Jog Sanjog - 10 books and stories free download online pdf in Gujarati

જોગ સંજોગ - 10

(10)

ભારત 11:50 am:

પ્રધાન એન્ડ સન્સ ની ઓફીસ માં જાડેજા ની મોકલેલી એક ટુકડી પહોંચી ચુકી હતી. એ ટુકડી ને લીડ કરતો હતો એસ આઈ ગૌતમ રાણા. રાણા પ્રમાણ માં જાડેજા કરતા વધારે મોટો લાગતો હતો, જોકે હતા બને સરખી એજ ના જ અને જાડેજા કરતા વધારે સ્ટ્રીકટ હતો. સમયસર સાચા જવાબ ન મળતા સામે વાળા ના ગાલ રાત ચોળ થવું રાણા ના કેસ માં ખૂબ જ કોમન હતું.

" પ્રધાન સાહેબ ને મળવું છે, કહો કે સચિન પોલીસ સ્ટેશન થી એસ આઈ રાણા આવ્યા છે. ઇટ્સ અરજન્ટ. " કારડાકી ભર્યા આવાજ અને નજરે રીસેપ્શન ડેસ્ક પર બેઠેલી એક યુવતી ને કહ્યું અને એ યુવતી એ શબ્દ સહ પાલન કર્યું. અને અને બીજી ત્રણ મિનિટ માં રાણા અને એના બે કોન્સ્ટેબલ પ્રધાન ની કેબીન માં હતા.

" નો સસ્પેન્સ, સીધો સવાલ અને સીધો સાચો જવાબ જોઈએ. યાદ રાખજો પાછળ થી ખબર પડી કે કાંઈ પણ છુપાવ્યું છે તો સળિયા પાછળ તેલ વાળા દંડે સર્વિસ કરીશ. ઓકે પ્રધાન સાહેબ?" કાપો તો લોહી ના નીકળે એવી નજરે પ્રધાન ને જોતા સિદ્ધો આદેશ આપી દીધો અને 24 ડીગ્રી ac માં પરસેવે રેબઝેબ હાલત માં ઘબરતા ડરતા પ્રધાન એ હા પાડી.

" શીતલ તમારે ત્યાં શુ કામ કરતી અને ક્યારે થી?"

" લગભગ 4 વર્ષ થી વાઉચર્સ બનાવતી અને અમારી સાથે ફિલ્ડ ઓડિટ માં આવતી, અને બધા કેસ ની આઈ મીન બધા કલાઇન્ટ ની ફાઇલ અપડેટ કરતી."

"ગુડ. આમજ ટૂંકા, અને સાચા જવાબ જોઈએ" પછી એજ અકડ થી રાણા એ કહ્યું.

" આ છોકરો અતુલ અહીંયા કેટલા વખત થી કામ કરે છે અને શું"?

"બંને નૂ કામ સરખું જ છે. પણ અતુલ શીતલ ના અંડર આવે છે એ લગભગ 2 વર્ષ થી છે".

"બંને ના સંબંધ વિશે "?

"બધા ને ખબર છે. બને વચ્ચે પ્રેમ સંબંધ છે લગભગ 1 વર્ષ થી પણ હમણાં 3 એક દિવસો પહેલા શીતલ એ એની સાથે બ્રેક ઓફ કર્યું હતું. "

"આટલું ડિટેલ માં કઈ રીતે ખ્યાલ છે"

"હું મારા દરેક એમ્પ્લોયી ક્યાં કેટલું જમેં છે અને જાય છે એનું હું ધ્યાન રાખતો હોઉં છું." થોડાક ગર્વ ભર્યા અવાજે પ્રધાન બોલ્યો.

"ગુડ, આ અતુલ નું તો ત્યાન્જ સ્કેનિંગ ચાલે છે એટલે હમણાં થોડી વાર માં ખબર પડીજ જશે. પણ મને શીતલ સાથે બીજા જેટલા એમ્પ્લોયી હતા એમનું વર્તન, વ્યવહાર કેવું હતું એ જણાવો."

પછી ધીરે ધીરે બધા ની બધી માહિતી પ્રધાન રાણા ને દેતો ગયો અને રાણા સાથે આવેલ કોન્સ્ટેબલ્સ માં થી એક બધી ઇન્ફોર્મેશન એક નોટ માં ટપકાવતો ગયો.

એજ સમયે : સચિન પોલીસ સ્ટેશન ના ઇન્ટરોગેશન રૂમ માં કુલકર્ણી બેઠો હતો અને એની સામે અતુલ બેઠો હતો. અતુલ હજી પણ ગમ ખાધેલ પરિસ્થિતિ માં બેઠો હતો. હજી એને વિશ્વાસ નહતો બેસતો કે એ બોડી સાચેજ શીતલ ની હતી.

"અતુલ, તારી અને શીતલ વચ્ચે શુ સંબંધ હતા. ? અને ક્યાર થી હતા?

" જી અમે એક બીજા ને પ્રેમ કરતા હતા. 1 વર્ષ થી અમારો રિલેશન હતું."

"હતું માને? હવ નથી?"

"ના. 3 દિવસ પહેલા મને આવી ને કહ્યું કે હવે આપણે સાથે નહીં રહી શકીએ. એના પાપા ને આપણા રિલેશન ની ગંધ આવી ગઈ છે. એટલે આપણે હવે છુટા થવું પડશે. હવે થી આપણા રિલેશન માત્ર પ્રોફેશનલ જ રહેશે."

"અચાનક જ ગંધ આવી જાય અને તરત જ રિલેશન તૂટી જાય, એ કઈ અજુકતું ના લાગ્યું?"

"લાગ્યું પણ પછી થયું કે હવે આગળ કાઈ થવા નુજ નથી તો ખોટું પીષ્ટપિંજણ શુ કામ કરવું."

"હમ્મ.પછી."

"પછી આજે અર્ધી રાત્રે 2:30 ની આસપાસ મને જાડેજા સાહેબ નો કોલ આવ્યો અને અહીં બોલાવ્યો. અને એ પહેલાં લગભગ 12:30 વાગ્યે મને શીતલ નો વિડિઓ કોલ આવ્યો પણ ખૂબ અંધારું હોવા થી એનો ચહેરો ના દેખાયો"

"તો કઇ રીતે માની લીધું કે શીતલ જ હતી. એના ફોન ઉપર બીજું પણ કોઈ હોઈ શકે ને?"

"હા.. એ છે" જરા વિચારતા બોલ્યો. પછી તરત જ યાદ કરતા કીધું કે " ના પણ એ નો અવાજ એજ હતો . મનો કે બીજું કોઈ હોય તો મને એનો અવાજ તો ઓળખાય ને"

કુલકર્ણી ને વાત માં દમ લાગ્યો. " એ કોલ માં શુ વાત થઈ."?

" ખબર નહીં શુ બોલતી હતી. આમ હાંફતા હાંફતા કાંઈક વાત કરતી હતી. એક પ્રવાહી જે બધાને મોહિત કરી દે, એક પથ્થર જે મનુષ્ય ને મહામાનવ કરી દે. ખુદા ની સુવાસ જે બધા ને મોહિત કરી દે એ ભારત ની દેન છે... એવું કાંઈક. પછી કદાચ એને ઠેસ વાગી ને એ પડી ગઈ. અને ફોન પછડાઈ ને લગભગ કદાચ તૂટી ગયો કારણકે ફોન બંધ થઈ ગયો. મેં તરત જ એને કોલ કર્યો તો ફોન સ્વીચ ઓફ હતો. "

"પછી?"

"પેહલા યો બહુ વિચાર્યું પણ કાંઈ જ ટપો ના પડ્યો એને જે કહ્યું એમા અને પછી વિચાર્યું કે હવે પ્રોફેશન રિલેશન નું જ એને કીધુ છે તો વધારે કાઈ નથી વિચારવું. એમ વિચારી સુઈ ગયો".

"હમ્મ. પછી અહીંયા આવવા નું થયું."

"જી"

"ઠીક છે. અત્યારે જા. કામ હશે તો બોલાવીશ"

"જી"

કહી ને અતુલ બહાર નીકળી ગયો. કુલકર્ણી એ તરત જ પોતાનો ફોન જોડ્યો.

"ભાઈ બધા ના ફોન ની ડિટલ્સ નું શુ થયું ?"

"બસ કલાક માં આવી જશે, અલગ અલગ સર્વિસ પ્રોવાઇડર છે એટલે થોડો સમય લાગશે."

"સવારે 10 નું કીધું છે દીકરા.. અત્યારે 12:00 થશે. જલદી કરાવ."

"On it સર.." સામે થી કેયુર એ ફોન મુક્યો.

"બસ એક વાર બધા નસ ડિટલ્સ મળે એટલી વાર છે. બહુ સ્માર્ટ બને છે સાલો, હવે વાત છે."

પણ સાથે સાથે શીતલ એ અજીબ વાત કરી હતી એના વિશે કુલકર્ણી વિચારવા માંડ્યો. અને એને એના વિશે જાણવા ની તાલાવેલી થવા માંડી અને એની માટે ધૂંધલો પણ એક રસ્તો મગજ માં આવ્યો...

વધુ આવતા અંકે...