Ek Poonamni Raat - 113 books and stories free download online pdf in Gujarati

એક પૂનમની રાત - પ્રકરણ - ૧૧૩

એક પૂનમની રાત

પ્રકરણ :- ૧૧૩

 

ડો દેવદત્તજીની વાણી અસ્ખલીત રીતે ઇતિહાસ માટે વહી રહી હતી. વ્યોમા આશ્ચ્રર્ય સાથે સાંભળી રહી હતી એનાં મનમાં અનેક પ્રશ્ન હતાં. એ દેવાંશ તરફ જોઈ રહી હતી એ જાણે કોઈ જૂની અગમ્ય યાદોમાં ખોવયો હોય એમ બેભાન અવસ્થામાં સુઈ રહ્યો છે. કેમ નાનાજી એની પાસે જવા પણ મનાઈ ફરમાવી રહ્યાં છે ? .

આ શું છે બધું ?

વ્યોમાની આંખોમાં આંસુ ઉભરાઈ રહ્યાં છે એણે વહેતી આંખો સાથે નાનાજી તરફ જોયું એની આંખમાં આંસુ તગતગી રહેલાં એને અસહ્ય પીડા થઇ રહી હતી સાથે સાથે ગુસ્સો વધી રહેલો એ કશું સહીજ નહોતી શકતી. એણે નાનાજી તરફ એક દ્રષ્ટિ કરી અને દેવાંશ તરફ જોઈને જોરથી ચીસ નાંખી દેવાંશ......

બે પળ માટે બધાં સ્તબ્ધ થઇ ગયાં. ડો દેવદત્ત પણ અચાનક ચીસ સાંભળી મૌન થઇ ગયાં એમણે નાનાજી તરફ જોયું અને નાનાજીએ દેવાંશ તરફ જોયું.

બધાનાં આશ્ચ્રર્ય વચ્ચે દેવાંશ એનાં નામની તીવ્ર ચીસ સાંભળીને આંખો ચોળતો બેઠો થયો એણે વ્યોમા તરફ જોયું વ્યોમાની આંખમાં ઉભરાઈ આવેલાં આંસુ સાથેનો આક્રોશ જોયો .... દેવાંશે વ્યોમાને જોઈ બીજી તરફ.... તૈલ ચિત્ર તરફ ઈશારો કરીને કહ્યું વિ.... વીરા... વિરાજ.... જો જો પેલી આવી ... હેમા .... હેમાલી.... .

વ્યોમાએ રડતી આંખે પૂછી લીધું વિરાજ ? કોણ વિરાજ ? હું વ્યોમા છું તું દેવાંશ જાણે અર્ધજાગૃત અવસ્થામાં હોય એમ વાત કરી રહેલો અને ત્યાં નાનાજીએ કહ્યું વ્યોમા દીકરા તું વિરાજ... દેવાંશ એ દેવેન્દ્ર.... પછી પ્રદ્યુમનસિંહ તરફ નજર કરીને કહ્યું તમને હવે યાદ આવે છે ?

પ્રદ્યુમનસિંહ તો અવાક થઇ ગયેલાં એમણે કહ્યું મારાં આશ્ચ્રર્યનો પાર નથી અહીં હાજર રહેલાંમાં મારાં પરીવારનાં કેટલા જણ છે ? આ દેવાંશ એ દેવેન્દ્રસિંહ વ્યોમા એ વિરાજ... મારાં પૂર્વજો દેવેન્દ્રસિંહની પ્રેમિકા .... પણ એમની પાછળ દિવાનની દીકરી હેમાલી મેં આ બધું મારાં પિતા અને દાદાનાં મોઢે સાંભળ્યું છે. ઘણીબધી સાંભળેલી વાતો જાણે આજે આંખ સામે જોઈ રહ્યો હોઉં એવો એહસાસ થઇ રહ્યો છે. ઈશ્વરે મને સાક્ષી બનાવવાજ અહીં હાજર રાખ્યો છે મારાં રાજવી પરિવારનાં પાત્રો આજે ક્યાં ક્યાં જન્મ લઈને .... છતાં એમનાંજ પ્રિય પાત્રો સાથે આજે મિલન પામી ચૂક્યાં છે કેવો હશે એમનો પ્રેમ એકબીજા માટેનો લગાવ, પ્રેમનો વિશ્વાસ હે ઈશ્વર તું કેવાં કેવાં પ્રસંગોમાં મને આજે સાક્ષી બનાવી રહ્યો છે તારો ખુબ ખુબ ઉપકાર છે.

વ્યોમા સાથે સમગ્ર પરીવાર આશ્ચ્રર્યથી બધું સાંભળી રહ્યાં છે. રાજવી પ્રદ્યુમનસિંહ દેવાંશની નજીક આવે છે એને હાથ પકડી ઉભો કરે છે અને એનાં ચહેરાં સામે જોઈ રહે છે. પ્રદ્યુમનસિંહનાં ચહેરાં પર આનંદ અને પ્રેમ ઉભરાઈ આવ્યો છે અને દેવાંશને ગળે વળગાવી દે છે.

ત્યાં નાનાજીનાં મુખે બીજી વાસ્તવિકતા નીકળે છે એમણે કહ્યું રાજવી તમે જેને ગળે વળગાવી રહ્યાં છો એ આ જન્મમાં દેવાંશ છે પણ ગત જન્મનાં તમારાં દાદાજી છે એમ કહી હસ્યાં. તમે હમણાં કીધું કે તમે તમારાં પિતા અને દાદા પાસેથી વાતો સાંભળી છે દાદાએતો એમનાં જીવનની સાચી વાતો કીધેલી જે એમનાં જીવનમાં બની હતી પણ આજે એ સદેહે બીજાને ત્યાં જન્મ લઈને તમારી સામે ઉભા છે અને એ પણ હકીકત છે આજે તમને સાંઈઠી ગુજરી રહીં છે અને આ દેવાંશ હજી માંડ 24 વર્ષનો છે પણ હું જે કહું છું એ પણ હકીકત છે. વળી હજી બીજી ખાસ વાત બધાએ જાણવાની બાકી છે એ તમને સવિસ્તર ડો દેવદત્ત કહેશે.... વ્યોમા અને દેવાંશની નજર પણ ડો દેવદત્ત પર પડી.

ડો દેવદત્તે કહ્યું અત્યારે રાત્રી થઇ ચુકી છે સંધ્યા ઢળી ચુકી છે અહીં હાજર છે બધાને હું આગળની પ્રેતકથા, એ સમયનાં જીવનની કથા કહીશ પહેલાં બધાંને ખાવા -જમવા આપી દો કારણકે પછી એ કથામાં વચ્ચે મધ્યાનતર નહીં આવે….એમ કહીને મૌન થઇ ગયાં.

નાનાજીએ વિક્રમસિંહ અને સિદ્ધાર્થને બોલાવીને કહ્યું વિક્રમજી હવે પછીનો સમય ખુબ અગત્યનો અને કિંમતી છે અહીં હાજર છે એ બધાં માટે ખાવા જમવાની વ્યવસ્થા સુવાની વ્યવસ્થા છે ને ? આવતીકાલે પૂનમ છે સવારે ૧૧:00 પછી વિધી વિધાન શરૂ થઇ જશે આજની રાત્રી પણ એટલીજ અગત્યની છે આજ રાત્રીથી બધી યોની સાથે જીવીત, મૃત્યુ, પ્રેમ સાથે સંવાદ શરૂ થશે બધાં રહસ્યો ખુલી જશે નિવારણ અને સદગતિ અંગેનો હવનયજ્ઞ આવતી કાલે સંધ્યાકાળે 6:00 પછી શરૂ થઇ જશે જે મધ્યરાત્રી સુધી ચાલશે પછી સમાપન થશે ત્યાં સુધીમાં બધાં પ્રશ્ર્નોનું નિવારણ અને રહસ્ય ઉપરથી પડદો ખુલી જશે. આ સમય દરમ્યાન કોઈને કોઈ વિચાર, વિપત્તિ અસાધારણ ઘટનાં બની શકે છે બધીજ રીતે તૈયાર રહેજો.

રાજવી કુટુંબને લગતી વાતોજ શરૂ થશે એમાં દેવાંશ, વ્યોમા , સિદ્ધાર્થ અને..... પ્રેતયોનીનાં જીવ બધાં પરોવાશે અને જમ્યા પછીનાં વિરામ સીધા બાદ વાર્તાલાપ -સંવાદ શરૂ થશે આ શ્રુષ્ટિ અને શ્રુષ્ટિ બહારનાં જીવો જે અવગતિયા છે કે પ્રેતયોનિમાં છે બધાં સામે હાજર થશે સંવાદ કરશે ત્યારે વિચારભેદ વૈમનસ્ય, પ્રેમ, લગાવ, તિરસ્કાર ,ક્રોધ બધું શક્ય છે એટલે બધાને એ રીતે માનસિક તૈયાર કરવા પડશે એનાં માટે હું, તમે વિક્રમસિંહ ,સિદ્ધાર્થ ,ડો. દેવદત્ત અને કમલજીત અને એક મહાત્મા હજી આવવા બાકી છે એ પણ મધ્યરાત્રીએ આવશે .... બધાને સ્વસ્થ અને સંયમમાં રહેવાં માટે સમજાવવાનાં છે.

વિક્રમસિંહ અને સિદ્ધાર્થ નાનાજીની વાતોને સાંભળીને વિસ્મય પામી રહેલાં પણ અનેક પરચાં પચાવીને બેઠાં હતાં એટલે નાનાજીનાં વચનો ઉપર વિશ્વાસ હતો. એમણે કહ્યું બધાંની જમવાની અને રાત્રી રોકાણ સુવાની પૂરતી વ્યવસ્થા છે વળી અહીં બધાની રક્ષાનો પણ પૂરો બંદોબસ્ત છે ઘણાં સિપાહી ફરજ પર હાજર છે.

******

નાનાજીનાં આદેશ પ્રમાણે વિક્રમસિંહ, સિદ્ધાર્થ, ડો દેવદત્ત કમલજીત બધાએ બધાને સ્વસ્થ અને સંયમમાં શાંત રહેવા જણાવ્યું સમજાવ્યું બધાને જમવાનું આપી દીધું અને જેને સૂવું હોય એને પણ બધી વ્યવસ્થા બતાવી દીધી કોઈ રીતે કોઈ અગવડ કોઈને નહીં પહોંચે એની તકેદારી રાખી હતી પરંતુ બધાને આગળ શું થશે એવુંજ કુતુહલ હતું દેવાંશ, વ્યોમા, સિદ્ધાર્થ અને એમનાં કુટુંબીઓને રાજવી પરીવારને પણ હવે પછી શું થશે શું જાણવાં મળશે એનીજ ઇંતેજારી હતી.

રાત્રીનાં 12:00 વાગવાને સમય નજીક આવી રહેલો.... પૂનમ પહેલાનાં ચૌદશનાં દિવસે પણ ચંદ્રમાં આકાશમાં જાણે પૂર્ણ કળાએ ખીલ્યો હોય એવોજ હતો. મહેલનાં બારી દરવાજા બધું ખુલ્લું હતું અને પૂનમની રાત જેવોજ પવન ફૂંકાઈ રહેલો ધીમે ધીમે ઠંડક પ્રસરી રહેલી.... વર્ષા પછી શિશિરનાં પવનો મંદ મંદ મીઠાં વહી રહેલાં.... બધાં રાજવી રાજરચીલાં સોફા-પલંગ-પાટ ઉપર બેઠાં હતાં. કોઈની આંખમાં ઊંઘ નહોતી હવે કોણ આવશે શું થશે ?નાનાજીએ ઉલ્લેખ કરેલો કે હજી એક વિભૂતિ પધારવાની છે તો એ કોણ હશે ?

દેવાંશ અને વ્યોમા સાથેજ બેઠાં હતાં છતાં દેવાંશ ઉત્સુક હૈયે જાણે કોઈની રાહ જોઈ રહેલો એનું મન અસમંજસમાં હતું એને કોઈ ખૂટતી કડીનો આવિષ્કાર કરવો હતો બધાં પ્રશ્નોનું સમાધાન જોવાનું હતું. એ વ્યોમાને સાથે લઈને પગથીયાં ચડીને અગાસીમાં આવી ગયો એણે ખુલ્લા આકાશમાં ચમકી રહેલાં ચંદ્રમાં જોયાં એનાંથી આપોઆપ હાથ જોડાઈ ગયાં એણે મનોમન પ્રાર્થના કરવા માંડી અને આ જન્મનાં જીવનમાં જે અગમ્ય પરચા થયાં છે એની અને વ્યોમા વચ્ચે કોઈ આવીને.... ભોગ ભોગવી જાય છે એનાંથી છુટકારો માંગી રહેલો બંન્નેની આંખો બંધ છે અને વાતાવરણમાં તોફાન શરૂ થવા લાગ્યું પવન ફૂંકાવા માંડ્યો અને સાથે એક .....

 

વધુ આવતા અંકે - પ્રકરણ ૧૧૪