Dhup-Chhanv - 59 in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ - 59

ધૂપ-છાઁવ - 59

ઈશાને મિ.સ્મિથ અને મીસ જેનીનો ખૂબ ખૂબ આભાર માન્યો કે જેમની મદદથી નમીતા તેને પાછી મળી અને શેમના માણસો પણ પકડાઈ ગયા અને તેનું આ એક અઘરું કામ પાર પડ્યું.

ત્યારબાદ ઈશાન પણ બીજી પોલીસવાનમાં નમીતાને લઈને પોતાના ઘરે પહોંચ્યો.રસ્તામાં તેણે નમીતા સાથે વાતચીત કરવાની ખૂબ કોશિશ કરી પરંતુ નમીતા ભારોભાર ડિપ્રેશનમાં આવી ગઈ હતી તેથી તે ઈશાનના એક પણ પ્રશ્નનો કોઈ જ જવાબ ન આપી શકી.

ઈશાનને થયું કે કદાચ ઘરે ગયા પછી નમીતા ઘરના વાતાવરણમાં થોડી રિલેક્સ થશે અને પછી નોર્મલ થશે. ઘરે આવ્યા પછી ઈશાને નમીતાને પોતાની મોમે બનાવેલી ખીચડી અને દૂધ જમાડવાની કોશિશ કરી પરંતુ નમીતાએ મને ભૂખ નથી તેમ કહ્યું અને તે ચૂપચાપ પોતાના રૂમમાં ચાલી ગઈ. ઈશાને તેને તેની રેગ્યુલર જે દવા આપતો હતો તે આપી અને તેને આરામ કરવા માટે જણાવ્યું અને પોતે પોતાના મોમ ડેડ સાથે જમવા માટે બેઠો.

જમીને તે નમીતાના રૂમમાં ગયો અને જોયું તો નમીતા એઝ ઈટ ઈઝ પરિસ્થિતિમાં સૂનમૂન થઈને બેઠેલી હતી. નમીતાને આમ એઝ ઈટ ઈઝ બેઠેલી જોઈને ઈશાન સમજી ગયો કે નમીતાની હાલત થોડી ગંભીર તો છે જ તેણે તરત જ નમીતાના ડૉક્ટર સાહેબનો કોન્ટેક્ટ કર્યો અને નમીતાને બતાવવા જવા માટે તેમની એપોઈન્ટમેન્ટ લીધી અને તે નમીતાને લઈને હોસ્પિટલ પહોંચ્યો.

ડૉક્ટર સાહેબે નમીતાને ચેક કરી અને જણાવ્યું કે, નમીતાની હાલની માનસિક પરિસ્થિતિ થોડી વધારે બગડી ગઈ છે જેથી આ દવા તેની ઉપર અસર કરશે નહીં તો તેને થોડો હાઈ ડોઝ આપવો પડશે અને હાઈ ડોઝ આપવાથી તે થોડી વધારે પડતી ઘેનમાં રહે તો ચિંતા કરશો નહીં પણ તેની હાલની પરિસ્થિતિને જોતાં આપણે તેને હાઈ ડોઝ આપવો જરૂરી છે.

ઈશાનની સમજમાં નમીતાની હાલની પરિસ્થિતિ આવી ગઈ હતી તે નમીતાને લઈને પાછો ઘરે આવ્યો અને પોતાના મોમ ડેડને પણ નમીતાની તબિયતની જાણ કરી અને ડૉક્ટર સાહેબે લખી આપેલી હાઈ ડોઝ પાવરની દવા તેણે નમીતાને આપવાની શરૂ કરી દીધી. દવા આપ્યા પછી લગભગ અડધો એક કલાકમાં જ નમીતા ઘસઘસાટ સૂઈ ગઈ અને ત્યારે ઈશાને પોતાને પણ થોડો રિલેક્સ અનુભવ્યો.

ત્યારબાદ તે નમીતાનું ધ્યાન રાખવાનું પોતાની મોમને કહીને તેના સ્ટોર ઉપર ગયો જ્યાં અપેક્ષા કાગડોળે તેની રાહ જોતી બેઠી હતી.

અક્ષત, અપેક્ષા અને ઈશાનના લગ્નને લઈને ખૂબ ચિંતિત હતો તેથી આજે તેણે અપેક્ષાને લગ્ન માટેનું પૂછીને આવવા અપેક્ષાને જણાવ્યું હતું.

ઈશાન સ્ટોર ઉપર આવ્યો તો તેણે નોટિસ કર્યું કે, અપેક્ષા આજે બરાબર મૂડમાં નથી. તેણે સ્વાભાવિકપણે જ અપેક્ષાને પૂછી લીધું કે, " કેમ ડિયર, તું આજે મૂડમાં નથી લાગતી, તબિયત બરાબર નથી કે શું ? "

અપેક્ષાએ પોતાની ભારોભાર નારાજગી વ્યક્ત કરી અને તે બોલી કે, " હવે તો ઈશાન હું પણ આ નમીતા અને નમીતાની ચેપ્ટરથી ખૂબ જ કંટાળી ગઈ છું. આ વાતનું કોઈ સોલ્યુશન પણ આવવાનું છે કે નહિ ? બસ આખો દિવસ નમીતા, નમીતા અને નમીતા... આજે નમીતાને આમ થયું છે.. આજે નમીતાને આમ થયું છે.. રોજ કંઈક નવું તારી અને નમીતા સાથે થાય છે અને રોજ કોઈ ને કોઈ નવી વાત મને સાંભળવા મળે છે. હદ થઈ ગઈ છે હવે તો યાર....

અને હજી તો અપેક્ષા બોલી જ રહી હતી અને ઈશાન વચ્ચે જ બોલી ઉઠ્યો કે, " જો અપેક્ષા, નમીતા મારી જવાબદારી છે, તેનું મારા સિવાય આ દુનિયામાં કોઈ નથી તેથી મારે તેની પડખે ઉભા રહેવું પડે તેમ છે. હું પણ મજબુર છું ‌તારે મારી પરિસ્થિતિ સમજવી જોઈએ અને મને સાથ આપવો જોઈએ. " અપેક્ષા: હું તને પ્રેમ કરું છું માટે તારી પરિસ્થિતિ સમજી શકું પણ લોકો તો જાત જાતની વાતો કરે છે અને કહેનારા તો એમ પણ કહે છે કે, તું મારી સાથે મેરેજ નહીં કરે. નમીતાને સારું થઈ જશે એટલે નમીતા સાથે મેરેજ કરી લઈશ. આમ પણ નમીતા તારો પહેલો પ્રેમ છે. અને કોઈ પણ માણસ પોતાનો પહેલો પ્રેમ ભૂલી શકે નહીં તે હું પણ જાણું છું.

ઈશાન: નમીતા મારો પહેલો પ્રેમ છે તે વાત તારી સાચી પરંતુ નમીતાની હાલની પરિસ્થિતિ તો તું જો. એ એટલી બધી ડિપ્રેશનમાં છે કે તેની સાથે શું બન્યું તે પણ તે વ્યક્ત કરી શકે તેમ નથી તો લગ્ન તો બહુ દૂરની વાત છે અને નમીતા મારો પહેલો પ્રેમ છે તો તું પણ મારો પહેલો અને છેલ્લો પ્રેમ છે. મારી ગમે તે પરિસ્થિતિમાં હું તને નહીં છોડું. લોકોની વાતો સાંભળવાની છોડી દે અને વિશ્વાસ રાખ અપેક્ષા મારી ઉપર અને મારા પ્રેમ ઉપર.

અપેક્ષા: મને તો વિશ્વાસ છે પણ અક્ષત.. અક્ષત હવે બહારના લોકોની વાતો સાંભળી સાંભળીને નાસીપાસ થઈ ગયો છે. હું પણ શું કરું ?
ઈશાન: ઓકે, તો તું ચિંતા ન કરીશ હું અક્ષતને મળવા માટે તારા ઘરે આવીશ. બોલ હવે ખુશ માય ડિયર, હવે તો સ્માઈલ આપ...અને ઈશાને અપેક્ષાને પોતાની બાહુપાશમાં જકડી લીધી અને તેની ઉપર જાણે ચુંબનોનો વરસાદ વરસાવવા લાગ્યો....

હવે ઈશાન અક્ષતને મળવા માટે અક્ષતના ઘરે જાય છે અને અક્ષત તેની વાતો સાંભળીને શું રીએક્ટ કરે છે ? તે આપણે આગળના ભાગમાં જોઈશું....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
6/4/22


Rate & Review

Hina Thakkar

Hina Thakkar 4 weeks ago

milind barot

milind barot 1 month ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 4 months ago

Hema Patel

Hema Patel 6 months ago

Usha Patel

Usha Patel 7 months ago