I Hate You - Can never tell - 88 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-88

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-88

આઇ હેટ યુ

પ્રકરણ-88

બીજા દિવસે સવારે રાજ પરવારીને ઓફીસ જવા નીકળી ગયો. અમીત નીશા પણ તૈયાર થઇ નીકળવાની તૈયારી કરતાં હતાં અને તાન્યાએ કહ્યું નીશા વીકએન્ડમાં અહીં આવી જજે એ વખતે હું પણ આવી જઇશ. તું તારી ફેમીલી સાથે વાત કરી લેજે. નીશાએ કહ્યું શ્યોર એન્જોય યોર મોમેન્ટ્સ એમ કહી એલોકો નીકળી ગયાં.

તાન્યાએ ફલેટ લોક કર્યો અને બેડરૂમમાં આવી ને વિરાટને વીંટળાઈ ગઇ. વિરાટે વહાલથી એને વળગાવીને ચૂમી ભરી અને તાન્યાનાં વાળ પ્રસરાવીને કપાળ ચૂમી લીધું વિરાટ બેડ પર સૂતો હતો અને તાન્યા એનાં ઉપર પથરાયેલી હતી એણે વિરાટનો હોઠ ચૂમી લીધો બંન્ને પડ્યાં ક્યાંય સુધી મધુરસ માણી રહેલાં વિરાટે કહ્યું ડાર્લીંગ તું ખૂબ મીઠી છે આઇ લવ યું. તાન્યાએ કહ્યું માય હની બેબી આઇ લવ યુ બંન્ને જણાં એકબીજાનાં અંગનો સહેલાવી રહેલાં આનંદ કરી રહેલાં. વિરાટે કહ્યું આ વિરાટ સાવ સૂનમૂન અને તરસ્યો હતો હવે મને મારી સંગીની મળી ગઇ સાવ ભીંજાઇ ગયો છું.

તાન્યાએ કહ્યું એય તું મને ભીંજવી ગયો છું સાવ લૂચ્ચો છે હું પણ તરસતી હતી મને મારો વિરાટ મળી ગયો. હવે તો આખી જીંદગી આપણે એકબીજાને આમ ભીંજવતાં રહીશું. ખૂબ પ્રેમથી ખૂબ કેર લઇશું. એકબીજાની તારામાં આમ પરોવાઇને મને કંઇક અનેરો આનંદ આવે છે.

વિરાટે જોરથી ભીંસ આપીને કહ્યું તનું તને તારો વીરુ ખૂબ પ્રેમ કરે છે એ એક ક્ષણનો પ્રેમ અત્યારે વિશાળતા પામી રહ્યો છે અને મારી તનુ વિરાટમાં સમાઇ રહી છે. આપણે અત્યારે સાવ એકલાં એકાંતમાં પ્રણયગોષ્ઠી કરી રહ્યાં છીએ તનુ પણ આપણે લગ્ન પહેલાં મર્યાદા નહીં ઓળંગીએ. તારાં અંગ અંગને સ્પર્શ કરી રૂંવે રૂંવે પ્રેમ પ્રસરાવીને ખૂબ આનંદ આપીશ લઇશ પણ લગ્ન પછી યોગ્ય સમયે સંપૂર્ણ સમર્પિત થઇશું. અને એનો આનંદ એ ક્ષણનું મહત્વ કંઇક અનેરું છે એમાં આપણી સંસ્કૃતિ -સંસ્કાર મર્યાદાનું માન જાળવવાનો રોબ પણ કંઇક અનેરો છે. એ ક્ષણ સુધીની ધીરજ અને રાહ જોવાનો લ્હાવો પણ કંઇક અનોખો છે બાકી બધુ તો એકમેકમાં કાયમ પરોવાયેલું રહેવાનું આ તરસતાં હોઠ એકબીજાનાં મીણવીને મધુરસ માણ્યાં કરીશું. લવ યુ તાન્યા તારું શું માનવું છે ?

તાન્યાએ વિરાટની આંખમાં આંખ પરોવીને હોઠ ચૂમતાં કહ્યું એ પરાકાષ્ઠાની ક્ષણ મર્યાદા ને જાળવીએ પછીજ માણીશું તારાં વિચાર સાથે હું સંપૂર્ણ સંમંત છું દેહમાં થતી ઝણહણાટ અને રુવે રુવે લાગતી આગ તું ત્યારેજ શમાવજે મને પણ એ ગમશે. અને વિરાટ તારો વિચાર તારાં માટે મને વધુ સન્માન કરાવી ગયો. તન મારું તારી તનું તારીજ છે એનાં પર હક્ક તારો છે તું યોગ્ય સમયે એને શણગારે અને ભોગવે આપણે બંન્ને એનો સાચો આનંદ લઇએ એજ સારું છે.

બાકી અહીંનાં કલ્ચર પ્રમાણે પ્રેમની શરૂઆતજ તનનાં સંબંધથી શરૂ થાય છે. બે દીલ આત્માનાં પ્રેમની વ્યાખ્યા જાણે અહીં કોઇને ખબરજ નથી. પણ તરસ પછીની તૃપ્તિ એજ ખરો આનંદ આપે છે. બાકી દેહનાં પ્રેમની શરૂઆત એ તો હોટલમાં જમીને ઘરે જતાં રહ્યાં ભૂખ લાગે ભેગાં થયાં સંવેદનાનો સ્વીકાર નહીં હૂંફની સમજ નહીં એવું અહીનું કલ્ચર હું પણ પસંદ નથીજ કરતી હું અહીં જન્મી અહીંજ આજ કલ્ચરમાં ઉછેર થયો પણ મારામાં આંવાંજ સંસ્કાર અને વિચાર છે. આઇ લવ યુ વિરાટ મોર એન્ડ મોર.

વિરાટ કહ્યું એક ક્ષણનાં પ્રેમ અને પસંદગીમાં પણ મેં તારું મન ચારિત્ર્ય વાંચી લીધેલું. તું યોગ્ય વ્યક્તિ છે મારાં માટે બસ તું મને મળી ગઇ હું બધુંજ પામી ગયો છું. બંન્ને જણાં વાતો કરતાં કરતાં વળગીને પ્રેમ કરતાં રહ્યાં.

વાતો કરતાં પ્રેમ કરતાં નીંદરમાં સરકી ગયેલાં અને તાન્યા સળવળી એણે હળવેથી વિરાટનો હાથ છોડાવીને ઉભી થઇ કીચનમાં જઇને કોફી બનાવવા લાગી.

તાન્યા કોફી બનાવતી હતી અને પાછળથી આવી વિરાટ વીંટળાઇ ગયો એણે બાહોમાં તાન્યાને કેદ કરીને કહ્યું મીઠી તું ક્યારે ઉઠી ગઇ ? ચાલ મસ્ત કોફી પીએ. હું બનાવવાનો હતો તારાં માટે પણ તું વહેલી ઉઠી ગઇ તેં અંચઇ કરી છે.

તાન્યાએ પ્રેમથી ચૂમતાં કહ્યું તું રોજ કરે છે બધું આજે તો મને કરવા દે. ચાલ બહાર જઇને કોફી પીએ અને મને એક વિચાર આવ્યો છે એ તને કહ્યું બંન્ને જણાં બહાર આવ્યા અ સોફા પર સાથે સાથે બેઠાં.

વિરાટે કહ્યું બોલ તનું તને શું વિચાર આવ્યો ? તાન્યાએ કહ્યું નંદીની દીદીએ સાચુ કહ્યું એમની અને રાજની સીધી વાત કરાવી લઇએ. એ લોકો રસ પરસ વાત કરી લેશે.

વિરાટે કહ્યું એ તો એમજ કરીશું પણ રાજને જણાવવું પડશે ને કે નંદીની દીદી એજ એની નંદીની છે અને મારી કઝીન થાય મારાં ઘરેજ રહે છે. એને પ્રશ્ન થશે કે તને બધી ખબર હતી તો મને કેમ અગાઉથી જણાવ્યું નહીં ? એનો શું જવાબ આપીશું ?

તાન્યા વિચારમાં પડી ગઇ એણે કહ્યું એ વાત સાચી પણ હવે જે વાસ્તવિક્તા છે સત્ય છે એ સ્પષ્ટ સીધું કહેવુંજ પડશે. પહેલાં જે તું જાણતો હતો એમ તને ક્યાં ખબર હતી કે નંદીની દીદી એજ રાજની નંદીની છે. હવે રાજને કહી દેવાનું કે મને પાછળથી ખબર પડી અને દીદીએ કહેલું મારે રાજ સાથે સીધી વાત કરવી છે એટલે હું ચૂપ રહેલો પણ હવે દીદી વાત કરવા માંગે છે એમ કહીને કહી દેવાનું પછી ઇશ્વર જે કરવાનું હશે એ કરશે.

વિરાટે કહ્યું એ પણ બરાબર છે પણ દીદીએ ક્હ્યું છે એજ સામેથી વાત કરશે એટલે રાહ જોઇએ તેઓ ક્યારે વાત કરવા માંગે છે. બધું સારી રીતે પાર ઉતરી જાય બસ..

તાન્યાએ કહ્યું બધાંજ એમની જગ્યાએ સાચાં છે હવે જેમ થાય એમ થવા દઇએ. મેં મારી મનની વાત કરી લીધી હવે વિશેષ વિચાર કરવાનો રહેતો નથી. એમ કહીને વિરાટને વળગી ગઇ.

**************

સવારે વહેલી ઉઠી નંદીની ઓફીસ જવા તૈયાર થઇ ગઇ. માસીએ કહ્યું બેટા ચા નાસ્તો કરી લે હવે આનંદમાં રહેજે બધું સારું અને સરળ થઇ રહ્યું છે ચિંતા ના કરીશ. મને તો આજે સવારથી દીલમાં સારાં વિચાર આવે છે અને બધુ તારુ ખૂબ સારું થશે એવાં એહસાસ છે. તારાં માસા પણ સવારથી કોર્ટ ગયા છે. વિરાટનાં સમાચાર જાણ્યાં પછી એ પણ ખૂબ ઉત્સાહ અને આનંદમાં છે. હું જોયું જાણું છું એ પ્રમાણે તું શાંત ચિત્તે વિરાટ સાથે વાત કરી લે અને પછી રાજ સાથે પણ વાત કરી લે તો બધાં ખૂલાસા થઇ જાય એજ સારું છે.

નંદીની આષ્ચર્ય થી માસી સામે જોઇ રહી અને બોલી માસી તમે બધુંજ જાણો છો ? માસીએ હસતાંહસતાં કહ્યું હાં દીકરા બધુંજ જાણું છું તું સૂઇ ગઇ પછી વિરાટનો તારાં માસા પર મેસેજ પણ આવેલો કે રાજનાં પેરેન્ટસ પણ તને સ્વીકારવા રાજી છે અને તારાં સંપર્ક કરવા પ્રયાસ કરી રહ્યાં છે. હવે તું માનસિક તૈયાર થઇ જા. તું નિખાલસ રીતે બધી વાત કરી લે તો બધુ સમુંસુતરું પાર ઉતરી જશે અમારાં તને ખૂબ આશીર્વાદ છે. માસા પણ એવુંજ ઇચ્છે છે અને તારી પાસે આમ વાત કરવા મને કહીને ગયાં છે હવે વધુ સમય વ્યત્તિત ના કરીશ. પણ તારે તારી રીતે જે રીતે વાત કરવી હોય એ કરી લેજે એટલે બધેજ બધીજ ગેરસમજ દૂર થઇ જાય તમે બંન્ને છોકરાઓ ખૂબ સુખી થાવ એમ કહીને રૂમમાં જતાં રહ્યાં.

નંદીની ચા નાસ્તો કરી ટીફીન લઇને ઓફીસ જવા નીકળી માસીને કહ્યું હું જઊં છું અને એક્ટીવા સ્ટાર્ટ કરી ઓફીસ તરફ નીકળી ગઇ.

***********

ઓફીસ પહોંચીને એણે એની ફાઇલો ખોલી કામ કરવાનું શરૂ કર્યું પણ કામમાં ચિત્ત ચોટતુંજ નહોતું હવે બધુજ સરળ અને સ્પષ્ટ થઇ ગયું છે વરુણથી બધી રીતે સંપૂર્ણ મુક્ત થઇ ચૂકી છે અને રાજ સાથે સીધી વાત કરવાની પળ આવીને અને હું કેમ મૂંઝાઇ રહી છું ? કેમ અટકું છું ? કંઇ નહીં હું રાજ સાથે નિખાલસ બધીજ વાત કરી લઇશ વિરાટ સાથે વાત કરી રાજનો સમય લઇ લઇશ. અને વિરાટને કહીશ કે તું આપણો સંબંધ કહી દે એટલે વાત કરવા માટે વાતાવરણ પણ સ્પષ્ટ થઇ જાય. રાજને જેટલાં પ્રશ્નો થશે એટલાં હું પારદર્શી બધાંજ સાચાં જવાબ આપીશ જે હશે એ સાચુંજ કહીશ.. એમ વિચારતી એ ક્યાંય સુધી બેસી રહી અને પ્યુન બોલાવવા આવ્યો અને એ ભાટીયાની ચેમ્બરમાં ગઇ...

***********

પ્રબોધભાઇ ઉપર ડો. જયસ્વાલનો ફોન આવ્યો એમણે તરતજ રીસીવ કર્યો અને ડોક્ટરે બધી વાત કહી અને...

વધુ આવતા અંકે ---- પ્રકરણ-89

Rate & Review

Usha Patel

Usha Patel 2 months ago

ATULCHADANIYA

ATULCHADANIYA 4 months ago

Bhaval

Bhaval 4 months ago

Pooja shah

Pooja shah 4 months ago

Ridhima Bhatt

Ridhima Bhatt 4 months ago