Padmarjun - 32 books and stories free download online pdf in Gujarati

પદમાર્જુન - (ભાગ-૩૨)

શાશ્વતે પોતાનાં માતા-પિતાને પદમા વિશે જણાવી દીધું હતું અને તેઓએ પદમાનાં માતા-પિતાને. બંને પરિવારે શાશ્વત અને પદમાનાં સંબંધ પર પોતાની પસંદગીની મહોર મારી દીધી હતી તેથી પદમા અને શાશ્વવત બહુ ખુશ હતાં.

...

પદમા અને રેવતી બંને બપોરનું ભોજન કરવાં બેઠાં. રેવતીએ તેની થાળીમાં ભાત આપ્યાં અને હસી.

“માતા અહીં આવો.”પદમાએ કહ્યું અને રેવતી સામે જોઇને પૂછ્યું, “તું શા માટે હસી રહી છો?”

પદમાનાં માતા ત્યાં આવ્યાં.

“માતા, મને ભાત ખવડાવોને.”પદમાએ કહ્યું.

“પદમા,તું હજુ પણ હાથે જમતા નથી શીખી.”રેવતીએ કહ્યું અને ફરીથી હસવા લાગી.

“એમાં હસવા જેવું શું છે?”પદમાએ મોં ફુલવીને પૂછ્યું.

“સત્ય તો કહી રહી છે રેવતી,હવે માત્ર બે માસ રહ્યા છે તારાં અને શાશ્વતનાં વિવાહ આડે. વિવાહ બાદ કોણ જમાડશે તને?”પદમાનાં માતાએ ચિંતિત અને લાગણીભીના સ્વરે પૂછ્યું.

“માતા, હું ક્યાં દુર જવાની છું?અહીં જ તો છું. જ્યારે મન થશે ત્યારે અહીં આવી જઇશ.”પદમાએ પરિસ્થિતિ હળવી કરવાં માટે હસીને કહ્યું પણ તેને સ્વપ્નેય કલ્પના ન હતી કે તેણે ટુંક સમયમાં જ પોતાનાં બધા જ સ્વજનોથી દુર થવું પડશે.

આજે શાશ્વત તથા સોમ સારંગગઢની સેના લઇ મલંગ તરફ પ્રયાણ કરવાના હતા તેથી શાશ્વત પદમા અને તેનાં પરિવારને મળવા આવ્યો હતો. તેણે પદમાનાં માતા-પિતાનાં ચરણ સ્પર્શ કર્યા.

“વિજયી ભવ પુત્ર.”

“પદમા એનાં કક્ષમાં છે.”શાશ્વતને ચોતરફ નિહાળતો જોઇને રેવતીએ કહ્યું.

શાશ્વત કલ્પની આજ્ઞા લઇ પદમાને મળવાં ગયો.પદમા પોતાનાં કક્ષમાં હતાશ થઇને બેઠી હતી. શાશ્વત તેની બાજુમાં જઇને બેઠો.

“પદમા,કેમ ઉદાસ છો?”

“શાશ્વત,જ્યેષ્ઠ કહી રહ્યા હતા કે મલંગરાજ અત્યંત ક્રુર અને તાકાતવર છે.”

“હમ્મ,એટલે તને મારી બહાદુરી પર ભરોસો નથી.”

“નહીં શાશ્વત, એવું નથી.”

“તો?”

“ખબર નહીં કેમ પરંતુ મનમાં એક પ્રકારનો અજ્ઞાત ભય લાગી રહ્યો છે.”પદમાએ હતાશાથી કહ્યું.

“પદમા બહુ ચિંતિત લાગી રહી છે. મારે તેની હતાશા દુર કરવાં કંઇક કરવું પડશે.”શાશ્વતે સ્વગત કહ્યું.

“પદમા,તને ખબર છે મલંગની રાજકુમારી મોહિની તારાં કરતાં પણ સુંદર છે. મિત્ર વિદ્યુત કહી રહ્યો હતો કે તેનો ભાઇ તેનાં વિવાહ તેની મરજી વિરુદ્ધ પ્રભાત સાથે કરાવવાનો છે.એટલે હું વિચારું છું કે હું મલંગરાજને યુદ્ધમાં હરાવી મોહિની સાથે વિવાહ કરી લઈશ અને તેને દુષ્ટ પ્રભાતથી બચાવી લઇશ.”શાશ્વતે પોતાનું હાસ્ય રોકીને કહ્યું. તેની વાત સાંભળીને પદમા શાશ્વતની વિરુદ્ધ દિશા તરફ મોં ફુલાવીને બેસી ગઈ. એ જોઇને શાશ્વતે પદમાનું મોં પોતાની તરફ ફેરવ્યું અને કહ્યું,

“પદમા,તું મારાથી રીસાઈ ગઇ?અરે,હું તો તારી હતાશા દુર કરવા માટે તારી સાથે ઉપહાસ કરી રહ્યો હતો.”

“શાશ્વત, હું તને અને સોમકાકાને લઇને ચિંતિત છું.”

“તું શું એવું ઈચ્છે છે કે હું મસ્તક નીચું રાખીને એક કાયરની જેમ તારી સાથે વિવાહ કરું?”

“ના.”

શાશ્વતે પદમાની આંખોમાં આવી ગયેલ આંસુઓ લૂછયાં અને પોતાની સાથે લાવેલ ચૂંદડી પદમાને ઓઢાડીને કહ્યું,

“પદમા,હું શીઘ્રતિશીઘ્ર વિજયનાં સમાચાર લઈને પાછો આવીશ અને ઉંચુ મસ્તક રાખીને તારી સાથે વિવાહ કરીશ.”

“હું તારી રાહ જોઇશ.”પદમાએ કહ્યું અને પોતાની બાજુમાંથી પૂજાની થાળી લઇ શાશ્વતનાં કપાળ પર તિલક કર્યું.

શું શાશ્વત યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી શકશે?
શું સારંગ શાશ્વતની ગેરહાજરીનો ફાયદો ઉઠાવશે?


...

ગોવિંદ ઔષધિઓ પોતાનાં થેલામાં ભરી રહ્યો હતો.


“જ્યેષ્ઠ, તમે સફર પર જાવ છો?”પદમાએ પૂછ્યું.


“હા,હું મલંગ રાજ્ય તરફ જાવ છું.”


“પરંતુ કેમ?”


“પદમા,ત્યાં યુદ્ધ થવાનું છે. માટે આપણાં સૈનિકોને મારી જરૂર પડશે.”


“જ્યેષ્ઠ, શાશ્વત અને કાકાનું ધ્યાન રાખજો.”પદમાએ રડમસ અવાજે કહ્યું.


ગોવિંદે તેનાં માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને કહ્યું, “તું ચિંતિત ન થા. હું તેઓને કંઇ જ નહીં થવા દવ.”