Padmarjun - 20 books and stories free download online pdf in Gujarati

પદમાર્જુન - ( ભાગ - ૨૦ )

“વૈદેહી અને વેદાંગી નથી?આજે મહેલમાં શાંતિ લાગી રહી છે.”

“જ્યેષ્ઠ, શાંતિ કે અશાંતિ ?”વિસ્મયે કહ્યું.

“અર્જુન,આ તારી અશાંતિ પાછળનું કારણ પદ્મિનીની ગેરહાજરી તો નથી ને?”યુયુત્સુએ કહ્યું અને હસવાં લાગ્યો.

“જ્યેષ્ઠ, તો તો તમારી આ અશાંતિ હમણાં દુર નહીં થાય કારણકે આર્યા અને પદ્મિની આપણી બહેનો સાથે માતાજીનાં મંદિરે ગઇ છે.”

“વિસ્મયની વાત સાંભળીને અર્જુન અને દુષ્યંત ચોંકી ગયાં અને પોતાના હથિયાર લઈને ભાગ્યા.

“જ્યેષ્ઠ, શું થયું?”

“વિસ્મય, થોડાં દિવસ પહેલાં લૂંટારુઓ પણ એ બાજુ દેખાયાં હતાં.”અર્જુને ભાગતાં-ભાગતાં જ કહ્યું.

તેની વાત સાંભળીને વિસ્મય અને યુયૂત્સુ પણ ભાગ્યાં.

હવે આગળ :

“આર્યા, હું ખોટી બળજબરી નથી કરવાં માંગતો.માટે મારી વાત માની જા.”

તેની વાત સાંભળીને પદ્મિનીએ પોતાની તલવાર બહાર કાઢી.

“ઠીક છે,જેવી તારી ઈચ્છા.”

પદ્મિનીએ આર્યા, વૈદેહી અને વેદાંગીનો હાથ પકડીને મંદિરની અંદર જવા દીધી અને બહારથી બારણું બંધ કરી લૂંટારુઓ સાથે લડવા લાગી.તે એક પછી એક લૂંટારુઓને ઘાવ દઇ મૂર્છિત કરી રહી હતી. પરંતુ એકલી હોવાનાં કારણે તે કમજોર પડી રહી હતી.એક લૂંટારુએ પદ્મિનીનાં હાથ પર વાર કર્યો.તેથી પદ્મિનીનાં હાથમાંથી તલવાર નીચે પડી ગઈ. ત્યાં જ એક તિર આવ્યું અને એ લૂંટારાને વીંધી નાંખ્યો.

સરદાર અને તેની ટોળકીએ તિરની દિશામાં જોયું.
દુષ્યંત, અર્જુન,યુયૂત્સુ અને વિસ્મય ત્યાં આવી ગયાં હતાં.લૂંટારુઓ હજું પણ ખુબ મોટી સંખ્યામાં હતાં. તેથી તેઓની વચ્ચે ફરીથી લડાઇ ચાલું થઈ.

રાજકુમારો એક-એક કરીને બધા લૂંટારુઓને મારી રહ્યાં હતાં. હવે માત્ર ગણ્યાગાંઠ્યા લૂંટારુઓ જ બચ્યાં હતાં.

આ જોઈને સરદારે પોતાનાં પુત્રને કહ્યું, “પુત્ર,હવે જો અહીં રહ્યાં તો જરૂર મૃત્યુ સાથે ભેટો થશે.જો જીવતા રહીશું તો ફરીથી પ્રયત્ન કરી શકીશું.માટે અત્યારે ચાલ અહીંથી.”

“ના પિતાશ્રી, હું આર્યાને સાથે લઈને જ જઈશ.”એટલું કહી સરદારનો પુત્ર પદ્મિની પાસે પાછળથી ગયો.તેના માથાં પર માર્યું. તેથી પદ્મિનીનાં હાથમાંથી તલવાર છૂટી ગઈ.એ તકનો લાભ ઉઠાવી તેણે પદ્મિનીનો હાથ પકડી લીધો અને ઢસડીને પોતાની સાથે લઈ જવા લાગ્યો.પદ્મિનીને માથાં પર ઉંડો ઘા લાગ્યો હતો તેથી તે મૂર્છિત તો ન થઈ પરંતુ પ્રતિકાર કરવાં માટે અસમર્થ થઈ ગઇ.

સરદારનો પુત્ર પદ્મિનીએ ઢસડીને લઈ જઈ રહ્યો હતો. તેની આ ક્રુરતા જોઈને અર્જુન તેની તરફ આવ્યો અને એક ઝાટકેથી તેનું માથું ધડથી અલગ કરી દીધું.પદ્મિની જ્યાં હતી ત્યાં આસપાસ બધે લોહી લોહી થઇ પડ્યું.આ જોઈને પદ્મિનીને ભૂતકાળની એક કડવી સ્મૃતિ તાજી થઇ ગઇ.

“એક પછી એક નદીમાં પડી રહ્યાં હતાં. નદીનો પારદર્શક રંગ ધીમે-ધીમે લાલ રંગમાં પરિવર્તિત થઈ રહ્યો હતો.”

“નહીં…”પદ્મિની ચિલ્લાઈને મૂર્છિત થઇ ગઇ.અર્જુને તેને પકડી લીધી.

“પદ્મિની,પદ્મિની, આંખો ખોલ.”

“અર્જુન….તે મારાં મોટાં પુત્રને ભલે મારાથી દુર કરી દીધો પરંતુ સ્મરણ રહે હું આર્યાને મારી પુત્રવધુ જરૂર બનાવીશ.હું અને મારો નાનો પુત્ર હજુ જીવિત છીએ.”લૂંટારુઓનાં સરદારે ક્રોધિત થઈને ધમકી આપી અને ત્યાંથી ચાલ્યો ગયો.

વિસ્મય મંદિર પાસે ગયો અને દરવાજો ખોલી પોતાની બહેનો અને આર્યાને બહાર કાઢ્યાં.

બધા મહેલ પહોંચ્યા. પદ્મિનીની સારવાર માટે વૈદ્ય બોલાવ્યાં અને બાકી બધા એક કક્ષમાં ભેગાં થયાં. પદ્મિની સિવાયનાં બધા જ એ વાતથી અજાણ હતાં કે લૂંટારુઓ પદ્મિનીને જ આર્યા સમજી રહ્યાં હતાં અને જે સૈનિકો આ વિશે જાણતાં હતાં એ આટલી મોટી ઘટના બાદ કહી શકતાં નહોતાં.

“પદ્મિનીએ રાજકુમારીઓ અને આર્યાને બચાવીને ફરીથી રાજપરિવાર પર ઉપકાર કર્યો છે.”શોર્યસિંહે કહ્યું.

“તમે સત્ય કહો છો.પદ્મિનીએ અમારાં પર પણ મોટો ઉપકાર કર્યો છે. પરંતુ હવે મારી પુત્રી આર્યાનું શું થશે? એ સરદાર તો ધમકી આપીને ગયો છે.”અનુપમાએ રડતાં-રડતાં કહ્યું.

“અનુપમા, તું મારી પત્ની હોવાં છતાં પણ આ કહી રહી છો?શું હું નથી મારી પુત્રીનાં રક્ષણ માટે?”ગુરુ સંદીપે કહ્યું.

“સત્ય કહ્યું તમે. તમે છો આર્યાનાં રક્ષણ માટે.પરંતુ ક્યાં સુધી?”

તેની આ વાત સાંભળીને ગુરુ સંદીપ વિચારમાં પડી ગયાં.
વિરાટ આગળ આવ્યો અને કહ્યું,

“તમારી સમસ્યાનું સમાધાન છે મારી પાસે."

“શું?”

“આર્યાની જવાબદારી અમને સોંપી દો. આર્યાનું કન્યાદાન કરી તેનાં વિવાહ મારાં જ્યેષ્ઠ પુત્ર દુષ્યંત સાથે કરી દો.”

વિરાટની વાત સાંભળીને શોર્યસિંહ, સુકુમાર,સુલોચના અને વિસ્મય સિવાય બધાં ચોંકી ગયાં.

“પરંતુ દુષ્યંત તો એક રાજકુમાર છે અને ભવિષ્યનો રાજા જયારે મારી પુત્રી આર્યા તો માત્ર સામાન્ય પ્રજા.”ગુરુ સંદીપે કહ્યું.

“અર્થાત તમને આ પ્રસ્તાવ સ્વીકાર્ય નથી?”વિરાટે પૂછ્યું.

“ના ના. દુષ્યંત તો મારો શિષ્ય છે.હું તેને સારી રીતે ઓળખુ છું. તેનાં જેવો પતિ મેળવવો એ તો આર્યાનાં અહોભાગ્ય હશે.પરંતુ તમને કે રાજપરિવારમાંથી કોઈને આપત્તિ નથી ને?”

“નહીં ગુરુ સંદીપ, અમને કોઈને પણ આપત્તિ નથી.”સુલોચનાએ કહ્યું.

“ઠીક છે. તો અમને પણ આ પ્રસ્તાવ સ્વીકાર્ય છે.”અનુપમાએ કહ્યું.

“સુલોચના,પુરાં રાજ્યમાં મીઠાઈઓ વહેંચો અને શીઘ્ર દુષ્યંતનાં રાજ્યાભિષેક અને બંનેના વિવાહની તૈયારીઓ કરો.”વિરાટે કહ્યું.

“આર્યા,દુષ્યંત, વિસ્મય મારે તમારી સાથે વાત કરવી છે.”શોર્યસિંહે કહ્યું.

એ ત્રણેય કક્ષમાં રોકાયા અને બાકી બધાં કક્ષની બહાર ગયાં.

“આર્યા, દુષ્યંત તમને બંનેને તો આ પ્રસ્તાવ માન્ય છે ને?”શોર્યસિંહે પૂછ્યું.

તેમનો પ્રશ્ન સાંભળીને આર્યા અને દુષ્યંતે એકબીજા સામે જોયું.

“ના, દાદાશ્રી. મને નથી લાગતું કે ભ્રાતા દુષ્યંત અને આર્યાને આ પ્રસ્તાવ માન્ય હશે.”વિસ્મયે કહ્યું.

વિસ્મયની વાત સાંભળીને દુષ્યંત અને આર્યા બંનેએ તેની સામે આંખો કાઢી.એ જોઈને વિસ્મય અને શોર્યસિંહ હંસવા લાગ્યાં.

“શું થયું?તમે શા માટે હશો છો?”દુષ્યંતે પૂછ્યું.

“પુત્ર દુષ્યંત,મને ખબર છે કે તું અને આર્યા એકબીજાને પસંદ કરો છો. મારે તો ફક્ત તમારાં મોંએથી સાંભળવું હતું.

“દાદાશ્રી, તમને કેવી રીતે ખબર પડી?”દુષ્યંતે પૂછ્યું.
તેનો સવાલ સાંભળીને વિસ્મયે ખોટો ખોંખારો ખાધો.

“અર્થાત તે દાદાશ્રીને બધું જણાવ્યું?”

“હા જ્યેષ્ઠ.”

“પુત્ર દુષ્યંત, તે દિવસે જ્યારે વિરાટે તારાં વિવાહની વાત કરી ત્યારે તે બગીચામાં ઉભેલી આર્યા સામે જોયું હતું. તે મારાં ધ્યાનમાં આવી ગયું હતું. ત્યાર બાદ મેં વિસ્મયને બોલાવીને તમારાં વિશે પૂછ્યું તો તેણે જણાવ્યું કે તમે બંને એકબીજાને પસંદ કરો છો પરંતુ કહેવાથી ડરો છો.મેં આ વાત તારાં માતા-પિતાને જણાવી.તેમને પણ આર્યાને પોતાની પુત્રવધુ તરીકે પસંદ કરી લીધી.”

“આજે જ્યારે આર્યાનાં માતા-પિતા તેની સુરક્ષાને લઈને ચિંતિત હતાં એટલે વિરાટે વિવાહ પ્રસ્તાવ મુક્યો.”

શોર્યસિંહની વાત સાંભળીને દુષ્યંત અને આર્યાએ તેમનાં આશીર્વાદ લીધાં.

“સુખી રહો.”

...