Ek Poonamni Raat - 83 books and stories free download online pdf in Gujarati

એક પૂનમની રાત - પ્રકરણ-83

એક પૂનમની રાત

પ્રકરણ -૮૩

વંદનાનાં રૂમ પાસે પહોંચ્યા અને રૂમનો દરવાજો એમજ ખુલી ગયો એ રૂમમાં કોઈજ નહોતું પરંતુ વંદનાની સામે જોયું તો બધાની આંખો ફાટીને ફાટી રહી ગઈ. વંદના પથારીમાં ઢીંચણથી ઉભા પગે બેસીને હાથ પહોળા કરીને આજુબાજુ ધૂણી રહી હતી. દેવાંશે આવું જોયું અને ચીસ પડી ઉઠ્યો "વંદના દીદી તમે આવું શું કરો છો ? તમને સારું થઇ ગયું ? તમારો એક્સીડન્ટ થયેલો તમારાં પગમાં તો...

ત્યાં વંદના વિસ્ફારીત આંખે બોલી...દેવું મારાં ભાઈ તું આવી ગયો ? પેલાં રાસ્કલે મને મારી નાંખવાજ એક્સીડન્ટ કરેલો પણ જો જો મને બધું સારું થઇ ગયું એમ કહી એનાં પગ લાંબા કર્યા તો બંન્ને પગ લોહી લુહાણ હતાં. માથામાંથી પણ લોહી ટપકવા માંડ્યું બધાંજ આવું દ્રશ્ય જોઈને ગભરાઈ ગયાં. દેવાંશે કહ્યું આટલું બધું વાગ્યું છે તમને હજી સારું નથી થયું આમ કેમ બેઠા છો ? દેવાંશે અભિષેકને કહ્યું તમે ડોક્ટર નર્સને બોલાવો એમને ડ્રેસિંગ કરે.

અભિષેકે કહ્યું તું ભાઈ હમણાં આવું જુએ છે હું સવારથી એનાં આવાં નાટક જોઉં છું હું ખુબ ડરી ગયેલો છું વંદનાને કંઈ બીજુંજ થયું છે એમાં ડોક્ટર શું કરશે ? ડોક્ટર અને નર્સ આ બધું જોઈને ખુબ ડરી ગયાં છે. ICU માંથી અહીં શિફ્ટ કરવી પડી એટલી સવારથી ધમાલ કરી છે.

ત્યાં વ્યોમા એકદમ આગળ આવી અને વંદનાને જબરજસ્તીથી સુવાડી દીધી. એની આંખો અને માથા પર હાથ ફેરવ્યો અને ચાદર ઓઢાડી દીધી અને બોલી દીદીને કંઈ નથી થયું એમનો ઈલાજ કરવા માટે આનાં સ્પેશીયાલીસ્ટ ડોક્ટર આવેજ છે.

વંદના વ્યોમાની સામે ઝેરી નજરે ગુસ્સાથી જોઈ રહી હતી એ બોલી તું કોણ છે ? અહીં કેમ આવી છે ? અને પેલી રુબી ક્યાં ગઈ ? એણે તો મને અહીં મોકલી છે અહીંથી જતાં રહો બધાં નહીંતર મારો ગુસ્સો જશે તો બધાને ખતમ કરી દઈશ.

વ્યોમાએ એકદમ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને બોલી તું કોણ છે હું જાણું છું તું સાલી ભાડુતી પ્રેતશક્તિ અહીંથી નીકળ નહીંતર હું તને અહીંજ ખત્મ કરી દઈશ. પેલીએ કહ્યું તું કોણ મને ખત્મ કરવા વાળી હું આ વંદનાનેજ ખત્મ કરી દઈશ જો તારી કોઈ શક્તિ અજમાવી છે તો એણે જીવતી નહીં જુઓ. દેવાંશે અભિષેકને પૂછ્યું આ બધું શું છે ? તું પહેલેથી અમને કેમ કંઈ જણાવતો નથી ? આ મેડીકલ નહીં કોઈ બીજોજ કેસ છે.

અભિષેકે કહ્યું નહીં મને કેદ કરેલો આણે અને કાર્તિક અને ભેરોસિંહ આવ્યા એ મને ગરબામાં લઇ આવ્યાં. આમાંનું કશું જાણતો નથી મને હાથો બનાવી ફસાવવા માંગે છે. વંદના તો ફસાઈ ચુકી છે અને મિલીન્દનાં મોત પાછળ આવુજ કોઈક જવાબદાર છે આને વશમાં કરવા કોઈ મોટા તાંત્રિક કે અઘોરી ની જરૂર છે. આ લોકોએ તો...

અભિષેક આગળ બોલે પહેલાંજ સિદ્ધાર્થ અને ઝંખના આવી પહોંચ્યાં. ઝંખના જેવી આવી એવીજ વંદના પથારીમાં ઉભી થઇ ગઈ અને કર્કશ અવાજ સાથે ચીસો પાડવા માંડી એણે એનું ડોકું ગોળ ગોળ ફેરવવા માંડ્યું ત્યાં ઊભેલાં બધાં ડરી ગયાં અને ચીસો પાડવા માંડ્યા.

ઝંખનાએ વિકરાળ હાસ્ય કરતાં આંખો મોટી કરીને કહ્યું એય ચુડેલ તારો તો હવે અંત છે તારે શું કહેવાનું કરવાનું છે એ કહી દે તારો હું હાલ જ નીકાલ કરું છું. એમ કહીને એણે મંત્ર બોલવાનાં શરૂ કર્યા. અને ટેબલ પર પડેલું પાણી હથેળીમાં લઈને મંત્ર ભણ્યાં ફૂંક મારી અને વંદનાનાં આખા શરીર પર છાંટ્યું.

વંદનાએ ચીસો પાડીને ધમપછાડા કરવા માંડ્યા અને બોલી મને છોડો મારો કોઈ વાંક નથી મને વશ કરી મારી પાસે પેલી કૂતરીએ કાળા કામ કરાવ્યાં એને પકડો એની પાસેજ બધાં રહસ્ય છે એની લાલચ - વાસના અને ક્રુરતાએ આવું બધું થયું છે અને પેલો પોલીયો એની સેવામાં તત્પર રહે છે.

ઝંખનાએ કહ્યું મને બધી ખબર છે. હમણાં તું અહીંથી નીકળ અને વંદનાને મુક્ત કર અને ફરીથી અહીં કોઈની પણ પાસે આવી છે તો તારો આ યોનીમાંજ નાશ કરીશ પછી ભટકતી રહેજે તારી કોઈ ગતિ નહીં થાય.

વંદના થોડી તરફડી ઉપરથી નીચે ઉછળી પાછી બેડમાં પડી અને મોટી ચીસ પાડીને શાંત થઈ ગઈ અભિષેક વંદનાની પાસે દોડી ગયો. વંદના...વંદના...એને બોલાવી રહ્યો.

ઝંખનાએ કહ્યું એય મીસ્ટર નાટક રહેવા દો બધાં હવે એ મુક્ત છે. તમે પણ પોપટની જેમ બધું બોલી જાવ નહીંતર તમારી ખેર નથી. હું પેલી રુબીને તો પછી જોઈ લઈશ. હવે વંદનાને કોઈ પ્રકારનો ભય નથી હવે એ સાજી થઈ જશે થોડાવખત પછી એને ભાન પણ આવી જશે.

સિદ્ધાર્થ અને દેવાંશ ક્યારનાં બધું જોઈ રહેલાં..સિદ્ધાર્થે કહ્યું શું છે આ બધું ? દેવાંશે કહ્યું વ્યોમામાં પણ કોઈ...ઝંખનાએ કહ્યું હવે અહીં કોઈ નથી. વ્યોમા પણ સલામત છે ચિંતા નાં કરીશ મારાં મંત્રનાં બળે હેમાલી પણ જતી રહી છે. અને હાં દેવાંશ હેમાલી ક્યારેય કોઈને નુકશાન નહીં પહોંચાડે પણ પેલી રુબીથી સલામત રહેવાનું છે એની પાસે સિદ્ધ શક્તિઓ અને માયા યંત્ર છે. એની સિદ્ધિઓને કારણે એણે ખુબ મોટું ષડયંત્ર રચ્યું છે જે એની પાસેથી કબૂલ કરાવવાનું છે પણ થોડો સમય લાગશે હજી એ ઘડી આવી નથી.

ત્યાં વંદનાએ આંખો ખોલી અને દેવાંશને જોઈને બોલી દેવું મારાં ભાઈ આવી ગયો ? હું અહીં હોસ્પિટલમાં છું તું એકવાર મારી ખબર લેવા નથી આવ્યો દેવાંશ મારાં ભાઈ મિલીન્દને મારનાર બીજું કોઈ નહીં મારો બાપજ છે.

દેવાંશે કહ્યું તું શું બોલે છે ? કોઈ બાપ પોતાનાં છોકરાને મારે ? તારી ભૂલ થાય છે. હમણાં તમારી તબિયત સારી નથી દીદી તમે આરામ કરો જે દોષી-ગુનેગાર હશે અમે એને નહીં છોડીએ. વંદના રડવા માંડી એણે કહ્યું મારાં બાપેજ અમારું આખું કુટુંબ ઉજાળ્યું છે મારી વાત સાચી માન એ અને એમની રખાત રૂબીએ ભેગા થઈનેજ મારાં ભાઈને માર્યો મને પણ મારી નાંખવા માંગે છે એમનાં માણસો બધાં ભેગાં થઈને ષડયંત્ર રચ્યું છે અને આ અભિષેક પણ એમનાં કહેવામાં આવી ગયો છે હું એને કદી માફ નથી કરવાની. મને તો એનાં ઉપર પણ શંકા છે કે એ પણ બધાં સાથે ભળી ગયો છે. એક એક કડી એકઠી કરજે અને મારાં ભાઈનાં કાતિલને સજા અપાવજો.

આટલું બોલીને એને થાક લાગી રહેલો એ શાંત થઈ ગઈ. વ્યોમાએ વંદનાને પાણી પીવરાવ્યું અને સિદ્ધાર્થ વંદનાનું સ્ટેટમેન્ટ એ જે પણ બોલી હતી એ બધુંજ રેકોર્ડ કરી લીધું હતું એણે ઝંખનાને કહ્યું વંદનાનું સ્ટેટમેન્ટ મેં રેકર્ડ કરી લીધું છે હવે આ રુબીને પકડવી પડશે અને એનાં પાપાની પૂછપરછ કરવી પડશે નહીં માને તો એરેસ્ટ કરીને જેલમાં નાંખી દઈશ.

ઝંખનાએ કહ્યું સિદ્ધાર્થ બધીજ કડીઓ એની મેળે મળતી જશે કોઈ પણ નિર્ણય ઉત્તેજના કે ઉતાવળમાં નથી લેવાનો થોડી ધીરજ રાખ એક એક પાત્રની ઓળખ એનાં ગુના બધુજ સમજાઈ જશે કોઈ ત્રુટી નહીં રહે વિશ્વાસ રાખ.

સિદ્ધાર્થે કહ્યું અભિષેક અહીં વંદનાનું સંપૂર્ણ ધ્યાન રાખવાનું છે. એમાં કોઈ ગફલત નાં થવી જોઈએ અને અહીંથી અમારી પરમીશન વિના ક્યાંય જવાનું નથી હું અહીં મારો સ્ટાફ પણ બંદોબસ્તમાં મુકું છું. અને કંઈ પણ નવાજુની થાય તરતજ મને ખબર આપવાની છે. અમારી તપાસ ચાલુજ છે અને લાગે છે હવે ગુનેગારોની ખુબ નજીક છીએ.

ત્યાં સિદ્ધાર્થનાં મોબાઈલ રણક્યો એણે તરતજ ઉપાડ્યો અને સાંભળીને કહ્યું એને પકડી લો ...

વધુ આવતા અંકે - પ્રકરણ ૮૪