I Hate You - Kahi Nahi Shaku - 86 books and stories free download online pdf in Gujarati

આઈ હેટ યું - કહી નહીં શકું પ્રકરણ - 86

આઈ હેટ યું - કહી નહીં શકું

પ્રકરણ - 86

પાર્ટી ચાલુ હતી બધાં ખુબ આનંદથી માણી રહેલાં વિરાટ ઉભો થઇને બગીચાની બીજી તરફ ગયો એનાં પાપાને વીડીયો કોલ લગાવ્યો એનાં પાપા રીસીવ કરી બોલ્યાં વિરાટ તારાં ફોનની અમે કાલથી રાહ જોઈ રહ્યાં છીએ ત્યાં બધું હેમકુશળ છે ને ? નંદીની પણ ખબર નહીં એનાં રૂમમાંજ છે એ થોડી ઉદાસ છે કંઈ નહીં તારી મમ્મી એની સાથે છે તું જણાવ પછી કહું...

વિરાટે કહ્યું પાપા હેમકુશળ છે બધું અહીં બલ્કે હું તમને એક ખુશખબર આપવા માંગુ છું આ ખબર સાંભળી તમે મોમ અને દીદી બધાં દુઃખ ભૂલી જશો અને હસવા લાગ્યો.

નવીનભાઈએ કહ્યું દિકરા તારાં મોઢેથી ખુશખબરજ હોય ને હવે સમય વ્યતિત કર્યા વિના ખુશખબર આપ.

વિરાટે કહ્યું પાપા મેં છોકરી પસંદ કરી લીધી છે મને આશા છે તમને પણ પસંદ આવશે અને ગમશેજ અને એ છોકરી તાન્યા એનાં પેરેન્ટ્સએ પણ સંબંધ વધાવ્યો છે એટલે પહેલીજ ખબર તમને આપી રહ્યો છું.

નવીનભાઈ આનંદથી ઉછળી પડ્યાં એમણે કહ્યું વાહ દિકરા કોંગ્રેટયુલેશન્સ. તે પસંદ કરી છે તો એમાં કંઈ જોવાનું નહીં હોય ગોડ બ્લેસ યું. નવીનભાઈને જોરથી કોંગ્રેટયુલેશન્સ કહેતાં સાંભળી સરલાબેન અને નદીની બંન્ને દોડી આવ્યાં અને પૂછ્યું અરે વિરાટ છે ? એને શેનાં કોંગ્રેટયુલેશન આપો છો ?

નવીનભાઈ સાથે સરલાબેન અને નંદીની જોડાયાં અને સરલાબેને પૂછ્યું દિકરા વિરાટ કેમ છે ? તું ખુબ ખુશ દેખાય છે શું વધાઈ આપી રહ્યો છે ? નંદીની મનમાં સમજી ગઈ એ પણ ખુશ થઇ ગઈ વિરાટે કહ્યું માં મેં તારાં માટે વહુ શોધી લીધી છે તાન્યા...અને એનાં પેરેન્ટ્સ પણ રાજી છે પહેલી તમને ખબર આપું પછી આગળ વાત કરાવું.

સરલાબહેને કહ્યું વાહ મારાં છુપા રુસ્તમ ક્યારથી ચાલી રહેલું અને હજી હમણાં અમને કહે છે ? કંઈ નહીં તેં પસંદ કરી છે ખુબ સારી અને સંસ્કારી જ હશે વિરાટે કહ્યું અરે માં ક્યારનું નથી ચાલી રહ્યું કંઈ હજી બે જ દિવસ થયાં મુલાકાત થઇ પહેલી નજરે પ્રેમ થયો અને સંમતિ થઇ સ્વીકાર થઇ ગયો. સરલાબેને કહ્યું વાહ આતો શકુંતલા દુષ્યંત જેવો કેસ છે એમ કહી હસી પડ્યાં. નંદીનીએ વિરાટને કોંગ્રેટયુલેશન્સ કહ્યું વિરાટે કહ્યું થેન્ક્સ દીદી તમે કેમ છો ?

નંદીનીએ થોડી ઉદાસી સાથે કહ્યું બસ મજામાં છું ત્યાં સરલાબેને કહ્યું નંદીની ઠીક છે પછી શાંતિથી બધી વાત કરીશું અનાયસે ઘણું બધું બની જાય છે પણ જે થાય છે સારાં માટેજ.

વિરાટ નંદીની અંગે કંઈ પૂછવા જાય પહેલાં સરલાબેને કહ્યું પણ તાન્યા સાથે મુલાકાત ક્યારે કરાવે છે ? વિરાટે કહ્યું માં બે મીનીટમાં જ હું તાન્યાનાં ઘરેજ છું મને જમવા બોલાવ્યો છે એણે સમજીને રાજનાં કે કોઈનો ઉલ્લેખ નાં કર્યો. પણ નંદીની બધું સમજી ગઈ.

સરલાબેને કહ્યું વાહ તો બોલાવ તાન્યાને અમે આંખ ભરીને જોઈ લઈએ. વિરાટે કહ્યું એક મીનીટ મમ્મી અને વિરાટે તાન્યાને બોલાવી તાન્યા સમજી ગઈ એનાં પેરેન્ટ્સ સાથે વાત કરાવે છે તાન્યાની પાછળ ગૌરાંગભાઈ અને મીષાબહેન આવ્યાં. પ્રબોધભાઇ પણ ઉભા થવા ગયાં પણ નયનાબેને હાથ દાબી બેસી રહેવાં કહ્યું રાજે પણ મોમની વાતને સંમત કરી નયનાબેને કહ્યું હમણાં એલોકોને વાત કરવા દો આપણી જરૂર નથી પ્રબોધભાઇ સમજીને બેસી ગયાં.

તાન્યા વિરાટે કરેલાં વીડિયોકોલમાં જોડાઈ એણે વિરાટનાં મમ્મી પાપાને જોઈને કહ્યું જાય શ્રીકૃષ્ણ માં- પાપા હું તાન્યા અને સરલાબેન થોડીવાર તાન્યાને પ્રેમથી નીરખી રહ્યાં અને આનંદથી બોલ્યાં વિરાટે કહ્યું પછી જે કલ્પના થઇ એનાંથી ઘણી વધારે સુંદર છે તું દીકરાં ગોડ બ્લેસ યું. તને જોઈને સાચેજ સંતોષ થયો કે દીકરાએ સાચી પસંદગી કરી છે. ભલે બે દિવસમાં પસંદગી થઇ પણ પ્રેમ માટે સમય નહીં ક્ષણ પૂરતી હોય છે. નવીનભાઈએ કહ્યું સરલાની વાતથી હું સંપૂર્ણ સંમત છું ગોડ બ્લેસ યું અને અમારાં સંપૂર્ણ આશીર્વાદ અને સંમતિ છે. તમે લોકો ઘરેજ છો તો તારાં પેરેન્ટ્સ સાથે મુલાકાત કરાવ. તાન્યાએ કહ્યું હાં પાપા એ લોકો અહીજ છે એમ કહી ગૌરાંગભાઈ અને મીશાબહેનને વીડીયો કોલમાં જોડ્યાં. ગૌરાંગભાઈ અને મીશાબહેને હાથ જોડીને જય શ્રીકૃષ્ણ કીધાં. સરલાબહેનને આનંદ થયો મનમાં વિચાર્યું ભલે US રહે છે પણ સંસ્કારી અને શિષ્ટાચારી છે પછી એ બોલ્યાં...વિરાટ અને તાન્યાએ પસંદ કરી એકબીજાને અને આપણાં બે કુટુંબ વચ્ચે સંબંધ સ્થાપી દીધો એનો અમને ખુબ આનંદ છે અને તમારી દીકરી અમને ખુબ પસંદ છે બંન્ને ખુબ સુખી થાય એવાંજ અમારાં આશીર્વાદ.

મીશાબહેને કહ્યું અમને પણ અમારી તાન્યાની પસંદગી પર ખુબ આનંદ થયો વિરાટ અમને ખુબ પસંદ આવ્યો છે. ક્ષણમાં થયેલો પ્રેમ પસંદગીમાં પરીવર્તીત થયો એની ખુશી છે. તમને પણ ખુબ ખુબ અભિનંદન.

નવીનભાઈએ કહ્યું અમારાં દીકરાએ તો આજનો દિવસ ઉત્સવમાં ફેરવી નાંખ્યો. અહીં અમે મીઠાઈ ખાઈને ઉજવીશું...નદીની સમજીને સ્ક્રીનમાંથી ખસી ગઈ હતી.

ગૌરવભાઈએ કહ્યું મારી આપને એક વિનંતી છે જો આપને અનુકૂળ પડે તો ...નવીનભાઈ એ કહ્યું હાં હાં કહોને અચકાટ ના અનુભવો. ગૌરવભાઇએ કહ્યું મારુ એક સૂચન છે છોકરાંઓનાં એન્ગેજમેન્ટ અને લગ્ન અંગે આપ લોકો અહીં પધારો હું વિઝા ટીકીટ બધુંજ સારું મૂહૂર્ત જોઈને મોકલી આપીશ એનાં માટે જરૂરી ફોર્માલિટી પણ કરી લઈશું જો આટલું આપ સ્વીકારો તો સારું...વિરાટનું અહીં ભણતર ચાલુ છે અને છોકરીવાળા ને ત્યાં માંડવો અને ચોરી શોભે...

નવીનભાઈ બે ક્ષણ વિચારમાં પડી ગયાં એમને મનોમન નંદીનીનો વિચાર આવી ગયો...પણ પછી તરત કહ્યું તમારું સૂચન સર માથે પણ મને થોડો સમય આપો હું અહીંનું બધું એરેન્જ કરીને પછી આપને કહું છું આપને ખુબ ખુબ અભિનંદન.

ગૌરાંગભાઈએ કહ્યું ભલે ભલે તમે તમારો સમય લો આમ પણ મેં તમને તરતજ બધાં સૂચન કરી દીધાં તમને કોઈ અગવડ પડી હોય તો માફ કરશો.

નવીનભાઈએ કહ્યું ના ના આમાં માફીની કેમ વાત કરો ? અહીં બધું એરેન્જ કરી ઘર બંધ કરવાનું મારી એડવોકેટ તરીકે પ્રેક્ટીસ છે એ બધું નિપટાવીને જાણ કરું છું મીશાબહેને કહ્યું તમને મળીને ખુબ આનંદ થયો મારી દીકરીએ સાચેજ સારો છોકરો પસંદ કર્યો છે અમારાં નસીબ છે આવા સમજદાર સંસ્કારી વેવાઈ મળ્યાં.

સરલાબેનની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયાં એમણે કહ્યું અમને અમારાં દીકરાંની પસંદગી પર માન છે અમને પણ આજ લાગણી થઇ છે ખુબ સારાં વેવાઈ મળ્યાં. તમારે તાન્યા સિવાય કેટલાં સંતાન છે ? તમે પેહેલેથી અમેરીકા છો? બધાં સગાવહાલાં ?

મીષાબહેને કહ્યું અમારે એકની એક દીકરી છે અને તાન્યાના જન્મ પહેલાંથી US માં સેટલ છીએ. ગૌરવ પણ એકના એક હતાં ના ભાઈ ના બહેન અને એમના પેરેન્ટ્સ ૬ વર્ષ પહેલાંજ સ્વર્ગવાસ થઇ ગયેલાં.

સરલાબેને કહ્યું ઓહ ...અમારે પણ વિરાટ એકનો એક દીકરો છે. મારાં એક નણંદ હતાં એ હવે નથી એમનો એક દીકરો છે બસ અને મારી માસીની દીકરી હતી એ પણ હવે નથી રહી ...અને ,,,પછી એ અટકી ગયાં. ત્યાં વિરાટે બાજી હાથમાં લીધી અને બોલ્યો બધી વાત અત્યારેજ કરી લેશો ?

મીશાબહેન હસી પડ્યાં અને બોલ્યાં કંઈ નહીં હું અહીં જમવાની તૈયારી કરું તમે વાતો કરો અને તેઓ બંન્ને ત્યાંથી ખસી ગયાં. તાન્યાએ જોયું કે મોમ ડેડ ગયાં એટલે નંદીનીદીદી વિશે વાત કરી એટલે નંદીની સ્ક્રીન પર આવી...એની આંખો નમ હતી પણ ખુશ હતી કે વિરાટને તાન્યા જેવી છોકરી મળી. તાન્યાએ કહ્યું દીદી અહીં બધું સરસ થઇ રહ્યું છે. તમે જયારે કહેશો ત્યારે...વિરાટે મને બધીજ વાત કરી છે. વિરાટે કહ્યું દીદી તમારી સાથે..ત્યાં નંદીનીએ કહ્યું વિરાટ વરુણ ઇઝ નો મોર અને .....

વધુ આવતા અંકે -પ્રકરણ 87