Padmarjun - 26 books and stories free download online pdf in Gujarati

પદમાર્જુન - (ભાગ-૨૬)

પદમાર્જુન ( ભાગ : ૨૫ )

પદ્મિનીની ભાગતી જોઈને ભાનું સારંગનાં કક્ષમાં ગયો.તેનાં કક્ષમાં ચો-તરફ અંધકાર હતો.એક માત્ર દીપકની જ્યોતનાં પ્રકાશે તે બેઠો હતો. તેના હાથમાં એક યુવતીનું ચિત્ર હતું જેને તે નીરખીને જોઈ રહ્યો હતો. તેણે તે ચિત્ર પર હાથ ફેરવ્યો અને કહ્યું,

“તે મારી વાત માની હોત તો આજે વિદ્યુત અને વેદાંગીની જેમ આપણું પણ એક સંતાન હોત.તું કેમ મને છોડીને ચાલી ગઈ?મેં જે કંઇ કર્યું એ તારા માટે જ તો કર્યું હતું. તે તે દિવસે ભાગવાનો પ્રયાસ ન કર્યો હોત તો…”એટલું કહી સારંગે નિસાસો ફેંકયો.

ભાનુએ અંદર આવીને સારંગના ખભા પર હાથ રાખ્યો અને કહ્યું,

“મિત્ર, તારી મનોકામના હજુ પણ પુર્ણ થઇ શકે છે.”

“આ તું શું કહી રહ્યો છે?તને ખબર છે ને કે મને આ વિષય પર ઉપહાસ પસંદ નથી.”સારંગે ક્રોધિત થઇને કહ્યું.

“મિત્ર, હું ઉપહાસ નથી કરી રહ્યો.”ભાનુએ કહ્યું અને તેના હાથમાંથી ચિત્ર લઇ લીધું.તેણે તે યુવતીની સુંદર આંખો જોઈને ફરીથી કહ્યું,

“મિત્ર, મેં આ આંખોને થોડાં સમય પહેલા જ અહીં, રાજમહેલમાં જોઈ.”

“અસંભવ.એ કંઈ રીતે શક્ય છે?”

“મિત્ર,હું સત્ય કહું છું.એ આંખો તેની જ હતી.”

“તું કેમ કહી શકે કે એ સુંદર આંખોવાળી યુવતી એ જ હતી?”

“મિત્ર, તું મારી પાસે તેની સુંદરતાનું ખાસ કરીને તેની નશીલી આંખોનું વર્ણન કરતાં થાકતો નહતો.તો પછી હું કઈ રીતે ભૂલી શકું?”

“તે.. તે ક્યાં જોઇ એને?શું તે સાચે જ અહીં છે?મારી આટલી સમીપ?”સારંગે ઉત્સાહિત થઇને પુછ્યું.

“હા મિત્ર, તે અહીં જ છે.”ભાનુએ કહ્યું.

સારંગે તે ચિત્ર પર ફરીથી હાથ ફેરવ્યો,હું હવે તને ક્યાંય નહીં જવા દવ.તું મારી છો, ફક્ત મારી. ‘સારંગની પદમા.’”

“પદમા જીવિત છે?”વિદ્યુતે કક્ષ પાસે ઉભા રહીને પૂછ્યું.

“તું અહીં ક્યારે આવ્યો?”ભાનુએ અચાનક આવેલાં વિદ્યુતને જોઈને પૂછ્યું.

“જ્યેષ્ઠ ભ્રાતા, શું સાચે જ પદમા જીવિત છે?”ભાનુ પાસેથી જવાબ ન મળતાં વિદ્યુતે સારંગને પૂછ્યું.

વિદ્યુત સારંગ તરફ જોઈને પોતાનાં જવાબની રાહ જોવા લાગ્યો પરંતુ સારંગ પણ મૌન રહ્યો.

“જ્યેષ્ઠ, શું તમે એને ફરીથી…?”વિદ્યુતે ચિંતાથી પૂછ્યું.

“નહીં.”સારંગે ટુંકમાં જ ઉત્તર આપ્યો.

“જ્યેષ્ઠ,મને તમારાં માટે અપાર માન છે પરંતુ સ્મરણ રહે હું ભુતકાળ ફરીથી નહીં દોહરાવવા દવ.”વિદ્યુતે દ્રઢતાપૂર્વક કહ્યું અને કક્ષની બહાર ચાલ્યો ગયો.

“ભાનુ, ભુતકાળ તો હું પણ નહીં દોહરાવવા દવ.એને મારી પાસે આવવું જ પડશે.”સારંગે પોતાના દાંત ભીસીને કહ્યું અને પદમાનાં ચિત્ર તરફ જોયું.

સુંદર અને નિર્દોષ આંખો,તાજાં પુષ્પની કળી જેવાં હોઠ, લાંબા અને કાળા ભમ્મર કેશ, ચહેરો જાણે મીણમાંથી કોતરેલ કોઈ અપ્સરા.

સારંગે પદ્મિનીનાં સુંદર ચિત્ર પર હાથ ફેરવીને ઝનૂનથી કહ્યું, “પદમા,હવે તારે મારું બનવું જ પડશે.”

મલંગ રાજ્યનો સેનાપતિ શાશ્વત પોતાનાં પરિવાર, તેનાં માતા-પિતા અને તેની પત્ની રેવતી સાથે ભોજન કરી રહ્યો હતો. ત્યાં જ વિદ્યુત ત્યાં આવ્યો અને કહ્યું.

“મિત્ર શાશ્વત, મારે તારી સાથે એક અગત્યની વાત કરવી છે.”

“હા વિદ્યુત,ચાલ અંદરના કક્ષમાં.”શાશ્વતે ઊભાં થઈને કહ્યું.

“નહીં મિત્ર, આ વાત બધાની સમક્ષ કરવી જરૂરી છે.”

“હા પુત્ર, કહે.”શાશ્વતનાં પિતાએ કહ્યું.

“પ… પદમા જીવિત છે.”

તેની વાત સાંભળીને બધા ચોંકી ગયાં.

“શું?પદમા સાચે જ…”રેવતીએ રડતાં-રડતાં પૂછ્યું.

“હા રેવતી,તે જે સાંભળ્યું એ સત્ય છે.તારી બહેન પદમા જીવિત છે.”વિદ્યુતે કહ્યું.

શાશ્વત હજું પણ સ્થિર ઉભો હતો. તેણે મહામહેનતે પોતાની જાત પર કાબુ મેળવ્યો અને પૂછ્યું,

“વિદ્યુત, તને આ માહિતી કેવી રીતે મળી?”

વિદ્યુતે ભાનુ અને સારંગની જે વાતો સાંભળી હતી તે જણાવી.સારંગનું નામ સાંભળીને શાશ્વતે પોતાની મુઠ્ઠી જોશથી બંધ કરી.

“આ વખતે હું પદમાને એ રાક્ષસનાં હાથમાં નહીં આવવાં દવ.”તે ક્રોધિત થઇને બોલ્યો.

સારંગ વિદ્યુતનો ભાઈ હતો છતાં પણ વિદ્યુતે કહ્યું,

“મિત્ર, હું તારી સાથે છું.”

શાશ્વતે પોતાનાં માતા-પિતાનાં આશીર્વાદ લીધાં અને વિદ્યુત સાથે રાજમહેલ જવા માટે નીકળી ગયો. રેવતી બારણાં સુધી તેઓની સાથે આવી.

“શાશ્વત, પદમાને લઇને આવજો.”રેવતીએ કહ્યું.

“મિત્ર, હું ઘોડા પાસે તારી રાહ જોવ છું.”વિદ્યુતે કહ્યું અને ત્યાંથી ચાલ્યો ગયો.

“હા રેવતી,તું ચિંતિત ન થા. હું તારી બહેનને લઈને જ આવીશ.”

“શાશ્વત, પદમા આવશે એટલે હું ખુશીથી તમારાં અને તેનાં વિવાહ કરાવીશ.”રેવતીએ ભારે હૃદયે કહ્યું.

“રેવતી, આ તું શું બોલે છે?”

“શાશ્વત, હું તમારાં અને પદમાનાં પ્રેમની સાક્ષી છું.”

શાશ્વતે રેવતીનાં ખભા પર હાથ રાખ્યો અને કહ્યું,

“રેવતી, હું જાણું છું કે પદમા મારો પ્રથમ પ્રેમ હતી પરંતુ તે મારો વીતી ગયેલ ભુતકાળ છે અને તું મારો વર્તમાન અને આવનારું ભવિષ્ય.હું મારા ભૂતકાળને લીધે તારા સાથે અન્યાય ન કરી શકું.હું પદમાને લેવાં જાવ છું કારણકે હું એને બચાવવાનો અવસર ફરીથી ગુમાવવા નથી માંગતો.”

“હું શીઘ્ર તારા પાસે પાછો આવીશ.”શાશ્વતે કહ્યું અને રાજમહેલ તરફ જવા નીકળી ગયો.

"સાથ-સાથ ચલને વાલે રાહે કયું બદલતે હૈ,
રાહે જબ બદલ જાએ તો રાસ્તે ભટકતે હૈ.
દુર હો નજરસે ચાહે દિલકે પાસ હોતા હૈ,
ચાહે દો જહાંભી પાલો વોહી ખાસ હોતા હૈ."

...

“અર્જુન, એ મને ઓળખી ગયો.એ એને કહી દેશે.તમે…તમે મને જવા દો.”

“પદ્મિની”અર્જુને પદ્મિનીને હચમચાવી. તેણે પદ્મિનીને નીચે બેસાડી.પોતાના વસ્ત્ર વડે પદ્મિનીના મોં પરનાં પ્રસ્વેદ બિંદુઓ લૂછયાં અને તેનાં ચહેરા પર આવી ગયેલ વાળ દુર કર્યા.

“પદ્મિની,શાંત થઈ જા.”

“રાજકુમાર,મેં મહા મુશ્કેલીથી મારાં ભુતકાળને પાછળ છોડ્યો છે.હું મારા મન પર ઘણો સંયમ રાખીને ફરીથી જીવતા શીખી છું.હવે હું ફરીથી મારો ભુતકાળ દોહરાવવા નથી માંગતી.”પદ્મિનીએ કહ્યું અને રડવા લાગી.

અર્જુને તેને શાંત થવાં દીધી અને પૂછ્યું,

“પદ્મિની, તું કોનાથી અને શા માટે આટલી બધી ગભરાશ?કોણ છે એ વ્યક્તિ જેનાં કારણે તારી આવી હાલત થઇ છે?"

“સારંગ.” પદ્મિનેએ કહ્યું.

...
શું કારણ હશે જેનાં લીધે પદમાને પદ્મિની થવું પડ્યું?
જાણવા માટે વાંચતા રહો, પદમાર્જુન પાર્ટ:૨.



(*પંક્તિ: ડ્રામા 'ખુદા ઔર મોહબ્બત-૩'માંથી)