I Hate You - Can never tell - 98 books and stories free download online pdf in Gujarati

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-98

ઇ હેટ યુ

પ્રકરણ-98

નંદીનીએ રાજનાં વાકબાણ અને એને થયેલું દુઃખ જોયું અને સાંભળ્યું રાજનો વિલાપ એનાં હૃદયમાં સ્પર્શી ગયેલો એને પણ મનન મંથન કરેલું આટલાં સમયમાં છે મારે લગ્ન માટેનો નિર્ણય નહોતો લેવાનો હું લાગણીમાં તણાઇ ગઇ સમાજમાં બતાવવા કે બાપની ઇચ્છાપુરી કરવા મારે દગો નહોતો દેવો જોઇતો પણ.... પણ હું વિવશતામાં મારી જાત અને મન ના સંભાળી શકી એ મારી નબળાજ હતી ભલે આજે વરુણ હયાત નથી રહ્યો પણ એની સાથે નામ જોડાઇ ગયું અગ્નિ સાક્ષીએ ફેરા લીધાં. હું રાજથી પારકી એજ ક્ષણે થઇ ગઇ હતી. એક ક્ષણમાં બધાં વિચારો આવી ગયાં. એ રાજને રડતો અને વિલાપ કરતો જોઇ રહી હતી એનાં દીલમાં ચીરાડા પડી રહ્યાં હતાં કે મારાં જ કારણે ભૂલે હું મારા રાજને ખૂબ પીડી રહી છું.

નંદીનીએ કહ્યું રાજ આટલું સાંભળ્યું છે હું તને વિનંતી કરુ છું થોડુંક મારું પણ સાંભળી લે પ્લીઝ. અને રાજે નંદીની સામે જોયું અને બોલ્યો આટલું સાંભળવા પછી પણ કંઇ બાકી હોય તો એ પુરુ કર.

નંદીનીએ થોડાં સ્વસ્થ થતાં કહ્યું રાજ તારી સાથે ફોન પર વાત કર્યા પછી પાપાની તબીયત ખૂબ લથડી એમની આંખો મને લગ્ન કરવા સમજાવતી મજબૂર કરતી એમને એવો પણ ભય હતો તું મોટાં ધનીક ઘરનો એકનો એક છોકરો US જશે પછી મને ભૂલી જશે પછી મારું શું થશે ? એમનો અવિશ્વાસ અને એમનાં જીવતાં મારાં લગ્ન થઇ જાય અને સંતોષથી જીવ છોડે એવી જીજીવીષા હતી.

રાજ કંઇ બોલવા ગયો અને નંદીનીએ કહ્યું રાજ પ્લીઝ જે હતું એ સ્પષ્ટ અને નિખાલસ બધુ મને કહી દેવા દે એમાં તારો વાંક નથી હું જાણું છું પણ મેં કેમ આ ભૂલ આ પાપ કર્યું એ પુરુ સાંભળી લે અને એ પછી મારી સ્થિતિ શું થઇ હું કેવી રીતે જીવી એ જાણી લે.

મારાં પાપાનાં ખાસ ફ્રેન્ડ જે એમની સાથે મીલમાં હતાં એમનાં નાનાં છોકરાં વરુણ સાથે વાતચીત કરી તાત્કાલીક લગ્ન નક્કી થયાં મેં નથી એને ધ્યાનથી જોયો કે એ શું કરે છે કેવો છે એ પણ નથી જાણ્યું બસ બાપની ઇચ્છા પુરી કરવા લગ્ન કર્યાં.

મારાં લગ્નનાં બીજા દિવસે પાપા છોડીને ગયાં. માઁ એકલી થઇ ગઇ હતી મારે જ્યાં લગ્ન થયા ત્યાં જવું પડ્યું પણ રાજ મેં લગ્ન પહેલાંજ વરુણ સાથે શરત કરી હતી અને એને સ્પષ્ટ કરેલું કે હું મારાં પાપાની ઇચ્છા પ્રમાણે એને આધીન થઇને આ લગ્ન કરું છું મારે તારે કોઇ બીજો સંબંધ નહીં રહે તું મને સ્પર્શ પણ નહીં કરી શકે એનાં ઘરમાં પણ હું તારી અનામત થઇ સાવ અજાણી હોઉં એમ રહી છું હું મારી પાત્રતા સાચવીને રહી છું જીવી છું.

રાજે કહ્યું હું કંઇક કહું ? અત્યારનાં આ સમયમાં ક્યો નામર્દ મળી ગયો કે તારી શરત માની ? અને કદાચ કોઇ કારણે માની પણ પછી ફરી ના ગયો ? એનું પુરુષાતન ના જાગ્યું ? તું મને હજી બેવકુફજ બનાવી રહી છે ? એમ કહી વિચિત્ર રીતે હસ્યો.

નંદીનીએ કહ્યું હું તને કહું છુ એજ સત્ય છે હું તારાં ગયાં પછી જોબ પર લાગી ગયેલી મારાં પગારમાં એને રસ હતો મારામાં નહીં એણે લીધેલાં ફલેટનાં હપ્તા હું ભરતી હતી અને બીજા ખર્ચા પણ પુરાં કરતી હતી એ સવારથી ભરૂચ નોકરી કરવા અપડાઉન કરતો હું આખો દિવસ જોબ પર રહેતી રાત્રે આવીને જમવાનું બનાવી મારી રીતે જુદા રુમમાં સૂતી હતી અમારે કોઇ સંબંધ નહોતો. એની જીંદગીમાં મારાં લગ્ન પહેલેથી બીજી છોકરી હતી હેતલ. એને એની સાથે પ્રેમ અને બધાં સંબંધ હતાં. એમની કોઇ મજબૂરી હશે પણ લગ્ન નહોતાં કરી શક્યાં.

રાજ ધ્યાનથી નંદીનીની વાતો સાંભળી રહ્યો હતો. એનાં ચહેરાં પર આર્શ્ચ અને ગુસ્સાનાં ભાવ હતાં. નંદીની જોઇ રહી હતી અને આગળ એણે કહ્યું એક વખત વરુણે ડ્રીંક લીધું હશે એ મારી સાથે જબરજસ્તી કરવા આવ્યો મને મારી મને કહ્યું તારાં ધંધા પણ હું જાણું છું મને ગમે તેમ બોલ્યો એનાં કોઇ મિત્રનાં સગા આપણાં ફલેટમાંજ રહે છે એમનાં દ્વારા એને જાણવા મળી ગયું હતું કે મારે તારી સાથે પ્રેમસંબંધ છે લગ્ન પહેલાંથી..

એજ દિવસે મેં એનું ઘર છોડ્યું અને માં નાં ઘરે આવી ગઇ મેં માને બધુંજ કહ્યું હતું મારાં પર વધુ દુઃખ પડવાનું હશે અને માં પણ મને છોડી ગઇ મેં વરુણ સાથે બધાંજ સંબંધ તોડી નાંખેલાં માંની વિધી કરવા પણ એકલી ચાણોદ ગઇ હતી એ બધુંજ પુરુ કર્યું અને મને ભય જાગેલો કે વરુણ હવે મને હેરાન કરશે એને મારાં પૈસામાં રસ હતો એટલે મને મનાવવા પ્રયત્ન કરતો હતો મારી સાથે એવું વર્તન કર્યું એની માફી પણ માંગી પણ એને હેતલ સાથે સંબંધ અને પ્રેમ હતાં જે મેં એનાજ ફોનમાં ફોટા અને બધાં ગંદા વીડીયો જોયેલાં મારી પાસે પ્રુફ હતું... મેં આખરે મારી ઓફીસમાંથી સુરત ટ્રાન્સફર કરવા વિનંતી કરી અને ઘરને લોક મારી મારો સામાન લઇને સુરત આવી ગઇ મારો એ વખતનો નંબર પણ બદલી નાંખેલો જેથી વરુણ મારો સંપર્ક ના કરી શકે. મારી એક ભૂલે મને ખૂબ ત્રાસ આપ્યો મારે ભાગતા ફરવું પડે એવી સ્થિતિ આવી ગઇ.

રાજ શાંતિથી નંદીનીને સાંભળી રહેલો. એણે કહ્યું આટલું થયું તને વિચાર નાં આવ્યો કે તું મારો સંપર્ક કરે ? હું તને સાથ ના આપત ? તને મદદ ના કરત ?નંદીની ની આંખમાં આંસુ આવી ગયાં એણે કહ્યું ક્યા મોઢે તારો સંપર્ક કરું ? તારાં કહેવાથી ડોક્ટર કાકાએ ખૂબ મદદ કરી હતી એમને હું રૂબરૂ મળવા ગઇ હતી એમને મારી સ્થિતિની બધી ખબર હતી માં નાં મૃત્યું પછી એમને દવાનાં પૈસા આપવા હતા પણ...

રાજે કહ્યું ડોક્ટર અંકલને ખબર હતી ? નંદીનીએ કહ્યું સુરત ટ્રાન્સફર લીધી પહેલાની બધુંજ ખબર હતી. પણ એ દેવ જેવા માણસે પૈસા તો ના લીધાં પણ મને કહેલું કંઇ પણ કામ પડે મને કહેજે. અને ફરી રડી પડી.

નંદીનીએ કહ્યું મને ખબર હતી કે મંમીની માસીની દિકરી સરલા માસી સુરત રહે છે. ઘરની ટેલીફોન ડાયરીમાં એમનું એડ્રેસ હતું નંબર આછો થઇ ગયેલો વંચાતો નહોતો હું કંઇ પણ વિચાર્યા વિના સીધી એમનાં એડ્રેસ પર સામાન સાથે જતી રહી. મારાં નસીબ સારાં કે એમણે મને ખૂબ પ્રેમ અને વાત્સલ્ય સાથે સ્વીકારી એમની સાથેજ રાખી. અને રાજ વિરાટ મારો ભાઇ US છે એ ત્યાં ગયાં પછી ખબર પડી અને તમે લોકો સાથે છો એતો ખબરજ નહોતી કુદરતે તારાંથી વિખુટી પાડેલી અને તારાં સુધી પહોંચવવા એજ કુદરતે બધાં સ્થિતિ સંજોગો ગોઠવ્યાં. આટલું એક શ્વાસે બોલ્યા પછી નંદિની અટકી...

રાજે એને શાંતિથી સાંભળી રહેલો એને અનેક પ્રશ્નો થયાં પણ એ ચૂપજ રહ્યો અને પછી બોલ્યો પછી શું થયું ?

નંદીનીએ કહ્યું હું માસા માસી માટે એક સહારો અને મારાં માટે અહીં શરણું હતું જ્યાં ઘરનાં વ્યક્તિની જેમ રહેતી હતી. અહીંની બ્રાંચમાં બદલી લીધાં પછી અહીં પણ નરવરુઓથી સાચવવાનું હતું અહીં બ્રાન્ચનો મારો બોસ ખરાબ છે વ્યભિચારી છે સ્ટાફની છોકરીઓ સાથે.. પણ મેં મારાં માસા સુરતનાં મોટાં એડવોકેટ છે એમ અગાઉ વાત વાતમાં કહી દીધું અને એનાંથી ચોક્કસ અંતર રાખું છું એટલે હજી મને પજવી નથી. અને હવે હું મારી જાતને સાચવી શકું છું એટલી શક્તિમાન બની ગઇ છું. તારાં વિના એકલી થઇ અને જાણે બધી બાજુથી મારે સાચવવાનું આવ્યું છે.

અહીં તું અને વિરાટ સાથે રહો છો એતો ખબર હમણાં થોડાં સમય પહેલાં પડી એ માસી માસા અને મારી સાથે વાત કરતો હતો અને તારું નામ બોલેલો ત્યારે હું ચમકેલી અને તારાં વિશે વધુ માહિતી લીધી ત્યારે મારાંથી બોલાઇ ગયું કે તારો મિત્ર રાજ એજ મારો રાજ છે. વિરાટે મારી પાસેથી મારી બધી વાત જાણી લીધી હતી અને હમણાં થોડાં દિવસ પહેલાંજ ટ્રક સાથે અક્સમાતમાં વરુણ અને એની પ્રેયસી હેતલ મૃત્યું પામ્યા એ છાપામાં હતું અને અમદાવાદ બ્રાંચમાં મારી ખાસ સહેલી જયશ્રીએ મને સમાચાર આપેલાં મારે એની સાથે કોઇ સંપર્ક નહોતો.

રાજ નંદીનીની વાતો સાંભળી રહેલો. એણે કહ્યું બીજું કંઇ છે ? નંદીનીએ જે હતું બધુંજ સ્પષ્ટ અને નિખાલસતાથી કીધું છે. અને રાજે કહ્યું ભલે હું....

વધુ આવતા અંકે ---- પ્રકરણ-99