Jog Sanjog - 7 books and stories free download online pdf in Gujarati

જોગ સંજોગ - 7

પ્રકરણ 7

બહામાસ લોકલ ટાઈમ રાત્રે 12:30 am: (ભારત ના એજ દિવસે સવારે 10 વાગ્યે જ્યારે જાડેજા પોતાની ટુકડી લઇ ને બધાની પૂછ પરછ કરવા નીકળ્યો હતો. )

બહામાસ ના કેપિટલ નાસાઉ શહેર ના છેવાડે આવેલ દરિયા કિનારે પોર્ટ પર એક નાની દરિયાખેડુ શિપ લાંગરી હતી. એ શિપ પર આજે કાંઈક ચહલ પહલ ચાલી રહી હતી. રાત ના 12:30 વાગ્યા હતા, અને શિપ પર લગભગ 40 એક માણસો દોડાદોડી કરી રહ્યા હતા.

કોઈક ના હાથ માં લાલ,ભૂરા રંગ નાઉપર થી ખુલ્લા માછલી મુકવા માટે ના રેકસ હતા જેમાં આછા પીળા રંગ નું સેમી લીકિવિડ વસ્તુ ભરી હતી.

એ વસતું ને એક કન્ટેનર માં ઠાલવી ને એર ટાઈટ બંધ કરી ને શિપ માં થી નીચે પોર્ટ પર ભેગા કરવા માં આવતા હતા.

એ કન્ટેનર ને કન્ટેનર ટ્રક માં લોડ કરી ને બીજે ક્યાંક લઇ જવા મા આવતા હતા.

આ બધુ કામ એક પ્રોપર વે માં થતું હતું અને આનું સૂપર વીઝન બે ગોરીયા કરતા હતા.

આ આખી પ્રોસિઝર જોતા જોતા ..

પહેલો માણસ: (અંગ્રેજી માં) હવે થોડો બ્રેક લેવો જોઈએ. આપણે છેલ્લા એક અઠવાડિયા માં લગભગ 300 કિલો હાર્ડ એમ્બરગિસ સ્ટોનસ બને એટલો લિકવિડ એમ્બરગિસ આપણે દરિયા માંથી કાઢ્યો છે. ઇટ્સ અબાઉટ 30 મિલલિયન ડોલર પ્રોડકટ. સો વી હેવ ટુ ટેક અ બ્રેક ફોર આ વ્હાઇલ.

બીજો માણસ: રાઈટ. અને ઇન્ટરનેશનલ વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન ઓર્ગેનાઇઝન્સ પણ પાછળ પડી શકે છે. સો બેટર ઇસ ટુ હેવ અ લિટલ બ્રેક ઇન ઇટ. કોલ અવર ફ્રેન્ડ ઇન ઇન્ડિયા હુ હેલ્પ અસ ટુ સ્મગલિંગ ધીસ ઇન ઇન્ડિયા.

પહેલો માણસ પોતાના મોબાઈલ માં નંબર જોડે છે. બે ત્રણ રિંગ ગયા પછી વોઇસ મેસેજ મુકાય છે: કૃપયા તમારો મેસેજ આ બીપ પછી મુકો.. પછી બીપ નો અવાજ આવે છે.

પહેલો માણસ: સર આપણે એક અઠવાડિયા માં લગભગ 30 મીલીયન ડોલર નો એમ્બરગિસ કલેક્ટ કર્યો છે. આપણે વધારે સ્પર્મ વ્હેલ ને ટાર્ગેટ થોડા વખત સુધી નહીં કરી શકીએ. વી હેવ ટુ ટેક અ બ્રેક ફોર અ વ્હાઇલ. બાકી ઇન્ટરનેશનલ વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન ઓર્ગેનાઇઝન્સ પાછળ પડી શકે છે. સો ટુડે એટ 10 am લોકલ ટાઈમે ધ લાસ્ટ શિપમેન્ટ વિલ બી રીલીઝડ. વિલ રિચ બાય 10 am (એઝ બહામાસ ટાઈમ) . સો કાલે સાંજે 8 એક વાગ્યે શિપમેન્ટ મળી જશે. ટેક કેર.

ઇન્ડિયા (સવારે 10:30 વાગ્યે)

ધર્મેન્દ્રસિંહ પોતાના આલીશાન બંગલા ના working room માં બેઠા બેઠા કાંઈક કામ કરતા હતા ત્યાં એમને એક કોલ આવ્યો એટલે એમણે એને સ્કીપ કર્યો, પછી બીજી મિનિટે એમના લેન્ડલાઈન ઉપર કોલ આવ્યો એ ઉપાડતા એમને સામે થી જાણવા મળ્યું કે જાડેજા એના બીજા 3 માણસો સાથે પૂછપરછ કરવા આવ્યો છે.

ધર્મેન્દ્ર: અંદર મોકલો.

કહી ને ફોન મુક્યો . અને તરત જ એમના મોબાઈલ ઉપર એક મિસકોલ સાથે વોઇસ મેસેજ નો પૉપ અપ હતું.

એ કોલ બહામાસ થી હતો.

************

આ બાજુ જાડેજા ના કેહવા થી સિસ્ટમ જનરેટેડ કોલ ને હેક કરવા માટે ની ગતિ વિધી કેયુર સ્ટાર્ટ કરી ચુક્યો હતો. એ જે સિસ્ટમ માં થી કોલ આવ્યો હતો એના કોર સિસ્ટમ માં ઘુસી ચુક્યો હતો. અને બધા આંકડા મેળવી રહ્યો હતો અને 15 મિનિટ ની મહેનત પછી એને જે જોતું હતું એ મળી ગયું, એ નોટ કરી લીધું. અને તરત જ એ સિસ્ટમ એલર્ટ મોડ માં જતા ક્લોઝ થઈ ગઈ. પણ કેયુર ને જોતું ફળ મળી ચૂક્યું હતું.

એને ip એડ્રેસ મળી હતી એ જાડેજા, સુરત પોલીસ અને ગુજરાત રાજ્ય ના પોલિટિક્સ ને હલાવી નાખે એવી હતી.

કેયુર એ ફોન જોડ્યો.. સામે બે ત્રણ રિંગ ગઈ પણ ફોન ઉપડ્યો નહીં. એ વખતે જાડેજા ધર્મેન્દ્ર સિંહ ના કાર્ય ખંડ માં હતા એટલે એમણે ફોન ઉપડ્યો નહીં.

કેયુર એ વ્હોટસ એપ પર ઈન્ફોર્મેશન આપી દીધી.

કેયુર ના ચેહરા પર ચિંતા અને ડર બંને હતા.

વધુ આવતા અંકે..