Jog Sanjog - 5 books and stories free download online pdf in Gujarati

જોગ સંજોગ - 5

પ્રકરણ 5

જાડેજા 20 મિનિટ માં જ ડો ઘોષ ને ત્યાં પહોંચી ગયો. પહોંચી ને નોરમલ હેલો હાઈ કરી ને સીધો પોઇન્ટ પર આવ્યો.

જાડેજા: ડો ઘોષ. આજે મધરાત્રે જે બોડી મળી અને એનું ફોરેન્સીક તમે કર્યું, અને જેની ઓળખાણ એના મા બાપ એ કરી એ શીતલ ની જ છે કે નહીં એ મારે ચકાસવુ છે.

ઘોષ: ખરા છો જાડેજા સાહેબ, એક જ વખતે બે અલગ અલગ વાત કરો છો. એક બાજુ કહો છો કે એના મા બાપ એ જ ઓળખાણ કરી અને બીજી બાજુ કહો છો કે તમને ડાઉટ છે.

જાડેજા: બિલકુલ. કારણ કે હમણાં એજ સજ્જન નો કોલ આવ્યો કે એની દીકરી શીતલ જીવિત છે અને સલામત છે. પ્લસ, બીજા અમુક પુરાવા પણ એવા મળ્યા છે કે આ બોડી શીતલ નિજ છે કે કેમ એ પ્રશ્ન ઉભો કરે છે.

ઘોષ: ઓહ. તો એમ વાત છે. બોલો બોલો.. હું શું મદદ કરી શકું.?

જાડેજા: તમે પોસ્ટમોર્ટમ કરતી વખતે કોઝ ઓફ ડેથ અને ટાઇમિંગ જાણવા માટે બોડી ના ક્યા હિસ્સા માં થી ટીસ્યુ સેમ્પલ લીધા હતા.

ઘોષ: જાડેજા, કેમ આવા સવાલ કરો છો. દેખીતી રીતે પણ જો લાગે કે હત્યા કે મૃત્યુ કયા કારણસર થયું છે એ જાણતા હોઈએ તો પણ પોસ્ટમોર્ટમ નો મતલબ જ એ થાય કે આખા શરીર ની તપાસ થાય. તમને તો આ ખબર જ હોવી જોઈએ.

જાડેજા: ખબર છે પણ આજ કાલ ના માહોલ માં બધું સેટિંગ વાળું કામ કાજ ચાલતું હોય એટલે બે વાર ચેક કરવું પડે. એટલે કનફાર્મ કર્યું. તમે એના સ્કિન ટીસ્યુસ પણ લીધા જ હશે.

ઘોષ: અફકોર્સ. હું તમામ સેમ્પલ્સ લઈ રાખું જેથી આગળ ચાલી ને કયાંક ઇન્વેસ્ટિગેશન માં કામ લાગે તો વાંધો ન આવે. બધા જ કરતા હોય છે.

જાડેજા: રાઈટ. તો એ હાથ ના સ્કિન ટીસ્યુ પર થી એની પ્રીન્ટ્સ કઢાવી ને મને આપી શકો. ફોર આઇડેન્ટિટફિકેશન?

ઘોષ: હા કેમ નહીં. તમે એ પ્રીન્ટ્સ ને..

જાડેજા: (હકાર માં માથું હલાવતા) હા. એક દમ સાચું સમજ્યા. આધાર ડેટા માં થી મેચ કરાવશું. ખબર પડી જ જશે કે સાચે એ શીતલ જ હતી કે બીજું કોઈ.

ત્યાં જ જાડેજા નો ફોન વાગે છે, નંબર જોઈ ને ..

જાડેજા: હા ધર્મેન્દ્ર સાહેબ. એજ કામ માં લાગ્યો છુ. બસ કલાક નો સમય આપો એટલે દૂધ અને પાણી છુટા પડી જશે.

ધર્મેન્દ્ર: ગમે તે કરી ને મને સત્ય લાવી આપો જાડેજા. મો માંગી કિંમત આપીશ. બસ એટલા સમાચાર આપી દયો કે એ શીતલ ની લાશ નથી. પછી હું છું અને એ Priavet number વાળી વ્યક્તિ છે. પાતાળ માં થી શોધી ને એજ પાતાળ માં એની રાખ દફન કરીશ.

જાડેજા: ધર્મેન્દ્ર સાહેબ, હું તમારું દુઃખ અને ગુસ્સો બને સમજુ છું. તમે ચિંતા ના કરો. એ હરામખોર હાથ માં આવ્યા વગર નહીજ રહે એની ખાતરી આપું છું.

કહી ને ફોન મૂકી દીધો. જાડેજા ના ચેહરા પર ચોખ્ખું દેખાઈ આવતું હતું કે હવે કાયદા કરતા ધર્મેન્દ્ર સિંહ ને કોઈ પણ કાળે એને જોઈતી ઇન્ફોર્મેશન આપવા માટે ની ચિંતા દેખાઈ આવતી હતી.

ત્યાન્જ ઘોષ બોડી ના ફિંગરપ્રિન્ટસ ની કોપી લાઇ ને આવે છે અને એને જાડેજા ને સોંપે છે.

જાડેજા: આ મારે આધાર ડેટા ઓફિસ માં સબમિટ કરવી પડશે. તમારી પાસે બીજી કોપી હશેજ I think.

ઘોષ: કહેવા ની જરૂર છે જાડેજા સાહેબ.. (કહી ને મલકાય છે અને એના જવાબ માં જાડેજા પણ મલકાય છે અને બહાર તરફ નીકળે છે )

બહાર નીકળતા નીકળતા એ બીજો કોલ કરે છે. સામે થી બીજી જ રિંગ માં ફોન ઉપડે છે .

જાડેજા: હલો, કેયુર જાડેજા સ્પીકિંગ.

કેયુર: જી સર. ગુડ મોર્નિંગ.

જાડેજા: ગુડ મોર્નિંગ. હવે તને બે નંબર આપું છું. એમા આજે સવારે 7:50 એ એક privet numbar પર થી કોલ આવ્યો તો એને ટ્રેસ કર. કોનો છે, ક્યાંથી છે વગેરે વગેરે. એક કલાક છે.તારી પાસે.

કેયુર: કલાક તો બહુ કીધી સર. નંબર આપો. આખી કુંડળી કાઢી આપું.

જાડેજા: હા સાંભળ, આ બાબત ને પર્સનલી જોજે. બીજા કોઈ ને ઇનવોલ ના કરતો. થોડોક પેચિદો અને હાઇપ્રોફાઇલ કેસ છે.

કેયુર: નો પ્રોબ્લેમ સર. સીધો તમનેજ રિપોર્ટ કરીશ.

જાડેજા: ગુડ. (કહી ને ફોન કાપે છે અને બીજી બે મિનિટ માં અતુલ અને ધર્મેન્દ્રસિંહ નો નંબર કેયુર ને વ્હોટ્સ એપ માં મોકલી આપે છે. )

અતુલ પોતે ઘર માં બેઠો બેઠો વ્યાકુળ થાય છે. એટલે એ જાડેજા ને મળવા નું નિશ્ચય કરે છે. અને પોતે પોતાની activa લઇ ને સચિન પોલીસ સ્ટેશન તરફ જાવા નીકળી પડે છે.

જાડેજા ફિંગરપ્રિન્ટસ ની કોપી લઇ ને આધાર ઓફિસ પહોંચે છે અને પ્રીન્ટ્સ ના આધારે કાઈ વ્યક્તિ ની પ્રીન્ટ્સ છે એ જાણવા ત્યાં ના અધિકારી ને પ્રીન્ટ્સ સોંપે છે. અધિકારી 10 મીનિટ માં કાઢી આપું એમ કહી ને પોતાના ડેટા ચેક કરવા માંડે છે.

ક્લીનર ની બોડી નું પંચનામું કરવા ખમભળીયા પોલીસ પેટ્રોલિંગ ટિમ આવી પહોંચે છે અને એનું પંચનામું કરવા માં આવે છે. એ ક્લીનર ની બોડી ને પહેલા જોનાર વ્યક્તિ ની પુછપરછ થાય છે.

ઓફિસર: તમે આ બોડી ને ક્યારે જોઈ..

માણસ: લગભગ નવ સવા નવ ની વચ્ચે.

ઓફિસર: તમારી જ નજર કેમ ગઈ, બીજા કોઈ ને કેમ નહીં?

માણસ: બીજા કોઈ ની ગઈ હશે કે નહીં એતો નથી ખબર પણ મને બાથરૂમ જવું હતું એટલે મેં ગાડી અહીંયા ઉભી રાખી અને પછી આ (બોડી તરફ ઈશારો કરતા) નજરે પડ્યું.. .એટલે તરત જ આપને કોલ કર્યો.

ઓફિસર્સ એ આજુ બાજુ નજર ફેલાવી . કોઈ દુકાન,ઠેલો જેવું નહોતું કે ટ્રક નો નંબર આપી શકે, પણ તરત જ કાંઈક સુજ્યું હોય એમ એને તરત જ પોતાનો ફોન લાઇ ને એક કોલ કર્યો... તરત જ ફોન ઉપડ્યો.

ઓફિસર: હલો, સબ ઇન્સ્પેકટર ગોહિલ બોલું છું,ખમભળીયા ડિવિઝન થી.. અહીંયા થી હમણાં થોડીક વાર પહેલા નવ સવા નવ ની આસપાસ એક બોડી મળી છે. બોડી ના હાલહવાલ જોઈ ને ટ્રક ક્લીનર હોય એવું જણાય છે. એટલે જામનગર સિક્કા પાસે ના ટોલ નાકા ના cctv પર સર્વેલન્સ રાખો. જે પણ કોઈ ટ્રક, ટ્રેલર ટ્રક જાય એ બધા ના નંબર નોંધો અને મને જાણ કરો.

સામે છેડે થી: ઓકે સર નો જવાબ આવ્યો અને ફોન કપાઈ ગયો. .

રાણા એ એની સાથે આવેલ બીજા ઓફિસર ને પેલા વિટનેસ માણસ ની તમામ માહિતી લઇ લેવા ની કીધી હોવાથી એનું નામ અને નંબર, ગામ,ધંધો વગેરે લઇ લીધું અને પુરાવા રૂપી લાઇસન્સ નો ફોટો પડી ને પોતાના ફોન માં સેવ કરી લીધો અને પછી જાવા દીધો.

અહીં એજ સમય દરમિયાન એટલે કે આશરે સવા દસ ની આસપાસ સુરત માં આધાર ડેટા ઓફિસ માં ફિંગરપ્રિન્ટ પર થી જાડેજા ને મૃતક છોકરી ની માહિતી મળી. એ છોકરી શીતલ જ હતી..

જાડેજા ને આશ્ચર્ય નો પાર ન રહ્યો. ધર્મેન્દ્ર અને અતુલ ના કહ્યા મુજબ એમને અજ્ઞાત માણસ નો કોલ આવે છે અને કહે છે કે શીતલ જીવિત છે અને સલામત છે, અને અહીં જે બોડી મળી આવી હતી એના ફિંગરપ્રિન્ટસ ના આધારે એ શીતલ નિજ બોડી છે એમ જાણવા મળે છે.

જાડેજા ને આ કેસ ધાર્યા કરતાં વધારે ઊંડો અને પેચિદો છે એ ની જાણ થવા માંડે છે અને હવે આગળ શું કરવું એ વિચારે છે અને એમાં એને એક જ જવાબ મળે છે.

એ પોતાનો ફોન લઇ ને એક કોલ કરે છે. સામે થી 5 સેકન્ડ માં કોલ રિસીવ થાય છે અને..

જાડેજા: ગુડ મોર્નિંગ સર. જાડેજા સ્પીકિંગ..