Ek Poonamni Raat - 96 books and stories free download online pdf in Gujarati

એક પૂનમની રાત - પ્રકરણ-96

એક પૂનમની રાત

પ્રકરણ-96

       રૂબીએ કાર ભંવરસિહને એનાં બંગલાથી થોડી છેટે ઉભી રખાવી અને કલાકમાં ભંવરે પોતાનાં ઘરનું દ્રશ્ય જોયું એની હાજરી છે કે નહીં એનાંથી કોઇને ફરક નહોતો પડી રહ્યો. એની પોતાની માં, પત્નિ અને બંન્ને બાળકો એની ગેરહાજરી ભૂલી ઉત્સવ તહેવાર મનાવવામાં વ્યસ્ત હતાં બધાંજ ખૂબ ખુશ હતાં. ભંવર આ દ્રશ્ય જોઇને આઘાતથી ભાવુક થઇ આંખમાં આંસુ આવી ગયાં. હજી એક કલાક પહેલાંથી થોડાં સમય પહેલાં ઝગડો કરી પોતે ઘર છોડ્યું છે પણ એનાં કુટુંબી એને એક જરા, જેટલી અસર દેખાતી નથી અને પોતે પીડાઇને રડી રહ્યો છે એને આ અપમાન સહેવાયું નહીં એનાં પોતાનાં માણસો એને ક્ષણભરમાં ભૂલી જાય ? એનાં ઘર છોડી ગયાનું કોઇને દુઃખ નહોતું ? એની ગેરહાજરીનો કોઇને ફરક નહોતો પડી રહ્યો ?

       આજ નબળી ક્ષણે રૂબીએ ભંવરનાં આંસુ જોઇને એની પક્ડ મજબૂત બનાવતાં કહ્યું ભંવર શા માટે ઓછુ લાવે છે ? હું છું ને તારી પાસે. જીંદગી પર્યત તને સાચવીશ. તારાં કુટુંબીઓને તારી જરૂરી નથી કે કદર નથી એ નજરે જોઇ લે. કંઇ વાંધો નથી હવે ટૂંકમાં નજીકનાં ભવિષ્યમાં મારી કમાલ જોજે જે ઘરમાંથી આપણને હડધૂત કરીને કાઠ્યા છે એજ ઘરમાં તારો પગ હશે તારું રાજ હશે અને આજ આંગણમાં દિવાળી આપણે મનાવતાં હોઇશું.

       ભંવર મન અને દીલથી તૂટી ગયો હતો. ઝગડાને કારણે આમ પણ એનું મન ભાંગી ગયેલું એમાંય રૂબીએ જે દ્રશ્ય બતાવ્યું એનાંથી એને ખ્યાલ આવી ગયેલો કે એનાં ઘરમાં એની કિંમત નથી રહી ના એમને એની જરૂર રહી છે. ભંવરે રૂબીએ બતાવ્યાં જતાવ્યાં પછી કાર હોટલ તરફ લઇ લીધી. આખું વડોદરા દિવાળી મનાવી રહેવું. જ્યા જુઓ ત્યાં દીપાવલીનો તહેવાર ઉજવાતો હતો. ઠેર ઠેર દીપક પ્રગટતાં હતાં ફટાકડા ફૂટતાં હતાં. બજારમાં મીઠાઇ -કપડાં લેવાં માટે હજી ભીડ જણાઇ રહી હતી.

       હોટલ પહોચ્યાં પછી કાર પાર્કીંગમાં પાર્ક કરી બંન્ને જણાં પોતનાં રૂમમાં પહોચ્યાં. ભંવર કંઇ બોલી નહોતો રહ્યો. એનો કંઇ મૂડજ નહોતો એ પહેરેલે કપડેજ બેડ પર પોતાની જાતને નાંખી દીધી.

       રૂબી સમજી ગઇ કે ભંવર અંદરથી તુટી ચૂક્યો છે અંદરથી ભાંગી ગયો છે એને આ સમયની જરૂર હતી આનીજ રાહ જોતી હતી રૂબીએ રૂમ લોક કર્યો. ભંવરની માનસિકતાને એ બરાબર પારખી ગઇ ગઇ હતી એ લાગણીશીલ, કાચાકાનનો અને થોડો બેવકૂફ હતો. એટલે આસાનીથી રૂબીની ચાલમાં ફસાઇ ચૂક્યો હતો. રૂબી ભંવરને કહી રહી હતી કે કપડાં બદલી ફ્રેશ થઇજા આમ ઢીલા થયે નહીં ચાલે.

       ભંવર બેડ પર બેસી ગયો એણે કહ્યું મને કંઇ મન નથી પ્લીઝ થોડીવાર સૂવા દે. રૂબીએ. લાડ લડાવતા કહ્યું ભંવર હું છું ને ? એમ કહી ભંવરનાં શુઝ, મોજા કાઢ્યા એનાં માથે હાથ ફેરવી કહ્યું હું હમણાં પેગ બનાવીને લાવું છું એમ મુડ બગાડે ચાલે ? આજે દિવાળી છે બંધા દિવાળી મનાવે આપણે શું ગુનો કર્યો છે ?

       આમ કહીં એણે બે પેગ બનાવ્યાં અને એમાં ખાસ ચપટી ડ્રગ નાંખી તૈયાર કર્યો એમાં સોડા ઉમેરી આઇસક્યુબ નાંખ્યા અને ભંવર પાસે આવી.

       ભંવરનો ચહેરો થોડો નોર્મલ થયો રૂબી તરફ જોઇને સ્માઇલ આપ્યું પેગ લઇને એક સીપ મારી રૂબીએ એની સાથે ચીયર્સ કરીને સીપ મારી, રૂબી કહે પીવામાં એટલો ઉતાવળો ચીયર્સ પણ ના કરે ભંવરને હસુ આવી ગયું. એક એક પેગ પુરો થયો અને બંન્ને મસ્તીમાં આવી ગયાં.

       રૂબીએ ભંવરને લાડથી પૂછ્યું તારાં કપડાં બદલાવી દઊ ? તું સૂઇ રહે એમ કહી ભંવરનાં વસ્ત્રો એક પછી એક ઉતારી નાંખ્યા પછી પોતાનાં પણ ઉતારી નાંખ્યા. ભંવરે ઇશારો કરી બેડ પર બોલાવી બંન્ને જણાં સાવ નગ્ન થઇ ગયેલાં અને ભંવર રૂબીને લપેટાઇ ગયો.

       રૂબી એક પછી એક એનો પ્લાન અમલમાં મુકી રહી હતી એણે ભંવરને ખૂબ પ્રેમ કર્યો ભંવરે રૂબીને પ્રેમથી ભીની કરી નાંખી અમર્યાદ વાસના સંતોષયા પછી રૂબીએ કહ્યું ભંવર આર યુ ઓકે ? ભંવરે કહ્યું હું એકદમ ઓકે તારી હાજરી અને તારી આટલી કેર સાથે અમાપ પ્રેમનું સુખ હું તો તારો ગુલામ છું તું કહીશ એજ હું કરીશ રૂબી, રૂબીએ કહ્યું સાચે ભંવર તને મારાં પર વિશ્વાસ છે ને ? હું કહીશ એજ કરીશને ? પ્રોમીસ આપ ભંવરે કહ્યું રૂબી સદાય માટે તારી વાત માનીશ ડાર્લીંગ તું કહીશ એજ અને એટલુંજ કરીશ એમ કહી, રૂબીનાં દેહને વળગી ગયો. રૂબીએ કહ્યું ભંવર હું જીંદગી ભર સાથ આપીશ તારીજ થઇને રહીશ આજે તેં તારું કુટુંબ જોઇ લીધું ઓળખી લીધું.

       ભંવર દિવાલને ટેકે બેસી ગયો એણે રૂબીને પોતાનાં ખોળામાં સૂવરાવી એનાં શરીરને પંપાળતો બેઠો હતો એનાં અંગો સાથે મસ્તી કરી રહેલો. એણે રૂબીને કહ્યું મારુ કુટુંબ હવે છેજ નહીં હવે જે છે એ માત્ર તુંજ છે. પછી ભંવરે કહ્યું પણ તેં તારી ફેમીલી અંગે કંઇ જણાવ્યુંજ નથી તારું ફેમીલી ક્યાં છે ? કોણ કોણ છે એતો કહે...

       રૂબીને આ પ્રશ્ન ગમ્યો ના હોય એવું લાગ્યું છતાં એણે થોડાં કંટાળા સાથે કહ્યું મેં તને કહ્યું તો હતું કે મારે એક ભાઇ અને બહેન છે.. આઇ મીન હતાં હવે સંબંધ નથી ભંવરે કહ્યું ભલે સંબંધ નાં હોય તોય મને જણાવને પ્લીઝ હવે મારુ એ તારું અને તારું એ મારું છે.

       રૂબીએ કહ્યું મારું કશું છેજ નહીં જે છે એ હુંજ છું તારાં માટે સમર્પિત બીજુ કશું નહીં છતાં આજે તે પ્રશ્ન કર્યો છે તો કહી દઊં બધુંજ તને.

       મારાં ફાધર જોસેફ એક બ્યુટી એન્ડ ગીફટનાં મોટાં સ્ટોરમાં લીંકીગ રોડ પર જોબ કરતાં હતાં મોટા ભાગે બધું એજ સંભાળતાં. એમને ડ્રીંકની આદત હતી શોખ નહીં ટેવ હતી. કાયમ એમને ડ્રીંક જોઇતું અમે બે બહેનો એક ભાઇ મારાંથી એક મોટી બેન નેન્સી અને મારાંથી મોટો ભાઇ જ્યોર્જ... હું સૌથી નાની.. હું નાનપણથીજ સ્વતંત્ર મગજની સ્વભાવની હતી મારી બહેને નેન્સી થોડી સેન્સીટીવ અને મારાંથી વધુ રૂપાળી હતી. ભાઇ એક બારમાં નોકરી કરતો હતો અને ત્યાંનીજ એક બાર ડાન્સર સાથે લગ્ન કરેલાં બંન્ને એકજ બારમાં નોકરી કરતાં સાથે જતાં સાથે આવતાં.

       જ્યોર્જનાં બારનો એનો બોસ નેન્સીને જ્યોર્જ સાથે જોઇ ગયેલો અને નેન્સીની પાછળ પડેલો. નેન્સી એને ગમી ગઇ હતી એ જ્યોર્જ પર દબાણ લાવતો કે નેન્સી સાથે પરીચય કરાવે એની સાથે લગ્ન કરવા માંગે છે. થોડાં દિવસ નાટક ચાલતું મેં નેન્સીને કહ્યું સંભાળીને પરણજે આ ત્રણે એકજ બારમાં નોકરી કરે છે જ્યોર્જ એનો બોસ નેલસન અને બારડાન્સર પ્રેમિકા… મારી મધર અને ફાધરનાં પ્રેમ લગ્ન હતાં. મારી મધર મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ કુટુંબની અને બાપ ક્રીશ્ચીયન. મધર સાથે ચાલીમાંજ પ્રેમ થઇ ગયેલો બંન્ને પરણી ગયેલાં. માં સુનિતા એને જ્યોર્જ સાથે લગાવ હતો પણ એની દારૂની ટેવથી પરેશાન રહેતી હવે ઘરમાં બીજી ઘાટણ આવી ગઇ પ્રેમિલા.. પછી રૂબી હસવા લાગી... ભંવરે કહ્યું કેમ હસે છે ?

       રૂબીએ કહ્યું ભંવર તને ખબર છે ? થોડાં સમયમાં પ્રેમિલાએ પોતાનું કૌવત દેખાડવાનું શરૂ કરી દીધું એને માં સાથે ફાવતું મારાં બાપ સાથે નહીં એને જ્યોર્જ સાથે ફાવતું નેલસન સાથે નહીં મને અને નેન્સીને બધાં સાથે ફાવતું ક્યારેક કોઇ સાથે નહોતું ફાવતું પછી હસતાં હસતાં કહ્યું પેલી પ્રેમિલાએ લગ્ન કરી અને ઘરમાં આવી પછી નેલસન અને નેન્સીનાં લગ્ન જીવનમાં આંગળી કરવા માંડી એનો સ્વભાવજ એવો હતો એ નેન્સીને સમજાવ્યા કરતી ઐસા કરનેકા ઐસા નહીં કરનેકા.. નેલસન તો બારમે દૂસરી લડકીઓ સાથ... નેન્સીને કહે તું બારમાં મસ્ત તૈયાર થઇને આવીજા એકવાર... એ એ લોકોનાં જીવનમાં કંઇક વધારેજ ઇન્ટરફિયર કરવા માંડી હતી અને નેલસન સામે પોતે વધારે હુંશિયાર અને સ્માર્ટ હોય એવું જતાવવા લાગી હતી. નેન્સી સીધી સાદી હતી એને આ બધી સમજણ પડતી નહોતી.

       મને મારી જુવાની - સુંદરતા અને મારાં બાપનાં બોસનાં રેફરન્સથી અહીં આપણી ઓફીસમાં જોબ મળી ગઇ હતી. મારાં ફાધરનાં સ્ટોર્સમાં આપણાં ડીપાર્ટમેન્ટમાં છાના છપનું બધી વસ્તુઓ વેચાવા આવતી અને મારાં ફાધરનાં બોસ મેકવાન સર સાથે સંકળાયેલા હતાં. મારાં ફાધરનાં બોસ ચંદ્રકાન્તભાઉ સાલા ઘાટીએ મારાં પર પણ નજર બગાડી હતી એતો નસીબ સારાં હું બચી ગયેલી રૂબીએ અર્ધસત્ય ઉચ્ચાર્યુ. અને નજર થોડી ખારી કરી. ભંવરને સમજાયુ નહીં એણે પૂછ્યું પુરુ બતાવને બચી ગઇ એટલે શું થયેલું ?

 

વધુ આવતા અંકે - પ્રકરણ - 97