Jog Sanjog - 9 books and stories free download online pdf in Gujarati

જોગ સંજોગ - 9

(9)

ગ્રેસ (ફ્રાન્સ): સવારે 8 વાગ્યે (એજ દિવસે ભારત ના 11:30 વાગ્યે જ્યારે જાડેજા ધર્મેન્દ્ર સિંહ ના ઘરે થી બહાર આવ્યો હતો).

L'air de l'amour નામ ની સુવ્યવસ્થિત અને ખુબસુરત દુકાન માં એક 50 વર્ષીય ફ્રેન્ચ મહિલા દુકાન માં સુસજીત તમામ પ્રકાર ના પરફ્યુમ્સ જોઈ રહી હોય છે અને દુકાન માં સહુ થી છેલ્લા સેક્શન માં લગભગ ચેરી રેડ અને મરૂન કલર ની 100 પરફ્યુમ ની બોટલ્સ ગોઠવાયેલી જોઈ. દેખાવે એ ખૂબ જ આકર્ષક દેખાતી હતી.

એ લેડી એ ત્યાં જઈ ને એક બોટલ ઉપાડી અને એનું ઢાંકણું ખોલી ને પોતાના જમણા હાથ ના પાછળ ના ભાગ માં એક વાર સ્પ્રે કર્યું અને નાક નજીક લઈ ને સૂંઘયું અને જાણે સુગંધીદાર પાણી એના નાક માં જઇ ને એના મગજ પર ડાયરેકટ અસર કરી હોય એવા એના મોઢા ઉપર એક્સપ્રેશન આવ્યા.

જાણે એ સુગંધ થી એ મોહિત થઈ ગઈ. અને એણે તરત જ કાઉન્ટર ઉપર જઇ ને એ વ્યક્તિ ને પૂછ્યું જે ભારતીય મૂળ નો હતો, " આ કઈ કમ્પની નું પરફ્યુમ છે. ખૂબ જ આહલાદક સુંગધ છે. હિપ્નોટિક ફ્રેગ્રેન્સ છે. "

એ માણસ એ કહ્યું" જી આ ફ્રેન્ચ કમ્પની beaucoup de frengrence ની પ્રોડક્ટ છે અને ખૂબ જ ઉમદા ક્વોલિટી ની છે."

"જી બિલકુલ, એ તો ખ્યાલ આવી જ ગયો. આ 250 ml બોટલ ની કિંમત શુ છે. MRP મેનશન નથી. "

"જી અહીં આપશો. હું જોઈ લઉં." કહી ને એને એ બોટલ હાથ માં લીધી, જોયું તો બારકોડ લાગ્યો હતો એ બતાવી ને કહ્યું " મેમ આ બારકોડ સ્કેન કરવા થી પ્રાઇસ ખ્યાલ આવશે. " કહી ને એને બારકોડ સ્કેનર થી બારકોડ સ્કેન કર્યો અને કોમ્પ્યુટર સ્ક્રીન પર ભાવ આવ્યો 120 યુરો .

એ જોઈ એ લેડી એ પોતાના પર્સ માંથી 120 યુરો કાઢ્યા અને આપ્યા અને કહ્યું "હેવ અ બ્લુમિંગ ડે, ડિયર". સામે માણસ એ એ પેમેન્ટ સ્વીકારી ને ઉત્તર આપ્યો "સેમ હિયર, મેમ, થેન્ક્સ ફોર શોપિંગ ફ્રોમ અવર શોપ"..

લેડી એ હસમુખ ચેહરે શોપ નો કાચ નો દરવાજો ખોલી ને બહાર નીકળી અને હજી રસ્તો ક્રોસ કર્યોજ હશે કે પેલા માણસ એ એજ કોમ્પ્યુટર માં એક વેબ બાર પર લિંક હતી એને ઓપન કરી સને સિસ્ટમ જનરેટેડ કોલ લગાવ્યો, બે રિંગ ગયા પછી ફોન ઉચકાયો અને સામે થી સંભળાયું "હા બોલ"

એ માણસ ગુજરાતી માં બોલ્યો" સર જી, આ મટીરીયલ કમાલ છે. બેન પરફ્યુમ સૂંઘતા ની સાથે જ જાણે હિપ્નોટાઇઝ થઈ ગયા હોય એમ લાગ્યું અને તરત જ 120 યુરો આપી દીધા. શુ કમાલ ચીઝ છે આ પરફ્યુમ"

"આ વાત તું છેલ્લા બે દિવસો માં 22 વાર કહી ચુક્યો છે. એની માટે તને એ લિંક આપી છે કોલ કરવા? અને હજી એક મસાલો એડ થવાનો છે. પછી L'air de l'amour ના જ પરફ્યુમ્સ આખા ફ્રાન્સ અને દુનિયા માં વહેંચશે. જેમ મોબાઈલ માં એપલ બધા નો બાપ છે એમ જ પફ્યુમ ની દુનિયા માં Parfum de Dieu બાપ કહેવાશે. આ ત્રણ દિવસો માં કેટલું કાઉન્ટર થયું, જે છે એ બતાવજે કાઈ પણ આઘુ પાછું થયું તો તને ખબર છે હું શું કરીશ."

"ખબર છે સર, ડોન્ટ વરી, લાસ્ટ ત્રણ દિવસો માં આ એમ્બરગિસ પરફ્યુમ એ 2040 યુરો છપાવી આપ્યા છે. "

"ગુડ. કામ.કરતો રહે. સસ્તા આગળ રાખજે અને આકર્ષક અને મોંઘા પાછળ રાખજે. અને બીજું કાંઈ પણ સુજે તો મારકેટિંગ માટે કરજે. "

"જી સર" કહી ને લેપટોપ માં એક કી દબાવી અને કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો. ત્યારે ફ્રાન્સ માં 8:20 સવાર ની થઈ હતી અને એજ સમયે (સવારે 11:50 am) ભારત માં કોલ ડિસ્કનેક્ટ કર્યા પછી એ વ્યક્તિ એ પોતાના લેપટોપ માં એક કી દબાવી ને કોલ હિસ્ટ્રી ડીલીટ કરી નાખી.

એ વ્યક્તિ એ લેપટોપ ની બાજુ માં મુકેલ કોફી મગ હાથ માં લીધો ત્યાન્જ કોલ આવ્યો એના ફોન ઉપર, ફોન ના સ્ક્રીન ઉપર જાડેજા નો નમ્બર દેખાતો હતો, એણે ફોન ઉપડ્યો સને વાત કરી " હા સાહેબ, બોલો".

" અંશુમન બોલે છે? હું જાડેજા વાત કરું છું. ઘરે જ રહેજો. હું પાંચ મિનિટ માં પહોંચું છું." કહી ને કોલ કાપી નાખ્યો. અંશુમન સમજી ન શક્યો કે શું થયું પણ હવે જાડેજા ના આવ્યા ની રાહ જોયા વગર છૂટકો નહોતો.

આ ઘટના ની 20 મિનિટ પહેલા.:

જાડેજા ધર્મેન્દ્રસિંહ ના ઘરે થી નીકળી પોતાની જીપ માં બેઠો જ હતો અને એણે પોતાના ફોન માં 3 મિસકોલ અને એક મેસેજ હતો . કેયુર એને ટ્રાઈ કરી રહ્યો હતો.

.એને વ્હોટ્સ એપ પર મેસેજ ખોલી ને વાંચ્યા અને એના પગ નીચે થી જમીન ખસી ગઈ.

વ્હોટ્સ એપ મેસેજ આમ હતો:

કેયુર: "સર, ઇટ્સ અરજન્ટ, જે આઈ પી એડ્રેસ થી મલ્ટીફનકશનલ કોલ આવ્યા હતા ધર્મેન્દ્ર સિંહ અને અતુલ ને એ હેકિંગ થી ટ્રેસ થઈ ગઈ છે. એ અંશુમનસિંહ ની છે. ધર્મેન્દ્રસિંહ ના દીકરા ની. જલ્દી થી એના ઘરે પોહચો. અત્યારે એ ત્યાન્જ છે .

એડ્રેસ: સન ફ્લાવર રેસિડેન્સી, શિવ મંદિર ની સામે, અડાજણ. પ્લીઝ માર્ચ ટુ હિમ."

આ મેસેજ વાંચી ને જાડેજા ની આંખો ફાટી પડી. એ વિચાર માં પડી ગયો કે "ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નો સગો દીકરો પોતાના બાપ ને અને અને બહેન ના બોયફ્રેન્ડ ને એક સાથે એક જ સમયે ગુમરાહ કરતો કોલ કરે છે કે શીતલ એની બહેન જીવતી છે અને સલામત છે.. પણ કેમ"??