Jog Sanjog - 6 books and stories free download online pdf in Gujarati

જોગ સંજોગ - 6

પ્રકરણ 6.

જાડેજા: ગુડ મોર્નિંગ સર. જાડેજા સ્પીકિંગ.

સામે થી : ગુડ મોર્નિંગ જાડેજા. બોલો શુ કામ પડ્યું.?

જાડેજા: એક કેસ માં તમારી મદદ ની જરૂર છે.

સામે થી: શીતલ મર્ડર કેસ માં ને?

જાડેજા: (આશ્ચર્ય માં આવી ને) સર .ત.તમને કઈ રીતે..?

સામે થી: જાણે તને કાઈ ખબર જ નથી જાડેજા. હમ્મ.. તને મારુ નેટવર્કિંગ ખબર જ છે.

જાડેજા: (સહમતી માં ) જી સર. એનાથી તો આખું સુરત પોલીસ ડિપાર્ટમેન્ટ જાણકાર છે.

સામે થી: બસ તો પછી .. એ નેટવર્ક માંથી જ મને ઇન્ફો મળી છે. ક્યાં અટક્યો એ કહે.

જાડેજા શરૂ થી લાઇ ને શીતલ ની બોડી ના રહસ્યમય બધી વિગતો આપી દીધી અને ખાસ કરી ને હમણાં જ મળેલી તાજી જાણકારી વિશે.

જાડેજા: ઝાલા સર.. આમા આધાર ડેટા જ મોટો આધાર હતો. એમાં પણ એજ સાબિત થાય છે કે લાશ શીતલ ની હતી. અને ધર્મેન્દ્ર અને અતુલ બનેં ને એક જ સમયે એક સેકન્ડ ના ફેરફાર વગર ડોટ એક જ સમયે કોલ આવે છે કે શીતલ જીવિત અને સલામત છે.

આ કોઈ મોટું પ્લાનિંગ લાગે છે સર.

ઝાલા: હા. જાડેજા. એટલે હવે રડાર માં આવેલ તમામ કિરદાર નો ઇતિહાસ કાઢો. અતુલ, ધર્મેન્દ્ર, શીતલ, પેલો પ્રધાન એન સન્સ નો માલિક.. બધા ની ફોન હિસ્ટ્રી પાછલા એક મહિના ની કઢાવો તેમજ પેલા praivet numbar માટે તો માણસ લગાવીજ દીધો છે.

જાડેજા: જી સર.

ઝાલા: અને પર્સનલ ડિટેલ કાઢવા માટે ની મારી એડવાઇસ યાદ હશે તમને જાડેજા...

જાડેજા: (હળવું સ્મિત આપી ને) જી સર. મારો આખો ડિપાર્ટમેન્ટ હવે માત્ર આ કેસ પાછળ જ કામ કરશે.

ઝાલા: ગુડ. જ્યા અટકો ત્યાં કહેજો.

જાડેજા: બિલ્કુલ સર. થેન્ક યુ.

ઝાલા: મોસ્ટ વેલકમ દોસ્ત

જાડેજા: જય હિન્દ.

ઝાલા: જય હિન્દ.

ફોન મુકાઈ ગયો. હવે જાડેજા ના ચેહરા ઉપર એક સંતોષ અને રાહત ની રેખા ઓ આવી ગઈ હતી. જાડેજા એ તરત જ પોતાના ઓફિસર્સ ને એક જ કોંફરન્સ કોલ માં લઇ ને બધી વિગતો જણાવી.

અને એની 15 મિનિટ માં જ 10 ઓફિસર્સ ની ટુકડી સચિન પોલીસ સ્ટેશન એ રેડી થઈ ગઈ હતી અને ત્યાં જ જાડેજા એ પોલીસ સ્ટેશન માં પગ મૂક્યો જ હતો ત્યાં અતુલ પણ આવી ચડ્યો. .

અતુલ: (અધીરાઈ થી) સાહેબ .. હું સામાન્ય માણસ છું પણ જે ની કથિત હત્યા થઈ છે એ ધર્મેન્દ્રસિંહ ની દીકરી હોઈ શકે છે એમ જાણી ને તો કાર્યવાહી માં ઝડપ કરો. એ બોડી શીતલ ની નથી ને..(એક આશામય નજરે એને જાડેજા ને આ પ્રશ્ન પૂછ્યો).

જાડેજા: એ બોડી શીતલ ની જ છે.

પછી ની પાંચ મિનિટ માં કઇ રીતે એ જાણી શક્યો એની વિગતે જાણ કરી. તેમજ પ્રાઈવેટ નંબર ની પાછળ પણ એ કઈ રીતે લાગ્યો છે પણ અતુલ ને જણાવ્યું તેમજ બીજી 5 મીનિટ માં આજ તમામ વિગત એને ફોન પર ધર્મેન્દ્રસિંહ ને પણ જણાવી દિધી.

આ બાજુ અતુલ ગમ ખાઈ ગયો અને ત્યાં ધર્મેન્દ્રસિંહ પણ ઢીલા પડી ગયા. એ બને વ્યક્તિ ની જીવન જીવવા નું કારણ જાડેજા માં કથન થી ખતમ થઈ ગયું હતું.

પણ.. જાડેજા એ તરત જ એક ઓફિસર ને ઈશારો કરી ને શુ કરવું એની જાણ કરી અને એ ઓફિસર અતુલ પાસે આવી ને..

ઓફિસર: મિસ્ટર અતુલ તમે મારી સાથે અંદર ના રૂમ માં આવો, મારે થોડી વાતો કરવી છે . પૂછપરછ યુ નો.. પ્લીઝ..

કહી ને એને અંદર ના રૂમ તરફ ઈશારો કરી ને જાવા માટે કહ્યું. અતુલ કાઈ કહ્યા મુખ્ય વગર રૂમ તરફ જાવા માંડ્યો અને એની પાછળ એ ઓફિસર પણ જાવા માંડ્યો. અને દરવાજો બંધ થઈ ગયો.

જાડેજા એ તરત જ બીજા નવ ઓફિસર્સ ને દિલીપ પ્રધાન ની ઓફિસ ના કર્મચારી ઓ ને, પ્રધાન ના ઘરે ધર્મેન્દ્રસિંહ ના ઘરે અને શીતલ ના ફ્રેન્ડ્સ સર્કલ ને પૂછપરછ કરવા માટે વહેંચી દીધા. એ પોતે સાથે 10 જણ આ કેસ ને લાગતા તમામ લોકો ની હિસ્ટ્રી કાઢવા માટે નીકળી પડ્યા.

જાડેજા સાથે એના બીજા બે ઓફિસર્સ જીપ માં ધર્મેન્દ્ર સિંહ ને ત્યાં જઈ રહ્યા હતા ત્યાં જાડેજા નો ફોન વાગ્યો. સામે કેયુર હતો.

જાડેજા: હા કેયુર બોલ. શુ મળ્યું?

કેયુર: બહુ અઘરું પ્લાનિંગ કર્યુ છે બોસ

જાડેજા: એટલે.

કેયુર: તમારા કહ્યા અનુસાર જે પ્રાઇવેટ નંબર પર થી એક જ ટાઇમે અતુલ અને ધર્મેન્દ્ર ને કોલ આવ્યો હતો એ અલગ અલગ નંબર્સ છે.

જાડેજા: વ્હોટ. ? બે અલગ અલગ વ્યક્તિ ઓ એ એક જ સમયે બને વ્યક્તિ ને કોલ કરી એક જ વાત કરી.

કેયુર: ના ના. કોલ નો IP અડ્રેસ એક જ છે. પણ અલગ અલગ નંબર થી કોલ બાઉન્સ થયાં છે. સાદી ભાષા માં આ સિસ્ટમ જનરેટેડ મલ્ટીફનકશનલ કોલ હતો. એક જ ડીવાઈસ પર થી અલગ અલગ નંબર ને હેક કરી એનો ઉપયોગ કરી ને બે અલગ અલગ વ્યક્તિ સાથે એક જ સમયે એકજ વાત કરવા માં આવી છે.

જાડેજા: તો એ ટ્રેસ થશે. ?

કેયુર: થઈ તો શકે પણ.. Cyber cell ની પરમિશન મેળવવી પડે. કારક કે આ "ડાર્ક નેટ" નો ઉપયોગ કરી ને કરવા માં આવ્યું છે.

જાડેજા: ડાર્ક નેટ.?!

કેયુર: હા સર. આ સિસ્ટમ 14 ફાયરવોલ થી પ્રોટેકટેડ છે. એટલે એને હેક કરવા માટે વી નીડ પરમિશન.

જાડેજા: 10 મીનિટ માં પરમિશન મળશે. તું બધી તૈયારી કરી રાખ.

કેયુર: ઓકે સર.

જાડેજા બીજા બે ત્રણ જરૂરી ફોન કરી ને બધી માહિતી વિગતે જણાવી ને પ્રાઇવેટ નંબર ને ટ્રેસ કરવા માટે ની પરમિશન માંગે છે અને સદનસીબે તરત જ આ કેસ ની ગંભીરતા જાણતા એ પરમિશન પણ મળી જાય છે. કારણ કે આ ધર્મેન્દ્રસિંહ ની દીકરી બાબત નો કેસ હતો. કારણ કે આ રાજ્ય ના ઉપ મુખ્ય મંત્રી ની દીકરી બાબત નો કેસ હતો.