Ek Poonamni Raat - 109 books and stories free download online pdf in Gujarati

એક પૂનમની રાત - પ્રકરણ 109

એક પૂનમની રાત

પ્રકરણ 109

 

નાનાજી કહી રહેલાં અને દેવાંશ આષ્ચર્ય, આનંદ અને થોડાં ભય સાથે સાંભળી રહેલો. એને મનમાં થયું આ બધું શું હશે ? હવે કાલે શું થશે ? આમાં એક સાથે મિલીંદ, વ્યોમા, હું સિદ્ધાર્થ અંકલ અને બીજા જીવની ગતિ આ બધું શું છે ? પછી એણે વ્યોમાને કહ્યું આપણે થોડીવારમાં નીકળવાનું છે બધી તૈયારી કરી લે આજે ખબર નહીં માં પણ કાયમનાં ઉકેલની આશામાં અને આપણાં મિલનનાં આનંદમાં એ પણ થોડી આનંદથી ઉત્તેજીત છે. હું મિલીંદનાં ઘરે ફોન કરીને જણાવી દઉં છું કે તેઓ અહીજ આવી જાય અને અહીંથી સાથેજ બધાંથી નીકળી જવાય. જંગલમાં જવાનું છે તો બધાં સાથે હોય તો આનંદ આવે અને સલામતિ ની ભાવના પણ રહે આપણી સાથે પાપા એમનો હથિયાર ધારી સ્ટાફ અને વાહનો હશે કોઈ ચિંતા નથી આવતીકાલે પૂનમ છે આજની રાત્રી પણ રસ્તામાં કે ત્યાં મહેલમાં ક્યાં ગાળવાની છે કોઈને ખબર નથી.

દેવાંશ આ વ્યોમાને કહી રહ્યો હતો અને નાનાજીએ સાંભળ્યું એમનાં વિશાળ તેજોમય કપાળમાં જાણે તેજ વધી ગયું એમણે કહ્યું દેવાંશ તારી સંવેદના અને સંદેહના સાચી છે આવતી પળનો કોઈ ભરોસો નથી જયાં જયારે જે થવાનું હશે તે થશે પણ જે થશે એ ચમત્કારિક હશે.

દેવાંશ નાનાજીની સામે જોઈ રહ્યો પછી બોલ્યો નાનાજી તમે પ્રખર જ્ઞાની અને ભવિષ્યવક્તા ગુરુ સમાન છો તમે કહો છો એમજ થશે મને ખબર છે પણ મારો અનુભવ એવું કહે છે કે જ્યારથી તમે આ હવનયજ્ઞનું પૂનમે આયોજન કર્યું છે ત્યારથી જીવ આનંદમાં રહે છે કોઈક અગમ્ય ખુશીનો એહસાસ થઇ રહ્યોં છે. વ્યોમા પણ ખુબ ખુશ અને આનંદમાં છે.

નાનાજીએ કહ્યું ઈશ્વર એક ઘડીની એવી રચના કરે છે કે એ પળ ઘડી એ મુહૂર્ત કંઈક અનોખું અને પવિત્ર હોય છે ના એને કોઈ ના એને કોઈ અડચણ આવે ના એને કોઈ રોકી શકે બાંધી શકે એ ઘડી એ પળે જે થવાનું હોય થઈનેજ રહે અને એ ઘડીનું નિર્માણ થવા પાછળ કેટલાય સમયની રાહ જોવાતી હોય બધાની પ્રાર્થના,પીડા, આશીર્વાદ બધું સાથેજ હોય એક સાથે અનેક જીવોનો ઉદ્ધાર થતો હોય છે.

નાનાજી દેવાંશને ઘડી પળનું મહત્વ સમજાવી રહ્યો હોય છે ત્યાં કમિશનર વિક્રમસિંહજી ઘરે આવી પહોંચે છે એમણે આવતા વ્હેંત નાનજીને કહ્યું વડીલ આપનાં કેહવાં પ્રમાણે બધી તૈયારી થઇ ચુકી છે બધાં તૈયાર થઇ જાય બધો સામાન ચેક થઇ જાય બધાને જમવું હોય જમીલે બધાં કહે પછી આપનાં હુકમ પ્રમાણે એ ઘડીએ મુહૂર્તમાં આપણે નીકળી જઈશું અમારાં તરફથી બધી તૈયારી થઇ ગઈ છે મારો આસી. સિદ્ધાર્થ પણ અમારી કુમક સાથે હમણાં અહીં આવી જશે. નાનાજીએ કહ્યું અહીં પણ લગભગ બધીજ તૈયારી થઇ ચુકી છે. મેં કમલજીત અને ડો દેવદત્ત ખુરાનાને પણ કહી દીધું છે પણ તેઓ એમની રીતે મહેલ પર પહોંચી જશે. બીજું કે દેવાંશે પણ મિલિંદનાં ફેમિલીને અહીં બોલાવી લીધું છે એલોકો પણ આપણી સાથેજ આવશે.

વિક્રમસિંહ આષ્ચર્ય પામ્યા એમણે કહ્યું મિલિંદની ફેમિલી ? એલોકોને કેમ ?... વિક્રમસિંહ આગળ પૂછે પહેલાંજ નાનાજીએ કહ્યું વેવાઈ મિલિંદનો આત્મા સદગતિ નથી પામ્યો એ પ્રેતયોનિમાંજ ભટકે છે હમણાં બીજાં કોઈને મેં માહીતી નથી આપી પણ ત્યાં બધું બધાને સમજાઇ જશે. એનાં કુટુંબને બોલાવ્યા છે એલોકો નવાઈ નહિ પામે  દેવાંશે ફોન કર્યો ત્યારે એમને પ્રશ્ન થયેલા મેં સમાધાન કરી દીધું અને ઉતાવળથી બોલાવ્યા એ પણ સમજાવ્યું.

બીજુકે વડોદરાનાં રાજવી કુટુંબને પણ મેં આમંત્રણ આપ્યું છે ખાસ કારણસર તેઓ એમનાં સ્ટાફ અને સિક્યુરીટી સાથે મહેલ પર પહોંચી જશે તેઓ આજ રાત્રી પહેલાં મહેલ પર હશે. તમે સિદ્ધાર્થને આપણી સાથે બોલાવવા વિના એને કહો કુમક સાથે સીધો મહેલ પર પહોંચે એની ત્યાં જરૂર વધુ છે એમ ગર્ભિત રીતે આદેશ આપ્યો.

વિક્રમસિંહજી સમજી ગયાં કે નાનાજી કહે છે એટલે ચોક્કસ કારણ હશે એમણે સિદ્ધાર્થને સીધા મહેલ પર જવાજ સૂચના આપી અને 5-6 પોલીસ કર્મીઓને અહીં ઘરે મોકલવા કહ્યું જેઓ હથિયારૉથી સજ્જ હોવા જોઈએ.

સિદ્ધાર્થ બધું સમજી ગયો એણે કહ્યું સર તમે કહો છો એમજ થશે એમ પણ મહેલ તરફ કુમક બધાં સાધનો અને હથિયારો સાથે રવાના થઇ ચુકી છે.

વિક્રમસિંહે કહ્યું અમે પણ હમણાં નાનાજી કહે ત્યારે નીકળીશું.... ટેઈક કેર ...

મિલિંદનાં ઘરેથી બધાં દાદી,મમ્મી બહેન અને એનો મંગેતર બધાં આવી ગયાં. તરુબહેન અને મીરાંબહેને એમને બોલાવ્યાં અને સાથે જમવાની તૈયારી અંગે જણાવ્યું તથા નાનાજીનો પરીચય કરાવીને મિલિંદની વિધી કરવાની હોવાથી તેઓને સાથે લઇ જવા આમંત્ર્યા છે એમ જણાવ્યું વંદના અને અભિષેક દેવાંશ અને વ્યોમા સાથે બેઠાં.

દાદીએ કહ્યું તમે મિલિંદની આટલી લાગણી અને કાળજી રાખી એજ અમારે માટે ઘણું છે. એનાં પાપાની બુદ્ધિ અવળે રસ્તે ચઢી ગઈ એમાં બધી બરબાદી થઇ ગઈ. તરુબહેને કહ્યું કંઈ નહીં હવે ઓછું ના લાવશો બધી વિધી પતી જાય પછી સહુ સારાં વાનાં થશે. મિલિંદતો મારાં દેવાંશનો ખાસ મિત્ર બંને જણાંને એકબીજા વિના ચાલે નહીં પણ ઈશ્વરને કંઈક બીજું મંજુર હશે.

અહીં વંદનાની જીભ ખુલી એણે કહ્યું મિલિંદને મેં ઘણીવાર ટેરેસ પર નીચે ચોકમાં, એની બાઈક પર બેસતાં જોયો છે એનો ચેહરો કાયમ નિરાશામાં હોય પણ દેવાંશનો જ્યાં ઉલ્લેખ થતો એનો ચેહરો ખીલી ઉઠતો. મેં વારંવાર મિલિંદને જોયો છે.

યશોદાબેન કહે તું આજે અત્યારે બોલે છે ? આટલો વખત તેં આ વાત છુપાવી રાખી ? મને તો કેહવું જોઈએ ? વંદનાએ કહ્યું આપણે બધાં ખુબ ચિંતામાં રહેતાં હતાં અનેકવાર અવનવું બનતું મિલિંદનાં ગયાં પછી તમે કોઈએ ક્યાં હાંશ લઈને શ્વાસ લીધો છે ? હું તમને આવી વાત કરત તો તમે સાચી ના માનત અને મારી માનસિકતા ઉપર શંકા કરત... મારે મુશ્કેલીમાં વધુ ગેરસમજ કે દુઃખ નહોતાં વધારવા પણ અહીં જયારે ખબર પડી કે મિલિંદનાં સદગતિનાં કામ અંગે આપણે જઈ રહ્યાં છીએ એટલે મારી જીભ ખુલી ગઈ હિંમત આવી ગઈ મારો ભાઈ સદગતિ પામે બસ એજ હું ઈચ્છું છું એમ કહેતાં કહેતાં એનાંથી ડૂસકું નંખાઈ ગયું.

નાનાજીએ બધીજ વાત સાંભળી હતી એમણે કહ્યું તેં કહ્યું દીકરા સારુંજ કર્યું તમે બધાં ન જાણતાં હોવ તો કહી દઉં મિલિંદ અત્યારે પણ આપણી સાથેજ છે.અને એનાં અંગે જ આપને સહુને બોલાવ્યા છે.

*******

સિદ્ધાર્થ કમિશ્નરની સુચનાં પ્રમાણે એની કુમક સાથે બધાં હથિયાર અને સાધનો સાથે જંગલ તરફ જવા નીકળી ગયો. આજે ચૌદશ છે કાલે પૂનમ . ઝંખના કહેતી હતી કે હું એક દિવસ તારી સાથે નહીં હોઉં પછી સીધો ઉકેલ.... પણ આ એક દિવસ જાણે વર્ષોનો વિરહ લાગી રહ્યો છે.

જંગલમાં જવા નીકળતાં એણે ઝંખનાએ આપેલી ભસ્મ નો ચાંદલો કર્યો. જીપ એની ઝડપથી જંગલ તરફ જઈ રહી હતી એણે દ્રાઇવરને પૂછ્યું સ્પેરવહીલ અને જીપ અંગેનાં બધાં ટુલ્સ ચેક કરીને લીધાં છે ને ? આપણે જંગલમાં જઈ રહ્યાં છીએ ત્યાં કશું મળવાનું નથી.

દ્રાઇવરે કહ્યું સર બધુંજ બરાબર ચેક કરીને લીધું છે સાધનો હાઇપાવર ટોર્ચ હથિયારો,બંદૂક રીવોલ્વર બધુંજ છે દોરડાં છે અને સ્ટાફ ખુબ બહાદુર અને ચપળ છે.

સિદ્ધાર્થે કહ્યું હવે ધ્યાન રાખીને જંગલ તરફ ચલાવ્યા કરજો વચ્ચે ક્યાંય અટક્વાનું નથી.... લગભગ 3 કલાક જેવો રસ્તો છે એટલે સાંજ પડતાં સુધીમાં પહોંચી જઈશું. અજવાળે અજવાળે એ પ્રમાણેજ નીકળ્યાં છીએ.

દેવાંશનાં ઘરેથી દેવાંશ અને વ્યોમાનું કુટુંબ મિલિંદનું કુટુંબ સાથે રહેનાર પોલીસ સ્ટાફ બધો સમાન એક જીપમાં અને એક ટુરીસ્ટ કોચમાં બેસીને બધાં નીકળી ગયાં હતાં જીપ અને કોચ શરૂ થતાં હર હર મહાદેવનો જય ઘોષ લગાવ્યો અને જંગલ તરફ જવા નીકળી ગયાં હતાં આ બાજુ ડો દેવદત્ત ખુરાના અને કમલજીત સર પણ એમનાં સિક્યુરીટી સ્ટાફ સાથે જંગલ જવાં નીકળી ગયાં હતાં.

જંગલ મધ્યે પહોંચ્યાં ત્યાં ધોળે દિવસે અંધારૂ લાગી રહેલું. સિદ્ધાર્થ અજાયબ દ્રશ્ય જોતો હોય એમ બધે નજર રાખી રહેલો પણ એનો જીવ અને નજર એક ધ્યાનમાં નહોતાં. નજર જંગલ તરફ હતી અને જીવ ઝંખનામાં હતો.

એની જીપ જંગલ પસાર કરી રહી હતી જર્જરીત મહેલ થોડો દૂર હતો અને પવનની મોટી આંધી આવી ચારે બાજુ ધૂળ ધૂળ અને પાંદળાઓ ઉડી રહ્યાં હતાં પવન એટલી ઝડપથી વાઈ રહેલો કે કંઈ દેખાતું નહોતું અને ......

 

વધુ આવતા અંકે પ્રકરણ -110