I Hate You - Can never tell - 82 books and stories free download online pdf in Gujarati

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-82

પ્રકરણ : 82

નંદીની આંસુ સારતી રાજનાં વિચારો કરતી ક્યારે સુઈ ગઈ ખબર ના પડી. સવારે ખુબ વહેલી એની આંખ ખુલી ગઈ એ પથારીમાં બેઠી થઇ ગઈ એણે આગલી રાત્રીનાં આવેલાં વિચારો ખંખેરી નાંખ્યા અને મનોમન એક નિશ્ચય કરી લીધો. અને ઉભી થઈને બાથ લેવા જતી રહી. બાથ લઈને આવી અને માસીની સેવામાં જઈને માબાબાનાં દર્શન કરી પ્રાર્થના કરી રહી કંઈજ કહી નહોતી રહી પણ આંખોમાં આંખો પરોવીને શું એહસાસ થાય છે એ મનોમન અનુભવી રહી. એણે માં ને કહ્યું માં મને જે સ્ફૂર્યું મેં કર્યું જે બનતું ગયું એણે સ્વીકારતી ગઈ જીવનમાં ઘણું બધું થઇ ગયું ક્યાંક મારી ભૂલ ક્યાંક...અને એણે આંખો લૂછી અને સેવાની બહાર આવી ગઈ.

માસીએ નંદીનીને જોઈને કહ્યું દીકરા આજે ખુબજ વહેલી ઉઠી ગઈ. સેવામાં મેં આજે જો બધાં દેવને કેવાં રંગબેરંગી ગુલાલ ચઢાવ્યા છે બધાંજ સ્વરૂપ પણ જાણે ખુશખુશાલ જણાય છે. મેં સેવા કરીને ચા નાસ્તો તૈયાર કરી લીધો છે. તારાં માસા પણ વોક લેવા ગયાં છે એ પણ આવતાંજ હશે પછી સાથે ચા નાસ્તો કરી... લઈએ...

નદીનીએ કહ્યું હાં માસી સેવા સાચેજ ખુબ સુંદર લાગી રહી છે. પુષ્પનું પણ કેવું નસીબ છે ખીલીને સીધાં એમનાં દેવને ચઢે છે અને દેવ પણ ખુશ થઇ જાય છે. પછી મનોમન બોલી હું મારાં રાજને સમર્પિત છું કળીમાંથી હું ફૂલ બની એનેજ સમર્પિત હતી અને વચ્ચે...હું...

ત્યાં માસીએ કહ્યું બેટા શું વિચારોમાં ખોવાઈ જાય છે ? હું સમજુ છું બધુંજ સમજું છું તું જેને મનોમન વરી છે એજ તને મળશે હ્ર્દય એજ કહી રહ્યું છે ભલે વચ્ચે જે આવ્યું એ પણ હવે તને પડાવ નહીં તારું જ તને મળી જશે ચિંતા ના કરીશ. આજે પણ વિરાટનો ફોન આવશેજ સાચું કહું નંદીની હું પણ સવારથી ઉઠી છું ત્યારથી હૃદયમાં કોઈ અગમ્ય આનંદજ વર્તાય છે મેં તારાં માસાને પણ કહ્યું કે આજનો દિવસ પણ કોઈ શુભ સમાચાર આપવાજ આવ્યો છે તારાં માસા પણ ખુશ થઇ ગયાં ત્યાંજ માસા વોક લઈને પાછા ઘરમાં આવ્યાં.

ઘરમાં આવતાંજ માસાએ નંદિનીને નાહીધોઈને તૈયાર થયેલી જોઈને કહ્યું દીકરા ગુડમોર્નીંગ તું પણ વહેલી ઉઠી ગઈ? અને બોલતાં વરંડામાં પડેલું ન્યુઝપેપર લઈને ડાઇનિંગ ટેબલ પર આવી ગયાં અને કહ્યું ચાલો ચા નાસ્તાની તૈયારી કરો.

નંદીનીએ કહ્યું હાં માસા ઊંઘ જાણે કેટલાય સમયથી આજે પુરી થઇ હોય એવું લાગ્યું વહેલું ઉઠી જવાયું પણ તમે બહારથી આવ્યાં છો હાથ ધોઈને બેસો પછી પેપર વાંચજો. માસાએ હસતાં હસતાં કહ્યું ઓહ સોરી વાતોવાતોમાં હું એમજ બેસી ગયો કંઈ નહીં તમે તૈયારી કરો હું હાથ ધોઈને આવું.

નંદીની અને માસીએ ચા નાસ્તો લાવી ટેબલ પર મુક્યો. માસા પણ આવી ગયાં અને પેપર વાંચવાં માંડ્યું મોટાં મોટાં હેડીંગ જોઈ બબડ્યા આ દેશમાં ક્યારે બદલાવ આવશે? અને અંદરનાં પાના પર નજર ફેરવવા માંડી ત્યાં એક સમાચાર અને એની સાથેનો ફોટો જોઈ ત્યાંજ નજર સ્થિર થઇ ગઈ થોડું વાંચીને એમણે નંદીનીને પાસે બોલાવીને કહ્યું નંદીની આ ન્યુઝ જો આ... ત્યાં નંદીની પાસે આવી પૂછ્યું માસા એવાં શું ખાસ ન્યુઝ છે ? અને એણે પેપરમાં જોયેલાં ન્યુઝ જોયાં અને એનાંથી બોલાઈ ગયું ઓહ આતો વરુણ....

માસાએ નંદીની સામે જોયું અને બોલ્યાં ન્યુઝ સારા નથી સમજું છું પણ મને તો એવું લાગે છે કુદરતેજ ન્યાય કરી દીધો.

નંદીનીની આંખો ભીંજાય ગઈ એણે કહ્યું માસા...મને આવો ન્યાય નહોતો જોઈતો કે નથી કદી માંગ્યો. માસીએ કુતુહલથી પૂછ્યું પણ એવાં કયાં ન્યુઝ છે કે તમે લોકો....માસાએ કહ્યું સરલા નંદીનીના જેની સાથે લગ્ન થયેલાં એ વરુણનો એક્સીડન્ટ થયો છે એની બાઈક અને ટ્રક અથડાયાં સ્થળ પરજ મૃત્યુ થયું છે એની પાછળ કોઈ છોકરી હતી એ ખુબ ગંભીર ઘવાઈ હતી હોસ્પીટલ જતા રસ્તામાં એ પણ...

સરલામાસીએ કહ્યું ઓહ ખુબ ખોટું થયું પછી નંદીની સામે જોયું નંદીની ત્યાં ચેર પર બેસી પડી.

નંદીની થોડીવાર મૌન બેસી રહી એણે ચા નાસ્તાને આઘા ખસેડી દીધાં. માસીએ કહ્યું નંદીની..નંદીનીએ સપાટ ચહેરે કોઈ ભાવ વિના કહ્યું માસી જે થવાનું હશે એ થયું પ્રભુ એમનાં આત્માને શાંતિ આપે. જેટલું ઋણ હતું એટલો સમય જોડાયા હોઈશું મેં એનું ઘર અને એને છોડ્યા પછી મારે કોઈ સંબંધ નહોતો મારે આ સમાચાર સાથે પણ હવે કોઈ લેવા દેવા નથી. તમે ચા નાસ્તો કરી લો હું થોડીવાર સેવામાં બેસું છું એમ કહી એ ત્યાંથી ઉભી થઇ સેવામાં આવી માંબાબા સામે બેસી ગઈ અને ક્યાંય સુધી આંખો બંધ કરી બેસી રહી...

ત્યાં નંદીની ના મોબાઈલ પર રીંગ આવી એનો મોબાઈલ ડાઈનીંગ ટેબલ પર હતો માસાએ કહ્યું નંદીની તારો ફોન... નંદીનીએ ક્યાંય સુધી જાણે સાંભળ્યુંજ નહોતું માસાએ ફરી બૂમ પાડી પણ છેવટે એમણે ફોન ઉપાડી લીધો સામે એની ફ્રેન્ડ જયશ્રીનો ફોન હતો માસાએ કહ્યું હા બેટા એક મીનીટ નંદીની સેવામાં છે હું હમણાં ફોન કરાવું એમ કહી ફોન કાપ્યો. માસા માસી બંન્ને એકબીજાની સામે જોઈ રહ્યાં માસાએ આંખનો  ઈશારો કર્યો માસી સમજી ગયાં અને નંદીની પાસે ગયાં.

માસીએ નંદીનીનાં  માથે હાથ ફેરવતાં કહ્યું બેટા નંદીની જે કાળે જે થવાનું હોય થઈને જ રહે છે અને મને તો એવું લાગે છે કે ઈશ્વરેજ તારાં જીવનનું એ કાળું પ્રકરણ એમણેજ બંધ કરી દીધું આપણા હાથમાં કંઈ નથી હોતું..

નંદીનીએ આંખી ખોલીને માસી સામે જોયું અને એમને વળગી ગઈ અને રડતાં રડતાં બોલી માસી જે પ્રકરણ મારાં જીવનમાં આવવાજ નાં જોઈએ એ કેમ આવ્યા ? મને ખબર છે હવે મારાં જીવનમાં કોઈ અંતરાયજ નાં રહ્યો પણ એનાં માટે આવી ઘટના બને એવું મેં કદી નથી ઇચ્છયું એમ કેહતા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી.

નંદીનીને રડવા દીધી પછી માસીએ કહ્યું નંદીની હવે એ ભૂતકાળ પણ ભૂલી જા અને કુદરત જે સંકેત કરી રહી છે એ તરફ ધ્યાન આપ. આ ઘણું ખોટું થયું છે હું સમજું છું આપણે કોઈ દિવસ આવું ઇચ્છીએ નહીં પણ આપણાં હાથમાં કંઈ નથી હોતું આપણાં હાથમાં કંઈ પણ હોત તો આપણે એની સાથેનો સંબંધજ નાં થયો હોત હવે ઈશ્વર જે ચાલ ચાલે છે એને સ્વીકારી લેવાની બલ્કે મને એવું લાગે છે કે કુદરત કરે એ સારાં માટેજ કરે.

નંદીની શાંત થઇ ગઈ પછી માસાએ કહ્યું નંદીની તું તારી ફ્રેન્ડ સાથે વાત કરી લે તને સારું લાગશે. અને નંદીની ઉભી થઇ એનો મોબાઈલ લઇ રૂમમાં જતી રહી માસા માસીએ પણ ચા નાસ્તો એમજ રહેવા દીધો અને ચિંતાતુર ચહેરે બહાર વરંડામાં આવી બેસી ગયાં.

નંદીની રૂમમાં આવી અને જયશ્રીને ફોન કર્યો જયશ્રીએ તરતજ ઉપાડ્યો અને બોલી નંદીની તે સમાચાર વાંચ્યા ? સોરી આપણે આવું કદી જ નહોતું ઇચ્છયું પણ મારાં દીલની વાત કરું ? ઈશ્વરે તને ન્યાય આપી  દીધો એવું લાગે છે.

નંદીનીએ કોઈ ભાવ વિના કહ્યું જયશ્રી જે થયું ખોટું થયું છે મેં આવો ન્યાય ક્યારેય નહોતો માંગ્યો ઈશ્વર એનાં આત્માને શાંતિ આપે એટલું કહી ચૂપ થઇ ગઈ.

જયશ્રીએ કહ્યું એની સાથે એની...હેતલ પણ હતી બંન્ને જણા સાથેજ....નંદીનીએ કહ્યું એલોકોનો પ્રેમ સાચો હશે સાથે જીવી નાં શક્યા વધારે પણ સાથે મોત તો મળ્યું બંન્ને માટે મેં પ્રાર્થના કરી છે.

જયશ્રીએ કહ્યું તું કોઈ ચિંતા દુઃખના લગાડીશ પ્લીઝ આપણાં હાથમાં કશું નથી હોતું કંઈ નહીં પછી શાંતિથી વાત કરીશું ન્યુઝ જાણી તરત જ તને ફોન કર્યો આને કેવા ન્યુઝ ગણવા નથી સમજાતું.

નંદીનીએ કહ્યું કંઈ નહીં જે સામે આવે એ સ્વીકારી લેવાનું એટલી મને સમજણ પડી ગઈ છે. એમ કહીને એણે ફોન મુક્યો...

 

રાજ, વિરાટ, તાન્યા, અમીત અને નીશા ગૌરવ અંકલને ત્યાં પહોંચ્યા અને જોયું તો આષ્ચર્યથી આંખો...

વધુ આવતા અંકે- પ્રકરણ 83