I Hate You - Can never tell - 93 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-93

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-93

આઇ હેટ યુ

પ્રકરણ-93

વિરાટ અને રાજ પાર્ટી કરતાં બેઠા હતાં. બે પેગ પીવાઇ ગયાં હતાં. તાન્યાએ બીયરનું ટીન પુરુ કરી બાજુમાં મૂક્યું અને વિરાટને ઇશારો કર્યો કે હવે વાત ચાલુ કર. વિરાટ પણ સમજી ગયો અને વિરાટે કહ્યું રાજ મારે તારી સાથે તારાં અંગે ખૂબ અગત્યની વાત કરવાની છે. રાજે કહ્યું હાં બોલ. રાજે કહ્યું પેગ બનાવ ત્રીજો અને છેલ્લો વિરાટે કહ્યું વધારે નહીં થાયને ? રાજે કહ્યું ના ના થવા દે.

વિરાટે બંન્નેનો ત્રીજો પેગ ભર્યો અને બોલ્યો રાજ વાત એમ છે કે મારી નંદીની દીદી અને તારી નંદીની એક તો નથીને ? રાજે આષ્ચર્યથી પૂછ્યું એટલે ? તું કઇ નંદીની વાત કરે છે ? વિરાટે કહ્યું રાજ તારી બધી વાતો સાંભળ્યાં પછી મને એવો વહેમ ગયો કે મારી દૂરની કઝીન દીદી જેમનું નામ નંદીની છે. અને એમને જે રીતે હું જાણતો હતો એ પ્રમાણે મને પહેલાં એવું નહોતું લાગ્યું પણ પછી બે દિવસ પહેલા મેં નંદીની દીદી સાથે તારી બધી વાત કરી એમને બધી વાત સાંભળ્યાં પછી હમણાં બે દિવસ પહેલાંજ મને કહ્યું તારો મિત્ર રાજ એજ મારો રાજ છે હું એની નંદીની. હું પણ સાંભળીને ખૂબ આષ્ચર્ય પામી ગયેલો કે મારીજ દીદી તારી નંદીની છે?

રાજ એક સાથે આખો પેગ પીને ઉભો થઇ ગયો અને બોલ્યો વોટ ? આટલા સમયથી તું મને કહેતો નથી ? હું એને શોધવા વાત કરવા આકાશ પાતાળ એક કરી રહ્યો છું અને તું મને કશું જણાવતો નથી ? ક્યાં છે નંદીની ? એનો નંબર શું છે ? હું હમણાંજ એની સાથે વાત કરવા માંગુ છું.

વિરાટે કહ્યું રાજ મને ક્યાં ખબર હતી કે એકજ નામ વાળી વ્યક્તિ એ એજ વ્યક્તિ છે જેને તું પ્રેમ કરે છે અને એજ મારી દીદી છે. હું તારો સંપર્ક કરાવી આપું છું હાલમાં એ મારાં ઘરે મારાં પેરેન્ટસ સાથેજ રહે છે.

રાજ તું સાચું માનીશ ? દીદીએ કહ્યું હાં એ મારોજ રાજ છે જાણીને મને કેટલો આનંદ થયો છે ? તાન્યાએ પણ તરત કીધું શું વાત કરે છે વિરુ ? નંદીનીદીદી એ જ રાજની નંદીની છે ? હાંશ વાત કરાવને. તાન્યા અને વિરાટ બંન્ને અર્ધસત્ય બોલી રહેલાં. પણ એ જરૂરી હતું.

રાજની આંખો ભીની થઇ ગઇ એ વિરાટને રીતસર વળગી ગયો અને બોલ્યો આટલાં નજીક હોવાં છતાં અત્યાર સુધી વિરહ વેઠ્યો ? વિરાટ હમણાંજ વાત કરાવ મને નંદીની સાથે હવે આટલું જાણ્યાં પછી મારી ધીરજ નહીં રહે પ્લીઝ. રાજ આનંદથી ઝૂમી ઉઠ્યો હતો. વિરાટ અને તાન્યા રાજનાં ચહેરાં પર આનંદનો અતિરેક જોઇ રહ્યાં હતાં.

વિરાટે કહ્યું હું એમનો સંપર્ક કરવા પ્રયત્ન કરું છું એમ કહી વિરાટે નંદીનીને મેસેજ કર્યો કે રાજને મેં તમારી વાત કરી દીધી છે કેટલા વાગે વીડીયો કોલ પર વાત કરાવું ? તમે જલ્દીથી જણાવજો. એમ લખી મેસેજ કરી દીધો અને ફોન બંધ કર્યો.

રાજે કહ્યું મને જણાવ ક્યારે વાત કરાવે છે ? હવે તું સમય વ્યતિત ના કરીશ. વિરાટે કહ્યું હમણાં જવાબ આવશે ત્યાં સવાર પડે એટલે મેસેજ જોશે મને જણાવશે અહીં હવે રાત્રી થઇ રહી છે ત્યાં સવાર થશે.

રાજે કહ્યું સીધો ફોન કરને ? સવાર અને રાત્રીની વાતો ના કર એ મારું નામ મારો એહસાસજ એને જગાડશે. મારે પહેલાં વાત કરવી છે.

વિરાટે કહ્યું રાજ હું જે નંદીનીને ઓળખું છું એમનાં જીવનમાં તમે છૂટા પડ્યાં પછી ઘણું બની ગયું છે જે થયું હોય પણ હું ઇચ્છું છું કે હવે તમે સામ સામેજ વાત કરો એકબીજાની સાથે પારદર્શી થઇને વાત કરો એજ સારું એમાં હું ક્યાંય વચ્ચે નહીં હોઊં તમારે એકલાએ વાત કરવાની છે. હું તમને ભેગા કરવા નિમિત્ત માત્ર છું બાકી તમે બેજ વાત કરવા પાત્ર છો હું વચ્ચે નહીં રહુ હાં જ્યાં મારી જરૂર હશે હું તમારાં બંન્નેની સાથેજ છું. તાન્યાએ કહ્યું હું પણ સંપૂર્ણ સાથમાં છું.

રાજે કહ્યું જીવનમાં શું બની જવાનું છે ? હવે વાસ્તવિક્ત એજ છે અને હતી કે નંદીની મારી છે હું નંદીનીનો છું. તું નંદીની સ્વીકાર્ય છે એની સાથે કંઇ પણ થયું હોય એનો પણ સ્વીકાર કરીશ મારાં માટે સંજોગો નહી નંદીનીજ અગત્યની છે. મને મારી નંદીની એનો પ્રેમ અને એની પાત્રતા ઉપર પૂરો વિશ્વાસ છે.

વિરાટે કહ્યું તું બોલે છે રાજ એનાં ઉપર મને પણ પૂરો વિશ્વાસ છે કોઇ શંકા નથી.

રાજે કહ્યું વિરાટ એક મીનીટ.... તેં તારી ફેમીલીની વાતો કરી હતી પણ ક્યારેય નંદીનીનો ઉલ્લેખ નહોતો કર્યો. તું ઓનલાઇન તારાં પેરેન્ટસ સાથે વાત કરતો પણ ક્યારેય મેં એમાં રસ નહોતો લીધો. પણ તેં પણ ક્યારેય કશું શેર નહોતું કર્યું.

વિરાટે કહ્યું રાજ.. મારાં ફેમીલીમાં હું અને મારાં પેરેન્ટસ સિવાય કોઇ હતુંજ નહીં. અને નંદીની દીદીનાં ફેમીલી સાથે હું ઘણાં સમયથી સંપર્કમાં નહોતો. પણ વિધીનું કરવું અને દીદીની ટ્રાન્સફર સુરત થઇ ગઇ અને એ એકલાં હતાં એટલે મારી મંમી. એમની માસી થાય એટલે અમારાં ઘરે આવેલાં અને પછી મકાન ભાડેથી શોધવાનાં હતાં પણ મારાં પેરેન્ટસે ક્યાંય બીજે રહેવા જવા ના પાડી અને અમારાં ઘરેજ રહેવા સમજાવ્યાં હતાં. નંદીનીની મંમી અને મારાં મંમી કઝીન સીસ્ટર થાય. માસી માસીની દીકરીઓ થાય. મને આમાનું કશીજ ખબર નહોતી. હમણાં થોડાં સમય પહેલાંજ મને ખબર પડી અને મેં એમની સાથે વાત કરી હતી એ એકલાં હતાં અને મારાં પેરેન્ટસ પણ મેં એમને વિનંતી કરી હતી કે એ મારાં પેરેન્ટસ સાથેજ રહે. વળી તારાં અને એમનાં સંબંધ વિશે તો હું કંઇ જાણતોજ નહોતો, નહોતી એમની સાથે એવી કંઇ વાત થઇ.

રાજ શાંતિથી સાંભળી રહેલો. એણે કહ્યું તો તને કેવી રીતે ખબર પડી કે નંદીની તારી કઝીન મારીજ નંદીની છે.

વિરાટે કહ્યું એક દિવસ અમારે ઓનલાઇન વીડીયોકોલ પર વાત થતી હતી ત્યારે એમણે પૂછેલું કે વિરાટ તમે કેટલાં જણાં સાથે શેરીંગમાં રહો છો ? એ સમયે મેં તારી અને અમીતની વાત કરી હતી એ સમયે રાજ નામ સાંભળીને એ ચમકેલાં પણ મને કંઇ પૂછ્યું નહોતું પણ... ત્યાં તાન્યા વચ્ચે બોલી.

તાન્યાએ કહ્યું રાજભાઇ તમારું અને નંદીનું મિલન થવાનુંજ હશે તમારાં પ્રેમની પુકાર ઇશ્વરે સાંભળી હશે એટલે દીદી વિરાટનાં ઘરે રહેવા આવ્યાં. અહીં વિરાટ અને તમે સાથે રહો છો. એટલે નિમિત્ત ઉભુ કર્યું છે આજ તો તમારાં પ્રેમની પાત્રતા છે પ્રેમ સાચો હોય તો ઇશ્વર પણ આવી રીતે મદદ કરે છે ભલે સાક્ષાત ના આવે.

રાજના આંખમાં આંસુ આવી ગયાં એનાથી આપોઆપ હાથ જોડાઇ ગયાં એ બોલ્યો મારાં ઇશ્વરે છેવટે સાંભળ્યું ખરું હવે તો મંમી પપ્પા પણ સ્વીકારવા રાજી થઇ ગયાં છે ઇશ્વરે સાચેજ બધું સાથેજ સરખું કરી દીધું.

રાજે કહ્યું પણ હવે આગળ કહે નંદીની અને મારાં સંબંધની ખબર કેવી રીતે પડી ? વિરાટે કહ્યું કહું છું ભાઇ એજ કહેતો હતો. એક દિવસ હું એકલો હતો અને મંમી પપ્પા સાથે વાત કરી રહેલો પછી દીદીએ મને પ્રશ્ન કર્યો કે આ તારો મિત્ર રાજ શું કરે છે ? ઇન્ડીયાથી ક્યાંથી છે ? એ સમયે મેં દીદીને બધીજ તારી વાત કીધી જેટલી હું તારાં વિષે જાણતો હતો બધીજ વાત કરી ત્યારે દીદીની આંખમાં આંસુ આવી ગયેલાં અને ત્યારે એ બોલ્યાં કે વિરાટ તારો ફ્રેન્ડ રાજ એજ મારો રાજ છે.

આટલુ કહી વિરાટ ચૂપ થઇ ગયો. રાજની સામે જોવા લાગ્યો. રાજને જાણે નશો ઉતરી ગયો હતો એ વિરાટની સામેજ જોઇ રહેલો એણે કહ્યું વિરાટ તારો કેવી રીતે આભાર માનું ? જેનાં માટે હું તડપી રહેલો મને ઉંડે ઉંડે જે ગીલ્ટ થઇ રહી હતી જેની પીડા હતી એ આજે જાણે શાંત થઇ ગઇ મારી નંદીની મને મળી ગઇ.

તાન્યાએ કહ્યું રાજ તું અને દીદી શાંતિથી વાત કરી લો. તમારાં વચ્ચે બધી વાત થઇ જાય.. એકબીજાને જોઇ લો મળી લો થેંક્સ ટુ ટેકનોલોજી કે તમે દૂર પણ સાવ નજીક આવી એકબીજાને જોઇ શકશો વાત કરી શકશો.

રાજે કહ્યું સાચેજ આજે મને શાંતિ થઇ ગઇ છે પણ નંદુને મળ્યાં પછી સાચું સુખ આનંદ મળશે. તેં મેસેજ કર્યો છે ને ? એનો જવાબ આવે એટલી પણ હવે મારાંથી રાહ નથી જોવાઇ રહી વિરાટ. હું એને અમારાં વિરહનાં સમયનો બધો હિસાબ માંગીશ હું આપીશ અને હું માફી માંગી લઇશ કે મારાં કારણેજ વિરહ થયો એણે કેટલું સહન કર્યુ હશે. મારાં પેરેન્ટસનું અપમાન સહન કર્યું હશે. મારાં અહીં આવવાથી એકલી પડી ગઇ હશે ? નંદીની... નંદીની...ત્યાં વિરાટનાં ફોનમાં મેસેજનું નોટીફીકેશન આવ્યું વિરાટે જોયું અને બોલ્યો.... રાજ...

વધુ આવતા અંકે ---- પ્રકરણ-94

Rate & Review

Jayana Tailor

Jayana Tailor 1 month ago

Usha Patel

Usha Patel 2 months ago

Chitra

Chitra 2 months ago

ATULCHADANIYA

ATULCHADANIYA 3 months ago

Anurag Basu

Anurag Basu Matrubharti Verified 4 months ago