Stree Sangharsh - 35 books and stories free download online pdf in Gujarati

સ્ત્રી સંઘર્ષ... - ભાગ 35

. ઇન્તજાર મીઠો હોય છે પણ ત્યારે જેમાં એકબીજા પ્રત્યે વિશ્વાસ હોય , સમજદારી હોય અને સૌથી વધુ તો વફાદારી હોય. જોકે હર્ષ અને રુંચા ના સંબંધમાં તો મૌન જ સૌથી મોટો સહારો હતો બંને એકબીજાના પ્યારને એકબીજાની લાગણીઓને અને એકબીજા માટે કરેલા ત્યાગને સમજદારીથી સમજતા હતા સમય આમ જ તેની ગતિએ પસાર થઈ રહ્યો હતો, રુચા અને હર્ષ પોતપોતાના સપનાઓ પૂર્ણ કરવા માટે મહેનત કરવા લાગ્યા હતા વેકેશન દરમિયાન હર્ષ પોતાના માતા-પિતાને પણ મળવા જતો તેમની સાથે પણ સમય વિતાવતો. પણ આ મુલાકાત દરમિયાન કોઈપણ જાતની મદદ ની માંગણી ન હતી. આ સાથે પોતે જાતે જ કોઈપણ વ્યક્તિની કે પિતાના નામ ના નો ઉપયોગ કર્યા વગર પોતાની જાતને સાબિત કરવા માટે મહેનત કરી રહ્યો હતો જ્યારે રુચા પણ એન.જી.ઓ માટે અને તેમના વિકાસ માટે સારું એવું કામ કરી રહી હતી. આસપાસના ગામ અને વિસ્તારોમાં જનજાગૃતિ માટે અને છોકરીઓના ભણતર માટે તેને ઘણા કાર્યક્રમો કર્યા હતા . હસમુખા ચહેરા , મંદ સ્મિત અને સાદગીના સહારે તે લોકોને સરળતાથી પોતાની વાત સમજાવી દેતી હતી જેના કારણે શિક્ષણમાં લોકોનો વિશ્વાસ વધ્યો હતો લોકો પોતાના થોડો સમય કંઈક નવું શીખવા માટે પણ કાઢવા લાગ્યા હતા આ સાથે ગામમાં પુસ્તકાલય નિર્માણની સુવિધાઓ પણ રૂચા એ શરૂ કરી હતી જોકે આ માટે તેને ખૂબ જ મહેનત કરવી પડી હતી જેનો ખર્ચ પણ વધુ થાય તેમ હતો છતાં રૂચા એ લોકોની સહાયથી તેમાં સારું એવું પ્રોત્સાહન મેળવી લીધું હતું આમ બંને જણા સમય પ્રવૃતિમય પસાર કરતાં એકબીજાનો ઇંતેજાર કરી રહ્યા હતા પરંતુ હજી ઇન્તજાર સહેલો ન હતો બાકીનો સમય પણ અઘરો થતો જતો હતો જેટલું સુખદ બધું દેખાઈ રહ્યું હતું એટલું સુખ હતું નહીં કારણ કે મીરા હજી આ બધાથી નારાજ હતી જોકે માતાને આ સંબંધની નિષ્ફળતા સમજાવવામાં તે સફળ રહી હતી પરંતુ પિતાના ફેસલા આગળ માતાએ કોઈ આનાકાની કરી ન હતી અને રાજીવ પણ રેખાની નારાજગી ભલીભાતી સમજતો હતો પોતાની દીકરી પ્રત્યે ની ચિંતા તે રેખા માં જોઈ શકતો હતો કારણકે રુચા માટે તો રાજીવ અને રેખા બંનેએ ઘણાં સંઘર્ષો કર્યા હતા ઘણો કપરો સમય અને ખાસ તો પરિવાર અને સમાજ ના શબ્દો સાંભળ્યા હતા માટે રેખા ના હદય માં પુત્રી વિશે કશી નકારાત્મક ભાવના હોય તે માનવું અશક્ય છે પરંતુ રાજીવ જાણતો હતો કે સમય સાથે રેખા પણ સમજી જશે પણ મીરા નું શું તેના વિશે તો કોઈએ વિચાર્યું જ નહોતું

અશુભ સવાર....




છેલ્લા બે-ત્રણ દિવસથી રાજીવ ની તબિયત લથડી રહી હતી , હૃદયઘાત આવ્યા પછી તો તેનું શરીર હવે પહેલા જેવું કામ કરી રહ્યું ન હતું આરામ અને થોડા ઘણા આછા કામ પછી તે નિવૃત્ત જીવન ગાળી રહ્યો હતો જે સમય તેને પરિવાર મા નાના ભાઈ-બહેનોની જવાબદારી, માતા-પિતા પ્રત્યેની પોતાની ફરજ ને કારણે પત્નીને નહોતો આપી શક્યો તે આપવા માટે તે અત્યારે પુરતી મહેનત કરી રહ્યો હતો રેખા અને રાજીવ પોતાની વૃદ્ધાવસ્થા હસતે મુખે ગાળી રહ્યા હતા રેખા હજી પણ અનાથાશ્રમની સાથે કામ કરતી હતી પરંતુ તે કામ તેણે રૂચા ને સોંપ્યું હતું ,

છેલ્લા કેટલાક દિવસથી રુચા એન.જી.ઓ ના કાર્ય માટે બહારગામ ગઈ હતી જ્યારે મીરા પોતાના પરિવાર અને તેની અંગત સુખાકારી માં વ્યસ્ત હતી પરંતુ ખુશ ન હતી પોતાની મરજી વિરુદ્ધ થયેલા આ વિવાહ તેને હજી કચોટી ખાતા હતા પતિ સાથે નો મેળાપ સ્વસ્થ તો હતો પરંતુ સુખમય ન હતો એમાં પણ પોતાના ઘરે દીકરીનો જન્મ તેને સ્વીકાર્ય ન હતો કદાચ આ માટે જ તેણે પોતાનું બધું તેણે નોકરો ના હાથમા સોંપ્યુ હતું પોતાની જવાબદારી અને દીકરી પણ.

બંને પતિ-પત્ની દુનિયાદારી એ તો સાથે હતા એકબીજાની જવાબદારીઓ પણ નિભાવી રહ્યા હતા પરંતુ સ્વતંત્ર હતા આથી મીરા ક્યારેક પોતાના જીવન પ્રત્યે કંટાળી જતી જે નવ વર્ષની મીરાને રાજીવ અને રેખા લઈ આવ્યા હતા તે મીરા હવે ન હત. જે અનાથ જ હતી, જેની પાસે ઘર પોતાનું કહી શકાય એવો પરિવાર કે માતા-પિતા નહોતા તે ને અચાનક ને બધું મળતા વિચલિત બની હતી .નારાજગી ગુસ્સો , કપટ, ઈર્ષા ના ભાવ તેનામાં વધુ ગાઢ બન્યા હતા પોતાનું ભલું કે સ્વાર્થ વિચારતા તે ક્યારે બીજા માટે ખોટું વિચારવા અને કરવા લાગી તેની તેને કઈ ખબર પડી ન હતી. બધું જ સુખ મેળવી લેવાના આશય માં તેને બીજાનું દુઃખ સુખમય લાગવા લાગ્યું હતું. આ બધામાં તેને પોતાની માતા જ પોતાની લાગતી હતી અને રેખાએ પણ મીરાને ખૂબ જ હેત આપ્યો હતો કદાચ રુચા કરતાં પણ વધારે સમય તેને મીરાને આપ્યો હતો આ લાગણીનો રુચા ના વિરોધ મીરા ક્યારે ઉપયોગ કરવા લાગે તેની તેને ખુદને પણ જાણ ન રહી આ બધા માટેનું સૌથી વધુ અડચણ રૂપ કોઈ હોય તો તે રાજીવ હતો પિતા સામે તેની કોઈ ચાલાકી કે કપટ ચાલતું નહીં પરંતુ રૂચા માટેનો આ મજબૂત સહારો અને લાગણી નો સ્ત્રોત પણ તેને વધુ સાથ આપી શક્યો નહીં અને .....

પિતાએ પણ અણધારી વિદાય લીધી રૂચા માટે , રેખા માટે આ દુખ અવિસ્મરણીય હતું જોકે સંપૂર્ણ પરિવાર માટે આ ખુબજ મોટો આઘાત હતો . મોહન ,કવિતા , વિરાટ, નીલ આ બધા જ એટલા જ દુઃખી હતા માતા અને પિતા બંને ની ખોટ પૂર્ણ કરતો રાજીવ ખરેખર રામ જ હતો.