I Hate You -Kahi Nahi Saku - 109 books and stories free download online pdf in Gujarati

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-109

આઇ હેટ યુ

પ્રકરણ-109

       નંદીનિએ માસામાસીને બધી વાત કરી સાથે સાથે US જવાની ટીકીટનો એ ખર્ચ કરશે તથા અમદાવાદ જઇને બધાં હિસાબ પતાવી આવું અને ઘરને સાફસૂફ કરાવી વધારાનાં લોક વિગેરે લગાવી આવું. સોસાયટીનાં હિસાબ નિપટાવાનાં છે આમ ઘણી ગર્ભિત વાત કરી.

       માસાએ કહ્યું આપણે કાલેજ અમદાવાદ જઇએ અને ત્યાં જઇ તારી ઇચ્છા મુજબનાં બધાં કામ પુરા કરી આવીએ જેથી તને નિશ્ચિંતતા આવી જાય. રહી વાત ટીકીટની તો તારી ઇચ્છા અને હક્ક તને આપ્યાં એમાં તારી ખુશી હોય તો અમને વાંધો નથી પણ.. એકવાર વિરાટ સાથે હું વાત કરીને તને જણાવીશ. દીકરાં તે તારી આ ઇચ્છા વ્યક્ત કરીને અમારા વધુ નજીક આવી ગઇ આજે મારી દીકરી હોત તો કદાચ એ પણ લાગણીમાં આવું કહેત પણ દીકરા પૈસા તું બચાવી રાખ તને કામ લાગશે પછી તારી મરજી અમે બધીજ રીતે પહોચી વળીએ એમ છીએ ઇશ્વરે ખૂબ આપ્યું છે.

       નંદીનીએ કહ્યું માસા તમારી બધી વાત સર આંખો પર છે તમે ખૂબ કરો છો કરી રહ્યાં છો તમારી પહોચી વળવાની શક્તિ અંગે કોઇ સંશયજ નથી ઇશ્વરે ખૂબ આપ્યું છે આપશેજ પણ નાનકડી મારી વાત તમે માન્ય રાખશો તો હું પણ સાચેજ તમારી દીકરી છું એવો સંતોષ થશે. મારી નમ્ર અરજ છે માસા.

       માસાએ માસી સામે જોયું માસીની આંખમાં આંસુ તગતગતાં હતાં એમણે ક્હ્યું મારી બેન આજે જીવતી હોત તો એને એની નંદીની ઉપર ગૌરવ થયું હોત ભલે દીકરી તને ઠીક લાગે એમ તારી ઇચ્છા અમે માન્ય રાખી બસ.. એમ કહી નંદીનીને ગળે વળગાવી બોલ્યાં તું મારી દીકરીજ છે નંદુ..

       નંદીનીએ કહ્યું માસી આજે તમે માં અને હું દીકરી આ ઘર કુટુંબનીજ છું એવો સંતોષ થયો આમાં પૈસાનું કોઇ મહત્વજ નથી પણ મેં કંઇ એમાં મારી ફરજ બજાવી એજ સંતોષ છે.

************

           બીજે દિવસે સવારે માસા માસી સાથે નંદીની ભાડાની કાર નક્કી કરીને બધાં સાથે નીકળી ગઇ. આજે એનાં મનમાં ઘણાં વિચાર ચાલી રહેલાં. અમદાવાદ છોડ્યાં પછી અને પહેલાંનાં વિચાર એના મનમાં ચાલી રહેલાં.

       માસી માસાની આંખો નીંદરમાં ઘેરાઇ ગઇ હતી પણ નંદીની મનમાં બધાંજ પ્લાન બનાવી રહી હતી.

*********

            અમદાવાદ એનાં ઘરે પહોચ્યાં.  કમ્પાઉન્ડમાં પ્રવેશતાંજ કારની નોંધ થઇ નંદીની કારમાંથી ઉતરી સાથે માસા માસી ઉતર્યા. વોચમેન દોડતો આવી ગયો અને બોલ્યો દીદી આપ આ ગઇ ? મૈં સેક્રેટરી કો બતા કર આતા હું આપ અપને ઘરપે જાઇએ. એમ કહી ગુરખો સોસાયટી ઓફીસે તરફ ગયો. સવારથી નીકળેલાં બપોર થઇ ગઇ હતી. નંદીની માસા માસીને લઇને ફલેટ પર ગઇ. ત્યાં સામેનાં ફલેટમાંથી માસીએ દરવાજો ખોલી પૂછ્યું નંદીની તું આવી ગઇ ?

       નંદીનીએ જયશ્રીકૃષ્ણ કહી કહ્યું હાં માસી આ મારાં સુરતવાળા માસા માસી છે એમ કહી ઓળખાણ કરાવી અને પોતાનો ફલેટ ખોલ્યો. માસીએ કહ્યું ઘણાં વખતથી ઘર બંધ છે બધુ સાફ કરાવવું પડશે. દીકરાં. તમે મારાં ફલેટમાં આવી બેસો હું ચા પાણીની વ્યવસ્થા કરું છું.

       નંદીનીએ માસા માસીને પડોશીને ત્યાં બેસાડ્યાં. માસાએ કહ્યું ઘર સાફ કરાવવા માણસ બોલાવવા પડશેને નંદીનીએ કહ્યું માસા બધીજ વ્યવસ્થા થઇ જશે. મેં મારી ફ્રેન્ડ જયશ્રીને ફોન કરી દીધો હતો. એનો હસબંડ હમણાંજ માણસો લઇને આવી જશે આપણે એનાં ઘરેજ જમવા જવાનું છે ત્યાં તમે આરામ કરજો ત્યાં સુધી હું અહીં બધી સાફ સૂફી કરાવી લઇશ. તમે લોકો પણ કેટલાય વર્ષો પછી કદાચ અહીં આવ્યા હશો.

       બાજુવાળા માસીએ કહ્યું અરે આ સરલાબેનતો વર્ષો પછી આવ્યાં. મેં તો પહેલાં ઓળખ્યાંજ નહીં અંજુનાં જન્મ સમય આસપાસ આવેલાં જ્યારે તારો જન્મ થયેલો ગણીલે કેટલાં વર્ષ થયાં. સરલાબેનને સૂજ્યુંજ નહીં શું જવાબ દેવો. નંદીનીએ જવાબ આપી દીધો કહ્યું હાં માસી એમને સમય થયો પણ એ નીકળી શકે એમ નહોતાં એટલે નહોતાં આવ્યાં. હવે આવી ગયાં મારી સાથે.. હું એમની સાથેજ રહેતી હતી... રહું છું અંજુ મજામાં છે ને ? શું કરે છે ? નંદીનીએ વાત બદલી કાઢી.

       માસીએ કહ્યું મજામાં છે હમણાંથી આવી નથી એનાં સાસુ પડી ગયાં છે તો એમની સેવામાં છે. પણ નંદીની તારાં વરનો એક્સીડેન્ટ થયો એતો ગુજરી ગયો. તું ત્યારે પણ ના દેખાઇ ? એનાં બાપા અહીં આવેલાં તારી ખબર કાઢવા પણ અમે કહ્યું નંદીની અહીં નથી રહેતી ખબર નથી ક્યાં રહે છે.. નંદીનીએ કહ્યું માસી એ મારી અંગત વાત છે અને ઇશ્વરે ઇચ્છ્યું હોય એવું થાય. એમાં હુ શું કરી શકું ?

       માસાથી ના રહેવાયું એમણે કહ્યું મારી નંદીનીતો એનાંથી છુટી થઇ ગઇ હતી અમારે કોઇ સંબંધજ નહોતો. અને તમારો ખૂબ ખૂબ આભાર. ચા ના બનાવશો. અમે હમણાંજ ચા નાસ્તો પરવારીને આવ્યાં છીએ તમે પડોશી છો એટલે તમને મળવાની પહેલી ફરજ એટલે આવ્યાં હતાં.

       માસીએ કહ્યું અંજુ બહું યાદ કરે છે તને અને આપ ખરાબ ના લગાડશો કંઇક વધુ બોલાયું હોય તો માફ કરજો આતો નંદીની ઘણાં સમયે આવી એટલે બધું પૂછાઇ ગયું હું બધું જાણુ છું એ છોકરોતો કોઇ બીજીને લઇને ફરતો હતો સાથે રહેતો હતો.નંદીની જેવી છોકરી એને ક્યાંથી મળે ? સારુ થયું છુટી થઇ ગઇ જુઓ એનો કેવો અંત આવ્યો.

       સરલા માસીએ નંદીનીને કહ્યું ચાલ ઘરમાં તો જઇએ બહેન બનેવીનાં ફોટાંનાં દર્શન કરીએ શું શું કરાવવાનું એ જોઇ લઇએ એમ કહી નંદીનીને લઇને એનાં ફલેટમાં પ્રવેશ્યા પાછળ માસા પણ દોરાયાં.

       નંદીનીએ કહ્યું માસી પછી જતાં મળીશં એમ કહી એનાં ફલેટનો દરવાજોજ બંધ કર્યો. માસાએ કહ્યું હાંશ બધાને કેટલી પંચાત છે ? સરલામાસીએ કહ્યું ઠીક છે આવું બધું સ્વાભાવિક છે લોક બોલ્યા કરે આપણે જવાબ આપી દીધો.

       નંદીની ડ્રોઇગરૂમમાં લટકાવેલાં માં અને પાપાનાં ફોટાને પગે લાગી ફોટા પર ધૂળ જામી ગઇ હતી નંદીનીએ કપડાથી ફોટાં સાફ કર્યાં. માસા માસીએ પણ વંદન કર્યા. સરલામાસીની આંખો ભરાઇ આવી બહેનનો ફોટો જોઇને બોલ્યાં "બેન તારી નંદીની મારી પાસે સલામત છે તું કોઇ ચિંતા ના કરીશ હવે એનાં જીવનમાં સુખજ સુખ છે અને નંદીની પણ રડી પડી. બંન્ને જણાં ભૂતકાળમાં સરી ગયાં હતાં. માસાએ કહ્યું હવે જે થઇ ગયું. એને યાદ ના કરો આવતીકાલ અને આજ પર ધ્યાન આપો. ભગવાનનો આભાર માનો કે હવે દીકરી સુખમાં છે. સલામત છે.

       ત્યાં બારણે ટકોરા થયાં બેલ તો બંધ થઇ ગયો હતો. માસા બોલ્યાં પાછાં સામેવાળાં આવ્યાં કે શું ? નંદીનીએ બારણું ખોલ્યું સામે મનીશ અને સાથે એક કપલ હતું.

       નંદીનીએ કહ્યું ઓહ મનીશભાઇ આવો આવો કેમ છે જયશ્રીને ? માફ કરજો મારે તમને તકલીફ આપવી પડી. મનીષ કહે એમાં શું તું મારી બહેન જેવી છે હક્કથી કોઇ કામ સોંપે એવું તો છે. આ લોકો ઘરની સાફસૂફી કરી નાંખશે ખૂબ વિશ્વાસું છે ચિંતા ના કરશો. આપણે મારાં ઘરે જઇએ જયશ્રી રાહ જુએ છે. નંદીની તું આ લોકો ઘર બતાવી દે અને કામનું સમજાવી લે સાંજ સુધીમાં બધુ પુરુ થઇ જશે રાત્રે અહીં પાછાં આવીશું ત્યારે બધું તૈયાર હશે.

       નંદીનીએ કહ્યું મનીષભાઇ થેક્યું હું એ લોકોને બધુ સમજાવી દઊં છું પછી જયશ્રી પાસે જઇએ.. મને પણ એને મળવાનું ખૂબ મન છે.

       નંદીનીએ આવેલ કપલને બધું કામ સમજાવ્યું આખુ ઘર બતાવ્યું અને કહ્યું તમે સાફસૂફી કરીને હું તમને વધારાની ચાદર આપુ છું એ ફર્નીચર અને પલંગ પર બધે ઢાંકી દેજો. બાકી ઘર બંધ હતું. એટલે બીજું કઇ ગોઠવવાનું કે કાઢવાનું છે નહીં. તમે સરસ કરી દેજો.

       બધુ કામ સમજાવીને નંદીની અને મનીષ સાથે માસા માસી મનીષનાં ફલેટ પર જવા નીકળી ગયાં.

************

            જયશ્રીનાં ઘરે પહોચી નંદીની જયશ્રીને વળગી પડી બોલી જયશ્રી કેટલાં સમયે મળ્યાં. અને સમય કરતાં વધુ જાણે જીંદગીમાં ફેરબદલ વધુ આવી ગયો. જયશ્રી નંદીનીને જોઇજ રહી પછી બોલી હવે પહેલાં જેવી નંદીની મને પાછી મળી ગઇ.

       મનીષે માસા માસીને બેસાડ્યાં પાણી આપ્યું અને રાંધવાવાળા બહેનને બધાની રસોઇ તૈયાર કરવા માટે કહ્યું માસી નંદીની અને જયશ્રી વાતો એ વળગ્યાં અને મનીષ અને માસા એમની વાતો કરી એકબીજાની ઓળખ પાકી કરી રહ્યાં.

************

વધુ આવતા અંકે ---- પ્રકરણ-110