Tari Dhunma - 17 books and stories free download online pdf in Gujarati

તારી ધૂનમાં.... - 17 - મારા સારંગ સર....

વિધિ : આ....તે....
તે સારંગ સામે જુએ છે.
સારંગ : હા, તારી જ છે.
કહેતા તે મુસ્કાય છે.
અંજલી : વાઉં....!!
સંજુ : ઓહ....!!
ભક્તિ : Congratulations મેમ.
વ્યોમ : Congratulations.
મીત ગાડીમાંથી ઉતરી વિધિ પાસે આવી ગાડીની ચાવી તેના હાથમાં આપે છે.
સારંગ એ વિધિ ને નવી મસ્ત સફેદ કલર ની ઓટોમેટીક MARUTI SUZUKI CELERIO કાર બર્થ ડે ગીફ્ટમાં આપી હોય છે.
જે વિધિ એ જરા પણ ધાર્યું નહોતું.
એને સમજ નથી પડી રહી હોતી કે આટલી મોટી સરપ્રાઈઝ નો પ્રતિભાવ શું આપવો??
શું રિએક્ટ કરવું??
એ પણ બધાની સામે??
તે ફરી સારંગ સામે જુએ છે અને સારંગ તેની આંખોની ચમક જોઈ બધુ સમજી જાય છે.
વિધિ ધીમે રહીને ગાડીની નજીક આવે છે અને તેને ધ્યાનથી જોવા લાગે છે.
નીતિ : કેટલી ખુશ થઈ ગઈ વિધિ.
તે બાજુમાં ઉભી ક્રિષ્ના ને કહે છે.
ક્રિષ્ના : હા.

* * * *

બધા સ્ટુડન્ટ્સ ના ગયા પછી નીતિ કુશલ અને ક્રિષ્ના ઉપર ઘરે સારંગ વિધિ સાથે બેસે છે.
કુશલ : કેવું લાગ્યું મેમ સરપ્રાઈઝ તમને??
વિધિ : કઈ સરપ્રાઈઝ મળશે એવું તો જાણતી હતી.
પણ આટલું મોટું મળશે એ નહોતું વિચાર્યું.
તે ખુશ થતા કહે છે.
સારંગ મુસ્કાય છે.
ક્રિષ્ના ને સોફા પરથી ઉતરી ને નીચે જમીન પર બેસવું હોય છે પણ તેને જરા સંકોચ થઈ રહ્યો હોય છે જે સારંગ તેના ચહેરા પર જોઈ લે છે.
સારંગ : આરામથી બેસી જા ક્રિષ્ના નીચે.
ક્રિષ્ના તરત મુસ્કાય ને નીચે પલાઠી વાળીને બેસી જાય છે.
વિધિ અને નીતિ પણ તેની સાથે નીચે બેસી જાય છે.
કુશલ : તો પછી....
અમે પણ નીચે જ આવી જઈએ.
સારંગ : હું એ જ કહેવાનો હતો.
એ બંને પણ નીચે આરામથી બેસી જાય છે.
ક્રિષ્ના ફરી મુસ્કાય છે.
તેને અચાનક યાદ આવે છે કે સારંગ સર ને તો તેમની ગીફ્ટ આપવાની રહી ગઈ એટલે તે ગીફ્ટ લેવા ઉભી થાય છે.
તેને ગીફ્ટ ની બેગ પાસે જતા જોઈ કુશલ સમજી જાય છે અને તે પણ ગીફ્ટ આપવા ઉભો થઈ જાય છે.
નીતિ : શું થયું??
ક્રિષ્ના બામ્બુ પ્લાન્ટ લઈને આવે છે અને તે અને કુશલ સાથે સારંગ સર ને બામ્બુ પ્લાન્ટ આપે છે.
કુશલ : આ તમારા માટે સર.
સારંગ : મારા માટે??
તેને નવાઈ લાગે છે.
ક્રિષ્ના : હું તમારા બંને માટે લાવી હતી.
સારંગ : થેન્કયુ.
સારંગ ખુશ થઈ લઈ લે છે.
કુશલ અને ક્રિષ્ના ફરી તેમની જગ્યાએ બેસી જાય છે.
નીતિ કુશલ અને ક્રિષ્ના નું આ જેશ્ચર જોઈ ખુશ થાય છે.

નીતિ : હવે અમારે નીકળવું જોઈએ.
10:30 થયા છે.
વિધિ : સહેજ વાર બેસો.
ચા પીને જાઓ.
નીતિ : ચા....!!
વિધિ : અમે રોજ રાતે પીએ છીએ.
નીતિ : તો હું અડધો કપ જ લઈશ.
વિધિ : સારું.
તમે બંને પણ ચા લેશો ને??
કુશલ : હા.
ક્રિષ્ના : હું પણ અડધો કપ લઈશ.
વિધિ રસોડામાં જવા ઉભી થાય છે તો સારંગ તેને રોકે છે.
વિધિ તેની સામે જુએ.
સારંગ : આજે તારી બર્થ ડે છે.
ચા હું બનાવીશ.
કહેતા સારંગ ઉભો થાય છે.
વિધિ : ઓકે.
વિધિ ફરી બેસી જાય છે.
કુશલ સારંગ ને મદદ કરવા ઉભો થાય છે.
સારંગ : બેસ બેસ તું.
કુશલ : હું....
સારંગ : આખો દિવસ રસોડામાં જ રહે છે.
અત્યારે બેસ આની બાજુમાં.
તે ક્રિષ્ના તરફ જોતા કહે છે.
કુશલ ક્રિષ્ના સામે જુએ છે.
સારંગ રસોડામાં જતો રહે છે.

સહેજ વારમાં જ સરસ આદુ - ફૂદીના વાળી ચા ની સુગંધ બધાનો થાકેલો મૂડ બદલવા લાગે છે.
કુશલ તેના મોબાઈલમાં કઈ કરી રહ્યો હોય છે.
વિધિ અને નીતિ તેમની વાતો કરી રહ્યા હોય છે.
એટલે ક્રિષ્ના ઉભી થઈ ને સારંગ ને મદદ કરવા રસોડામાં આવી જાય છે.
સારંગ ગેસ બંધ કરી ખાનામાંથી બધા માટે કપ કાઢી રહ્યા હોય છે.
ક્રિષ્ના જોઈ છે કે ટ્રે માં બધાના ખાલી પાણી પીધેલા ગ્લાસ પડ્યા છે.
તો તે ટ્રે ખાલી કરવા લાગે છે.
સારંગ : અરે....
ક્રિષ્ના : લગ્ન થયા એ પહેલાંથી કુશલ મને કહે છે કે સારંગ સર નું ઘર જ તારું સાસરું છે.
એક પિતા ની જેમ કહું કે દોસ્ત ની જેમ કહું....
સારંગ સર એ મને સાચવ્યો છે અને દરેક વખતે સાચી દિશા બતાવી છે.
સારંગ ક્રિષ્ના ની વાત સાંભળતો રહી જાય છે.
ક્રિષ્ના : સારંગ સર જેટલું સરસ ગાઈ છે ને એટલા જ સરસ માણસ પણ છે.
એમને મળ્યા પછી....
મને મમ્મી પપ્પા ના ગયા પછી જે એકલતા લાગતી હતી ને એ દૂર થઈ ગઈ.
કુશલ તમને આ બધુ કહેવા તો માંગે છે પણ તમારી સામે એ આ કશું બોલી પણ નથી શકતો.
મને કાયમ ખુશ થઈ તમારા અને મેમ વિશે વાતો કરે.
અને હું શું કહું....??
મને ક્યારેય એવું લાગ્યું જ નહી કે હું અહીંયા કે આ પરિવારમાં નવી આવી છું.
આજે પણ....
તેની આંખોમાં પાણી આવી જાય છે.
સારંગ ને પણ તરત ખ્યાલ નથી આવતો કે શું પ્રતિભાવ આપવો.
ક્રિષ્ના સારંગ ના હાથમાંથી કપ લઈ ટ્રે માં મૂકી ચા ગાળવા તરફ જાય છે અને પછી બંને બધાની ચા લઈ બહાર આવે છે.

* * * *


~ By Writer Shuchi
.