Thirst for knowledge and understanding, what is Moksha? books and stories free download online pdf in Gujarati

જ્ઞાન પીપાસા અને સમજણ, મોક્ષ એટલે શું

આજ સુધી ની બુકમાં આપણે,
જન્મદાતા આત્મા ના પીતા વીશે જાણ્યું, જીવન નું મહત્વ , અને જન્મધારણ નું કારણ પણ , જાણ્યું, કર્મ અનુસાર ફળ, એમ એક કર્મના ત્રણ ફળ કે પરીણામ વીશે પણ જાણ્યું, ત્રીજું ફળ કર્મનું ભાથું ,કારક ફળ આપણું ત્રીજું શરીર બની નવા જન્મનું પ્લાનીંગ છે, અને આજન્મ ગયા જન્મના ફળનું પરીણામ છે, પણ પુરૂષાર્થ થકી આપણે આ જન્મને પણ સુધારી શકીએ છીએ, એ પણ જાણ્યું,
લોકો કર્મફળના તાત્કાલિક ફળથી પ્રભાવીત થઈને સરળ અને ખોટો માર્ગ અપનાવે છે , પણ મધ્યમ ફળ તો ખરાબ હોય ફણ, આગળનો જન્મ પણ તે કર્મ આધારે મળે છે તે વીચારતા નથી, લોકો અનીતી અધર્મ પાપનો માર્ગ આગળથી મોકળો સમજી એ માર્ગ પર ચાલે છે ,પણ આગળ જઈ સાંકડો થઇ જાય છે, અને પછી બહાર નીકળી શકાતું નથી કે પરત આવી શકાતું નથી,
સ્વાર્થી અભીમાની માણસ અનીતી કરતા અચકાતો નથી, તે ખુદને ભગવાન માનવા લાગે છે, તેને સતા પૈસા કે કોઈપણ જાતની શક્તી નું અભીમાન , શું સારું શું ખરાબ તે સમજવાની શક્તિ શુન્ય કરી દે છે, અને તેના ગુમાનમાં પાપ અનીતી અધર્મ સતાનો દુરુપયોગ કરતા પણ ખચકાતો નથી,
ભગવાન તેને ચેતવવા પ્રયત્ન કરે છે, કોઈને અને કોઈને નીમીત બનાવી દાખલા ઉદાહરણ કે કોઈવાર ચેતવવા કોઈ માણસ ને નીમીત બનાવીને મુકે છે, પણ તે સતાના મદમાં આ બધું અવગણે છે, તેની આજુબાજુ તેનું ખરાબ કે અહીત થતું ‌હ
ઓય તો પણ તે મુર્ખ માણસ જોઈ શક્તો નથી, ભગવાન રસ્તા પર લાવવા ત્રણ વાર અવસર આપી ચેતવે છે, અને ના સુધરે તો ચોથીવાર સર્વનાસ ને નોતરે છે, પછી બધું જ ખતમ થઈ જાય છે,
ભગવાને જીવન આપ્યું છે હસી ખુશી થી જીવવા આનંદ વીભોર થઈ માણો વાંધો નથી,
જરૂરી નથી સન્યાસ થઈ સાધું મહાત્મા બની જવું, સંસાર ચક્ર જન્મ લગ્ન મરણ સંસારચક્ર છે, વીકાસ અને વૃદ્ધી માટે જરૂરી છે એ પણ , પરંતું તેનો મતલબ બે ફામ થવું જરાય નથી થતો,
સતયુગ ત્રેતાયુગ દ્રાપરયુગ અને કળયુગ, કયા યુગમાં રાક્ષસી માયા ન હતી??

હિંદુ ધર્મ પ્રમાણે, યુગ (સંસ્કૃત: युग) એ સમયનું એક માપ છે. યુગ ચાર છે - સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ - જે દરેક તેના પછીના યુગ કરતા ૧/૪ ભાગનો સમય, ૪:૩:૨:૧ પ્રમાણમાં ધરાવે છે. આ ચારેય યુગ મળીને એક મહાયુગ ચક્ર પૂર્ણ કરે છે.[૧]

સૃષ્ટિની ઉત્પત્તિથી વિનાશ સુધીના સમયને એક બ્રહ્મદિન (કલ્પ) કહેવાય છે. એક કલ્પના ચૌદ મન્વન્તર ગણવામા આવે છે. દરેક મન્વન્તરમા ૭૧ ચતુર્યુગીનો સમાવેશ થાય છે. જે પૈકી હાલમાં સાતમા વૈવસ્વત મન્વંતરમાં અઠ્યાવીસમી ચતુર્યુગીનો કલિયુગ ચાલી રહ્યો છે. આ મુજબ અત્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થયાને ૧,૯૭,૨૯,૪૯,૧૧૭ વર્ષ થાય.

કલ્પના ચૌદ મનુ માંહેના કોઈ પણ બે મનુ વચ્ચેનો વખત; એક મનુની કારકિર્દીનો સમય; બ્રહ્માના એક દિવસનો એટલે કલ્પનો ચૌદમો ભાગ. ચાર યુગ મળીને એક મહાયુગ એટલે ચોકડી થાય છે. તેને ચતુર્યુગી પણ કહે છે. તે કલિયુગથી દશગણી છે. કલિયુગ ૪,૩૨,૦૦૦ વર્ષનો છે, દ્વાપરયુગ ૮,૬૪,૦૦૦ વર્ષનો છે, ત્રેતાયુગ ૧૨,૯૬,૦૦૦ વર્ષનો છે, સતયુગ ૧૭,૨૮,૦૦૦ વર્ષનો છે અને તે ચારેનાં એટલે ૪૩,૨૦,૦૦૦ વર્ષનો એક મહાયુગ ગણાય છે. આવા ૭૧ મહાયુગનો એક મન્વંતર છે. તેનાં ૩૦,૬૭,૨૦,૦૦૦ માનુષ વર્ષો થાય છે. એવા ચૌદ મન્વંતરનો એક કલ્પ અથવા બ્રહ્માનો દહાડો થાય છે. મન્વંતર હમેશા છ વસ્તુઓથી પૂર્ણ કહેવાય છે. જેવી કે, મનુ, દેવો, મનુના પુત્રો, ઇંદ્ર, સપ્તર્ષિઓ અને ભગવાનનો અવતાર. આ છ વસ્તુઓથી સ્વાયંભુવ મનુનો મન્વંતર પણ પૂર્ણ હતો. તે સમયમાં સ્વાયંભુવ પોતે મનુ હતા, તુષિત નામે દેવો હતા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામના પુત્રો હતા, યજ્ઞ ભગવાન પોતે ઇંદ્ર હતા, મરીચિ વગેરે સપ્તર્ષિઓ હતા અને યજ્ઞ ભગવાન પોતે ભગવાનના અવતારરૂપ હતા.,

ઓમકાર શીવની આજ્ઞાથી શ્રી જેમને વર્યા છે તેવા શ્રી વીષ્ણુંને અવતાર ધરી આ ધરા પર કેમ આવવું પડતું???

એ સમયે પણ રાક્ષસી માયા હતી, પૃથ્વી પર પ્રલય મચાવતી, માસા આહાર ખુન હાહાકાર લુંટફાટ કરતી, શાંતી થી જીવવા માંગતા મનુષ્ય માત્ર ને હેરાન પરેશાનજ ન કરતી પણ એમને મારી ફાડીને ખાઈ જતી, અને તેમ છતા પોતે ખુદ ઈશ્વર છે તેવા અભીમાનને વશ રહેતી, અત્યારે પણ એજ રાક્ષક્ષી તામસેની માયાનો આતંગ છેજ બલકી વધી ગયો છે, એજ પશું પંખીઓ નું ભક્ષણ, લુંટફાટ ખુનામરકી વ્યભિચાર, કાળ ક્રોધ અભીમાન અહંકાર અને ધન કમાવવા નરી અનીતી અને ભ્રષ્ટાચાર, આછે કળયુગના રાક્ષસો,

શ્રી વીષણુના મત્સ્ય અવતાર વામન અવતાર વરાહ અવતાર નરસિંહ અવતાર ની વાતતો બધાયે સાંભળી છે, ત્યારબાદ શ્રી રામ અવતાર અને શ્રી કૃષ્ણ અવતાર, સ્વામીનારાયણ, મહાવીર સ્વામી અને ગોતમ બુધ્ધ , ની પણ વાત સાંભળી હશે,

આમા ચાર યુગના શ્રી વીષ્ણુ ના અવતારની વાત આવી ગઇ.. બરાબર???

આ બધી વાતો વચે એક વાત એમની જેની વાત આપણી જુબાને આવતી હોય છે કે કાને રોજ સંભળાતી હોય છે, કઈ વાત????

હું સત્યવાદી રાજા હરિશચંદ્ર નથી, કે પછી આવ્યા મોટા રાજા હરિશચંદ્ર

ખરૂને???

આ સત્યવાદી રાજા હરિશચંદ્ર એ સતયુગ માં થઇ ગયા, કયારે ખબર છે??? કોણ હતા એ ખબર છે?? ઈતિહાસ ના પન્ના ઉથલાવજો એકવાર તો જાણવા મળશે,

રાજા દશરથના પુત્ર પરમાઅવતાર શ્રીરામના પૃર્વજ એટલેકે , શ્રી રામના જન્મ પુર્વ આશરે હજાર વર્ષ પહેલા , આ સુર્ય વંસમાં મહા પ્રતાપી રાજા હરિશચંદ્ર થઈ ગયા, તમે એમની વાત તો શાભળી હશે જરૂર?? ના સાંભળી હોય તો સાંભળજો, અને હા ખાસ જેસા રાજા યથા પ્રજા, તેમની પ્રજા પણ સતયુગી હતી, સત્યના માર્ગ પર ચાલનારી હતી,

ત્યારબાદ રાજા ગોપંચંદ રાજા ભરથરી બાપ બેટો બેય સત્યવાદી રાજા, થઈ ગયા, ત્યાર બાદ શીબી રાજાની વાત પણ સાંભળી જ હશે??? આશરે આવનાર હોલાનું જીવન બચાવવા બાજ બની આવેલ ઈન્દ્ર દેવને હોલાની જગ્યાએ ખુદની ચામડી કાપી હોલાભારોભાર પોતાનું માસ કાપીઆપનાર...શીબી રાજા,

આ હતો સતયુગ........

જયારે દશરથ ધેર જન્મ થયો ત્યારે ત્રેતાયુગ હતો, નંદધર આનંદ ભયો , મથુરાની જેલમાં દેવકી વાસુદેવ ને કૃષ્ણ પુત્ર રૂપે જન્મયા ત્યારે દ્રાપરયુગ હતો,

ત્યારબાદ સ્વામીનારાયણ મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ જન્મયા ત્યારે કળયુગ, અને આજે ચરણ સીમાએ કળયુગ,

પણ હમણા ખોદકામ દરમ્યાન મળેલ પ્રાચીન સંસ્કૃતિ હડપ્પા લોથલ મોહેંજો દડો, જે આશરે ૪૦૦૦ વર્ષ પહેલાની એ પણ આધુનિક હતી,

સોનાની નગરી દ્વારકા દરીયામા ગરકાવ થઈ તેના પણ અવશેસો મળી રહ્યા છે તો, કાશી નગરીમાં હમણાજ ખોદકામ દરમ્યાન મંદીરે મંદીરના શીખરો અને નીચે વધુ ખોદતા આખા મંદીરો..

શું છે આ ઈતીહાસ સાના તરફ ઈશારો કરી રહ્યું છે??????

આ બધું સમજવામાં એક જન્મ તો ચોક્કસ ઓછો પડશે,

રાક્ષસી વીકારી માયાનો તો છેક થી આ ધંધો રહ્યો છે, તે તો કાગડા જેવા છે અને કામ પણ કાળા કરે છે, છેક સતયુગ થી દ્રાપરયુગ સુધી જેવા છે તેવાજ દેખાયા, આજે પણ તે એવાજ દેખાય છે, પણ કળયુગની નવી ઉપજ ,

મુ શે રામરામ બગલ મે છુરી, પરાયા માલ અપના યહી અપની જુરી, બગલા કપટી અંગ વેસે તો કાગા ભલા જો તનમન એકજ રંગ,

ભાઈ આપણા કર્મ કાગડા જેવા અને રહીયે ઉજળા હંસ જેવા થઈ, પણ મનના મેલ વીકારોને કયારે ધોશો??? કર્મ કયારે શુધારશો???

બધીજ રામાયણ મહાભારત પહેલા જર જમીન અને જોરુના હતા હવે માત્ર જર અને જમીન ના છે, બસ મીલકત અને પૈસા પાછળ લોકો આંધળી દોટ લગાવી રહ્યા છે, કશુજ દેખતા નથી, નીતી કે અનીતી,

કહે છે, પૈસો હશે તોજ લોકો ઓળખશે, તોજ બોલાવશે તોજ ઈજજત થશે નહીં તર નહીં......હે ભગવાન.....

શું કરવાની એ ઈજજત ? શું કરવાનો એ પૈસો??? શું કરવાની એ શાન સૌકત???

જે પોતાની જાતને ખુદથીજ ઉતારી પાડે, સગા સંબંધીઓ થી અલગ કરે, શુખ શાંતી છીનવી લે. ધર્મથી ભટકાવી અધર્મ કરવડાવે, અને સહુથી મોટી તકલીફ ની વાત ઈશ્વરથી દુર કરે,

આપડે એમ માનીએ હજારોના આતરડા બાળી એમના આત્માના નીશાકા લઈ ધન દોલત બેઈમાની રુશ્વત કે અન્ય ખોટીરીતે પડાવી કે જુટવી લઈ ને પછી એ માંથી ગાયો ને ચાર નાખી દઈશું, પંખીને દાણા નાખીશું, અને થોડા ધર્મ શાળામાં કે મંદીરમાં દાન આપી દઈશું એટલે, ભગવાન ખુશ થશે, પાપ પણ ધોવાઈ જશે??! અને અમુક તો કળાવા ખાતર મોટા દાની હોવાના દેખાવ કરી સેલફી લઈ જાહેર કરે, નામની પ્રસીધ્ધી કરે, આપે તેથી દેખાવ મોટા, આથી શું પાપ ધોવડાશે????

કદાપી નહીં, નો નેવર,

કારણ ખબર છે??? કર્મ નો સિદ્ધાંત....

હા ,શું છે કર્મ નો સિદ્ધાંત, કર્મ પીછો નથી છોડતું, કર્મનું ફળ ભોગવેજ છુટકો, કર્મ કરનાર કર્તા કહેવાય, આમ

કર્તાએ ફળ ભોગવવું પડે છે. ઇચ્છા, આકાંક્ષા કર્મનાં પ્રેરક બળો છે.

સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણ એમ કર્મના ત્રણ પ્રકાર છે. જે કર્મનાં ફળ હજી પ્રગટ થયાં નથી તે સંચિત કર્મ, જે કર્મને આધારે સાંપ્રત જન્મ અને તેમાં પ્રાપ્ત થતાં સુખદુ: ભોગવાય છે તે પ્રારબ્ધ કર્મ અને વર્તમાન જન્મમાં જે કર્મો થાય છે અને જેનું ફળ ભવિષ્યમાં ક્યારેક મળશે તે ક્રિયમાણ કર્મો છે. પ્રકૃતિના ગુણો અનુસાર ફલાસક્તિ વિના કરાતું સત્વગુણપ્રેરિત કર્મ તે સાત્વિક, રાગ કે અહંકારથી પ્રેરાયેલું રજોગુણપ્રેરિત કર્મ તે રાજસિક અને અવિવેક તેમજ અજ્ઞાનથી કરાતું તમોગુણપ્રેરિત કર્મ તે તામસિક કર્મ છે. કર્મોના ચક્રથી સંસારચક્ર ચાલે છે.

આ ભવચક્ર છે, તેથી પુન: પુન: જન્મ થાય છે. ભવચક્ર તૃષ્ણાઓના સંસ્કારોનું પરિણામ છે. તૃષ્ણાના સંસ્કારને લીધે કર્મ થાય છે. કર્મ જો તૃષ્ણાપ્રેરિત હોય તો તેનું ફળ આ કે અન્ય જન્મમાં મળે છે. તૃષ્ણા ન હોય તો સમૂળા ઊખડી ગયેલા વૃક્ષને જેમ ફળ આવતાં નથી તેમ તૃષ્ણારહિત કર્મનું ફળ મળતું નથી. સંસારની પ્રિય, રુચિકર વસ્તુઓ પ્રત્યેની આસક્તિને લીધે તૃષ્ણા જન્મે છે. અનાસક્તિ વડે તૃષ્ણામાંથી મુક્ત થવાય. તૃષ્ણા શાન્ત થઈ જવાથી અજ્ઞાન, આસક્તિ અને દ્વેષ સમૂળાં શાન્ત થઈ જાય છે. તૃષ્ણાજનિત કર્મનું ફળ અર્હન્તોએ પણ ભોગવવું પડે છે. અજ્ઞાનીઓ કે મૂઢ લોકોને તૃષ્ણાજનિત કર્મને લીધે ભવચક્રની ઘટમાળમાં ફસાવું પડે છે.

કાયિક, વાચિક અને માનસિક એમ ત્રણ પ્રકારનાં કર્મ છે. કાયા, વાણી અને મનની નિર્મળતા હોય તો કામના અને કામનાના સંસ્કાર જન્મે નહિ. પરિણામે ભવચક્રમાંથી મુક્તિ મળે. પરિણામની ર્દષ્ટિએ કર્મ ચાર પ્રકારનું છે : (1) અશુદ્ધિ જન્માવનાર દુષ્કર્મ, (2) શુદ્ધિ જન્માવનાર સત્કર્મ, (3) શુદ્ધાશુદ્ધતા જન્માવનારું મિશ્ર કર્મ, અને (4) કર્મના નાશના હેતુરૂપ એવું ન શુદ્ધ કે ન અશુદ્ધ કર્મ. છેલ્લા પ્રકારનું કર્મ કામનાની સમૂળી શાન્તિ કરનારું છે. એને પરિણામે નિર્વાણ પ્રાપ્ત થાય. નિર્વાણ એટલે સર્વથા શોકનાશ. આનન્દની અવસ્થા અથવા માત્ર દુ:ખનાશ, અથવા કોઈ અનિર્વચનીય સ્થિતિ કે અવ્યય સનાતન સ્થિતિ. મનુષ્ય અંતકાલે આકાશ કે વિજ્ઞાનની એટલે નિરાકાર વિભુતાની કે પૂર્વસંસ્કારોની સ્મૃતિઓના પ્રવાહની જે કોઈ કામના રાખી મૃત્યુ પામે અને મૃત્યુ પછી સ્વસત્તાને કાયમ રાખી આકાશરૂપ કે વિજ્ઞાનરૂપ થાય તે નિર્વાણ.

દેવીય સ્વરૂપ બનવું, દેવો ને રડતા જોયા છે?? કઈ મૃતી રડતી હોય એવી મંદીરમાં છે બતાવો, બસ આ છે સત્ય કા આ જન્મ માટે મથામણ કરી ભેગું કરો, હાય હાય કરો, ન શુખથી જીવો ન બીજાને જીવવા દો, અને પછી બધું અહી મુકી વયા જાઓ, જીવ માયા મીલકતમા રહે તો, ભુત યોની માં ભટકયા કરો ,કોઈ છોડાવે એ યોની માથી ત્યા સુધી, નરક માં ભુતકાળ માં ગરકાવ, અને કોઈ છોડાવે તો આગળના કરેલ કર્મ અનુસાર નવો જન્મ, એજ ગુણો લઈ દુખનો સાગર વધું તકલીફો, જેનું લીધું લુટયું તેને ચુકવવા માટે તૈયાર થઈ જાઓ,

માટે કહું છું જ્ઞાન પીપાસા ખોલો, કોઈનું ઠારી ન સકો તો કાંઈ નહીં બાળો મત, કોઈને મદદ કરો ના કરો તો કંઈ નહીં નડતર રૂપ ના બનો, કોઈથી ડગો વેર ભાઈ પણ ન રાખો, નહીતર નવો જન્મ લેવો પડશે બદલા લેવા, બધાને ક્ષમા કરો, લેણું માફ કરો, દેણું મત ચડાવો, નહીતર એ લેણ દેણ માટે પણ નવો જન્મ,

તો કરવું શું??????

જવાબ છે.... બહું સરસ..

ના કામમ ના ક્રોધં...ના શોખં ના દુઃખં....ના આશા ના તૃષ્ણા, ના જન્મો ના મૃત્યુ,ના પાપં ના પુન્યં, ન રાગં ન દ્રેષં, ન ભ્રાતા ન બંધુ, ન સખા, ન દુશ્મન, ચીદા નંદ રૂપં શીવો હમ સીવો હમ...

હા બસ આમજ,

સંસારના બધાજ બંધનો કાપી, આશા તૃષ્ણા ઈચ્છાઓ ને શુન્ય કરી ફક્ત ને ફક્ત કર્તવ્ય નું પાલન કરી , કર્મ બંધન મુક્ત બની, ફળની આશ ન રાખવી, કર્મ કરી શીવને અર્પણ કરી દેવું, ધીર ગંભીર બની જીવવું, સદાય પ્રસન્ન રહેવું, અન્યને બને તેટલું મદદ રૂપ થવું પણ ફળની પુન્ય કમાવાની પણ આશ ન રાખવી, નહીતર પુન્ય ભેગા થશે તો પણ નવો જન્મ તે ભોગવવા અને સાથે પાપ કર્મ પણ થઈ જાય, કયા ગયા તા ધરે ને ધરે વાળી કહવત મુજબ બને,

આમ શીવોમય બની જવું, મન કર્મ વચન થી શીવને સમર્પિત થઈ જવું, જે થાય તે તે કરે, આપણે નીમીત માત્ર , પરંતુ સારા કામના, પર્માર્થના કામના નીમીત , પાપ કર્મ ના નહીં,

અને શીવ ને યાદ કર્તા કર્તા કર્મ કરી તેમને અર્પણ કરી એક દીવસ, આ જન્મનો ફેરો પુરો કરી, સદાય માટે આ મૃત્યુ લોક માંથી વીદાય લઈ શીવ ધામમાં નીર્વાણ પામવું, દેવ બનવું,

જય ઓમકાર શીવ હરી,

તારી દયા થી ,આત્મજ્ઞાન જે થયું તે, તારા બનવા માંગતા લોકો માટે અર્પણ, 🙏💐🕉️👍