Jog Sanjog - 1 books and stories free download online pdf in Gujarati

જોગ સંજોગ - 1

પ્રકરણ - 1

રાત ના 1:45 થયા હતા. અતુલ પોતાના બેડ પર પડ્યો હતો. આજે એને કોણ જાણે ઊંઘ નહોતી આવતી. એ સતત વિચાર્યે જતો હતો કે શીતલ શુ કામ એના થી અળગી થઈ ગઈ.

1 વર્ષ થી પ્રેમ ની હેલી સતત વરસાવતી શીતલ કેમ અચાનક પોતાના જીવન ને સૂકું ભટ રણ બનાવી ને જતી રહી.?

શુ ભૂલ કરી પોતે કે આ સજા ભોગવવી પડે છે. આ સતત વિચારો માં એની આંખ ઘેરાઈ ને બન્ધ થઈ ગઈ અને એના આંખ ના ખૂણા માંથી પાણી વહેવા માંડ્યું.

કદાચ આ નસીબ હશે એમ માની ને એ આદત મુજબ સુતા સુતા મન માં ને મન માં હનુમાન ચાલીસા નો પાઠ કરવા માંડ્યો અને 22 મી ચોપાઈ એ આવતા આવતા એ સુઈ ગયો...

રાત્રે 2:52 એ અતુલ નો ફોન વાગ્યો. એ સફાળો ઉઠી ને નંબર જોયા વગર ઉપાડી લીધો. આ એની આદત હતી. સામે થી એક કર્કશ અવાજ આવ્યો..

માણસ: હલો. મિસ્ટર અતુલ પટેલ બોલો છો.

અતુલ (આશ્ચર્ય થી): જી બોલું છું. કોણ..?

માણસ: સિનિયર ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર સિંહ જાડેજા બોલું છું.. ફ્રોમ સચીન (સુરત નો એક વિસ્તાર) પોલીસ સ્ટેશન .

અતુલ ને ફાળ પડી..ઘબરતા ઘબરતા..

અતુલ: જી સાહેબ. બોલો.

જાડેજા: ફટાફટ, ટાઈમ બગડ્યા વગર અર્ધી કલાક માં અહીંયા રિપોર્ટ કર.

અતુલ: જી .. પણ શું થયું એની જાણ કરશો..?

જાડેજા: એ અહીં આવ પછી વાત. ફટાફટ.

અતુલ એ ફોન મૂકી ફટાફટ કપડા પર ધ્યાન આપ્યા વગર બહાર નીકળ્યો અને મેંન હોલ માં પહોંચી સ્લીપર પહેરી ને એકટીવા ની ચાવી લઇ ને નીચે ઊતર્યો..

લગભગ વિમાન ની જેમ એણે એકટીવા ભગાવી ને સચિન પોલીસ સ્ટેશન એ પહોંચ્યો. .

જઇ ને સિદ્ધુ જાડેજા સાહેબ માટે પૂછપરછ કરી અને એક કોન્સ્ટેબલે એમની કેબીન બતાવી.

અતુલ કેબીન પાસે જઈ ને એનો દરવાજો ધીરેક થી નોક કર્યો. અંદર થી "કમ ઇન " નો અવાજ આવતા એ અંદર પ્રવેશ્યો.

નામ ની તદ્દન વિરુદ્ધ દેખાવ માં હિન્દી સિનેમા નો રોમેન્ટિક હીરો જેવો દેખાતો ઓફિર જાડેજા ત્યાં બેઠો બેઠો ફાઇલ ના કાગળિયા ધ્યાન થી વાંચતો હતો.

અતુલ ને અંદર આવતા જોઈ ને એને એ ફાઇલ માંથી એક ફોટો કાઢ્યો અને બતાવ્યો.

અતુલે એ ફોટો લઈ ને જોયો અને આવક બની ગયો. એ ફોટો શીતલ નો હતો.

જાડેજા ( અતુલ ને જોઈ ને:) ચહેરા ની રેખા ઓ કહે છે કે તું આને ઓળખે છે. હમ્મ. બોલ.

અતુલ: જી. આ મારી સાથે "પ્રધાન એન સન્સ " ની C A ફર્મ માં કલીગ છે.

જાડેજા: છે નહીં.. હતી.

અતુલ ગમ ખાઈ ગયો અને અધીરાઈ પૂર્વક પૂછી લીધું..

અતુલ: હતી એટલે.. તમે શું કહેવા માંગો છો સાહેબ? શુ થયું શુ એને?

જાડેજા (શાર્પ નજરે જોતા): તારી અધીરાઈ જોઈ ને લાગે છે કે આ શીતલ તારી કલીગ કરતા વધુ કાંઈક હતી. હમ??

અતુલ: જી.. અમે 1 વર્ષો થી પ્રેમ માં હતા.

જાડેજા: હતા એટલે..

ત્યાન્જ એક હવાલદાર એક ગ્લાસ ચા લઇ ને આવ્યો અને ચા જાડેજા માં ટેબલ પર મૂકી.. ત્યારે જાડેજા એ હવાલદાર ને સંબોધી ને કહ્યું..

જાડેજા: આ ભાઈ માટે પણ એક લઈ આવો. સેશન લાબું ચાલશે.

હવાલદાર: જી સાહેબ. (કહી ને નીકળી ગયો).

જાડેજા: હા તો અતુલ ભાઈ. હતા એટલે.. હવે.. નથી??

અતુલ: ના સર. શીતલ એ બ્રેકઓફ કરી દીધું.

જાડેજા: કારણ?

અતુલ: ના સર. મને પણ નથી ખબર. અચાનક 3 દિવસ પહેલા મને કોલ કરી ને કીધું કે હવે આપણી વચ્ચે કંઈજ નથી. જે હતું એ ભૂલી જજે. મેં પૂછ્યું તો એણે કીધું કે ફેમેલી ઇસ્યુ છે. એના વિશે મને કીધું હતું. અને હું એના ઘર વાળા ઓ ને સમજાવવા મનાવવા માટે તૈયાર હતો. પણ ખબર નહીં અચાનક.. કેમ... અને હવે આ..

જાડેજા: લાસ્ટ ક્યારે વાત થઈ હતી?

અતુલ: આજે. રાત્રે 11 ની આસ પાસ.

જાડેજા: કરેક્ટ ટાઈમ પ્લીઝ. ફોન માં જોઈ ને કહો જો કોલ લોગ માંથી ડીલીટ ના કર્યું હોય..

અતુલ એ કોલ લોગ ઓપન કરી ને ફોન જાડેજા ના હાથ માં આપ્યો. કોલ ના જેટલા ટાઈમ હતા એને ફાઇલ માં દર્શાવેલ ટાઈમ સાથે એક જ નજરે એણે મેચ કર્યા અને એ મેચ થયા પણ..

એ જોઈ ને..

જાડેજા: ત્યારે કયા હતા.

અતુલ: ઘરે.

જાડેજા: પાક્કું.. ખોટું સાબિત થયું તો મારી મારી ને ચામડા છોલી ને અહીંયા જ અગાશી માં સુકવીશ..

અતુલ: પાકું સાહેબ. હું ઘરે જ હતો

જાડેજા પાછો ફાઇલ ના કાગળિયા માં નજર નાખે છે જેમાં અતુલ ના ફોન લોકેશન ની ડિટેલ હતી જે અતુલ એ કહ્યા મુજબ જ હતી.

અતુલ: મારા પર કેમ ..??

જાડેજા: શીતલ ના બાપે ફરિયાદ નોંધાવી હતી સાંજે 7 વાગ્યે. કે બપોરે આજે હાલ્ફ ડે હોવા છતાં ઘરે નહોતી આવી શીતલ. અને સતત ફોન કરતા નોટ રિચેબલ આવતો હતો. પછી અચાનક કોલ લાગ્યો તો શીતલ કાંઈક આડિ અવળી વાતો કરવા માંડી, રોવા માંડી.. અને પાછો કોલ કપાઈ ગયો. એના ફાધર ને કાંઈક ગડબડ હોવાની શંકા ગઈ એટલે એમને F I R લખાવી તારા વિરુદ્ધ.

અતુલ: તો છેક અત્યારે કેમ મને..?

જાડેજા: એ પણ કહું છું છોકરાં.. FIR લખાયા પછી પહેલા અમે શીતલ ની શોધ ખોળ કરી અને સાથે સાથે તને પણ ટ્રેસ કરતા રહ્યા. તારો નંબર તારા ઓફિસ માંથી લઇ ને. પણ.. અજીબ રીતે તારી લોકેશન અને એની લોકેશન અલગ અલગ હતી. અને ત્યાં હમણાં 12 વાગ્યા ની આસપાસ અહીંયા થી 7 એક કિલોમીટર દૂર હાઈવે પાસે ના ખેતર માં એક પ્લાસ્ટિક બેગ માં શીતલ ની બોડી મળી આવી..

અતુલ ગમ ખાઈ ગયો અને બેશુદ્ધ થઈ ને ફસડાઈ પડ્યો. હાજર તમામ લોકો એની મદદ એ આવ્યા અને એને મેંન હોલ માં મુકેલ એક બેન્ચ પર સુવડાવ્યો.

10 એક મિનિટ ની મહેનત પછી અતુલ ભાન માં આવ્યો. અને તરત જ ..

અતુલ: શીતલ કયા છે. મારે એને જોવી છે. મારે એક વાર એને છેલ્લી વાર અડવી છે. પ્લીઝ મને ત્યાં લઈ જાઓ. મારે છેલ્લી વાર એને જોવી છે.

આમ ગાંડપણ કરતા જોઈ ને જાડેજા ને ખ્યાલ આવી ગયો કે શીતલ ની મોત થી આ તૂટી ગયો છે.

એને શાંતવના આપતા જાડેજા એ કહ્યું..

જાડેજા: અતુલ. શાંતિ રાખ. તારા આક્રંદ કરવાથી શીતલ પાછી નહીં આવે. અને બીજું કે એના મા બાપ તારા આવતા પહેલા અહીં ની હોસ્પિટલ ના મોર્ગ માંથી શીતલ ની બોડી લઇ ગયા છે. એટલે હવે તારા ત્યાં જવા નો કોઈ મતલબ નથી. જો જઈશ તો ભેગા મળી ને એ બધા એટલો માર મારશે કે એક બાજુ શીતલ નું દાહ સંસ્કાર થશે અને એની બાજુ નીજ જમીન ના ટુકડા માં તું દફન હોઈશ. સમજ જરા. લાસ્ટ કોલ તારો હતો. ભલે તારી લોકેશન જુદી હતી જેથી પુરવાર નથી થતું કે તું બેગુનાહ છે

અતુલ: તો શું એના પુરાવા છે કે હું ગુનેગાર છું. ? હોય તો અબ ઘડી મને જેલ માં નાખી દયો..

જાડેજા: (અસમંજસ માં આવી ને) નથી. એટલે જ તને હાલ પૂરતો જવા દઉં છું. પણ સુરત મૂકી ને જવા ની કોશિશ તો દૂર વિચાર પણ ના કરતો.

અતુલ: (દુઃખી સ્વરે) હવે કયા જઈશ. જેની માટે અને જેની સાથે સુરત સ્વર્ગ સમુ લાગતું એજ નથી રહી તો હવે શું સુરત અને શું બીજા શહેર?? નહીં જાઉં..

જાડેજા: અત્યારે તમે ઘરે જાઓ. કામ પડશે તો પાછો બોલાવીશ.

અતુલ નિરાશ, દુઃખી થયેલો, શરીર જાણે હજારો યુદ્ધ લડી ને નંખાઈ ગયું હોય એવા હાલચાલે પોલીસ સ્ટેશને થી બહાર જાવા નીકળે છે ત્યાં પાછો વળી ને..

અતુલ: જાડેજા સાહેબ.. જે નું મૃત્યુ થયું એ પાકું શીતલ જ છે ને?? કોઈ ભૂલ તો નથી ને..?

જાડેજા: ના. જોકે મોઢું ઘણું છૂંદી નાખ્યું છે પણ. એની કદ કાઠી, કપડાં વગેરે થી એમના ઘર વાળા ઓ એ એની ઓળખાણ કરી છે.. કેમ..??

અતુલ અંદર આવે છે અને એના ફોન ઓપન કરી ને whats app ખોલી ને શીતલ ના મેસેજ ખાલી ને બતાવે છે..

એ જોઈ ને જાડેજા ની આંખો ફાટી રહી જાય છે.

એમા રાત્રે 12:30 એ શીતલ નો વિડિઓ મેસેજ આવેલ છે. જેમાં એને એજ કપડાં પહેર્યા છે જે શીતલ ની બોડી પર થી મળી આવ્યા છે.જો 12 વાગ્યે શીતલ ની બોડી મળી તો 12:30 વાગ્યે અતુલ ને વિડિઓ મેસેજ કોણે કર્યો.. ?

આ જોઈ ને જાડેજા નું મગજ ફરી જાય છે. એને ખ્યાલ આવી જાય છે કે આ કેસ ધાર્યા કરતાં વધુ પેચિદો છે.

તો શીતલ જીવિત છેકે મૃત? જો જીવે છે તો એ બોડી કોની હતી અને જો મરી ગઈ તો આ વીડિયો મેસેજ કોનો છે અને કોણે કર્યો..?

આમા અતુલ ગુનેગાર છે કે શીતલ ના ઘર વાળા. કે પછી કોઈ ત્રીજો જ ખૂણો છે આ કેસ નો.

વધુ આવતા અંકે….