Ek Pooonamni Raat - 78 books and stories free download online pdf in Gujarati

એક પૂનમની રાત - પ્રકરણ-78

એક પૂનમની રાત

પ્રકરણ-78

વ્ચોમાંનાં ઘરે એનાં નાના અને મામા આવી ગયાં તેઓ પોતાની કાર લઇને બાય રોડ આવ્યાં હતાં. જગન્નાથભાઉ અને મામા માર્કન્ડ સાંવત આવીને ઘરમાં બેઠાં. જગન્નાથભાઉએ કહ્યું મીરાં મારે પહેલાં સ્નાન કરવું પડશે. પછી ચા-પાણીની વાત. મામાએ પણ એમાં સૂર પુરાવ્યો.

નાના અને મામા સ્નાનાદી પરવારી અને તાજગીભર્યા થઇ દીવાનખાનામાં બેઠાં નાનાએ રેશ્મી પીતાંબર અને કફની પહેર્યા હતાં માથે કશ્મીરી ટોપી ચઢાવી હતી ચહેરાં પર તેજ પ્રકાશતું હતું ખૂબ સૌમ્ય અને શાંત ચહેરો હતો. નાનાએ કહ્યું મીરાં હમણાં ચા નથી પીવી હવે સીધા જમવાજ બેસીશું. ત્યાં સુધી આપણે વાતો કરીએ. આખાં રસ્તે વિચારોમાં આવ્યો છું. મારી વ્યોમાની કુંડળીનો અભ્યાસ કર્યો છે.

મીરાંબહેન એમનાં પાપાની બાજુમાંજ બેસી ગયાં એમણે કહ્યું બાબા શું લાગે છે ? એની કુંડળી શું કહે છે ? કંઇ ચિંતાજનક નથીને ? એનું લગ્ન લેવાનું નક્કી કરેલું એને જે છોકરો ગમ્યો એ અમને પણ ગમ્યો એ છોકરાની કુંડળી તમે કાઢી ? તમને વિનોદે એની જન્મતારીખ જન્મ સ્થળ-સમય કુટુંબ વિશે બધી માહીતી મોકલી હતી એનાં પિતા અહીંના પોલીસ કમીશ્નર છે.

ભાઉએ કહ્યું મીરાં શાંતિ રાખ બધુજ જણાવું છું કેમ આટલી ઉતાવળી થાય ? મેં મીરાં એ દેવાંશની બંન્નેની કુંડળીનો અભ્યાસ કર્યો છે બંન્નેની કુંડળી મેળવી છે લગ્ન અંગે કેવી મળે છે બધુજ જોયું છે. જો શાંતિથી સાંભળ વિનોદકુમાર તમે પણ શાંતિથી સાંભળો.

નાનાએ બંન્નેની જન્મ પત્રિકા હાથમાં લીધી એની સાથે એમનાં હસ્તાક્ષરમાં લખેલી નોંધ પણ જોઇ અને બોલ્યાં આપણી વ્યોમાનાં જીવનમાં 21 વર્ષ પછી એક એવો યોગ હતો કે એને કોઇ કાળીશક્તિ એનાં કાબૂમાં લઇને.. પણ હવે સમય આવી ગયો છે એની વિધી કરવાનો. બીજું આ દેવાંશ જેને એણે પસંદ કર્યો છે એની કુંડળીમાં આજ સમયે કાળી શક્તિઓનો ભેટો થાય અને એની સાથે... હવે આષ્ચર્ય એ વાતનું છે કે વ્યોમા અને દેવાંશ બન્નેનો કાળી શક્તિનો સામનો કરવાનો અને એનાં નિવારણનો સમય, વિધી કરવાનો સમય એકજ નીકળે છે બંન્ને છોકરાઓની કુંડળી આ સિવાય ખૂબ સારી અને પૂરાં ગુણાંક મળતી છે તેઓ એકબીજાને સારી રીતે સમજી શકે છે અને સાથ આપે છે.

મીરાં ખાસ વાત એ છે કે આ દેવાંશ ખૂબ ગુણીય લાગણીવાળો અને સંસ્કારી છે એનામાં આધ્યત્મિક શક્તિઓ રહેલી છે જેથી હજી સુધી એનું કશું બગાડી શકી નથી પણ કાળી શક્તિઓનો એને સાક્ષાત્કાર ખૂબ નાની ઉંમરથી થયેલો છે... વિનોદ આવી કુંડળી મેં પહેલીવાર જોઇ છે કે આવી શક્તિઓ આ છોકરાને પ્રેમ કરે અને મદદરૂપ પણ થશે. એમાં એક આડખીલી છે એ વિધી કરવાથી આવી જશે.

મીરાંબહેને કહ્યું આડખીલી ? એમનો ચહેરાં ચિંતાતુર થઇ ગયો. નાના એ કહ્યું મીરાં આ શક્તિઓ ક્યા જીવમાંથી અવગતે ગઇ છે એં કારણ ઉપર આધાર રાખે છે એ જીવની અતૃપ્તિ વાસના અને ઇચ્છાઓ પૂર્તિ કરવા એ લોકો ક્યારેક હિંસક અને નુકશાનકાર પણ બની શકે છે પહેલા તો આ વાત અંગે આ છોકરાનાં માતાપિતા સાથે ચર્ચા કરવી પડશે. છોકરાઓ સાથે બેસીને નિખાલસ ચર્ચા કરવી પડશે અને પછી વિધી વિધાન કરવા પડશે.

વિનોદભાઇએ કહ્યું બાબા છોકરાઓ આજે રાત્રે અહીં આપણાં ઘરેજ ભેગાં થવામાં છે આજથી નવરાત્રી ચાલુ થાય છે એટલે ગરબાં કરવા જતાં પહેલાં અહીં આવશે ત્યારે મુલાકાત થશેજ.

નાનાએ કહ્યું નવરાત્રી ચાલુ થાય છે એજ શુભસંકેત અને સારો સમય છે. છોકરાને મળીશું વાત કરીશું પરંતુ એનાં માતાપિતાને પણ પહેલાં મળવું જરૂરી છે અને એ લોકોને અહીં નથી બોલાવવા પહેલાં આપણે એમનાં ઘરે જઇશું. પછી ભલે અહીં આવતાં. એમનાં ઘરે જઇને ત્યાંની ભૂમિ પર ચર્ચા કરી ત્યાંના વાતાવરણનો પણ મારે અભ્યાસ કરવો છે. આ બધી વિધિવિધાન પછી નક્કી થશે અને એમાં અજાયબ વાત એ છે કે આપણી દીકરી અને આ છોકરો એક સરખી ગ્રહોની ચાલમાં ફસાયા છે. એ લોકોનો પણ આગલા ભવનો કોઇ સંબંધ જણાય છે ક્યાંકને ક્યાંક કડી જોડાયેલી છે અને એમાં કોઇનો આત્મા વચ્ચે અંતરાય ઉભો કરે છે મારું જ્યોતિષ અને અગમ્ય અગોચર વિદ્યાનું સંકલન એવું કહે છે મને કોઇ શંકા નથી.

મીરાંબહેનની આંખો ભીંજાઇ ગઇ મારી દીકરીતો હજી નાની છે દુનિયા જોઇ નથી સંસાર શરૂ કર્યો નથી એ પહેલાં આવાં અનુભવો ? એનાં જીવનમાંથી આ તોફાનો કાયમ માટે દૂર થઇ જશેને ? પછીનુ જીવન આનંદમય જશેને ?

નાનાજી મીરાંબહેન સામે જોઇ રહ્યાં અને બોલ્યા કોઇ ચિંતા ના કર બધુ સારુ થવાનું છે મીરાં એકવાત નક્કી સમજ વ્યોમાને આ છોકરા મળ્યો છે બંન્નેએ એકબીજાને પસંદ કરી લગ્ન કરવાનું નક્કી કર્યું એજ ઉત્તમ કામ થયું છે. આ છોકરો વ્યોમાને કદી દુઃખી નહીં થવા દે હવે ચિંતા વિના એનાં સંબંધ કરવા અંગેની વાતો કર બાકી બધું હું અને માર્કન્ડ સંભાળી લઇશું.

મામા માર્કન્ડે કહ્યું દીદી તું ચિંતા ના કર અમે રસ્તામાં બધી ચર્ચા કરી લીધી છે બસ આ નવરાત્રીનાં સપરમાં દિવસોમાંજ બધી વિધી કરી લઇશું વ્યોમા બધીજ રીતે આવી કાળી શક્તિઓથી મુક્ત થઇ જશે અને આ છોકરો પણ... પછી માર્કેન્ડે નાનાજીની સામે જોયું અને બોલ્યો બાબા એક વિધી તો પૂનમે કરવી પડશે ને ?

નાનીજીએ કહ્યું હાં એ પછી વાત પહેલાં એકવાર એનાં માતાપિતા સાથે મુલાકાત કરી લઇએ પછી આગળ બધુ નક્કી કરીશું હમણાં બધીજ વાતો નક્કી નહીં થાય.

મીરાંબહેન એમનાં પિતા અને ભાઇની વાતો સાંભળી રહેલાં એ ચિંતાગ્રસ્ત ચહેરે અંદર ગયાં અને રસોઇની તૈયારી કરવા લાગ્યાં.

*************

દેવાંશ અને સિધ્ધાર્થ પોલીસ સ્ટેશનમાં સિધ્ધાર્થની કેબીનમાં વાત કરી રહ્યાં હતાં. અને સિધ્ધાર્થેની બધી વાત અને ખૂલાસાથી દેવને આષ્ચર્ય થઇ રહેલું અને ત્યાં એલોકોએ ઝાંઝરનો અવાજ સાંભળ્યો.

સિધ્ધાર્થે દેવાંશને ડર રાખ્યા વિના ધીરજ રાખવા કહ્યું દેવ રાહ જોઇ રહેલો કે કોણ આવે છે ? પણ થોડા સમય પછી અવાજ બંધ થઇ ગયો. સિધ્ધાર્થે ચારે બાજુ જોયું કોઇજ હતું નહીં એને પણ આષ્ચર્ય થયું સિધ્ધાર્થે ઉભો થઇને દરવાજાની બહાર જઇને જોઇ આવ્યો પણ કોઇ નહોતું. સિધ્ધાર્થે કહ્યું દેવાંશ કદાચ તારી હાજરીમાં નહીં આવે મને ખબર છે એ કોણ હતું પણ એની વે આજે નવરાત્રીનો પહેલો દિવસ છે સાંજ પણ થઇ ગઇ છે તમારો કાર્યક્રમ હશે હું સમજુ છું તું જઇ શકે છે અને હાં કંઇ પણ જરૂર પડે નિઃસંકોચ મને ફોન કરજે દેવાંશે કહ્યું ભલે મારે હજી ઘરે જઇ ફ્રેશ થઇને વ્યોમાનાં ઘરે જવાનું છે ત્યાં એનાં નાના અને મામા પણ ગામથી આવી ગયાં હશે એમને મળીને ગરબા કરવા જઇશું. મને એવું કંઈ લાગશે તમારો સંપર્ક કરીશ આજે તો ફોન સ્વીચઓફ નહીં હોય ને ? એમ કહી હસી પડ્યો.

સિધ્ધાર્થે કહ્યું બસ હવે વ્યંગ ના કર મેં તને બધી વાત તો જણાવી દીધી. હવે મારે અને સરને ખાસ મીટીંગ છે અમે એમાં વ્યસ્ત હોઇશું. દેવાંશે કહ્યું ભલે એમ કહી એ ત્યાંથી ઘરે જવા નીકળી ગયો.

***************

દેવાંશ ઘરે પહોચી ફ્રેશ થઇને નવરાત્રીનાં પહેરવેશમાં આવી ગયો માં એ કહ્યું વાહ રાજકુંવર જેવો લાગે છે દીકરો મારો. ગરબા રમીને પાછા બધાં અહીં ઘરે આવજો બધાને મળાય જોવાય મનેય હોંશ છે આમ કાયમ એકલીજ હોઉં છું અહીં આપણી સોસાયટીમાં થોડીવાર જઇશ માં નાં ગરબા રમવા પછી ઘરે આવી જઇશ તારાં પાપાનું આવવાનું કંઇ ઠેકાણુ નહીં..

દેવાંશે કહ્યું ભલે માં અમે બધાં અહીજ આવીશું પછી પાછા નીકળીશું એમ કહી જીપ લઇને નીકળ્યો. આખા શહેરમાં નવરાત્રીનો ઉત્સાહ દેખાતો હતો મોટાં મેદાનો શણગારેલા હતાં. શેરીએ શેરીએ તોરણો અને લાઇટનાં ઝુંમર સીરીઝ લાગેલાં દેવાંશને અનેરો ઉત્સાહ હતો અને એ વ્યોમાનાં ઘરે પહોચ્યો.

વધુ આવતા અંકે - પ્રકરણ - 79