Mohru - 14 - Last Part books and stories free download online pdf in Gujarati

મહોરું - 14 - છેલ્લો ભાગ

(પ્રકરણ : ૧૪)

એન્ટોનિયોના અડ્ડા પરથી નીકળેલી ઍમ્બ્યુલન્સ પૂરઝડપે આગળ વધી રહી હતી. ઍમ્બ્યુલન્સમાં બેઠેલી ઈન્ટરપોલની ઑફિસર રોકસાના સામેના સ્ટ્રેચર પર સફેદ કપડું ઓઢાડેલી હાલતમાં પડેલી કલગી તરફ તાકી રહી હતી.

આ રીતના જ થોડીક બીજી પળો વીતી પછી અત્યારે હવે રોકસાનાના ચહેરા પરની ગંભીરતા દૂર થઈ અને તેના હોઠ પર મુસ્કુરાહટ આવી. તેણે હળવેકથી કહ્યું : ‘કલગી ! અત્યારે હવે તું સલામત છે. હવે તું પાછી જીવતી થઈ શકે છે.’ અને તેણે કલગીના મોઢા સુધી ઓઢાડેલું સફેદ કપડું હટાવ્યું.

કલગીએ એક ઊંડો શ્વાસ લેતાં આંખો પરની પાંપણો ખોલી. વળી એક લાંબો શ્વાસ લેતાં તે બેઠી થઈઃ ‘રોકસાના, તારા પોલીસવાળા તેમજ એન્ટોનિયોના આદમીઓ વચ્ચેની ગોળીઓની રમઝટ વચ્ચે મડદાની જેમ પડયા રહેવામાં મારા નાકે દમ આવી ગયો.’

‘સૉરી કલગી, પણ હું એન્ટોનિયોને ત્યાં પોલીસ પલટન સાથે પહોંચી નહિ ત્યાં સુધી હું પણ તારી ચિંતામાં અધમૂઈ થઈ ગઈ હતી.’ રોકસાના બોલી : ‘મને એ ચિંતા હતી કે, આપણે નકકી થયા પ્રમાણે મેં બૅન્કના એ બાથરૂમમાં બુલેટ પ્રુફ જેકેટ અને લોહીનો સામાન તો મુકાવી દીધો હતો, પણ અચલ અને બુશરા તને બાથરૂમમાં નહિ જવા દે અને તને બુલેટ પ્રુફ જેકેટ પહેરવાનો મોકો નહિ મળે તો...? !’

‘હા, પણ મારા નસીબજોગે મને એ મોકો મળી ગયો.’ કલગી બોલી : ‘જોકે, તમારી એવી ગણતરી હતી કે, બૅન્કમાંથી ડૉલર લીધા પછી અચલ અને બુશરા મને ગોળી મારી દેશે અને એટલે આપણે આ તૈયારી કરી, પણ મારે એન્ટોનિયોના હાથે મરવાનું લખાયેલું હશે !’

‘હા, પણ મારી ગણતરી બહાર એન્ટોનિયોના આદમી ત્રાટકી પડયા અને અચલ તેમ જ બુશરા સાથે તને પણ ઊઠાવી ગયા, એટલે હું ટેન્શનમાં આવી ગઈ હતી, પણ વૅનમાં તને લઈ જનારા એન્ટોનિયો અને તારી વાતચીત હું સાંભળી શકતી હતી, એટલે મને એ અંદાજ આવી ગયો કે, એન્ટોનિયોએ એના આદમીઓને તમને જીવતા જ પકડીને લઈ આવવાનું કામ સોંપ્યું છે.’

‘એટલે વૅનમાંની અમારી વાતો તું સાંભળી શકતી હતી ?!’ કલગીએ પૂછયું : ‘શું એન્ટોનિયોના એ આદમીઓમાં તારો પણ કોઈ આદમી સામેલ..’

‘ના !’ રોકસાના હસી : ‘હું માઈક્રોફોન મારફત તમારી વાતચીત સાંભળતી હતી.’ અને રોકસાનાએ કલગીનો હાથ પોતાના હાથમાં લીધો અને તેણે કલગી સાથેની પહેલી મુલાકાત વખતે, મુંબઈથી દુબઈ આવી રહેલા પ્લેનમાં ઍરહોસ્ટેસના રૂપમાં કલગીને જે લીલા નંગવાળું બ્રેસ્લેટ આપ્યું હતું એની પર હાથ ફેરવ્યો : ‘આ બ્રેસલેટમાં મેં માઈક્રોફોન ગોઠવેલું છે, કલગી !’ કલગીએ બ્રેસલેટ તરફ પર એક નજર નાંખી લઈને રોકસાના સામે જોતાં કહ્યું : ‘....એટલે તું પહેલાંથી જ મારી પર નજર રાખી રહી હતી ?!’

‘હા !’ રોકસાના બોલી : ‘અમને શંકા હતી કે, અચલ તારા જેવી ભોળી, ખૂબસૂરત અને સગાં-વહાલાંઓ વિનાની યુવતીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવે છે અને પછી આવા ગુનાઓ કરીને, ખૂબ જ સિફતથી એ યુવતીઓથી હંમેશ માટે પીછો છોડાવી લે છે. પણ ફકત શંકા પર જ અમે એને પકડી શકીએ એમ નહોતા. અમારે મજબૂત પુરાવાની જરૂર હતી અને એટલે મેં અને મારા ઉપરી ઑફિસર સમીઉલ સરે તારો ઉપયોગ કરવાનું નકકી કર્યું.’ રોકસાના બોલી : ‘અચલ તને પહેલી વાર મળ્યો અને તારી સાથે પ્રેમનું નાટક શરૂ કર્યું. ત્યારથી અમે તારી પર પણ નજર રાખી રહ્યા હતા.’ અને રોકસાનાએ એક ઊંડો શ્વાસ લીધો : ‘ગમે તેમ પણ આટલી મહેનત પછી અચલ પકડાયો ખરો અને સાથોસાથ એન્ટોનિયો જેવો હથિયારોનો વેપારી તેમ જ ભ્રષ્ટ પોલીસ ઑફિસર બુશરા પણ પકડાઈ ગઈ.’ અને રોકસાનાએ બારી પર લટકતો પડદો સહેજ હટાવીને બહાર જોયું અને પછી પાછો પડદો નાખી દેતાં કહ્યું : ‘કલગી ! તું બુલેટ પ્રુફ જેકેટ ઊતારી લે અને લોહીવાળા તારા કપડાં પર આ ડૉકટરનો કોટ પહેરી લે.’

કલગીએ બુલેટપ્રુફ જેકેટ ઉતાર્યું અને નકલી લોહી નીકળે એ રીતનો બધો સામાન કાઢીને એક તરફ મૂકયો અને પછી ડૉકટરનો કોટ પહેરી લીધો.

ત્યાં જ ઍમ્બ્યુલન્સ ઊભી રહી. રોકસાનાએ પડદો હટાવ્યો દરવાજો બંધ કર્યો અને જોરથી દરવાજા પર હાથનો ધબ્બો માયો. ઍમ્બ્યુલન્સ આગળ વધી ગઈ અને એ લાંબી ગલીની બહાર નીકળીને દેખાતી બંધ થઈ ગઈ.

‘હવે તું અહીથી જઈ શકીશ, પણ હા..,’ રોકસાના બોલી : ‘તું અચલ અને બુશરા સામે મરે અને ભવિષ્યમાં તેઓ તને પરેશાન ન કરે એ માટે આપણે તારા ખોટેખોટા મરવાનો તખ્તો ગોઠવ્યો હતો અને એમાં આપણે વધુ સારી રીતના સફળ પણ થયા. છતાંય તું ગફલતમાં ન રહીશ. સજા પૂરી કરીને અચલ બહાર નીકળે એ પહેલાં જ તું ઈન્ડિયા છોડીને... હું ઇન્ડિયા માં જ રહીશ..’ કલગી મકકમ આવજે બોલી : ‘હું ઈન્ડિયા તો કોઈ હાલતે નહિ છોડું. હા, હું એવા કોઈ શહેરમાં, એવા કોઈ વિસ્તારમાં રહેવા ચાલી જઈશ જ્યાં અચલ સપનામાંય લટાર મારવાનું ન વિચારે.’

‘ઠીક છે !’ રોકસાના બોલી, ત્યાં જ ગલીમાં એક કાર વળીને રમરમાટ એમની તરફ આવવા માંડી.

કલગીએ સવાલભરી નજરે રોકસાના સામે જોયું, ત્યાં જ રોકસાના બોલી : ‘..એ સમીઉલ સર છે.’

અને પાંચમી પળે એ કાર તેમની નજીક આવીને ઊભી રહી અને એની ડ્રાઈવિંગ સીટ પરથી સમીઉલ બહાર નીકળ્યો, ‘ફેન્ટાસ્ટિક ! તેં તો કમાલ કરી, કલગી !’ સમીઉલે કહ્યું : ‘તેં મરવાની ખૂબ જ જોરદાર એક્ટિંગ કરી. પળવાર માટે તો મને એમ થઈ ગયેલું કે, બૅન્કના બાથરૂમમાંથી અમે મૂકેલો સામાન તને લેવાનો મોકો મળ્યો નથી અને તું ખરેખર જ મરી પરવારી છે.’

‘સર !’ કલગીનો અવાજ એકદમથી જ ગળગળો થઈ ગયો

‘તમે અને રોકસાનાએ મને બચાવી ન હોત તો હું ખરેખર જ અચલના હાથે મરી ગઈ હોત.’

‘અમે તને ભલે બચાવી છે, પણ તારો જીવ પણ તો અમે જ જોખમમાં મૂકયો હતો ને !’ સમીઉલ નિખાલસ દિલે બોલ્યો

‘અચલે ડોલર મેળવવા માટે તને મહોરૂં બનાવ્યું હતું, તો એને સપડાવવા માટે અમે પણ તારો મહોરા તરીકે ઉપયોગ કર્યો હતો. તને કંઈ થઈ જાત તો અમારા માટે જીવવું ભારે બની જાત.’

‘સર !’ કલગી બોલી : ‘મારા ડેડી મને કહેતા હતા કે, જૂઠ અને બૂરાઈ ભલે ગમે તેટલાં અદ્ધર આકાશમાં ઊછળે પણ છેવટે તો છે.’ સમીઉલે કહ્યું અને કારની ડ્રાઈિંવંગ સીટની બાજુની સીટ પર પડેલી કલગીના સિકયુરિટી બોન્ડવાળી હેન્ડબેગ કાઢીને કલગી સામે ધરી. ‘કલગી !’ સમીઉલે કહ્યું : ‘એન્ટોનિયો પાસેથી અમે તારા નામના આ સિકયુરિટી બોન્ડ કબજે કર્યા છે.’

‘સર !’ કલગી બોલી : ‘..તમે કહો એના નામે હું પાછા ટ્રાન્સફર કરી દઉં !’

‘તું સહી કરી આપ એટલે અમે એ સરકારમાં જમા કરાવી દઈશું.’ સમીઉલ બોલ્યો : ‘જોકે, આ ડૉલર આતંકવાદનો ભોગ બનેલાઓની વિધવા અને માસૂમ બાળકોની મદદમાં ખર્ચાય એવી જોગવાઈ થાય એ માટેનો હું પ્રયત્ન કરીશ.’

કલગીએ એ બોન્ડમાં જ્યાં જરૂરી હતી ત્યાં પોતાની સહી કરી આપી અને બોન્ડ પાછા હૅન્ડબેગમાં મૂકીને હૅન્ડબેગ સમીઉલને આપી.

સમીઉલે હૅન્ડબેગ પાછી કારની ડ્રાઈવિંગ સીટની બાજુની સીટ પર મૂકી અને ખિસ્સામાંથી પાસપોર્ટ અને એર ટીકિટ કાઢીને કલગી સામે  ધરી : ‘કલગી ! લે આ તારા નામનો પાસપોર્ટ અને એર ટિકિટ છે.’

કલગીએ એ બન્ને વસ્તુ હાથમાં લીધી.

‘...અને આ થોડાંક ડૉલર છે, જે તને કામમાં લાગશે.’ રોકસાનાએ કલગી તરફ ડૉલર ધર્યા.

કલગીએ એ ડૉલર લીધા

‘થૅન્કયૂ !’ તેણે કહ્યું એટલે સમીઉલે તેની તરફ હાથ લંબાવ્યો, ‘અલિવદા, કલગી !’

કલગીએ સમીઉલ સાથે હાથ મિલાવ્યો.

‘આ આપણી આખરી મુલાકાત છે.’ કહેતાં રોકસાના કલગીને ભેટી.

કલગીની આંખોમાં ભીનાશ અત્યારે હવે રોકસાનાના હોઠ પર મુસ્કુરાહટ આવી ગઈ. તેણે હળવેકથી કહ્યું : ‘કલગી ! હવે તું પાછી જીવતી થઈ શકે છે.’

બીજા દેશમાં વસી જજે.’

‘હું જન્મી છું ઈન્ડિયામાં, જીવીશ પણ ઈન્ડિયામાં અને જિંદગીનો આખરી શ્વાસ પણ ઈન્ડિયામાં.

એમણે ધૂળ જ ચાટવી પડે છે. છેવટે તો સચ્ચાઈ અને ભલાઈની જ જીત થાય છે.’

‘હા ! આ વાત સો ટકા સાચી

‘આ....’ કલગીએ રોકસાનાએ આપેલું માઈક્રોફોનવાળું બ્રેસલેટ બતાવ્યું.

‘...લાવ,  કાઢી આપ.’

રોકસાના બોલી : ‘હવે તારે એને પહેરી રાખવાની જરૂર નથી.’

કલગીએ બ્રેસલેટ ઉતારીને રોકસાનાને પાછું આપ્યું.

‘હવે તું ગલીની બહાર નીકળીને, ટૅકસીમાં સીધી જ એરપોર્ટ પર પહોંચી જજે.’ રોકસાનાએ કાંડા ઘડિયાળમાં જોઈ લઈને કહ્યું : ‘બે કલાક પછીની જ તારી ફલાઈટ છે.’

‘આ. કે. થૅન્કયૂ.’ કલગીએ ફરી બન્ને સાથે હાથ મિલાવ્યો અને ભારે મને ગલીના નુકકડ તરફ આગળ વધી.

ગલીના નુકકડ પર પહોંચીને કલગીએ પાછું વળીને જોયું તો રોકસાના અને સમીઉલ કારમાં ત્યાંથી ચાલ્યા ગયા હતા.

કલગીએ ટૅકસી રોકી, એમાં બેઠી. ‘એરપોર્ટ !’ તે બોલી. ટૅકસી એરપોર્ટ તરફ દોડી.

અત્યારે કલગી ભારતના એક શહેરના, એક પોશ વિસ્તારની સારી સોસાયટીમાં રહે છે. તેણે એક પોલીસ ઈન્સ્પેકટર સાથે લગ્ન કરી લીધા છે અને તેના પેટમાં બાળક આકાર લઈ રહ્યું છે. એ બાળક દીકરો છે કે દીકરી ? એની કલગીએ તપાસ કરાવી નથી. જોકે, તેણે નકકી કરી લીધું છે કે, જો દીકરો આવશે તો તે એને પોલીસ ઈન્સ્પેકટર બનાવશે અને જો દીકરી આવશે તો કૉમ્પ્યુટરના સૉફટવેરની માસ્ટર.

આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે, કલગીની આ ઈચ્છા પૂરી થાય અને તે હંમેશાં પોતાના બાલબચ્ચા સાથે ખુશી-મજામાં રહે.

( સમાપ્ત )