Ek Pooonamni Raat - 89 books and stories free download online pdf in Gujarati

એક પૂનમની રાત - પ્રકરણ-89

એક પૂનમની રાત

પ્રકરણ-89



નાનાજી બોલી રહેલાં અને બધાં કૂતૂહૂલ પૂર્વક સાંભળી રહેલાં. વિક્રમસિહજીએ કહ્યું આપની વાત સાચી છે દેવાંશે મારી પાસે એક બે વાર ઉલ્લેખ કરેલો પણ એ પૂરી વાત નથી કરતો કોઇ સંકોચ અને ડર કદાચ એને સતાવે છે.

નાનાજીએ કહ્યું એમાં ઊંડા ઉતરવાની જરૂર નથી હું બધુંજ જાણું છું અને એની કોઇએ ચિંતા કરવાની જરૂર નથી. સૌપ્રથમતો આજે બધાનું મોં મીઠું કરાવો આપણે બંન્ને છોકરાઓનો સંબંધ નક્કી કરીએ છીએ અને એમનાં લગ્ન પણ લઇ લઇશું. અમને સંબંધ સ્વીકાર્ય છે.

વ્યોમાની મંમી મીરાંબહેને કહ્યું પણ પાપા હમણાં તો તમે કહ્યું એ લોકોની વિધી કરાવવાની છે જે જીવઆત્મા વચ્ચે આવે છે એ કોણ છે ? વિધી પતાવીને સંબંધ કરીએ ને.

નાનાજીએ કહ્યું આજેજ સંબંધ નક્કી કરવાનો છે. એ જીવ છે એ પણ આસપાસ ફરે છે એને જાણ થવી જોઇએ કે બંન્નેનો સંબંધ નક્કી થઇ ગયો એ પછી એનું વર્તન એને વશ કરી મુક્તિ કરાવવામાં મદદરૂપ થશે.

તરુબહેન રીતસર રડી પડ્યાં. એમણે કહ્યું એકની તો વિધી કરી હતી હવે મારાં છોકરાં પાછળ કોણ શક્તિ છે? એ હાથ જોડીને નાનાજીને રીતસર કરગર્યા અને કહ્યું નાનાજી આનું વહેલાજ નિવારણ લાવો છોકરાઓ કોઇ રીતે હેરાન નાં થાય.

નાનાજીએ કહ્યું આ કાળી શક્તિ નથી એમાં ગત જન્મનો ઇતિહાસ છે. આ આત્મા પ્રેત સ્વરૂપે છે અને એની કામના પુરી કરવા એ બધુંજ કરી છૂટે છે વ્યોમા દીકરીનાં શરીરમાં પ્રવેશ કરી દેવાંશનો પ્રેમ પામવા હવાતીયા મારે છે. હવે એનો કાળ પૂરો થઇ ગયો છે આપણે વધુ ચર્ચા નથી કરવી એનું નિવારણ બેજ દિવસમાં કરી લઇશું. છોકરાઓને એક ખાસ જગ્યાએ લઇ જઇને એની વિધી કરીશ મારી સાથે મારાં જાણકાર તાંત્રિક પણ હશે. અને કાયમ માટે છુટકારો થઇ જશે.

મીરાંબહેન અને તરુબહેનનાં ચહેરાં પર ચિંતા પ્રસરેલી હતી બંન્ને જણાં સાંભલી રહ્યાં કંઇ બોલ્યા નહીં અને નાનાજીએ કહ્યું મીઠાઇ લાવો મોં મીઠું કરાવો.

નાનાજીએ તરુબેનનો ચહેરો જોઇને કહ્યું તમે કેમ ચિંતા કરો છો અને હવે તો આ જગન્નાથ ભાઉ અહીંજ છે જે કંઇ અંતરાય હશે બધાં દૂર થઇ જશે. પણ મારે સાચી વાત જણાવવી જરૂરી હતી. અને આ આત્મા મારી દીકરી વ્યોમાનાં શરીરમાં આવે છે એનું કારણ દેવાંશ છે અને દેવાંશનો ગતજન્મનો એ સંબંધ છે પણ આપણે દેવાંશ કે વ્યોમાને નિમિત્ત નથી ગણવાનાં એ એમનું ભાગ્ય હતું અને એનું નિવારણ આપણાં હાથમાંજ છે એટલે ખુશી ખુશી આનંદથી આજનો દિવસ ઉજવો.

તરુબહેન આંખો લૂછીને સ્મિત આપતાં કહ્યું જરૂર હું હમણાંજ લાવી એમ કહીને કીચનમાં ગયાં અને મોટી ડીશમાં 2-3 જાતની મીઠાઈ લઇ આવ્યાં પ્રથમ નાનાજીને આપી. નાનાજીએ મીઠાઇ લઇ વિક્રમસિહજી અને વિનોદભાઇને ખવરાવીને કહ્યું અભિનંદન આજથી આપણે વેવાઇ થયાં. વિનોદભાઇએ વિક્રમસિહજીને અને મામાને પણ મીઠાઇ ખવરાવી. વિક્રમસિહજીએ મીઠાઇ નાનાજીને ખવરાવી અને તરુબહેન અને મીરાબહેને એકબીજાને ખવરાવી અને ખુશાલી વ્યક્ત કરી.

નાનાજીએ કહ્યું છોકરાઓને બોલાવો એમને ચાંલ્લા કરો અને બંન્ને જણાંને વધાવીને આશીર્વાદ આપો. તરુબહેને દેવાંશ અને વ્યોમાને બોલાવ્યાં. બંન્ને છોકરાઓ ને સાથે સોફા પર બેસાડ્યાં. તરુબહેને સેવામાંથી પૂજાની થાળી લાવી કંકુ ચોખાનાં બંન્નેને ચાંદલા કર્યા અને દીપ પ્રગટાવી આરતી ઉતારી પછી કીચનમાં જઇને ગોળધાણાં લઇ આવ્યાં. અને બંન્નેને ખવરાવ્યાં. વ્યોમા દેવાંશ બધાને પગે લાગ્યાં અને આશીર્વાદ લીધાં.

તરુબહેન એમનાં રૂમમાં ગયાં અને જણસ લઇને બહાર આવ્યાં. વ્યોમાંનાં માથે ફેરવીને હાથમાં પહેરવાનાં સોનાનાં કંગન વ્યોમાને પહેરાવ્યાં એમની આંખો આનંદ અને વ્હાલથી ભીંજાઈ ગઇ હતી બોલ્યાં મને મારાં સાસુએ આ આપેલાં હવેથી તારો હક છે.

મીરાં બહેનને ખૂબ આનંદ થયો એમણે ભીંજાતી આંખે વ્યોમા અને દેવાંશને આશીર્વાદ આપ્યાં.

વ્યોમા તરુબહેનને વળગી ગઇ તરુબેને એનું કપાળ ચૂમતાં કહ્યું દીકરા ખૂબ સુખી રહો. મીરાંબહેને દેવાંશનાં હાથમાં કવર મૂક્યું અને નાનાજીનાં સૂચન પ્રમાણે એણે વ્યોમાને સોનાની વીંટી આપી અને દેવાંશને પહેરાવવા કહ્યું. વ્યોમાએ શરમાતા શરમાતાં દેવાંશને પહેરાવી અને બંન્ને જણાંએ એકબીજાનું મોં મીઠું કરાવ્યું.

વિક્રમસિહજીએ હસતાં હસતાં પૂછ્યું દેવાંશની વીંટી તૈયારજ હતી ? આતો આપો આપ બધું થઇ ગયું વિનોદભાઇએ કહ્યું પાપાની સૂચના હતી અમે વીંટી લઇને જ આવેલાં. અમને તો ખબરજ હતી કે આજે પાપા સંબંધ નક્કી કરવાજ લઇ આવ્યાં છીએ. મામાએ કહ્યું પાપાએ દિવસ અને ઘડી નક્કીજ રાખી હતી.

નાનાજીનાં નક્કી કર્યા મુજબ બધી વિધી પુરી થઇ ગઇ. નાનાજીએ કહ્યું હવે બે છોકરાઓજ નહીં બે કુટુંબ પણ એક સંબંધે જોડાઇ ગયાં છે. અત્યારની સાંજની શુભ ઘડીએ આ કરવું જરૂરી હતું. અને આ કાર્ય સરસ રીતે પુરુ થયું.

બધાંનાં ચહેરાં પર આનંદ હતો. આજે તરુબેનનું ઘર ખુશખુશાલ હતું અને જાણે અનેરો ઉત્સવ ઉજવાયો હોય એવું વાતાવરણ હતું.

નાનાજીએ કહ્યું દેવાંશ મારી પાસે આવ એમ કહી દેવાંશની પોતાની પાસે બેસાડ્યો અને એક પડીકી જેવું દેવાંશને આપ્યું જેનાં પર નાડાછડી બાંધેલી હતી એમણે કહ્યું આ પડીકી તારી પાસેજ રાખજે હર સમય વિધી પુરી થયા પછી હું એનો નીકાલ કરીશ આ તમારી બંન્નેની રક્ષા કરશે. અને સાથે સાથે એક રુદ્રાક્ષની માળા દેવાંશને પહેરાવી દીધી અને કહ્યું આને ગળામાં ધારણ કરી રાખજે કાઢીશ નહીં.

દેવાંશ પગે લાગીને રુદ્રાક્ષની માળાનો સ્પર્શ કર્યો એને આનંદની અનૂભૂતિ થઇ. પડીકી એણે એનાં ખીસ્સામાં મૂકી અને કહ્યું નાનાજી તમારી સૂચનાનું પુરુ પાલન કરીશ. નાનાજીએ હસતાં હસતાં એનાં ખભે ધબ્બો મારતાં કહ્યું બહુ બહાદુર છે હું જાણું છું અને ખાસ વાત એ કે તારાં બોસનાં બોસ એટલે કે દેવદત્તજી મારાં મિત્ર છે. આપણે જે વિધી કરીશું. એમાં એ પણ સામેલ થવાનાં છે. એટલે મેં એમને પણ આમંત્રણ આપેલું છે. મેં પહેલાં બીજી કે ત્રીજી નવરાત્રીની નક્કી કરી હતી પણ હવે પૂનમનાં દિવસે વિધી નક્કી કરી છે મારે ચર્ચા દેવદત્તજી સાથે થયેલી અને એમનાં સૂચન ઉપર પૂનમનાં દિવસે વિધી કરીશું. એ પણ ખૂબ મોટાં જાણકાર છે. આ વિધીમાં એક કાંકરે બે પક્ષી નહીં પાંચ પક્ષી વિંધાશે એમ કહી ખડખડાટ હસી પડ્યાં.

બધાં નાનાજીને સાંભળી રહ્યાં નાનાજીનાં પાંચ પક્ષીનાં કથનને સમજ્યા નહીં. આર્શ્ચયથી એમની સામે જોઇ રહ્યાં.

નાનાજીએ કહ્યું આમ આર્શ્ચય પામવાની જરૂર નથી સમય આવ્યે બધી ખબર પડી જશે. આમાં ઘણાં લોકો સંકળાયેલા છે એકસાથે બધાનું ભલુ કરવાનું છે કારણને આવી વિધી વારે વારે નથી થતી.

નાનાજીએ બધાનાં મનમાં પ્રશ્ન ઉભા કરી દીધાં પણ સમાધાન આપુ નહીં.

વિક્રમસિહજીએ હાથ જોડીને કહ્યું આપ જ્ઞાની છો તમે જે વિચાર્યુ અને નક્કી કર્યું છે એ બધાનાં ભલામાં હશે આમાં જ્યાં મારી સેવાની જરૂર પડે મને જણાવો.

નાનાજીએ કહ્યું તમારી અને તમારાં આસીસ્ટન સિધ્ધાર્થની પણ જરૂર પડશે જ. તમને અગાઉથી જાણ કરીશું. વિક્રમસિહજીએ કહ્યું સિધ્ધાર્થની ?

નાનાજીએ કહ્યું હાં સિધ્ધાર્થની પણ એની પાસે પણ એક અઘોરી શક્તિ સંકળાયેલી છે અને એ આપણાં વડોદરાનાં મહારાજનાં ઇતિહાસ સાથે જોડાયેલી છે. અને ખાસ વાત જણાવું છું જે માત્ર તમારં સુધીજ રાખજો.

બધાં સાંભળવા માટે અધીરા થઇ ગયાં નાનાજીએ કહ્યું આ વિધી મહેલમાં થશે અને એમાં આજનાં વડોદરાનાં વંશજ પણ હાજર રહેશે.

બધાં સાંભળીને આર્શ્ચયમાં ગરકાવ થઇ ગયાં.





વધુ આવતા અંકે - પ્રકરણ - 90