Kidnepar - 8 books and stories free download online pdf in Gujarati

કિડનેપ - 8

હજુ કેવિન નાં અપહરણ અને રાશી નાં અપહરણ તથા હત્યા ની તપાસ શહેર નાં બે અલગ અલગ પોલીસ સ્ટેશન માં ચાલી રહી છે ત્યાં જ અમિતાભ પંડિત પાસે ઋષિકેશ રાયજાદા નામ નાં માત્ર ૧૬ વર્ષ નાં છોકરા ની ત્રણ દિવસ થી ઘર પરત ના ફર્યો હોવાની ફરિયાદ આવે છે.
હવે આગળ...
__________

બીના તથા વિનોદ નાં ગયા બાદ અમિતાભ તરત જ અભિમન્યુ ને બોલાવે છે અને તેને ઋષિકેશ નાં ગુમ થયા હોવાની તથા વિનોદ તથા બીના એ જે કંઈ પણ કહ્યું તે બધી વાતો જણાવે છે.

ત્યાર બાદ અમિતાભ અભિમન્યુ ને કહે છે કે, "તું એક કામ કર ઋષિકેશ નાં આઈ.ટી.આઈ. પર જઈ ત્યાં તપાસ કર કારણકે વિનોદ નાં કહેવા મુજબ છેલ્લે ઋષિકેશ ત્યાં ગયો હતો. ત્યાં આજુબાજુ માં જો ક્યાંય સીસીટીવી કેમેરા હોય તો તે પણ જોઈ લેજે અને રિટર્ન માં ઋષિકેશ નાં ઘરે જઈ ને ત્યાં આડોસ પડોશ માં પણ બીના તથા વિનોદ વિશે અને ખાસ તો તેમના અને ઋષિકેશ નાં સંબંધો વિશે તપાસ કરજે ક્યાંક એવું તો નથી ને કે વારે વારે નાં ઝઘડા થી કંટાળી ને આ વખતે ઋષિકેશ સાચે ક્યાંક ચાલ્યો ગયો હોય કોઈને કહ્યા વગર." અમિતાભ ની વાત સાંભળી રહ્યા બાદ અભિમન્યુ તરત જ ઋષિકેશ ની તપાસ માટે નીકળી ગયો.

અભિમન્યુ નાં ગયા બાદ અમિતાભ હવે શું કરવું એ વિચારી રહ્યો, કારણકે પરિતોષ યાદવ તો હજુ અમદાવાદ થી આવતી કાલે સવારે છેક તેને તપાસ માટે મળવા નો હતો. ત્યાં સુધી અમિતાભ બીજા એક બે જુના કેસ ની તપાસ અને તેના કાગળિયા બનાવવા માં લાગી ગયો.
__________

સાંજ નાં સાડા સાત નો સમય થયો છે, શહેર માં વરસાદ નાં લીધે બફારા નો માહોલ છે. વાદળો થી છવાયેલ આકાશ માં ધરતી માં થી છૂટી પડતી ગરમી જાણે કેદ થઈ ગઈ છે અને હવે તે ધરતી પર નાં સજીવો ને જ બફારા નો અનુભવ કરાવી રહી છે. આવા ભેજ નીતરતા માહોલ માં પોલીસ સ્ટેશનમાં અમિતાભ અને અભિમન્યુ ઠંડી લછી નો આનંદ માણી રહ્યા છે, અને સાથે સાથે ઋષિકેશ કેસ વિશે વાત પણ કરી રહ્યા છે.

અભિમન્યુ એ વાત શરૂ કરી, "સર, ઋષિકેશ ની આઈ.ટી.આઈ. ખાતે તપાસ કરતા વિનોદ ની વાત સાચી માલૂમ જણાઈ છે. ઋષિકેશ મંગળ વારે સાડા અગિયાર વાગ્યે આઈ.ટી.આઈ. ગયો હતો અને લગભગ બે કલાક ત્યાંજ હતો. તે જેમને મળવા ગયો હતો તે ચૌહાણ સર ને હું આજે મળ્યો. તેમનું કહેવું છે કે તેઓ તે દિવસે એક ચૂંટણી પંચ ની મીટીંગ નાં કામ થી બહાર હતા અને તેમને પટ્ટાવાળા એ ઋષિકેશ ત્યાં આવ્યો હોવાનું કહ્યું હતું. પછી મે બહાર નીકળી તે પટ્ટાવાળા ને પૂછ્યું તો તેણે પણ એ જ વાત જણાવી."

અભિમન્યુ ની વાત ને ધ્યાન થી સાંભળી રહેલા અમિતાભે હુંકાર ભર્યો. અભિમન્યુ એ આગળ વાત ચાલુ રાખી, "પટ્ટાવાળા નાં કહેવા મુજબ લગભગ દોઢેક વાગ્યે ઋષિકેશ ત્યાંથી રવાના થયો. મે ત્યાં બહાર લોબી નાં કે જ્યાં ઋષિકેશ બેઠો બેઠો રાહ જોઈ રહ્યો હતો તેના ફૂટેજ તપસ્યા ઋષિકેશ પૂરા બે કલાક ત્યાં જ બેઠો હતો અને રાહ જોઈ રહ્યો હતો. તે તેના મોબાઈલ માં કઈક કરી રહ્યો હતો. પરંતુ મને ત્યાં કઈ શંકાસ્પદ ના જણાયું."

"તેનો મતલબ એ થયો કે જે કંઈ પણ થયું છે તે આઈ.ટી.આઈ. માં થી બહાર નીકળ્યા બાદ થયું છે." અમિતાભ બોલ્યો.

"યેસ સર, મે આઈ.ટી.આઈ. ની બહાર નાં સીસીટીવી કેમેરા નાં ફૂટેજ જોયા પણ ત્યાં બહાર નો વ્યું ખાસ જોઈએ તેવો નથી. મેઈન ડોર ની એન્ટ્રી માત્ર જ કવર થાય છે, જ્યારે બાકી નો આઈ.ટી.આઈ. નો બહાર નો એરિયા અને ખાસ કરી ને પાર્કિંગ નો એરિયા તો કવર જ નથી થતો. તેમ છતાં મે મેઈન ડોર નાં ફૂટેજ ને સાથે લઈ લીધા છે."

થોડી વાર શાંત રહ્યા બાદ અભિમન્યુ બોલ્યો, "અને હા સર, એક ખાસ અચરજ પમાડે તેવી વાત છે કે ઋષિકેશ નું બાઈક હજુ ત્યાં આઈ.ટી.આઈ. નાં પાર્કિંગ માં જ પડ્યું છે."

અમિતાભ નાં મોઢા માં થી ઉદગાર સરી પડ્યા, "વોટ? ઋષિકેશ નું બાઈક હજુ ત્યાં જ છે? ધેટ મીન્સ કે આઈ.ટી.આઈ. ખાતે થી જ ઋષિકેશ ક્યાંક ચાલ્યો ગયો છે અથવા કોઈ તેને લઇ ગયું છે."

"હા સર, મે ત્યાં બધા ને પૂછ્યું પરંતુ ત્યાંથી નીકળ્યા બાદ ઋષિકેશ ક્યા ગયો તે વિશે કોઈને કંઈ જ ખબર નથી. પણ હા સર, મે તેના બાઈક ને વ્યવસ્થિત જોયું તો તેમાં પંચર પડેલું જણાયું. બની શકે કે બહાર આવ્યા બાદ ઋષિકેશ એ ટાયર પંચર થયેલું જણાતા તે કોઈ ગેરેજ વાળા ને બોલાવવા ગયો હોય અથવા તે માટે કોઈની મદદ લીધી હોય." અભિમન્યુ એ વાત ને આગળ વધારી, " પણ સર, એક વાત મને ખૂબ જ આશ્ચર્ય જનક લાગે છે."

"અને એ શું છે અભિમન્યુ?" અમિતાભે પૂછ્યું.

અભિમન્યુ એ કહ્યું, "એજ કે ઋષિકેશ આઈ.ટી.આઈ. માં અંદર દાખલ થાય છે એ પરિસર નાં મેઈન સીસીટીવી ફૂટેજ માં દેખાય છે, પરંતુ તે બહાર નિકળ્યો હોય તેવું કેમેરા માં દેખાયું નથી."

અમિતાભે અભિમન્યુ ની શંકા વિશે પોતાનો અભિપ્રાય આપ્યો, "તું સીસીટીવી ફૂટેજ તો સાથે લઈ જ આવ્યો છે ને, આપને એકદમ ધ્યાન થી જોઈશું એટલે સો ટકા આપણને ઋષિકેશ નાં ગુમ હોવા બાબતે જરૂર થી કઈક ઇન્ફો મળશે જ. હવે એ જણાવ કે ઋષિકેશ નાં ઘરે થી શું માહિતી મળી?

અભિમન્યુ બોલ્યો, "સર, મે તેના પાડોશીઓ ને પૂછ્યું તો તેઓએ જણાવ્યું કે ઋષિકેશ ડાહ્યો છોકરો હતો. હા રહેણી કરણી થોડી હાઈ ફાઈ હોવાથી પિતા પુત્ર ને ચકમક જરતી હતી અને દર વખતે બીના ઋષિકેશ નું ઉપરાણું લેતી અને તેનો પક્ષ લઈ વાત ને પતાવતી. પણ તે ઝગડાઓ એટલા મોટા નાં હતા કે ઋષિકેશ ઘર છોડી ને હંમેશ નાં માટે ક્યાંય ચાલ્યો જાય."

"ઋષિકેશ નાં ઘર માં વિનોદ તથા બીના જોડે કઈ વાત થઈ?" અમિતાભે પૂછ્યું.

અભિમન્યુ એ કહ્યું, "હા સર, મે તે બંને જોડે વાત કરી. બસ એ જ બધી વાતો ખાસ કઈ નવું જાણવા મળ્યું નથી. ઋષિકેશ નાં રૂમ ની તપાસ પણ કરી, પરંતુ ત્યાં થી પણ કંઇ શંકા કરવા જેવું હાથ લાગ્યું નથી."

અમિતાભે કહ્યું, "તો પછી ચાલ આપણે ફૂટેજ તપાસીએ. કદાચ આપણને આ કેસ માં પહેલી કડી તેમાંથી જ મળી જાય." આમ કહી અમિતાભ અને અભિમન્યુ ઋષિકેશ નાં આઈ.ટી.આઈ. નાં સીસીટીવી કેમેરા નાં ફૂટેજ જોવા માં લાગી જાય છે.

અંદર નાં ફૂટેજ માં તો ખાસ કઈ માહિતી નથી મળતી. હવે તેઓ બહાર નાં મેઈન ડોર નાં ફૂટેજ જોવે છે. તેઓ એ જોયું કે દોઢ વાગ્યે ઋષિકેશ બહાર નીકળ્યો અને ડાબી બાજુ વળ્યો. આ જોઈને તરત અભિમન્યુ બોલ્યો, "સર, એ બાજુ પાર્કિંગ છે એટલે તે બાઈક લેવા ગયો હોવો જોઈએ." તેઓએ આગળ ફૂટેજ ચલાવ્યું ઘણી વાર થઈ છતાં ઋષિકેશ ત્યાંથી આઈ.ટી.આઈ. ની બહાર જતા નાં દેખાયો.

અમિતાભ બોલ્યો, "નક્કી પાર્કિંગ અને તેની આજુબાજુ જ કઈક થયું હોવું જોઈએ. ત્યાંના કોઈ ફૂટેજ નથી? કે પછી ત્યાં કોઈ સિક્યોરિટી ગાર્ડ બેઠો હોય તેણે કઈ જોયું હોય?"

અભિમન્યુ એ જવાબ આપતા કહ્યું, "ના સર, પાર્કિંગ માં કોઈજ સીસીટીવી નથી અને વેકેશન નો સમય ચાલતો હોવાથી ત્યાં પાર્કિંગ માં વાહન ની અવરજવર ખૂબ ઓછી રહે છે આથી હાલમાં ત્યાં કોઈ ગાર્ડ પણ બેસતો ના હતો."

અભિમન્યુ ની વાત સાંભળી થોડી વાર વિચારી રહ્યા બાદ અમિતાભ ને કઈક સુજ્યું, તેણે તરત જ અભિમન્યુ ને કહ્યું, " અભિમન્યુ, એવું બની શકે કે ઋષિકેશ કોઈ ની કાર માં બેસી ને આઈ.ટી.આઈ. ની બહાર ગયો હોય એટલે આપણે તેને બહાર નીકળતા ના જોયો હોય. આપણે જ્યારે બહાર નાં ફૂટેજ જોઈ રહ્યા હતા ત્યારે મે લગભગ અડધા કલાક નાં ફૂટેજ માં ત્રણ થી ચાર કાર ને બહાર નીકળતા જોઈ."

અમિતાભ નો તર્ક સાંભળી ને અભિમન્યુ તેની સામે આદર પૂર્વક જોતા બોલ્યો, "સો ટકા એવું બની શકે સર. એક કામ કરીએ ઋષિકેશ નાં બહાર નીકળ્યા બાદ કેટલી ગાડી આઈ.ટી.આઈ. માં થી બહાર નીકળી તે જોઈએ, બની શકે કે તેમાંથી જ કોઈ ગાડી માં બેસી ઋષિકેશ કોઈ જોડે બહાર ગયો હોય અથવા તેને કોઈ લઈ ગયું હોય."

આટલું બોલી અભિમન્યુ એ ધ્યાન થી ફૂટેજ ચલાવ્યા અને તેઓએ જોયું કે કુલ ત્રણ ગાડી ઋષિકેશ નાં બહાર આવ્યા પછી બહાર ગઈ હતી. પરંતુ તેમાં અંદર કોણ બેઠું છે તે સ્પષ્ટ જણાતું ના હતું. આથી અમિતાભ બોલ્યો, "આમા તો કઈ ગાડી માં ઋષિકેશ ગયો હોય તે ખ્યાલ આવતો નથી તું એક કામ કર અભિમન્યુ આઈ.ટી.આઈ. ની નજીક નાં ચાર રસ્તા અને બીજા કોઈ જગ્યા એ જો ક્યાંય સીસીટીવી કેમેરા જણાય તો તેના ફૂટેજ જોઈ ને તપાસ આગળ વધાર.

રાત નાં સાડા આઠ થવા આવ્યા હતા, આથી અમિતાભ તેના ઘર તરફ જવા નીકળ્યો સાથે સાથે તે અભિમન્યુ ને પણ તેની સાથે લઈ ગયો. જ્યારે જ્યારે બંને સાથે ઘરે જવા નીકળતા ત્યારે અમિતાભ રસ્તા માં અભિમન્યુ ને તેના ઘર સુધી ડ્રોપ કરતો જતો. એ બહાને રસ્તા માં કોઈ કેસ વિશે ચર્ચા કરવા નો સમય પણ મળી જતો.
__________

બીજે દિવસે સવાર નાં અગિયાર વાગ્યા હશે, રાજકોટ શહેર તેની એ જ મસ્ત ગતી માં પરોવાઈ ગયું હતું અને આ બાજુ પરિતોષ યાદવ ની સરભરા કરવા માં અમિતાભ નાં બે કોન્સ્ટેબલ પણ પરોવાઈ ગયા હતા. અમિતાભ ની સૂચના મુજબ પૂરા પોણા કલાક સુધી તેની બરાબર સરભરા કર્યા બાદ તેને અમિતાભ સમક્ષ પૂછપરછ રૂમ માં લઇ જવામાં આવ્યો. પરિતોષ બરાબર ચાલી પણ શકતો નાં હતો આથી બે કોન્સ્ટેબલ તેને ટેકે ટેકે ત્યાં બેસાડી ગયા.

પૂછપરછ રૂમ માં સાક્ષાત કાળ જેવા અમિતાભ ને પોતાની સામે બેસેલો જોઇને પરિતોષ રડવા લાગ્યો અને હજુ તો અમિતાભ કઈ પૂછે તે પહેલાં જ બોલ્યો, "સર, હવે મને ના મારતા. હું બધું સાચું બોલી જવા તૈયાર છું."

અમિતાભે કહ્યું, "એ જ તારા હીત માં છે, જો કોઈ પણ વાત છુપાવી છે કે ખોટી કહી છે તો તું તારી લાઇન નાં માણસો માટે એક ઉદાહરણ બની ને રહી જઈશ એવી તારી હાલત કરીશ." ગુસ્સા થી રાતા પીળા થયેલા અમિતાભે આગળ કહ્યું, "ચાલ બોલવા માંડ. રાશી નું અપહરણ કોણે કર્યું? શા માટે કર્યું અને ખંડણી માટે રૂપિયા માગ્યા બાદ તેની હત્યા શા માટે કરી?" અને આગળ ની વાત બોલતા પહેલાં અમિતાભે બે થી ત્રણ જોરદાર થપ્પડ તેના ગાલ પર જડી દીધા અને પછી પૂછ્યું કે, "સાલા હરામી, તેનો બળાત્કાર શા માટે કર્યો?"

અમિતાભ નાં હાથ નાં ત્રણ જોરદાર થપ્પડ ખાધા બાદ પરિતોષ ને તમ્મર ચડી ગયા. આથી અભિમન્યુ એ તેના પર ઠંડુ પાણી છાંટ્યું, તેને પાણી પાયું અને જેવો પરિતોષ સ્વસ્થ થયો તેણે બોલવા નું શરૂ કર્યું, "સર, હું અને મારી ટીમ સાથે મળી ને મારા મોટા ભાઈ સંતોષ યાદવ ની સૂચના પ્રમાણે કિશોર અવસ્થા નાં છોકરા અને છોકરીઓ ને કીડનેપ કરવા નું કામ કરીએ છીએ. અને ત્યાર બાદ તેના અપહરણ ની ખંડણી ઉઘરાવી છીએ. અમારું કામ ખાલી અપહરણ કરી અને ખંડણી ઉઘરાવવા નું જ હોય છે. કોનું અપહરણ કરવાનું છે અને કઈ રીતે આખી યોજના ને અંજામ આપવાનો છે એ બધી તૈયારી મારા મોટા ભાઈ સંતોષ યાદવ અમને અગાઉ થી જ આપી દે છે. આ કેસ માં પણ દર વખત ની જેમ અમે નક્કી કરેલા સમયે અને સ્થળે સંતોષ નાં કહેવા મુજબ કોઈ વ્યક્તિ નાં ફોન ની રાહ જોતા બેઠા હતા."

પરિતોષ થોડો અટક્યો ત્યાં જ અમિતાભે પૂછ્યું, "કોણ વ્યક્તિ?"

પરિતોષ બોલ્યો, "સર, એ તો મને ખ્યાલ નથી, સંતોષ એ કહ્યું હતું કે કોઈ વ્યક્તિ મને ફોન કરી ને કહેશે એ છોકરી નું મારે અપહરણ કરવા નું છે અને અપહરણ કર્યા બાદ મારે તે વ્યક્તિ પાસે થી પાંચ લાખ રૂપિયા લઈ અને તે છોકરી તે વ્યક્તિ ને સોંપી દેવાની છે."

અમિતાભે ફરી ગુસ્સે થતાં પૂછ્યું, "એ વ્યક્તિ નું કઈ નામ કે ઓળખ? તે ક્યારેય આ પહેલાં એને ક્યાંય જોયો છે?"

પરિતોષ બોલ્યો, "ના સર, હું તો એ વ્યક્તિ ને એ પહેલાં તો શું, ક્યારેય ના મળી શક્યો."

પરિતોષ ની વાત સાંભળી ગુસ્સે થયેલો અમિતાભ બોલ્યો, "સાલા, મને આખી વાત જણાવ ચાલ."

પરિતોષ વાત ને આગળ વધારતા બોલ્યો, "નક્કી કરેલા સમયે અને સ્થળે અમે રાહ જોઈ રહ્યા હતા ત્યાં થોડી વાર માં જ તે વ્યક્તિ નો ફોન આવ્યો અને કહ્યું કે સ્કુટી ચલાવી રહી છે તે છોકરી ને કીડનેપ કરવા ની છે. તેના કહેવા મુજબ રાશી ને કીડનેપ કરી લીધી અને તેને અમારા એક જૂના ઠેકાણે એક બંધ ભઠ્ઠી માં લઇ ગયા. બધું જ વ્યવસ્થિત પ્લાન મુજબ ચાલી રહ્યું હતું, પણ..." આટલું કહી અને પરિતોષ અટક્યો.

અમિતાભ જાણવા અધીરો બન્યો હતો, "પણ શું સાલા? આગળ વધ. એક એક માહિતી આપ મને."

પરિતોષ એ આગળ બોલતા જણાવ્યું કે, "જેવા અમે તે છોકરી ને લઈને ભઠ્ઠી એ પહોંચ્યા ત્યાં જ સંતોષ નો ફોન આવ્યો અને તેણે કહ્યું કે પેલો વ્યક્તિ તેની જીભ માં થી ફરી ગયો છે અને તેણે કહ્યું કે હવે તેને તે છોકરી નથી જોઈતી. અમારા ધંધા માં આ રીતે કામ નથી થતું. પરંતુ હવે ગુસ્સે થવાથી કઈ વળે એમ ના હતું. મે સંતોષ ને પૂછ્યું કે હવે આગળ શું કરવું છે? સંતોષ એ મને કહ્યું કે તેણે તે વ્યક્તિ પાસે થી કામ નાં પાંચ લાખ રૂપિયા લઈ લીધા છે એટલે હવે તે છોકરી ને જવા દેવી હોય તો જવા દેજે અને સંતોષે ફોન મૂકી દીધો."

હજુ પરિતોષ આગળ કઈ બોલે ત્યાંજ અમિતાભે તેને ટોકતા કહ્યું, "તો તું એમ કહેવા માગે છે કે પહેલાં સંતોષ અને તને કોઈ રાશી નાં અપહરણ માટે પાંચ લાખ રૂપિયા ઓફર કરે છે, ત્યાર બાદ તે રાશિને લઈ જવાની નાં પાડે છે અને તેમ છતાં પાંચ લાખ રૂપિયા પણ આપે છે. તું શું મને મૂરખ સમજે છે કે તારી આવી વાતો માં હું આવી જઈશ."

પરિતોષ કરગરતા સુર માં બોલ્યો, "સર, મારો ભરોસો કરો. હું એકદમ જ સાચું કહી રહ્યો છું. સમજ માં તો મને પણ નોતું આવી રહ્યું. પરંતુ અમને તો પાંચ લાખ થી મતલબ હતો જે આવી ગયા હતા. અને મારા મન માં બીજી યોજના એ પણ તાત્કાલિક જન્મ લઈ લીધો હતો."

"એજ ને કે પેલા વ્યક્તિ પાસે થી પાંચ લાખ મળ્યા બાદ રાશી નાં પરિવાર પાસે થી પણ ખંડણી ઉઘરાવી ને તેની રોકડી કરી લેવી." પરિતોષ ની વાત ને પુરી કરતા અમિતાભ બોલ્યો.

પરિતોષ એ નીચું જોઈને કહ્યું, "હા સર. અને આથી મે રાશી પાસે થી તેના મમ્મી નો નંબર મેળવી ને તેની પાસે થી ખંડણી ની રકમ ની માંગ કરવા અને રાશી નાં અને મારા બે સાગરીતો નાં રાત નાં ભોજન ની વ્યવસ્થા કરવા હું બહાર ગયો. મે રાશી નાં પરિવાર પાસે પચીસ લાખ માગ્યા અને તેઓ તરત જ તૈયાર થઈ ગયા. ત્યાર બાદ જેવો હું જમવા નું લઈ ને ભઠ્ઠી એ પહોંચ્યો તો મારો એક સાગરીત મને જોઈ ને રાડો નાખતો બોલ્યો કે બોસ જુઓ આ નરેશે શું કરી નાખ્યું."

આટલું બોલી પરિતોષ અટક્યો. આથી અમિતાભે રાડો નાખતા કહ્યું, "શું કરી નાખ્યું હતું નરેશે? જલ્દી ડાચા માંથી ફાટ સાલા હરામી."

અમિતાભ ની અધીરાઈ જોતા પરિતોષ ને વાત આગળ ચાલુ રાખવા નું જ યોગ્ય લાગ્યું, "સર, મે અંદર જઈને જોયું તો મારા મિત્ર નરેશે રાશી નું ગળું દબાવી ને હત્યા કરી નાખી હતી. જ્યારે મે તેને તે બાબતે પૂછ્યું તો તેણે કહ્યું કે, ભાઈ મારી ભૂલ થઈ ગઈ. તે છોકરી ને જોઈ ને મારાથી ના રહેવાયું આથી મે તેની સાથે જબરદસ્તી કરી. પરંતુ સાલી મને ધમકી આપતી હતી કે હું પોલીસ ને કહી દઈશ. આથી મે તેનું ગળું દબાવી તેને હંમેશ ને માટે ઉપર પહોંચાડી દીધી. સર, થોડી વાર તો મને સૂઝ્યું નહિ કે શું કરું પણ ત્યાર બાદ અમે તરત જ અમારા ડ્રાઈવર ને બોલાવી ને તે છોકરી ની લાશ ને આજી ડેમ ચોકડી પાસે ફેંકી દીધી." આ રીતે રાશી નાં અપહરણ, બળાત્કાર અને હત્યા નાં રહસ્ય પર થી પડદો ઉઠી ગયો હતો.

અમિતાભ આખી વાત સાંભળી ને સુન્ન થઈ ગયો. તેને સમજ માં જ ના આવ્યું કે આખી ઘટના માં બિચારી રાશી નો શું વાંક. તેણે અભિમન્યુ ને કહ્યું કે, "અભિમન્યુ, આ નરેશ મને આવતી કાલ સવાર સુધી માં હાથ પગ વગર નો જોઈએ. પછી જે થશે એ હું સંભાળી લઈશ."

ત્યાર બાદ અમિતાભ ફરી પરિતોષ તરફ ફર્યો અને તેને ઢિકા પાટું નાં માર મારતા બોલ્યો, "સાલાવ હરામીઓ, તમારી વાસના અને તમારી ગુન્હાહિત પ્રવૃત્તિઓ નાં લીધે એક સાવ જ નિર્દોષ છોકરી નો જીવ ચાલ્યો ગયો છે. હું તમને તમારા અંજામ સુધી પહોંચાડી ને જ જંપીશ. અને ચાલ હવે મને એ જણાવ કે સંતોષ ક્યાં મળશે, અને પેલો વ્યક્તિ કોણ હતો જેણે તારા ભાઈ ને રાશી નાં અપહરણ માટે કહ્યું હતું?"

પરંતુ જવાબ માં પરિતોષ મોઢું નીચું નાખી ને બેસી રહ્યો હતો.
__________

રાશી નાં અપહરણ માટે સંતોષ ને રૂપિયા આપનાર એ વ્યક્તિ કોણ હશે?
શું કેવિન, રાશી અને ઋષિકેશ નાં અપહરણ ને કોઈ કનેક્શન હશે?
શું અમિતાભ સાચા કીડનેપર સુધી પહોંચી શકશે?

જાણવા માટે વાંચતા રહો, રહસ્ય રોમાંચ થી ભરપુર ધારાવાહિક "કીડનેપ" માત્ર માતૃ ભારતી પર. આપના અભિપ્રાય અને સૂચનો જણાવવા માટે મને hardik.joshiji2007@gmail.com પર મેલ મોકલી આપો અથવા ૯૨૨૮૨૭૬૩૫૪ પર વોટ્સએપ પણ કરી શકો છો.