Jog Sanjog - 8 books and stories free download online pdf in Gujarati

જોગ સંજોગ - 8

એપિસોડ 8

ટ્રક ડ્રાઈવર જામનગર ક્રોસ કરી ને અમદાવાદ નો રૂટ લઈ ચુક્યો હતો. એને મન માં એ ગર્વ હતો કે પ્રધાન નો માલ સફળતા થી હવે એસકેપ કરી ને એને કિધેલી જગ્યા એ પહોંચાડવા નો હતો જેમાં એ સફળ થયો હતો. એને ઓ ટ્રક ની સ્પીડ યથાવત રાખી અને મનોમન વિચાર્યું "બને તો ઓછો હોલ્ટ લેવો છે જેથી સમય સર આ કનસાઈમેન્ટ પહોંચાડી શકાય.

**********

સુરેન્દ્રનગર થી ઉપડેલું અફીણ ના કંસાઈનમેન્ટ નું ટ્રક બગોદરા ચાર રસ્તા ક્રોસ કરી ચૂક્યું હતું. કેશવ એ પોતાન ફોન માં એક નંબર જોડ્યો. સામે થી એક કર્કશ અવાજ માં અવાજ આવ્યો, "હા બોલ, કોઈ તકલીફ?"

કેશવ " ના હજી સુધી કોઈ તકલીફ નથી પડી, પણ અમે સાવચેતી થી આગળ વધીએ છે. બસ આ ઠુલા ઓ ઝડપી ના પાડે એની ચિંતા છે. "

"એ ચિંતા તું મૂકી દે. તે જે ત્રણે ટ્રક ના નમ્બર્સ મોકલ્યા છે એ સાહેબ ને પહોંચી ગયા છે. એ બધી સગવડ કરી દેશે. " કર્કશ અવાજ માં સામે થી જવાબ મળ્યો.

"ઠીક છે. જો એમ જ હોય ને કોઈ વાંધો ન પાડવા નો હોય તો મોડા માં મોડું 6 વાગ્યા સુધી માં સુરત અડી જશું. "

"ભલે, કેટલો માલ છે"?

"ગણ્યું નથી, પણ અનુભવ અને અનુમાન ના આધારે 50 કિલો ખરો. " કેશવ એ કીધું.

" ઠીક છે, અંકલેશ્વર ક્રોસ કરો એટલે કોલ કરજે "

"ઠીક છે" કહી ને કેશવ એ ફોન કાપયો. એન ડ્રાઈવર ને જોઈ ને કહ્યું, " હાશ. હવે શાંતિ થઈ." કહી ને આજુ બાજુ ના નજર તરફ જોવા માંડ્યો..

**********

બહામાસ : રાત્રે 1:30 વાગ્યે (ભારત ના એજ સમયે લગભગ 11 વાગ્યે):

લિકવિડ એમ્બરગિસ ના કન્ટેનર વાળો કન્ટેનર ટ્રક પોર્ટ થી લગભગ 20 કિલોમીટર દૂર, હાઇવે ટચ એક કારખાના માં પ્રવેશ્યો, અને અંદર સુધી પહોંચી ગયો.

અંદર જતા ની સાથે જ 4 માણસો પુશીંગ ટ્રોલી જેમા આઠ દસ કન્ટેનર્વક સાથે મૂકી ને ધકો મારી ને લઈ જઈ શકાય, લઈ ને ટ્રક પાસે આવ્યા .

ટ્રક ના પાછળ ના ભાગે થી ડોર ખુલ્યો અને એક પછી એક કન્ટેનર્સ ને ટ્રોલી ઉપર મુકવા માં આવ્યા. અને પછી કારખાના ની અંદર લઈ જવા માં આવ્યા.

અંદર એક અદ્યતન રિસર્ચ લેબોરેટરી નું સેટ અપ હતું અને કેમિકલ કનવર્સન રીસર્ચ અને કેમિકલ ચૅઇન રિએક્શન માટે ના સંસાધનો હતા. અને એક ખૂબ મોટું જાયન્ટ ફ્રીઝર હતું.

અહીંયા સેમી લિકવિડ એમ્બરગિસ ને કેમિકલ પ્રોસેસિંગ કરી, ફ્રોઝન ટેક્નિક થી એના એમ્બરગિસ સ્ટોન્સ બનાવવા માં આવી રહ્યા હતા. અને અહીં થી એ સ્ટોન્સ ભારત દરિયા માર્ગે પાહીચડવા માં આવતા હતા. આ 30 મિલિયન ડોલર ના એમ્બરગિસ સ્ટોન્સ આજે બહામાસ ની બપોર સુધી માં ભારત માટે રવાના થવા ના હતા.

************

જાડેજા ધર્મેન્દ્રસિંહ ની સામે ની ખુરશી માં જાડેજા આવી ને બેઠા હતા. ધર્મેન્દ્રસિંહ એ ઇન્ટરકોમ પર કોલ કરી બે રજવાડી ચા કીધી.

"બોલો જાડેજા સાહેબ, હું શું હેલ્પ કરી શકું"

" સર જેમ તમને જણાવ્યું કે જે શરીર મળી આવ્યું હતું એ ..."

વચ્ચે થી જ હાથ ના ઈશારે અટકી જાવા કહ્યું અને " મને ખ્યાલ છે કે એ શીતલ જ હતી. અને એની ખાતરી તમે ફોરેન્સિક અને આધાર ડેટા ના આધારે કરી છે. હવે મારે મન મારી દીકરી સિવાય કાંઈ જ ઈમ્પોર્ટન્ટ ન હોય આ કેસ માં આગળ કાઈ તમે કરો કે નહીં એમાં મને રસ પણ નથી. "

"રસ હોવો જોઈએ સર તમારે" ઊંડા ગહેરા અવાજ માં જાડેજા એ કહ્યું અને એ સાંભળી ને ધર્મેન્દ્રસિંહ ની ભમરો સંકુચાઈ.

" જી સર, આ દેખીતી રીતે હત્યા જ છે, અને એ પણ તમારી, રાજ્ય ના ઉપ મુખ્ય મંત્રી ની દીકરી ની. એટલે કોઈ એવી વ્યક્તિ જ હશે જે તમારું અંગત દુષમન હોય, જે તમને દુનિયા ની અનરીપેરેબલ પેઈન આપવા માંગતો હોય. એવું કોઈ ખરું".

"વિચારી ને કાઢવા જાઉં તો 100 નામ નીકળશે, કોને કોને ટ્રેસ કરશો?'

"એ મારા ઉપર મૂકી દયો સાહેબ, બસ જે પણ તમને આવું દુઃખ પહોંચાડવા માટે ના કારણ ધરાવતું હોય એમની લિસ્ટ આપો. અમે ટ્રેસ, ટેસ્ટ અને ટ્રીટ બધું કરશું."

"ઠીક છે. મને બે દિવસ આપો. મારે પણ મારા દુષમનો ની લિસ્ટ કાઢવા માટે ટાઈમ જોશે. યાદ કરવા માટે."

" ok સર. અને એક છેલો સવાલ, તમે મંત્રી નિવાસ માં રહો છો તો શીતલ બેન કેમ સનરેસિડન્સ માં ?"

"એને અહીં ઓફનલી થતી પોલિટિકલ મિટિંગ્સ, ડિસ્કશન્સ એન ઓલ નહોતા ગમતા. સો.."

"ઠીક છે સર. આવનાર રેઇલી માં ન જાઓ તો સારું એવું મારો અંગત મત છે સર, જ્યાં સુધી શીતલબેન નું ઇન્વેસ્ટિગેશન ન પતે ત્યાં સુધી." જાડેજા એ નમ્રતાપૂર્વક કહ્યું.

ધર્મેન્દ્રસિંહ એ મુસ્કુરાહટ ભરી ચેહરે હા માં માથું હલાવી ને જવાબ આપ્યો. જાડેજા ઓફીસ ની બહાર નીકળ્યો, બે મિનિટ પછી ધર્મેન્દ્રસિંહે પોતાનો બીજો ટેબ ફોન કાઢ્યો અને એમા થી વોઇસ કોલ વાળા નમબરે મેસેજ મુક્યો,

"100 વાર કીધું છે કે આ નમ્બર ઉપર કોલ કે મેસેજ ના કરો. ગોટ યોર મેસેજ. મેસેજ મી ઓન ધીસ નમ્બર ફ્રોમ ઓનવર્ડ્સ.." ફોન પાછો પોતાના ડ્રોઅર માં મુકતા મુકતા અકળાતા સ્વરે બડબડયા " બહામાસી ચુ@#$, વ્હેલ ની ઉલટી કાઢતા કાઢતા મગજ એ વ્હેલ જેવું થઈ ગયું છે."

નોંધ: એમ્બરગિસ એ "સ્પર્મ વ્હેલ" દ્વારા કાઢવા માં આવતી ઉલટી નું સ્વરૂપ છે. જે એક જણસ ની જેમ બજાર માં વહેંચાય છે.

વધુ આવતા અંકે..