અમારા મેનેજર મને વઢ્યા.
ધારા : કેમ??
ધ્વનિ : ભૂલ રાજીવ ની હતી.
જે અમારી સાથે કામ કરે છે પણ તેણે મારા પર ઢોળી દીધું અને કેબિનમાં બોલાવી મેનેજર એ મને....
હું કઈ નહી બોલી પણ અંદરથી બહુ જ ગુસ્સો આવતો હતો.
અને પછી એ ગુસ્સો ફોન પર મમ્મી બહુ સવાલો પૂછી રહી હતી એટલે એના પર નીકળી ગયો.
પછી એટલું ખરાબ લાગ્યું મને એટલે જમીને મમ્મી ને સોરી કહેવા ફોન કર્યો.
ધારા : હંમ.
ધ્વનિ : તને આજે બિલકુલ ઉંઘ નથી આવી રહી ને??
ધારા : આમ પણ ક્યાં રોજ આ સમયે આવે છે??
ધ્વનિ : તારે જલ્દી સૂવાનું કરવું જોઈએ પણ.
ધારા : કરવું તો છે મારે.
પણ....
ધ્વનિ : બસ, આ " પણ " છે ને એક તો....
ધારા : એ જ તો....!!
ધ્વનિ : આઈ મીસ યુ.
ધારા : હું તને મીસ નથી કરી રહી.
કારણ કે આપણે હવે મળતા રહીશું.
ધ્વનિ : તું પણ પાયલ સાથે મુંબઈ આવવાની છે??
ધારા : આમ તો હું અને કોયલ બંને આવવાના.
હવે જોઈએ શું કરીએ છીએ.
ધ્વનિ : બરાબર.
ધારા : તને સૂવું હોય તો આપણે કાલે વાત કરીએ.
ધ્વનિ : હા.
બાય.
ધારા : લવ યુ.
બાય.

* * * *

યશ : હું આવી જાઉં??
કોયલ : ના.
યશ : તું ત્યાં આટલી રડે છે ને મને અહીંયા કઈ કઈ થાય છે.
રડવાનું બંધ કર.
કોયલ....
કોયલ : તું પાયલ ને કહે મારે લીધે એ મુંબઈ આવવાનું લંબાવે નહી.
તે થોડી સ્વસ્થ થતા કહે છે.
યશ : એણે તને એવું કઈ કહ્યુ??
કોયલ : હજી તો નહી.
પણ મને ખાત્રી છે કે મને નહી તો ધારા ને એ એવું કહેશે જ.
અહીંયા પરંપરા અને માસી હશે મારી સાથે.
યશ : સારું.
હું પાયલ સાથે વાત કરી લઈશ.
કોયલ : બને એટલું જલ્દી.
યશ : હા.
કોયલ : કાલે એનો કોન્ટ્રાક્ટ પૂરો થાય છે.
અમે તો આવતી કાલે રાત્રે જ નીકળવાનું પ્લાન કરી રહ્યા હતા.
યશ : હવે અત્યારે એના મુંબઈ આવવાની ફિકર તું મારી પર છોડી દે અને આરામ કર.
દવા લઈ લીધી??
કોયલ : હા.
માસી એ આપી દીધી.
યશ : સરસ.
હવે શાંતિથી સૂઈ જા.
કોયલ : પાયલ....
યશ : હું છું ને.
કોયલ : એમ નહી.
હું પાયલ ને બોલાવું છું.
યશ : હું મારી રીતે કરી લઈશ એની સાથે વાત.
કોયલ : મને એનું કામ છે.
યશ : ઓકે.
હું પછી ફોન કરું.
ટેક કેર.
કહી તે ફોન મૂકી દે છે અને કોયલ ની આંખોમાં ફરી આંસુ આવી જાય છે.

* * * *

પાયલ : ગઈકાલ માટે સોરી.
હું ડિનર માટે રોકાય નહી.
રાહત : કોઈ ખાસ કારણ??
પાયલ : મારી ભાભી નો એક્સિડન્ટ થઈ ગયેલો.
રાહત : ઓહ!!
હવે સારું છે તેમને??
પાયલ : હા.
હું....
રાહત : એ....
બંને પોતાની વાત કહેતા અટકી જાય છે.
પાયલ : શું??
રાહત : તું કહી દે.
પાયલ : તું બોલ ને....
રાહત : એમ કહેતો હતો કે તારી સાથે ફરી કામ કરવાની રાહ જોઈશ.
પાયલ : હું પણ.
બંને ની નજરો એકમેકને નિહાળી રહી હોય છે.
બંનેમાંથી કોઈને છૂટા નથી પડવું હોતું.
બાય નથી કહેવું હોતું.

રાહત : તો....
આખરે તે ફરી બોલવાની શરૂઆત કરે છે.
પાયલ : હંમ....
રાહત : વીલ મીસ યુ.
પાયલ : મીસ યુ ટુ.
કહેતા બંને એકબીજાને ભેટી,
દિલમાં ફરી ક્યારેક મળવાની આશા રાખી છૂટા પડે છે.

* * * *


~ By Writer Shuchi.