I Hate You - Can never tell - 83 books and stories free download online pdf in Gujarati

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ :- 83

આઈ હેટ યું- કહી નહીં શકું

પ્રકરણ :- ૮૩

રાજનાં મિત્રો વિરાટ,અમીત, નીશા અને તાન્યા સાથે ગૌરાંગ અંકલને ત્યાં પહોંચ્યાં. રાજની મમ્મી નયનાબેને અમેરીકાનાં એમનાં ખાસ મિત્ર ગૌરવઅંકલના વિશાળ બંગલાનો દરવાજો ખોલી બધાને આનંદથી આવકાર્યા. રાજને ભીની આંખે આવકારી ભેટી પડ્યાં બધાં ઘરમાં આવ્યા અને આષ્ચર્ય થી આંખો પહોળી થઇ ગઈ.

મીશાઆંટી અને નયનાબેને આખો દિવાનખંડ ફુલોથો એનાં બુકેથી શણગાર્યો હતો. સવારથી વાતાવરણ ક્લાઉડી હતું એટલે પ્રકાશ ઓછો હતો એનાં કારણે દીવાનખંડની શુશોભિત ગોલ્ડન લાઈટ ઝુમ્મરો પ્રકાશિત હતાં. આખો માહોલ આનંદમય હતો.

તાન્યાતો મીશા બહેનને વળગી પડી અને બોલી શું વાત છે આતો સરપ્રાઈઝ છે શું કારણ છે ? મીશાબહેને કહ્યું આમ પણ સાંજ થઇ ગઈ છે એને રળીયામણી બનાવી દીધી...તારાં પાપા પણ ખુબ ઉત્સાહીત છે એમનોજ આઇડીયા હતો કે રાત્રીનું ડીનર ભલે ઘરમાંજ પણ ભવ્ય બનાવીશું આજે એક સાથે ત્રણ ખુશી આપણાં ઘરમાં પગરવ કરી રહી છે. તારાં પાપા અને પ્રબોધઅંકલ બધાં ફૂલો બુકે લઇ આવ્યા અને એમનુંજ એરેન્જમેન્ટ છે અમે માત્ર મદદ કરી છે આજે સવારથી ક્લાઉડી હતું પણ ખુશનુમા વાતાવરણ હતું.

તાન્યા સમજી ગઈ અને બોલી થેન્ક યું કેટલું સારું લાગે છે કે આજે બધાં આનંદમાં છે એણે એની મોમ ને કહ્યું મોમ આ બધામાં રાજને સાચવી લેજો પ્લીઝ એ ખુબ...

મીશાબહેને કહ્યું ચિંતા ના કર એનાં પેરેન્ટ્સ પણ માની ગયાં છે નંદીનીનો સ્વીકાર નક્કીજ છે. બસ એ છોકરીનો સંપર્ક થઇ જાય. તાન્યા મનમાં વિચારી રહી પછી બોલી મોમ બધું સારું થઇ રહ્યું છે તો એનો સંપર્ક પણ થઇ જશે.

ત્યાં ગૌરાંગઅંકલ અને પ્રબોધભાઇ ત્યાં આવી ગયાં. પ્રબોધભાઇએ બધાં ફ્રેન્ડ્સને વેલકમ કહ્યું અને રાજને હૂંફથી વળગી ગયાં એમની આંખો નમ હતી એમણે એટલુંજ કીધું દીકરા તારી ખુશીમાં જ અમારી ખુશી છે. રાજને પણ આજે સારું લાગી રહેલું એને થયું મારી આશા પુરી થશે હવે.

મીશાઆંટીએ કહ્યું તમે બધાં બેસો પહેલાં અમે તમને લોકોને એક બીજી સરપ્રાઈઝ આપવા માંગીએ છીએ.

વિશાળ દિવાનખંડનાં સોફા અને ચેર પર બધાં બેસી ગયાં. હજી આગળ શું સરપ્રાઈઝ છે એ જાણવાની તાલાવેલી હતી.પ્રબોધભાઇ નયનાબેન રાજ સાથે બેઠાં. તાન્યા અને વિરાટ પાસે ગૌરવભાઇ અને અમીત નિશાની બાજુમાં મીશાબહેન બેઠાં. એમણે બધાંને ઊદ્દેશીને કહ્યું...દિકરો રાજ અહીં ભણવા માટે આવ્યો અમને ખુબ ખુશી થયેલી અને આજે કદાચ એ ખુશી બમણી થઇ ગઈ છે.

વિરાટ, રાજ, અમીત, નીશા, તાન્યાની બધાની નજર મીશાબહેન તરફ હતી. કાન સર્વા થયેલાં. મીશા બહેને કહ્યું રાજ તારી પસંદગી ઉપર તારા પેરેન્ટ્સની મોહોર લાગી ગઈ છે તારો અને નંદીનીનો સંબંધ સ્વીકારાય ગયો છે અને પ્રબોધભાઇ નંદીનીનો સંપર્ક કોઈ પણ રીતે કરીને એને અહીં બોલાવવાનું નક્કી કર્યું છે.

રાજતો આ સાંભળીને ખુબ આનંદીત અને ઉત્તેજીત થઇ ગયો. એણે મોમ-ડેડ સામે જોઈને કહ્યું પાપા સાચેજ ? આઈ એમ સો હેપ્પી. પ્રબોધભાઇએ કહ્યું રાજે તારી ખુશીમાં જ અમારું સુખ છે. આટલો સમય સ્વીકારવામાં વીતી ગયો એનું કારણ હું છું દીકરા આઈ એમ સોરી પણ હવે સમય નહીં બગાડું. નંદીનીને અહીં બોલાવી લઈશું.

રાજને બે મીનીટ બધું સ્વપ્ન જેવું લાગી રહ્યું હતું. અને આ બાજુ વિરાટ અને તાન્યા એકબીજા સામે જોઈ રહેલાં કારણકે નંદીનીની આજની વાસ્તવિકતા તો માત્ર એ બે જણજ જાણતાં હતાં. છતાં તેઓ પણ ખુશ થયાં.

વિરાટે તાન્યાને ઈશારામાં આંખોથી કંઈક વાત કરી લીધી અને આનંદમાં સહભાગી થયાં.

મીશાબહેને કહ્યું બીજાં આનંદનાં સમાચાર અને સરપ્રાઈઝ એ છે કે મારી તાન્યાએ જે પસંદગી કરી છે એ વિરાટ સાથે તાન્યાનો સંબંધ અમે સ્વીકારી લીધો છે અમે ખુબ ખુશ છીએ. અમે આજે વિરાટનાં પેરેન્ટ્સ સાથે પણ વાત કરીશું અને એમની સંમતિ અને અનુકૂળતા હશે તો એમને પણ અહીં આમંત્રિત કરીશું જેથી એકજ સમયે બંન્ને છોકરાંઓનાં એન્ગેજમેન્ટ અહીં ધામધુમથી ઉજવીશું તાન્યાનાં એક નિખાલસ મેસેજથી અમે બધું સમજી ગયેલાં .

પણ અમે આટલાં વર્ષો એમજ નથી કાઢ્યાં અમને બધીજ ખબર પડી ગઈ છે.અને આ બંન્ને સરપ્રાઈઝ સાચેજ સરપ્રાઈઝ બની રહેશે શું કહો છો છોકરાઓ ?

તાન્યા તો ઉઠીને એની મોમને વળગી ગઈ અને બોલી મોમ તમે બહું સ્માર્ટ છો. અમે બંન્ને એકબીજાને પસંદ કરીએ છીએ પણ ....વિરાટ એનાં પેરેન્ટ્સ સાથે વાત કરીલે તમારો ઈન્ટ્રો કરાવે પછી નક્કી થશે ને...

વિરાટે તરતજ કહ્યું હું મારાં પેરેન્ટ્સ સાથે આજેજ વાત કરીશ અને તમારી પણ કરાવીશ. મારી પસંદગી ઉપર એલોકોને પૂરો વિશ્વાસ છે અને મને ખાત્રી છે એલોકો તાન્યાને પણ સ્વીકારી લેશે.

વિરાટે આગળ કહ્યું મારો ઉછેર એવો થયો છે કે હું મારાં પેરેંટ્સનાં પહેલો મિત્ર છું બધુંજ ફ્રેન્કલી કહી શકું છું અને પેરેન્ટ્સને મારો સ્વભાવ મારી લાગણી પસંદગી અને એમણેજ સીંચેલા સંસ્કાર ઉપર ખુબ વિશ્વાસ છે. અમે એવાં કરોડપતિ કે ધનીક નથી પણ અમારી વચ્ચે વિશ્વાસ અને સંસ્કારનો એવો સંપુટ છે કે માત્ર બે ત્રણ દિવસનાં મારાં અને તાન્યાના સંબંધ ને પણ એ ઓળખી શકશે.

મારાં અને તાન્યાનો સંપર્ક-વિચાર -પસંદગી એક દિવસમાં થઇ ગઈ હતી એનાં માટે અમારે કોઈ મહિનાઓનાં ડેટિંગની જરૂર નથી પ્રેમ અને વિશ્વાસ એક ક્ષણમાં જ થઇ જાય છે સ્થપાઈ જાય છે એને કોઈનાં પ્રમાણપત્રની જરૂર નથી. અને અમારી જેમ તાન્યાના પેરેન્ટ્સે પણ જે સ્વીકારની તૈયારી બતાવી છે એનાં માટે હું સાચેજ ભાગ્યશાળી છું એમ કહીને એ તાન્યાના પેરેન્ટ્સને પગે લાગ્યો. ગૌરવભાઇએ વિરાટને ખેંચી ગળે લગાવ્યો અને આશીર્વાદ આપ્યા. મીશાબહેનની આંખો નમ થઇ અને વિરાટનાં કપાળને ચૂમીને કહ્યું દીકરા તને જોયો ત્યારથીજ તારાં સંસ્કારની નોંધ લેવાઈ હતી અને તાન્યાની પસંદગી ઉપર અમને રોબ થયેલો.

આ બધાં દ્રશ્યો અને ડાયલોગ જોઈ સાંભળીને પ્રબોધભાઇ નયનાબેન એકબીજાની સામે જોઈ રહેલાં અને રાજ એલોકો તરફ જોઈ રહેલો. બધાએ તાળીઓ પાડીને આ આનંદનાં અવસરને અને નિર્ણયને વધાવી લીધો.

અમીત અને નીશા એકબીજાની સામે જોઈ રહેલાં આંખોમાં એમની અંગત વાતો હતી અને અમીતે નીશાનો હાથ હાથમાં લઈને દબાવ્યો ખુશી વ્યક્ત કરી. અમીતને વિચાર આવ્યો આ બે ફેમીલીમાં કેટલો ફરક છે રાજનાં પેરેન્ટ્સને પૈસા પ્રસિધ્ધિમાં રસ હતો રાજનાં પ્રેમની અને લાગણીની પરવા ના કરી કોલેજ સમયથી કેળવાયેલો પ્રેમ ઠુકરાવ્યો અને તાન્યાનાં પેરેન્ટ્સ બે દિવસનાં નિરીક્ષણમાં દીકરીની પસંદગી અને ખુશીને વધાવી લીધી. હવે અમારું શું થશે ? એમ વિચારમાં પડી ગયો.

ત્યાં તાન્યાએ કહ્યું આ અમીત અને નીશાના ફેમીલી તરફથી એમનો પણ સ્વીકાર થઇ જાય તો બસ સોનામાં સુગંધ ભળી જાય અને અમારાં ત્રણે નાં ...

ત્યાં તાન્યાને અટકાવીને નીશા બોલી...તાન્યા બસ તમારી બેસ્ટ વીશીશ અમારાં માટે આવું પરીણામ લાવે અમે સાઉથ ઇન્ડીયન છીએ અમીત ગુજરાતી મારાં લગ્ન માટે ત્યાં વાતચીત ચાલે છે પણ હું મક્કમ છું અને હું મારાં પેરેન્ટ્સને સમજાવીશ ખાસ મારાં ભાઈને...પણ અત્યારે તો તમારી ખુશીમાંજ અમારી ખુશી છે.

એક સાચી પણ કડવી વાત કહી દઉં? એણે રાજ અને એનાં પેરેન્ટ્સ સામે જોઈને કહ્યું....નયનાબેન સમજી ગયાં છતાં બોલ્યા નીશા બેટા જે કહેવું હોય એ બેધડક કહે હું તારાં સાથમાંજ છું.

નીશાએ કહ્યું અમીત પાસેથી રાજ વિશે ઘણું સાંભળ્યું હતું પહેલીવાર હું એલોકોનાં એપાર્ટમેન્ટ આવી રાજને સાંભળ્યો ...તાન્યા અને વિરાટને જોયાં અને મારાં મનનો નિર્ણય પાકો થઇ ગયો . રાજ એની પ્રેમીકા એની પસંદગી માટે બધું છોડવા તૈયાર થઇ ગયેલો અને બીજી બાજુ તાન્યાનાં પેરેન્ટ્સ કોઈનું પણ વિચાર્યા વિના માત્ર દીકરીનાં સુખ આનંદ માટે સાવ નજીવા સમયમાં હજી એ કુટુંબને જાણતાં છતાં માત્ર વિરાટને જોઈને દીકરી સોંપવાનો નિર્ણય લઇ લે છે અને ...

વધુ આવતા અંકે - પ્રકરણ : 84