I Hate You - Can never tell - 84 books and stories free download online pdf in Gujarati

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ 84

આઈ હેટ યું કહી નહીં શકું

પ્રકરણ 84

નીશા બોલી રહી હતી ...અને આ બધું જોયા પછી હું મારો અને અમીતનો વિચાર કરતી હતી શરૂઆતમાં મેં અમિતને રીસ્પોન્સ નહોતો આપ્યો એટલે નહીં કે એ મને પસંદ નહોતો એ મને ખુબજ પસંદ છે પણ મારાં ફેમીલીને કારણે એ હેરાન ના થાય એની ફેમીલી સાથે એને ...કે એની જીંદગી સ્પોઈલ ના થાય એટલે જ અચકાતી હતી પણ બે દિવસ બધાં સાથે ગાળ્યાં પછી એવું લાગ્યું કે પ્રેમ એક શાશ્વત સત્ય છે અને એમાંજ સાચું સુખ સાચો આનંદ છે. કુટુંબનું કે માતાપિતાનું વિચારી જો તમે ખોટો નિર્ણય લઇ લો તો પાછળથી સરવાળે બધાનું અહિત થાય છે.

હું મારાં ભાઈ પેરેન્ટ્સને સમજાવીશ અમીત એનાં ઘરે વાત કરશે. સ્પષ્ટ અને સાચીજ વાત કરીશું મને પણ આશા છે અમારાં સંબંધનો પણ આમજ સહર્ષ સ્વીકાર થઇ જશે. જો હું આજે નહીં બોલું તો મોડું થઇ જશે. અને આપણાં પેરેન્ટ્સ અમને સાચો પ્રેમ કરતાં હશે અને સમજતાં હશે અમારાં ઉપર વિશ્વાસ હશે તો કોઈ નડતર વચ્ચે નહીં જ આવે . બધાં અસ્ખલિત બોલી રહેલી નીશાને સાંભળી રહેલાં અને મીશાબહેન કંઈક બોલવા જાય એ પહેલાં નયનાબહેને કહ્યું નીશા તારી વાત સાચી છે પોતાનાં લોહીને ઓળખવું જરૂરી છે એમાં પોતાનો હોદ્દો-પૈસો કે પ્રસિદ્ધિ વચ્ચે ના આવવું જોઈએ. લોકો તો બોલ્યાં કરે એમનું કામજ છે કોઈનામાં પંચાત કરવી પણ પોતાનાં બાળકની ખુશીમાં પરોવાય તો આખું કુટુંબ આનંદમાં રહી શકે છે.

પ્રબોધભાઇએ નયનાબેનને અટકાવીને કહ્યું હું આટલો મોટો વકીલ આટલી સાચી વાત નથી સમજી શક્યો એનું મને દુઃખ છે મેં મારાં રાજ સાથે અન્યાય કર્યો છે હું કબૂલ કરું છું અને મારી ભૂલ સુધારવા માંગુ છું મારાં દીકરાને અત્યાર સુધી મેં હર્ટ કર્યો છે એની માફી માંગુ છું...અને રાજ ઉઠ્યો અને પાપાને વળગી પડ્યો. બંન્ને બાપ દીકરો એકબીજાને વળગીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યાં. રાજની આંખોમાંથી આંસુ આનંદનાં હતાં અને પાપાની આંખનાં આંસુ પસ્તાવાનાં હતાં. રાજે કહ્યું બસ પાપા આવું ના બોલો તમે મારાં પાપા છો મારુ અભિમાન છો તમે આજે નંદીનીનો સ્વીકાર કરીને મને મહામૂલી ગીફ્ટ આપી છે. નયનાબેન પણ આવીને બંન્નેની ફરતે હાથ ફેલાવીને વળગી ગયાં. નયનાબેને કહ્યું આ બધું દીકરી તાન્યાને આભારી છે હું એને ક્રેડીટ આપવા માંગુ છું અને મારો રાજે જાણે અમને સાચી વાતનો એહસાસ કરાવ્યો.

અમારાં દીકરામાં આટલો પ્રેમ અને લાગણી છે અમે જોઈ ના શક્યા અનુભવીના શક્યા. પણ અંતે અમારી આંખો ખુલી ગઈ અને સાચો નિર્ણય લેવાયો.

આ બધી પ્રક્રીયા ઘટનાનો વિરાટ વીડીયો શૂટ કરી રહેલો એને ખુબજ આનંદ હતો કે આજે બધું સારું થઇ રહ્યું છે પણ મનમાં વિચાર કોરી ખાતો હતો કે નંદીની દીદીને બધું કહીશ આ વીડીયો બતાવીશ એ ખુબ ખુશ થશે પણ...પણ ...નંદીની દીદીનાં જીવનમાં જે કંઈ અત્યાર સુધીમાં થઇ ચૂક્યું છે એ રાજ અને એનાં પેરેન્ટ્સ સમજશે ? સાચું જાણ્યાં પછી એમનો સંપૂર્ણ સ્વીકાર થશે ? એ મોટો પ્રશ્નચિન્હ છે ?

રાજનાં પેરેન્ટ્સ એમને અને મારાં પાપા મમ્મીને અહીં બોલાવવા માંગે છે. પહેલાં નંદીની દીદીને બધું અહીંનું અપડેટ જણાવવું પડશે. નંદીની દીદીની જે કંઈ વાસ્તવિકતા છે અહીં બધાને જણાવવી પડશે કેવી રીતે જણાવવી ? પહેલાં દીદી સાથે વાત કરવી પડશે. અહીંતો ઘી ઢોળાયું તો ખીચડીમાં એવાં તાલ છે પણ સાચી હકીકત ઘણી કડવી અને અઘરી છે.

તાન્યાએ વિરાટની સામે જોયું અને એની નજીક આવી વિરાટે વિડીયો રેકર્ડ કરવું બંધ કર્યું અને તાન્યાએ પૂછ્યું વિરાટ શું વિચારમાં પડી ગયો ? મને ખબર છે તને ઘણાં બધાં વિચાર આવી રહ્યાં હશે અહીં રાજનાં પેરેન્ટ્સ બધું સ્વીકાર કરવા તૈયાર છે પણ હજી એમણે કેવી કડવી વાસ્તવિકતાનો સામનો કરવાનો છે એ સ્વીકારી શકશે ? રાજ સ્વીકારશે ? એકપક્ષીય બધો આનંદ છે. વિરાટ...વિરાટે ધીમેથી કહ્યું હું આવુંજ વિચારું છું પણ પછી વાત કરીએ હમણાં અહીંજ ધ્યાન આપીએ....

નયનાબેને હસતાં હસતાં કહ્યું વિરાટ તાન્યા તમે લોકો શું ઘૂસપૂસ ઘૂસપૂસ કરો છો હવે તો બધું બરોબર થઇ ગયું ને ? હવે સેલીબ્રેશનની તૈયારી કરો. આજે આપણા બધાં માટે ગ્રાન્ડ ડીનરની તૈયારી કરી છે.

વિરાટે કહ્યું હાં આંટી ખુબજ આનંદ થયો છે. મીશાબહેને એક એક બુકે લઈને તાન્યા - વિરાટ અને રાજને આપ્યો. નયનાબેને અમીત અને નીશાને આપ્યો.

મીશાબહેને કહ્યું તાન્યા તું બધાં માટે ડ્રીંક એપીટાઈઝર જેને જે જોઈએ એ લઈલે તું મહારાજને કહીને ટેબલ પર તૈયારી કરાવ નીશા પણ ઉભી થઈને તાન્યાની મદદ માટે ગઈ.વિરાટ રાજ પાસે આવ્યો અને ખુશી વ્યક્ત કરી કરી એ ત્રણે મિત્રો બહાર ગાર્ડન તરફ નીકળ્યાં.

ગૌરાંગભાઈ એમની પાછળ બંગલાનાં ગાર્ડનમાં આવ્યાં અને બોલ્યાં યસ યંગ બોયઝ અહીં ગાર્ડનમાં મસ્ત માહોલ છે આપણે લોકો અહીં બહારજ બેસીએ થોડું ડ્રીંક્સ લઈને પછી અંદર જમવા જઈશું બધાએ એક સાથે વધાવી લેતાં કહ્યું યસ અંકલ એમજ કરીએ.

રાજે કહ્યું આપણે અંદરથી બધું બહાર લઇ આવીએ આપણે એરેન્જ કરીએ પછી પાપાને બોલાવીએ રાજ આજે ખુશ હતો. કેટલાય સમયથી બાઝી ગયેલું દુઃખ દૂર થઇ ગયું હતું દીલનો ડૂમો નીકળી ગયો હતો હવે બસ નંદીનીનો સંપર્ક થઇ જાય અને એને હું અહીં બોલાવી લઉ એવાંજ વિચાર થનગની રહેલાં.

પ્રબોધભાઇએ મોબાઈલ લીધો અને સીધોજ ફોન ડો. જયસ્વાલને કર્યો...સામેથી તરતજ રીસ્પોન્સ મળ્યો. પ્રબોધભાઈએ કહ્યું ડોક્ટર ગુડમોર્નિંગ કહું કે ગુડ નાઈટ ? અહીં રાત્રી ત્યાં સવાર. ડો જયસ્વાલે હસતાં હસતાં કહ્યું પ્રબોધ તું ખુબ ખુશમાં લાગે છે કેટલાં પેગ પીધાં પછી ફોન કર્યો ? પ્રબોધભાઈએ કહ્યું ડોક્ટર હજી પીધુંજ નથી પણ આજે સાચો આનંદનો એહસાસ થયો છે. બીજી વાતો ન કરતાં સીધુજ કહી દઉં અમે અમારાં રાજનાં લગ્ન નંદીની સાથે કરવાનો નિર્ણય કરી લીધો છે એની ખુશી છે.

ડો. જયસ્વાલે કહ્યું દેર આયે દુરસ્ત આયે. પ્રબોધ ખુબ સાચો અને સારો નિર્ણય કર્યો છે. નંદીની સાચેજ ખુબ શુશીલ સંસ્કારી છોકરી છે. મારાં બંન્નેને અભિનંદન.

પ્રબોધભાઇએ કહ્યું પણ ડોક્ટર એમાં તમારી મદદની જરૂર છે. અમે અહીં અમેરિકા નિર્ણય લીધો છે પણ નંદીની ક્યાં છે એ નથી ખબર એનો સંપર્ક નથી એનો જે મોબાઈલ નંબર હતો એ બંધ છે તમારી પાસે એનો લેટેસ્ટ નંબર છે ? એનાં પિતાની સારવાર કરતાં તમારી પાસે કદાચ હોય એ આશામાં મેં તમને પૂછ્યું.

ડો જયસ્વાલ વિચારમાં પડી ગયાં પછી એમણે કહ્યું પ્રબોધ એનાં પિતાનાં અવસાનને ૬ મહિના ઉપર થઇ ગયું આઈ એમ સોરી નંદીનીએ કોઈને પણ જણાવવા ના પાડી હતી એ છોકરીએ સમ આપેલાં. આમતો હું આવું બધું માનતો નથી પણ એ છોકરીની આંખમાં જે લાગણી - વિશ્વાસ અને કરુણા જોઈ હતી મારાં માટેનાં વિશ્વાસ જોયેલો મેં તને પણ જણાવેલું નહીં.

એણે છેલ્લો જે નંબરથી મારો સંપર્ક કરેલો એ હું શોધીને તને મોકલું છું પણ એ દીકરી ખુબજ દુઃખી અને વિવશ હતી મને જાણવા મળ્યાં પ્રમાણે કદાચ એની મધર પણ નથી રહ્યાં. મને નથી ખબર કે હું તને કેમ કહી રહ્યો છું મારાં કમ્પાઉન્ડરે મને આ સમાચાર આપેલાં. છતાં હું તને એનો નંબર પછી શોધીને મોકલું છું અને ઈચ્છું છું કે તારો એની સાથે સંપર્ક થઇ જાય એકલી છોકરીએ ઘણાં મોરચે લડત આપી છે તું ખુશનસીબ છે તારાં ઘરમાં આવી છોકરી આવશે. બેસ્ટ લક એમ કહી ફોન મુક્યો.

પ્રબોધભાઇ આઘાત સાથે વિચારમાં પડી ગયાં કે રાજ સામે આ બધી વાસ્તવિકતા...નંદીની ક્યાં હશે ?

વધુ આવતા અંકે પ્રકરણ : 85