I Hate You - Kahi Nahi Shaku - 87 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઈ હેટ યું - કહી નહીં શકું પ્રકરણ - 87

આઈ હેટ યું - કહી નહીં શકું પ્રકરણ - 87

આઇ હેટ યુ

પ્રકરણ-87

વિરાટ તાન્યાનાં પેરેન્ટસની અરસપરસ વાત થઇ ગયાં પછી તેઓ ત્યાંથી ખસી જતાં તાન્યાએ નંદીની સાથે વાત કરી. નંદીની પછી વીડીયો કોલ પર માસા માસી પણ ત્યાંથી ખસી નંદીનીને વાત કરવા ફોન આપ્યો.

તાન્યા એ કહ્યું દીદી અહીં બધુ સારી રીતે ચાલી રહું છે અને ત્યાં નંદીનીએ વિરાટ અને તાન્યાને કહ્યું કોન્ગ્રેચ્યુલેશન્સ તમને બંન્નેને સાથે જોઇ ખૂબ આનંદ થયો છે. બંન્ને જણ જાણે એક બીજા માટેજ સર્જાયા છો. ભલે એક ક્ષણમાં પ્રેમ થયો પસંદગી થઇ પણ એ ક્ષણ તમારાં બંન્ને માટે આશીર્વાદ છે. પછી નંદીનીએ કહ્યું વિરાટ.. વરુણ ઇઝ નો મોર.. ગઇકાલે વડોદરા હાઇવે પર અકસ્માતમાં ત્યાં સ્થળ ઉપર એનું અને એની પ્રેમિકા હેતલનું અવસાન થયું છે. એટલું કહી ચૂપ થઇ ગઇ.

વિરાટ અને તાન્યાએ એકબીજાની સામે જોયું પછી તરત શું બોલવું સમજાયું નહીં થોડી ચૂપકીદી પછી તાન્યાએ કહ્યું દીદી જે થયું એ સારુ નથી મને ખબર છે કોઇ આવું ઇચ્છે નહીં પણ ઇશ્વરની ઇચ્છા સામે બધા વિવશ હોય છે પણ તમારાં માટે સારુંજ થયું દીદી હું એટલા માટે કહું છું મને જે વિરાટ બધુ શેર કરેલુ એ પ્રમાણે તમારાં જીવનમાં આવેલી મુશ્કેલીઓ અને વિવશતા એ ઇશ્વરનીજ દેન હતી અને આપણ ઇશ્વરે રસ્તો કરી આપ્યો તમે ત્યાંથી બધી રીતે મુક્ત થઇ ગયાં. જે કંઇ ઋણાનુબંધ હતું પૂર્ણ થયું.

વિરાટ બોલતી તાન્યાને સાંભળી રહેલો અને આષ્ચર્ય પામી રહેલો અને સારું પણ લાગી રહેલું. નંદીની નમ આંખે સાંભળી રહેલી તાન્યાએ આગળ વધતાં કહ્યું દીદી હું એક સજેશન આપું છું નંદીનીએ એની સામે જોતાં કહ્યું શું ?

તાન્યાએ કહ્યું હવે તમે રાજને કે એનાં પેરેન્ટસને વરુણ અંગે કંઇ વાતજ ના કરો જે તોફાન આવીને જતું રહ્યું એને આપણે બધાંજ ભૂલી જઇએ એક ખરાબ સ્વપ્ન હતું પુરુ થયું.

વિરાટે સૂર પુરાવતાં કહ્યું સાચી વાત છે દીદી તાન્યાનું સજેશન મને ગમ્યું વચ્ચે હવે કોઇ કડવાટજ નહી રહે નહી એનાં માટે કોઇ વિચાર કે ચર્ચા રહે.

નંદીની શાંતિથી સાંભળી રહી પછી બોલી વિરાટ હું રાજથી કંઇજ છુપાવી નહીં શકું કહી નહીં જે છે કડવી વાત્સવિકતા છે મારાં દીલ પર કોઇ બોજ રાખીને હું રાજ સાથે જીવન ના વિતાવી શકું. આજે નહીં તો કાલે એ વાતની જાણ કોઇ પ્રકારે થાય ત્યારે મેં પાપ કર્યું સાબિત થાય મારો એની પાછળ આશય સારો નહોતો એવું થાય હું નહીં કરી શકું. રાજને હુંજ બધી વાત સ્પષ્ટ કરીશ મારી બધીજ વાત એને કીધાં પછી એ મારો સ્વીકાર કરશે તોજ હું સંબંધ સ્વીકારી શકીશ મને ખબર છે એને આધાત લાગશે કદાચ નહીં સહી શકે તો કડવા વેણ પણ કહેશે મને એ મંજૂર છે પણ હું કશુંજ છૂપાવીશ નહીં. પારદર્શી રહેવું એ મારો કાયમનો નિર્ણય છે એનાંથી પછી દીલમાં કોઇ ખોટ નથી રહેતી.

નંદીનીએ કહ્યું વિરાટ અને તાન્યા હવે જે કુદરત એનાં પ્રવાહમાં જે કરવા માંગે છે એજ થવા દો મારે વચ્ચે ક્યાંય રુકાવટ નથી ઉભી કરવી મારી જોબ પણ ચાલુ છે તમે લોકો તમારી આ મધુર ક્ષણોનો આનંદ લો પછી મારું મન સ્વસ્થ થયા પછી જણાવીશ. હમણાં રાજને પણ એનાં આનંદમાં એને પેરેન્ટસ સાથે હવે જે કડવાશ દૂર થઇ છે એ ભોગવવા દો પછી શાંતિથી વાત કરીશું. એમ કહી રડી પડી અને કહ્યું પ્લીઝ ટેઇક કેર એન્જોય યોર સેલ્ફ.. એમ કહી ફોન કાપ્યો.

વિરાટ અને તાન્યાએ ફોન બંધ કર્યો એકબીજા સામે જોયું અને વિરાટે કહ્યું દીદીની વાત સાચી છે એમનાં સ્વભાવ અને સંસ્કાર પ્રમાણે એ કદી નહીં છૂપાવે તેઓ સામનો કરશે પણ જુઠુ નહીં બોલી શકે આજ તો એ લોકોનાં પ્રેમની પાત્રતા છે 2-3 દિવસ જવા દઇએ અને રાજ અને એમનાં પેરેન્ટસને સમય આપીએ. અને તનુ આપણે પણ આપણો સમય એન્જોય કરીએ એમ કહી તાન્યાની ચૂમી લઇ લીધી.

નયનાબેન અને મીશાબહેન જમવાની તૈયારી કરી રહેલાં. તાન્યા એમને મદદ કરવા ગઇ વિરાટ બધાં પાસે આવીને બેઠો અને રાજે પૂછ્યું વિરાટ તારાં પેરેન્ટસ સાથે વાત થઇ ગઇ ને ? બધાં ખૂબ ખુશ થયાં હશે. વિરાટે કહ્યું હાં બધાં ખૂબ ખુશ છે. રાજે કહ્યું લેટેસ પાર્ટી એમ કહી બંન્નેએ ગ્લાસ ચીયર્સ કરી ફરી પાર્ટી શરૂ કરી. પાર્ટી ડીનર બધું પતી ગયું બધા બેસીને આજનો પ્રસંગ ઉજવીને વાતો કરી રહેલાં. આજે બધાંજ ખુશ હતાં અને રાજે કહ્યું આજનો દિવસ અને રાત્રી કંઇક અનોખી છે. અમે ખૂબ આનંદ કર્યો થેંક્સ ગૌરાંગ અંકલ.

મીશાબહેને કહ્યું થેંક્સ કેમ ? આતો ઘર છે અને આપણું કુટુંબ છે આજે સાચેજ ખૂબ આનંદ આવ્યો. વિરાટે કહ્યું આંટી હવે અમે લોકો ઘરે જઇએ કાલથી કોલેજ અને જોબ બંન્ને ચાલુ છે. અને હજી નીશાને એનાં ફલેટ પર ડ્રોપ કરવાની છે. અમીતે કહ્યું ના ના આજે એ આપણી સાથેજ રહેવાની છે. તાન્યાએ કહ્યું વાહ તો મોમ હું પણ એ લોકો સાથે જઊં છું બે ત્રણ દિવસ સાથે રહીશું વાતો કરીશું તમને ચાર જણને પણ સ્પેસ મળશે એમ કહી હસી પડી. વિરાટ ખુશ થઇ ગયો.

મીશાબ્હેને કહ્યું ઓકે જઇ આવ પણ તારાં કપડાની બેગ ભરીલે 2-3 દિવસ પછી આગળનું વિચારીશું અને અમે અહીં રહી બધાં પ્લાનીંગ બનાવીશું જરૂર પડે આગળ વાત કરીશું બધાં સાથે.

પ્રબોધભાઇએ કહ્યું ઓકે યંગ બોઇઝ એન્જોય અહીં અમે એન્જોય કરતાં આગળનાં કામ કરીશું અને રાજ 2-3 દિવસ પછી આપણે વાત કરીશું ત્યાં સુધી હું પણ નંદીનીનો સંપર્ક કરવા પ્રયત્ન કરીશ મારી રીતે નિશ્ચિંત રહેજે હવે કોઇ ગેરસમજ નહીં થાય.

રાજે કહ્યું હું મારી રીતે પ્રયત્ન કરીશ હવે હું પણ નિશ્ચિંત છું બધું પ્રોઝીટીવ થયું છે તો નંદીનો સંપર્ક પણ થઇ જશે મને વિશ્વાસ છે.

વિરાટે તાન્યા સામે જોઇને કહ્યું હવે રાજની બહેન પણ રાજ સાથે છે નંદીની દીદી સાથે સંપર્ક થઇ જશેજ.

વિરાટ દીદી બોલ્યો અને રાજનાં કાન સરવા થયાં એણે પૂછ્યું દીદી ? વિરાટે કહ્યું હાં તાન્યા તારી બહેન છે તો નંદીની મારી દીદી એમ કહી હસી પડ્યો અને બોલ્યો રાજ આમ તો તું મારાંથી મોટોજ છેને ભલે મિત્ર છે પણ તું સીનીયર છે. અમીતે કહ્યું હાં અમારાં બંન્નેથી સીનીયર બધાં હસી પડ્યાં.

**********

પોતાનાં ફલેટ પર પાછા આવીને બધાં એ હાંશ કરી. તાન્યા પોતાની બેગ બેડરૂમમાં મૂકી આવી. રાજે કહ્યું આપણે થોડીવાર ડ્રોઇગરૂમમાં બેસી વાત કરીએ પ્લીઝ પછી તમે છૂટા તમે રૂમમાં જતાં રહેજો રીઝવર્ડ બસ ? એમ કહીને હસી પડ્યો.

તાન્યાએ કહ્યું થેંક્સ ભાઇ એટલેજ હું રૂમમાં બેગ મૂકી આવી અને હસી પડી. નીશા એ કહ્યું આજની રાત અમીતને કંપની આપીશ કાલે અહીંથી સીધી અમીત સાથે કોલેજ જતી રહીશ પછી વીકએન્ડમાં મળીશું. અને ઇશ્વર કરે હું ઘરે પણ બધી વાત કરી લઊં. બધું પોઝીટીવ થઇ જાય અમારું પણ.

રાજે કહ્યું હું પણ સવારે કોલેજ ત્યાંથી સીધો જોબ પર જઇશ ત્યાંથી જમીને જ ઘરે આવીશ. એટલે...

વિરાટે કહ્યું સરસ મારાં માટે સરસ અવકાશ છે હું કાલે નહીં કોલેજ જઊં ના જોબ પર હું તાન્યાની સાથેજ રહીશ એમ કહી જોરથી હસી પડ્યો. બધાએ તાળીઓથી વધાવીને કહ્યું વાહ વાહ તમે લોકો મધુરજની ઉજવજો... હા..હા..હા...

તાન્યા શરમાઇ ગઇ એણે કહ્યું થેંક્સ સ્પેસ આપવા અંગે પણ અમારે ખૂબ વાતો કરવી છે શાંતિથી વિરાટનાં ઘરે વાત કરવી છે એમ કહી વિરાટની સામે જોયું વિરાટે ફ્લાઇંગ કીસ આપીને કહ્યું યસ...

રાજે કહ્યું પણ આ સમય સવારથી શરૂ થશે અત્યારે તો બધાં સાથે થોડી વાતો કરીએ આમ આટલો સમય સાથે ફરી એન્જોય કરીએ વાતો કરીએ. લેટ્સ પાર્ટી અગેઇન.

અમીતે કહ્યું યસ ગુડ આઇડીયા. તાન્યાનાં ઘરનો નશો અહીં ઉતરી ગયો હવે આપણાં આપસી સંબંધની હૂંફનો ગરમાટો એન્જોય કરીએ એમ કહી ઉભો થયો અને ફીઝમાંથી 3 બોટલ અને 3 ટીન બીયરનાં કાઢી લાવ્યો. રાજે મદદ કરી અને ટીપોય પર મૂકાયું.

નીશાએ કીચનમાં જઇને ફરસાણ ડીશમાં લઇ આવી. વિરાટ તાન્યા એકબીજાને વળગીને બેસી રહેલાં.

બધાએ ચીયર્સ કરીને પીવાનું ચાલુ કર્યુ તાન્યા વિરાટને બીયર પીવરાવી રહી હતી નીશા અમીતને રાજ એનાં વિચારોમાં ખોવાયેલો હતો આજે અહીં પ્રેમી હૃદયોનું મિલન ચરમસીમાએ હતું.

વધુ આવતા અંકે ---- પ્રકરણ-88

Rate & Review

Usha Patel

Usha Patel 2 months ago

Bhaval

Bhaval 5 months ago

ATULCHADANIYA

ATULCHADANIYA 4 months ago

Pradyumn

Pradyumn 4 months ago

Neepa

Neepa 4 months ago