I Hate You - Kahi Nahi Shaku - 92 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-92

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-92

આઈ હેટ યું કહી નહીં શકું

પ્રકરણ - ૯૨

વિરાટે નંદીનીનો મેસેજ વાંચી લીધો અને પછી લખી દીધું ભલે હું આજે રાજ સાથે વાત કરી લઉં છું આવતી કાલે તમારે વિડીયોકોલ પર વાત થઇ શકે ત્યાં સુધીનું ગોઠવી દઉં છું મેસેજ લખી ફોન બંધ કર્યો.

રાજે કહ્યું વિરાટ હજી અમીત આવ્યો નથી ? એ નાઈટ પણ કરવાનો છે કે શું ? વિરાટે કહ્યું ના મારે બ્રેકમાં વાત થઇ હતી એણે તને પણ કોલ કરેલો પણ તારો ફોન સ્વીચઓફ હતો. એણે મને કહ્યું છે કે નીશાના ઘરે એલોકો વાત કરવાનાં છે અને નિશાનાં ઘરેજ છે આજે કદાચ લેટ આવશે.

રાજે કહ્યું ઓહો બધાનું બરાબર ચાલી રહ્યું છે પછી હસ્યો. રાજે કહ્યું તો હું તમારા બે વચ્ચે હડ્ડી બનવાનો છું એમને ? તો હું કોઈ મુવી જોઈ આવું ?

વિરાટે કહ્યું નાં નાં આપણે બેસી વાતો કરીશું ડ્રીંક લઈશું પછી તું તારાં રૂમમાં જતો રહેજે એમ કહી હસ્યો પછી બોલ્યો અમે અમારાં રૂમમાં અમીત આવશે ત્યારે વાત. રાજ કહે ઓહ ઓકે.

વિરાટે કહ્યું રાજ તારે એક કામ કરવું પડશે બીયર વહીસ્કી કંઈજ નથી તું મોલમાં જઈને લઇ આવને પ્લીઝ પછી સાથે બેસીએ અને સાથે જમીશું.

રાજે હસતાં હસતાં કહ્યું જો હુકુમ મેરે આકા. પણ હું જલ્દી પાછો નહીં આવું એટલે નિશ્ચિંન્ત રહેજો એવું સાંભળી બધાં ખડખડાટ હસી પડ્યાં.

રાજ ઉભો થયો રૂમમાં જઈને વોલેટ લઈ આવ્યો અને બોલ્યો ચાલ હું બીયર અને આપણી બ્રાન્ડની વહીસ્કી લઈને આવું છું એમ કહી ફ્લેટમાંથી નીકળી ગયો. એ તરતજ પાછો આવ્યો અને બોલ્યો સોરી કારની ચાવી આપ હું આંટો મારીને આવીશ.

વિરાટે ચાવી આપતાં કહ્યું હવે લઇ આવ પાછો નાં આવીશ હસતાં હસતાં કહીને ફ્લેટ લોક કર્યો.

તાન્યાએ કહ્યું વિરાટ તમે બધાંજ બહુ લુચ્ચા છો પણ તમારી દોસ્તી પણ ખરી છે બધાં એકબીજાનું ધ્યાન પણ ખુબ રાખો છો.

વિરાટે તાન્યાને બાથમાં લઈને કહ્યું હું તો માત્ર તારુંજ ધ્યાન રાખું છું મારી લુચ્ચી એમ કહીને એનાં હોઠ પર હોઠ મૂકી દીધાં. તાન્યાએ કહ્યું જોબ પરથી આવ્યો પછી ફ્રેશ નથી થયો ચાલ બાથ લઇ લે જલ્દી.

વિરાટે કહ્યું એજ કરું છું પણ તું પણ આવે છે ને સાથે ? તેં તો કીધેલું સાથે બાથ લઈશું ? તાન્યાએ કહ્યું નેકી ઓર પૂછ પૂછ આવુંજ છું ને ચાલ....

બંન્ને જણા રૂમમાં ગયાં રૂમનો દરવાજો પણ લોક કર્યો. બાથરૂમમાં શાવર નીચે ઊભાં રહ્યાં વિરાટે તાન્યાને જોઈને કહ્યું તું કેટલી સુંદર છે તને જોઈને રહેવાતું જ નથી એમ બોલી તાન્યાને વળગી ગયો અને હોઠ પર હોઠ ચાંપી દીધાં. શાવર નીચે નાહતાં નાહતાં બંન્ને જણા એકમેકને સ્પર્શથી પ્રેમ કરતાં રહ્યાં.

વિરાટ અને તાન્યા બંન્ને જણા પ્રેમાલાપ કરતાં આનંદ માણી રહેલાં.

તાન્યાએ કહ્યું એય વિરાટ આઈ લવ યું ચલ બહાર જઈએ બહાર જઈને....વિરાટે કહ્યું સમજી ગયો એણે તાન્યાને ઉંચકીને બેડ પરજ લઇ આવ્યો બંન્ને બેડ પર ફરીથી પ્રેમ કરવા લાગ્યા. વિરાટે તાન્યાને ચૂમીને અપાર પ્રેમ કર્યો પછી કહ્યું તાન્યા હું લગ્ન પછી તારાં તનને અબોટ નહીં રહેવા દઉં અને તાન્યા વિરાટને વળગી ગઈ અને બોલી વિરાટ સમયસર તું અટક્યો.

વિરાટે કહ્યું એજ તો આપણી પાત્રતા છે એમ કહી તાન્યાને ચૂમી લીધી અને બંન્ને જણાં ફ્રેશ થઇ વસ્ત્રો પહેરીને બહાર આવી ગયાં. બંનેનાં ચહેરાં પ્રેમતૃપ્તિથી જાણે ઉજાસ પામી રહેલાં. તાન્યાએ કહ્યું આટલાં પ્રેમમાં અને મર્યાદામાં રહીને પણ જાણે સંપૂર્ણ તૃપ્તિજ છે.

વિરાટે કહ્યું આજ તો આપણી સમજણ છે અને એવી સમજણનો સ્વીકાર છે અને એનો રોબ પણ છે.

તાન્યાએ કહ્યું હમણાં રાજ આવશે હું નાસ્તાની તૈયારી કરું છું અને આજે રાજ સાથે નંદીની દીદીની વાત કરવાની છે ને ? એમ કહી એ કિચનમાં ગઈ.

વિરાટ એની પાછળ પાછળ ગયો અને તાન્યાને પાછળથી વળગીને ઉભો રહ્યો અને બોલ્યો હાં થોડું ડ્રીંક થઇ જાય પછી હું વાત કાઢવાનો છું મેં નંદીનીદીદીને કહ્યું છે કે આજે રાજ સાથે વાત કરી લઈશ એટલે કાલે એ લોકો સીધીજ વિડીયોકોલ પર વાત કરી લેશે.

તાન્યા વિરાટ તરફ ફરીને બોલી ખુબ સાચવીને વાત કરજે વીરુ રાજ અને નંદીની દીદી બંન્ને ખુબજ સેન્સીટીવ છે. તારીજ એ દીદી છે બધું સ્પષ્ટ કરવાનું અઘરું પડશે પણ આજે કરીજ દે જે પછી જે થવાનું હશે તે થશે. આપણે એમની સાથેજ છીએ.

વિરાટે કહ્યું હાં મારી તનુ લવ યુ હું ખુબજ સ્માર્ટલી વાત કરીશ ચિંતા ના કરીશ.

ત્યાં ડોરબેલ વાગ્યો. વિરાટે કહ્યું તું તૈયારી કર હું ડોર ખોલું છું રાજ આવી ગયો લાગે છે. વિરાટે ડોર ખોલ્યો સામે રાજ બેઉ હાથમાં બેગ્સ પકડીને ઉભો હતો. વિરાટે એનાં હાથમાંથી એક બેગ લઇ લીધી.

રાજે કહ્યું થેન્ક્સ વિરાટ...હું વહેલો તો નથી આવ્યો ને ? વિરાટે કહ્યું ના હવે ... બહુ વહેલો આવ્યો એમ કહી હસ્યો. રાજે કહ્યું આટલો સમય પણ ઓછો પડ્યો સાલા?

વિરાટે કહ્યું અરે તારીજ રાહ જોતાં હતાં. બાથ લીધાં પછી જબરી ભૂખ ખુલી છે પીવાની અને ખાવાની. રાજે કહ્યું બાથ એટલે ? મિલન કે સ્નાન ?

વિરાટે કહ્યું સાલા બાથ અંગ્રેજીમાં બોલ્યો ગુજરાતીમાં નહીં. હવે તું ધીમે ધીમે ખીલવા માંડ્યો છે. રાજને પણ બોલીને હસું આવી ગયું. એણે કહ્યું તાન્યા નાસ્તો લાવ હું ડ્રીંકની તૈયારી કરું છું એમ કહી રાજે કાચનાં ગ્લાસ લીધાં ડ્રોઈંગરૂમમાં ગયો.

તાન્યાએ કહ્યું નાસ્તો લાવુંજ છું વહીસ્કી તમે બે જણાં જ લેજો હું તો બીયરજ લઈશ. રાજે કહ્યું ઓકે.

રાજે પેગ તૈયાર કર્યો. વિરાટ અને તાન્યા નાસ્તા અને કાજુ -સિંગની પ્લેટ્સ લઈને બહાર આવ્યાં. ત્રણે જણાં બેઠાં. રાજે ગ્લાસ લઇ વિરાટને આપ્યો અને બીજો પોતે લીધો. તાન્યાએ બીયર ટીન લઇ લીધું. બંન્ને મિત્રોએ ચિયર્સ કર્યું અને પીવાનું શરૂ કર્યું.

આમને આમ બે પેગ પીવાઈ ગયાં. રાજે કહ્યું વિરાટ ત્રીજો બનાવું છું છેલ્લો. આ બ્રાન્ડ એટલી ઊંચી છે કે અસરજ થતી નથી.

વિરાટે કહ્યું મારાં ભાઈ હમણાં થોડીવાર પછી બધી અસર જણાશે. તાન્યાએ વિરાટને ઈશારો કર્યો અને વિરાટે આંખથી હાં ભણી. અને બોલ્યો રાજ મારે તને તારાં અને નંદીનીદીદી અંગે ખુબ અગત્યની વાત કરવાની છે. રાજને ધીમે ધીમે નશો ચઢી રહેલો. એણે આષ્ચર્યથી પૂછ્યું નંદીનીદીદી ?

વિરાટે કહ્યું હાં રાજ નંદીનીદીદી...તને પેહેલેથી વાત કરું રાજ તારાં મોઢે નંદીની નામ સાંભળીને મને આષ્ચર્ય થયું હતું. ...રાજે કહ્યું કેમ આષ્ચર્ય ?

વિરાટે કહ્યું મારી દીદીનું પણ નંદીની નામ છે અને મારી દીદી એજ તારી નંદીની એ ખબર નહોતી. તારી બધીજ વાત સાંભળ્યાં પછી મને વહેમ ગયો કે મારી દૂરની કઝીન બહેન નંદીની અને તારી પ્રિયતમા નંદીની એક તો નથીને ?

રાજ આષ્ચર્યથી વિરાટની સામે જોઈ રહેલો એણે પૂછ્યું એટલે ? એક છે ? વિરાટે કહ્યું તારી બધી વાત સાંભળીને મેં દીદી સાથે વિસ્તારથી બધી તારી પણ વાત કરી ત્યારે દીદીએ મને કહ્યું હાં તારો મિત્ર રાજ એજ મારો રાજ છે..

વધુ આવતા અંકે -પ્રકરણ ૯૩

Rate & Review

Usha Patel

Usha Patel 2 months ago

Heena Suchak

Heena Suchak 2 months ago

Neepa

Neepa 3 months ago

ATULCHADANIYA

ATULCHADANIYA 3 months ago

Kinnari

Kinnari 4 months ago