Jivan Sathi - 31 books and stories free download online pdf in Gujarati

જીવન સાથી - 31

અને ફરીથી આન્યા તેમજ સુમિત બંને વળી પાછા પોતાની મસ્તીમાં ખોવાઈ જાય છે. આન્યા તો તેણે પડાવેલા ફોટા કેવા આવ્યા છે તે જોવામાં તલ્લીન થઈ જાય છે એટલે
સુમિત તેની નજીક આવે છે અને તેને જરા પ્રેમથી પૂછે છે કે, "મેડમ, તમારું ફોટો સેશન હવે પૂરું થયું હોય તો આપણે નીકળીશું ?

અને આન્યા મોબાઈલમાં જોતી જોતી જ ચાલવા લાગે છે અને બોલતી જાય છે કે, " હા હા, સ્યોર ચલ નીકળીએ "

બંને ફરી પાછા કારમાં ગોઠવાઈ જાય છે. સુમિતને મનમાં થાય છે કે આન્યા હવે જશે પછી ફરીથી પાછી મને ક્યારે મળશે ?

અને તે આન્યાને પૂછવા લાગે છે કે, " ફરી પાછી ક્યારે મળીશ તું મને ?
આન્યા: હા, તું ફ્રી પડે ત્યારે મને ફોન કરજે. આપણે ચોક્કસ કંઈક પ્લાન બનાવીશું અને આન્યા પોતાનો સેલફોન નંબર સુમિતને આપે છે. અને બંને વાતો કરતાં કરતાં આગળ વધે છે.

એટલામાં આન્યાના સેલફોનમાં રીંગ વાગે છે જોયું તો સ્મિતનો ફોન, આન્યા ફોન લેવાનું ટાળે છે અને મેસેજ મૂકી દે છે કે, "નાઉ, આઈ એમ બીઝી, આઈ વીલ કોલ યુ લેટર"

પણ સ્મિતને આજે જપ થાય તેમ ન હતો તેણે ફરીથી આન્યાને ફોન કર્યો અને સુમિતે પણ તેને ટોકી, " હુ ઈઝ ધેર ? ફોન ઉપાડી લે ને.."

અને આન્યાએ ફોન ઉપાડી જ લીધો.
સ્મિત તો જાણે આન્યા સાથે વાત કરવા માટે બેબાકળો બની ગયો હોય તેમ આન્યા હલો બોલી કે તરતજ બોલવા લાગ્યો, " વ્હેર આર યુ ? બે દિવસથી તારા કોઈ મેસેજ નથી, હું ફોન કરું તો, કોલ આઈ લેટર નો મેસેજ મૂકી દે છે યાર, વાત તો કર. "
(બધુંજ એક જ શ્વાસે બોલી ગયો સ્મિત, અને તેને વચ્ચે જ અટકાવીને આન્યા બોલી)

આન્યા: ચીલ કર યાર, આઈ એમ બીઝી રાઈટ નાઉ.
સ્મિતની ઈંતેજારીનો હજી અંત આવતો ન હતો.
સ્મિત: બટ, વ્હેર આર યુ.
આન્યા: આઈ એમ ઈન સોસિયલ ફંક્શન. સાંભળ, મારા ભાઈના એન્ગેજમેન્ટ હતા એટલે હું જરા તેમાં બીઝી હતી.
સ્મિત: ઑહ, તો એમ કે ને યાર.
આન્યા: બોલ, શું કામ હતું તારે ? કંઈ નહીં એ તો એમ પૂછવા માટે ફોન કર્યો હતો કે આવતીકાલે તું કોલેજ આવવાની છે ને ?
આન્યા: ઑહ, બસ આ જ કામ હતું. હા, આવવાની છું. બોલ બીજું કે.
સ્મિત: ના, બસ કંઈ નહીં. તો મળીએ કાલે. સવારે તને પીકઅપ કરવા માટે આવું તારા ઘરે.
આન્યા: ના ના, એ તો ડેડ મને ડ્રોપ કરી જશે.
સ્મિત: ઓકે તો ચલ મળીએ કાલે
અને આન્યાએ ફોન મૂક્યો પછી તરત જ સુમિતે તેને પૂછ્યું કે, " કોણ હતું ફ્રેન્ડ કે પછી કોઈ બીજું હતું ?
આન્યા: ના, મારો ફ્રેન્ડ જ હતો એ તો જસ્ટ કાલે કોલેજ આવવાની છું કે નહીં તેમ જ પૂછવા માટે ફોન આવ્યો હતો.
સુમિત: તમે બંને એક જ ક્લાસમાં છો ?
આન્યા: ના, એ મારાથી આગળ છે પણ અમે બંને એક જ સ્કુલમાં હતા એટલે જસ્ટ ફ્રેન્ડ છીએ.

અને સુમિતના મનમાં હાંશ થઈ. એટલામાં આન્યાનું ઘર આવી ગયું. આન્યાની મોમ મોનિકા બેન આન્યાની રાહ જ જોઈ રહ્યા હતા.

સુમિત આન્યાના ઘરની બહારથી જ વિદાય થવા ઈચ્છતો હતો પરંતુ આન્યા તેને ફોર્સ કરીને ઘરમાં લઈ જાય છે.

સુમિત મોનિકા બેનને પગે લાગે છે અને હવે બેસવું જ પડશે વિચારીને દિવાનખડમાં ગોઠવેલા સોફા ઉપર ગોઠવાઈ જાય છે.

મોનિકા બેન તેને માટે પાણી લેવા કીચનમાં જાય છે અને ચા કોફી માટે પૂછે છે પણ સુમિત ના જ પાડે છે અને મનમાં જ વિચારે છે કે, " આન્યાનો હાથ માંગવા આવીશ ત્યારે ચા કોફી બધુંજ લઈશ અને " ફરી ક્યારેક આન્ટી " એટલું બોલીને નીકળી જાય છે.

આન્યા તેને બહાર ગાડી સુધી મૂકવા માટે જાય છે અને હવે ફોન ઉપર મળીશું તેમ નક્કી કરીને બંને પ્રેમથી છૂટા પડે છે.

સુમિત આન્યા સાથે વિતાવેલા સમયની મીઠી યાદો મનમાં કેદ કરીને ખુશ થઈને પાછો વળે છે.

આન્યાના દિલને પણ સુમિત અને સુમિતની પ્રેમભરી વાતો ચૂમી જાય છે અને પોતે કપડાં બદલીને ફ્રેશ થઈને નિશ્ચિંતપણે પોતાના બેડ ઉપર લંબી તાણી દે છે.બસ હવે તો સવાર પડજો વહેલી...

બીજે દિવસે સવાર સવારમાં જ સ્મિતનો ફોન આવી જાય છે કે, " આજે મારી બર્થડે છે તો કોલેજથી છૂટ્યા પછી હું મારા બધાજ ફ્રેન્ડસને બર્થ-ડે પાર્ટી આપવાનો છું તો તારે પણ તેમાં આવવાનું છે અને પછી હું તને તારા ઘરે ડ્રોપ કરી જઈશ તો ઘરે મોમને કહીને આવજે. "
આન્યા: ઓકે.

હવે બર્થડે પાર્ટીમાં શું થાય છે ? તે આપણે આગળના ભાગમાં જોઈએ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
22/1/22