I Hate You - Kahi Nahi Saku - 91 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-91

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-91

આઈ હેટ યું કહી નહીં શકું

પ્રકરણ - ૯૧

જયશ્રી સાથે વાત કાર્ય પછી નંદીની વિચારમાં પડી ગઈ હતી. ક્યાં લીના અને ક્યાં જયશ્રી...બંન્ને ઓફીસની કલીગ. બંન્ને સખી છતાં બે સ્ત્રીનાં રૂપ. જયશ્રી આવનાર બાળકનાં એંધાણથી ખુબ આનંદમાં હતી અને લીના એબોર્શન કરાવી પોતાનાં શરીરમાંથી પુરાવો દૂર કરી આવી હતી. એનાંથી એ મુક્ત ખુશ હતી.

નંદીનીને જયશ્રી સાથે લીનાની વાતો કરવી હતી પણ જયશ્રી પાસેથી એનાં મોઢે આનંદનાં સમાચાર સાંભળી એ અટકી ગઈ અને જયશ્રીને અભિનંદન આપ્યા અને આનંદમાં સહભાગી થઇ.

નંદીની બેડ પર આડી પડી એણે જયશ્રી અને લીના બન્નેનાં વિચાર કાઢી પોતાનાં વિચાર કરવા માંડી એણે થયું હું ક્યાં છું ? મેં રાજને અપાર પ્રેમ કર્યો રાજે મને ખુબ કર્યો રાજ US ગયો. હું મારી ફરજનાં નશામાં અને પાપાનાં સ્વપ્ન પુરા કરવા ઈચ્છાની પૂરતી કરવા વરુણ સાથે બંધાઈ ભલે તન એક નહોતા થયાં પણ શાસ્ત્રોક્ત વિધી તો થઇજ હતી ભલે કોર્ટમાં નોંધણી નહોતી કરાવી પણ આખો સમાજ જાણતોજ હતો ને...ના હું રાજને પામી શકી એમાં મારી ભુલોનોજ સરવાળો ના હું વરુણને અપનાવી શકી કારણકે પાત્રતા જાળવવાની હતી હું કોઈને વશ ના થઇ અને સમયે મને વશ કરી દીધી.

આજે વરુણ હયાત નથી એનાંથી મુક્ત છું પણ રાજનો સામનો કેવી રીતે કરીશ ? બધું સ્પષ્ટ કહેવામાં એ શું અર્થ કાઢશે ? શું વિચારશે ? ફરજનાં અને ઈચ્છા પૂર્તિનાં ઓઠા નીચે તું ત્રાહિતનો હાથ શાસ્ત્રોક્ત સાક્ષીમાં પકડી બેઠી ? ભલે તારે શારીરિક સંબંધ નહોતા પણ તેં અજાણ્યાં સાથે હસ્તમેળાપ કર્યો ? ૭ ફેરા ફરી ? પછી પ્રેમ ધર્મ નિભાવવા લગ્ન ધર્મ નેવે ચઢાવ્યો ? તું કોની સાથે બનાવટ કરે છે ? બધે હુંજ નિર્દોષ છું એ સાબિત કરવા માટે ટળવળી રહી છું ?

રાજ તારાં પર વિશ્વાસ કરશે કે જુદા ફ્લેટમાં એક છત નીચે સાથે રહ્યાં અને કોઈ સંબંધ નહોતો ? કોણ માનશે ? નંદીનીએ મનમાં વિચાર્યું હું પવિત્ર હતી અને છું હું મનાવીશ રાજને...આમ વિચારોમાં અટવાયેલી નંદીની રડી રહી હતી. આજે એનાં મનમાં સ્ત્રીનાં જુદા જુદા રૂપ ફરી રહેલાં એક લીના એક જયશ્રી અને ત્રીજી એ પોતે. નંદીની ક્યાંય સુધી રડી રહી પછી એ બેડ પર બેસી ગઈ અને મનમાં એક મહત્વનો નિર્ણય લીધો એનાં પર વિચાર કર્યો અને નક્કી કર્યુંકે મેં જે નિર્ણય લીધો છે એમજ હું કરીશ અને પછી સુવાની તૈયારી કરવા લાગી.

******

રાજ ઓફીસથી પાછો આવ્યો એ ફ્રેશ થઈ કપડાં બદલીને સોફા પર બેઠો એ જોબ પરથી આવી ગયેલો પણ અમીત કે વિરાટ હજી આવ્યાં નહોતાં. રસોઈ બનાવવાનો ટર્ન એનો પોતાનો હતો. એ વિચારવા લાગ્યો કે શું બનાવું ? એણે આજે સાચેજ કંટાળો આવી રહેલો.

રાજે એની મોમને ફોન કર્યો...સામેથી એની મોમ નયનાબેને ફોન ઉપાડ્યો અને બોલ્યાં હાય રાજ દીકરા જોબ પરથી આવી ગયો ? આજે તો રસોઈ બનાવવાનો ટર્ન તારો છે ને ? રાજે કહ્યું હા મમ્મી તને કેવી રીતે ખબર ? હું એટલેજ વેળાસર આવી ગયો છું. મમ્મી એક ખાસ વાત પૂછવા ફોન કર્યો છે પાપાને નંદીની વિશે માહિતી મળી ? એમણે ક્યાં ક્યાં તપાસ કરી છે ?

નયનાબેને જવાબ આપવાનાં બદલે પ્રશ્ન કરતાં કહ્યું તારી સાથે તારાં પાપાની વાત નથી થઇ? એમણે તને ફોન નથી કર્યો ? ડોક્ટર અંકલને ફોન કરેલો એમણે પણ ફોન નંબર જે આપેલો એ લાગતો નથી પણ હું કહું છું તને ફોન કરે તું એમની સાથે સીધી વાત કરી લે. આજે નહીં તો કાલે નંદીનીનો સંપર્ક થઈનેજ રહેશે તું ચિંતા ના કર તારાં પપ્પા કોઈ પણ રીતે એનો પતો શોધી નાંખશે તને ખબર છે ને વકીલ છે ઉપરથી પહોંચેલી માયા છે એમ કહી હસી પડ્યાં.

રાજે કહ્યું હાં હાં હું જાણું છું કંઈ નહીં મમ્મી હું પાપા સાથેજ વાત કરી લઉં છું આપણે પછી વાત કરીએ રાજ ફોન મુકવા જાય છે ત્યાં નયનાબેને કહ્યું રાજ એક મિનીટ આ તાન્યા વાત કરવા માંગે છે અને...

તાન્યાએ ફોન લઈને કીધું ભાઈ તું રસોઈ ના બનાવીશ આજે મેં અહીં કુક પાસે બનાવરાવી લીધું છે હું પોતે ટીફીન લઈને ત્યાં આવું છું મારે થોડું કામ પણ છે તમારું અને વિરાટનું એટલે બી રીલેક્ષ એમ કહી હસી.

રાજે કહ્યું હાંશ મને આજે સાચેજ કંટાળો આવી રહેલો તેં બચાવી લીધો એમ કહી ફોન મુક્યો.

થોડીવારમાં વિરાટ પણ આવી ગયો. વિરાટે આવીને કહ્યું રાજ તું તો ફાવી ગયો આજે તારે રસોઈ બનાવવાની નથી તાન્યા ટીફીન લઈને આવે છે. રાજે કહ્યું હાં મને હમણાંજ ખબર પડી. પણ હું એ ભૂલી ગયો કે ક્યાં પાંચ દિવસ પસાર થઇ ગયાં અને આજે ફ્રાઈડે આવી ગયો. અને તાન્યા તને મળવા આવી જવાની.

વિરાટે કહ્યું મને તાન્યાનો મેસેજ ગયેલો કે એ સાંજે ટીફીન લઈને આવે છે વળી એણે થોડા કપડાંનું શોપીંગ કરેલું છે એ પણ એણે બતાવવા છે એ થોડી ક્રેઝી છે. તારી બેન છે એટલે એવાં ગુણ આવવાનાં એમ કહી હસી પડ્યો. પછી કહ્યું કંઇક બીજું પણ કામ છે આવીને કહીશ એવું કહ્યું રાજે કહ્યું ઓકે.

રાજ કહે ચાલ હું ત્યાં સુધી ફ્રેશ થઇ જઉં.. વિરાટે કહ્યું હાં હું પણ.. એમ કહી રાજ બાથરૂમમાં ઘુસ્યો. વિરાટ ફોન લઈને સોફા પર બેઠો અને ફોનમાં નંદીનીને મેસેજ કર્યો કે આજે રાજ સાથે વાત કરવી છે કે કેમ ? એ રાજને વાત કરે ? જે હોય એ જવાબ આપજો દીદી રાજની બેચેઈની જોવાતી નથી એમ લખીને ફોન બંધ કર્યો.

ફરી ફોન લઈને તાન્યાને ફોન કર્યો કે ક્યાં પહોંચી છે ? તારી રાહ જોઉં છું તાન્યાએ કહ્યું અરે લુચ્ચા હું આવી ગઈ છું કાર પાર્ક કરી હવે ઉપરજ આવું છું લવ યું કહીને ફોન બંધ કર્યો.

વિરાટ દરવાજો ખોલીને લિફ્ટની સામેજ ઉભો રહ્યો. થોડીવારમાં લિફ્ટ આવી અને તાન્યા બહાર નીકળી વિરાટ એને જોઈને તરત એની તરફ દોડ્યો. તાન્યા સમજી ગઈ હોય એમ ટીફીન અને બીજી બેગ્સ નીચે મૂકી દીધી.વિરાટે એને વળગીને ઊંચકી લીધી અને એને કિસ્સીઓથી નવરાવી દીધી.

તાન્યાએ પણ વિરાટને ચૂમીને વહાલ કરી દીધું અને બોલી મારાં લુચ્ચા ક્યારની તારાં ઓફીસથી પાછા આવવાની રાહ જોઈ રહી હતી એ પ્રમાણે ઘરેથી નીકળી ગઈ હતી. એય ઉતાર નીચે મારાં કપડાં જો બધાંજ.... વિરાટે કહ્યું કપડાં શું જુએ છે ? મારો પ્રેમ મારો ઉન્માદ જો...તું અહીં નહીં બેડરૂમમાં હોત તો કપડાં હોતજ નહીં એમ કહી ખડખડાટ હસ્યો.

તાન્યાએ હોઠ પર હોઠ મૂકી લાંબી ચુમ્મી લીધી અને બોલી લવ યું. ચાલ અંદર જઈએ. ટીફીન વિરાટે લઇ લીધું અને બીજી બેગ્સ તાન્યાએ લીધી.

બંન્ને જણાં ફ્લેટની અંદર આવ્યાં. તાન્યાએ ટીફીન વિરાટ પાસેથી લઈને કિચનનાં પ્લેટફોર્મ પર મૂક્યું પછી પૂછ્યું હજી તું એકલોજ આવ્યો છે ? રાજભાઈ આવી ગયેલોને? મારે વાત થઇ હતી.

વિરાટે કહ્યું તારો ભાઈ બાથરૂમમાં છે એ નીકળે એટલે હું ફ્રેશ થવા જઉં...તાન્યાએ કહ્યું ઉતાવળ નાં કરને આપણે સાથે જઈશું એમ કહી લુચ્ચું હસી પડી.

વિરાટે આંખ મીચકારતાં કહ્યું વાહ તો એવુંજ કરીશું હમણાં રાજને બીયર ને બધું લેવા મોકલવાનોજ છું ત્યારે વાત. તાન્યા હસી પડી બોલી બહુ લુચ્ચો છું.

ત્યાં રાજ ફ્રેશ થઈને આવ્યો. એણે તાન્યાને જોઈને કહ્યું હાય તાન્યા આવી ગઈ ? થેન્ક્સ તેં આજે મને મારી ડ્યૂટીમાંથી ફ્રી રાખ્યો. તાન્યાએ કહ્યું આજે આવવાની હતી એટલે લેતીજ આવી...પછી હવે બીજા બે દિવસ તમારાં લોકોનાં હાથનુંજ ખાવાનું છે ને ..એમ કહી હસી ...

રાજ કહે સમજી ગયો...ફ્રાઈડે સેલિબ્રેશન વિથ સેટરડે સન્ડે બોનસ. એમ કહી હસી પડ્યો. અને ત્યાં વિરાટનાં ફોન પર મેસેજનું નોટીફીકેશન આવ્યું વિરાટે ફોન ખોલીને જોયું તો નંદીનીનો મેસેજ હતો નંદીનીએ લખેલું તું રાજને મારાં અને આપણાં રિલેશન અંગે સ્પષ્ટ કહી દેજે પછી એની સાથે હું વાત કરીશ.

વધુ આવતા અંકે - પ્રકરણ ૯૨

Rate & Review

Usha Patel

Usha Patel 2 months ago

Neepa

Neepa 3 months ago

ATULCHADANIYA

ATULCHADANIYA 3 months ago

Kinnari

Kinnari 4 months ago

Parash Dhulia

Parash Dhulia 4 months ago