I Hate You - Kahi Nahi Shaku - 85 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઈ હેટ યું- કહી નહિ શકું પ્રકરણ - 85

આઈ હેટ યું- કહી નહિ શકું પ્રકરણ - 85

આઈ હેટ યું- કહી નહિ શકું

પ્રકરણ - 85

પ્રબોધભાઈએ એમનાં ખાસ મિત્ર ડો. જયસ્વાલ સાથે વાત કરી અને જયસ્વાલે જે કંઈ નંદીની અંગે એનાં માતા પિતા વિષે માહિતી આપી તેઓ આઘાત પામી ગયાં એમણે ફોન મૂકતાં ડો જયસ્વાલ સામે એક કબૂલાત કરી લીધી બોલ્યા ડો. તમે છેક સુધી ફરજ બજાવી નંદીનીને સાથ આપ્યો કેર લીધી અને હું દરેક ક્ષેત્રે ફરજ ચુક્યો છું આઈ એમ સોરી...ખબર નહીં આવા સમાચાર હું રાજને કેવી રીતે આપીશ ફોન મુક્યો અને એ વિચારમાં પડી ગયાં. ડો. જયસ્વાલ નંદીનીનો નંબર મોકલે એની રાહ જોઈ રહ્યાં. આજે બાપ તરીકે પોતાને ગુનેગાર સમજી રહ્યાં મનમાં ને મનમાં પસ્તાવો થઇ રહેલો કે મેં એ એકલી છોકરીને સાચેજ એકલી કરી દીધી એ અત્યારે ક્યાં હશે ? એનાં ઘરે લોક હોય છે પણ હું બધીજ તપાસ કરીશ રાજ નંદીનીનું મિલાન કરાવીશ અને માફી માંગી લઈશ. નયના મને કહ્યા કરતી હતી તમે તમારાં દીકરાને ઓળખો એ ખુબજ સંવેદનશીલ છે એ આપણા જેવો નથી ભલે આપણોજ છોકરો છે એનાં માટે પ્રેમ - વિશ્વાસ અને લાગણી અગ્રેસર છે. આમ મનમાં ને મનમાં જાતને કોસી રહ્યાં અને પસ્તાવો કરતાં રહ્યાં.એમનાં ચેહરા પર વિષાદ અને ઉદાસી છવાઈ ગઈ.

ગૌરાંગ અંકલનાં ઘરમાં આજે અનેરો આનંદ અને ઉત્સવ જેવો માહોલ હતો. પ્રબોધભાઇ પણ બહાર ગાર્ડન માં ગયાં અને રાજની નજર એનાં પાપા ઉપર પડી અને એણે કંઇક નોંધ્યું અને એમની પાસે જઈને ડ્રીંક ભરેલો ગ્લાસ ધર્યો અને પોતાનાં ગ્લાસને એમની સાથે ચીયર્સ કરીને બોલ્યો થેન્ક્સ પાપા પછી એણે કહ્યું તમે કેમ ઉદાસ છો ? તમારાં નિર્ણય પર તમને ખુશી નથી ?

પ્રબોધભાઇની આંખો નમ થઇ ગઈ એમણે ચેહરા પર ખુશી લાવતાં કહ્યું નાં દીકરા ખુબ ખુશ છું બલ્કે આજે હું સાચેજ ખુશ છું ઉદાસી એજ છે કે મેં તારી સાથે અન્યાય કર્યો છે દીકરા તું અને નંદીની મને માફ કરો. રાજે પાપાને વળગી જતાં કહ્યું પાપા હું તો અત્યારે એવો અર્થ કાઢું છું કે આ અમારાં પ્રેમની અગ્નિપરીક્ષા હતી અને એમાંથી હું અને નંદીની હેમ ખેમ ભાર નીકળ્યાં છીએ..સાચું કહું તમારાં જેવી ભૌતિક વાદી પથ્થરદીલને પણ અમારો સાચો પાત્રતાવાળા પ્રેમે પીગળાવી દીધાં મારાં શબ્દ થોડાં કઠોર છે પણ સાચા છે. પ્રબોધભાઈએ કહ્યું નાં કઠોર નથી પણ કડવું સત્ય છે.

ગૌરાંગ અંકલે બંન્ને બાપ દીકરાને ગુસ્તાગુ કરતાં જોઈને કહ્યું બાપ દીકરો આનંદ કરો પણ અમને સહભાગી બનાવા નહીં આવો ? બધાં સાથે સેલીબ્રેટ કરીએ. વિરાટ બધીજ વાતો અને દ્રશ્ય જોઈ રહેલો. એને કંઈક વિચાર આવ્યો એ ઉભો થઇ અંદર ગયો અને તાન્યાને ઈશારો કરીને પોતાની પાસે બોલાવી...તાન્યા બધી ડીનરની તૈયારી કરી રહેલી એ બધું મૂકીને વિરાટ પાસે આવી અને પૂછ્યું વિરાટ શું થયું ?

વિરાટે કહ્યું તેનું અહીં બધુંજ સ્વીકારાય ગયું છે પણ..દીદીની કથની કેવી રીતે કહેવી ? આ બધી વાત પહેલાં દીદી સાથે શેર કરવી પડશે. એમની વિડીયોકોલથી મુલાકાત કેવી રીતે કરાવવી ? પહેલાં તો...તાન્યા એ કહ્યું હું એજ બધાં વિચારોમાં છું પહેલાં સમય લઈને દીદી અને રાજની મુલાકાત કરાવવી પડશે અને ત્યારે રાજને શાંતિથી બધી વાત કરી સ્પષ્ટ કરવું પડશે બધું કે તારી દીદી એજ નંદીની છે રાજની છે અને દીદીને પૂછી લેવાનું કે રાજનાં ગયાં પછી એમનાં જીવનમાં જે કંઈ બન્યું એ એ પોતે કહેવા માંગે છે કે તારે જણાવવાનું છે આજનો દિવસ તો જવા દે આજે કોઈ વાત નથી કરવી આગળ ઈશ્વર કરે એમ થવા દઈએ.

વિરાટે કહ્યું અત્યાર સુધી ઈશ્વરેજ કર્યું છે હવે એનેજ કરવા દઈએ આપણે માત્ર નિમિત્ત બની રહીએ. હું આજે માં - પાપાને તારા અંગે માત્ર વાત કરીશ જોઈએ ત્યાંથી કેવા પ્રત્યાઘાત આવે છે. હમણાં કલાક પછી વાત કરું ત્યાં સવાર પડશે.

તાન્યા વિરાટ સામે જોઈ રહી...આંખોમાં પ્રેમ ઉભરાયો એણે આજુબાજુ નજર કરી અને વિરાટને ચૂમી લીધો પછી બોલી બધાં માટે આષ્ચર્ય હશે કે બે ત્રણ દિવસમાં આપણે એકબીજાનાં થઇ ગયાં ? સ્વીકારાઈ ગયાં ? પણ મને કોઈ આષ્ચર્ય નથી...આપણાં એટલેકે મારાં ફેમિલીમાં એકબીજાનાં વિચાર અને પસંદગી પર બધાને વિશ્વાસ છે અને એટલેજ રાજનાં પેરેન્ટ્સની ઈચ્છા મારી સાથેનાં સંબંધની હતી પણ મને ક્યારેય એ અંગે કહેવાં કે દબાણ કરવામાં નથી આવ્યું હું મારી રીતે સ્વતંત્રજ હતી.

અને વિરાટ મારી અને મમ્મી વચ્ચે માં દિકરી કરતાં એક સહેલી જેવી ટ્રાંસપેરેંસી અને એક અનોખી સમજણ છે મારી મોમ મારી બોડીલેન્ગવેજ મારી આંખો પરથી મારી બધીજ વાત સમજી જાય છે એણે એ પણ ખબર પડી ગઈ હતી કે મને રાજમાં રસ નથી અને રાજ બીજે એન્ગેજ છે એની મને પણ ખબર પડી ગઈ હતી એવું નથી કે એ એન્ગેજ છે એટલે રસ નહોતો પણ હું એને મળી ત્યારથી મને એનાંમાં કોઈ રસજ નહોતો જાગ્યો મારાં દિલમાં કોઈ એવા એહસાસ સુધ્ધાં નહોતાં આવ્યા અને એની રાજને પણ ખબર છે હાં હું એની કેર લેતી એમાં એને હું બહેનજ વર્તાતી હતી એટલેજ એ હું ફ્લેટ પર આવી મને બહેનનું સંબોધન કરી દીધેલું રાજનો પ્રેમ સાચેજ પાત્રતાવાળો છે અને એનું મને ગૌરવ છે.

ત્યાં નીશાબહેનનો અવાજ આવ્યો એય પંખીડા હવે પાર્ટી એન્જોય કરો હવે પછી સમયજ સમય છે વાતો કરવા હમણાં બધાં સાથે બેસો અને નીશા આ બધું બહાર આપી આવ પછી આપણે બધાં પણ ભાર જઈને બેસીએ છીએ.

તાન્યાએ હસતાં હસતાં કહ્યું તું શું મમ્મી..અરે વિરાટ એનાં પેરેન્ટ્સ સાથે હમણાં પછી વાત કરવાનો એવું કહી રહ્યો છે મેં એને પૂછ્યું મારો ડ્રેસ ઓકે છે ને ?

મીશાબહેને કહ્યું વાહ મારી લાડો તું ખુબ સુંદર લાગી રહી છે છતાં વિરાટને લાગતું હોય તો બદલીને આવ.

વિરાટે કહ્યું ના ના આંટી ખુબ સરસજ છે તાન્યા અમથી..હું બહાર જાઉં પાર્ટીમાં તમે લોકો પણ પછી આવો. ત્યાં મીશાબહેને વિરાટને રોકતાં કહ્યું દીકરા તને અને બીજાઓને આષ્ચર્ય થયું હશે કે બે દિવસમાં અમે તમારો સબંધ સ્વીકારી લીધો આજે પાર્ટી પણ કરી લીધી પણ મને મારી તાન્યા પર ખુબ વિશ્વાસ છે પડછાયો છું મારી એકની એક દિકરી છે એની આંખો મન બધુંજ વાંચી શકું છું એનાંથી વધારે મને એનાં વિચાર અને પસંદગી પર વિશ્વાસ છે એની ખુશીમાંજ અમારી ખુશી અને સુખ છે અને મારી છઠ્ઠી ઈંદ્રિય પણ ખુબ સતેજ છે એમ કહીને હસી પડ્યાં. અને બોલ્યાં પ્રેમ અને પસંદગી માટે સમય ગાળો નથી હોતો એ ત્વરીતજ નક્કી થઇ જાય છે. તાન્યા મોમને વળગી પડી એની આંખો નમ થઇ ગઈ એટલુંજ બોલી શકી આઈ લવ યું મોમ...

વિરાટ બંન્ને માં દીકરીની નિકટતા-પ્રેમ વિશ્વાસને જોતો રહ્યો એને એનાં માં-પાપા યાદ આવી ગયાં એને થયું અમારે છે એવાજ અહીં સંસ્કાર પ્રેમ વિશ્વાસનો સમન્વય છે.

એ ગાર્ડન તરફ ગયો અને ગૌરાંગ અંકલે કહ્યું આવ વિરાટ લે તારો ગ્લાસ અને બંન્ને એ ચિયર્સ કહ્યું રાજે અને વિરાટ અમીત સાથે ચિયર્સ કર્યું અને બધાં ડ્રિન્કની મીજબાની કરી રહ્યાં.

થોડીવારમાં બધીજ લેડીઝ બહાર આવી ગઈ. બધાએ પોતપોતાની જગ્યા લીધી. ગૌરાંગઅંકલે કહ્યું તમે લોકો લેશો એક એક પેગ ? એમણે ડ્રિન્ક ઓફર કર્યું.

મીશાબહેને નયનાબેન તરફ જોયું અને બોલ્યાં કેમ નહીં ? આજનો આનંદનો દિવસ છે બધાં મળીને સેલીબ્રેટ કરીશું. પણ અમે હાર્ડડ્રિન્ક નહીં બીયર લઈશું અને બધાએ બિયરનાં ટીન હાથમાં લઇ ચિયર્સ કર્યું.

ત્યાં મીશાબહેનનો કુક ગરમાગરમ દાળવડા,ભજીયા અને પનીર કેપ્સિકમ બધું લઇ આવ્યો અને ટીપોય પર મૂક્યું પ્રબોધભાઇ એ કહ્યું વાહ મજા આવી જશે. વિરાટ કહ્યું હજી એક આઈટમ આવે છે ત્યાં કુક ચાર બાઉલમાં નટ્સ અને સલાડ તળેલાં..એ આપી ગયો મીશાબહેન કહે આ વિરાટની રેસીપી આપી અને બધાં હસી પડ્યાં. પાર્ટી ચાલી રહેલી નીશા અને અમીત એકબીજા સામે જોઈ નજરોથી વાતો કરી રહેલાં તાન્યા અને વિરાટ ખુબ ખુશ હતાં.રાજ ડ્રિંક્સ સાથે એનાં સ્વપ્નમાં જતો રહેલો.

વિરાટે તાન્યા સામે જોયું અને એ ઉભો થઇ ગાર્ડનની બીજી તરફ ગયો અને વીડીયો કોલથી એનાં પાપા સાથે વાત કરવા કનેક્ટ થયો. સામેથી પાપા એજ રીસીવ કર્યો અને....

વધુ આવતા અંકે - પ્રકરણ -86

Rate & Review

Usha Patel

Usha Patel 2 months ago

Neepa

Neepa 4 months ago

Poonam

Poonam 5 months ago

Kinnari

Kinnari 5 months ago

Parash Dhulia

Parash Dhulia 5 months ago