Padmarjun - 34 books and stories free download online pdf in Gujarati

પદમાર્જુન - (ભાગ-૩૪)

પદમા જરૂરી ઔષધિઓ લઇને સારંગના કક્ષમાં પહોંચી. સારંગ તેને જોઈ રહ્યો. તે સાદા વસ્ત્રોમાં પણ અત્યંત સુંદર લાગી રહી હતી.

પદમા પાસેથી ઔષધિઓ લઇને કલ્પે ફરીથી લેપ તૈયાર કર્યો અને સારંગને લગાડ્યો.

“રાજન, અમને આજ્ઞા આપો.”કલ્પે કહ્યું.

“રાજવૈદ્ય, મારે તમારી સાથે એક અગત્યની વાત કરવી છે.”

“હા, કહો.”

“એકાંત.”સારંગે કહ્યું.બધા સૈનિકો કક્ષની બહાર ચાલ્યા ગયાં. હવે કક્ષમાં માત્ર કલ્પ, પદમા,સારંગ અને ભાનું જ હાજર હતાં.

“રાજવૈદ્ય, હું તમારી પુત્રી સાથે વિવાહ કરવાં માંગુ છું.”સારંગે કહ્યું.

કલ્પને લાગ્યું કે સારંગ રેવતી વિશે વાત કરી રહ્યો છે. તેથી તેણે કહ્યું, “પરંતુ રાજન,એ કંઇ રીતે શક્ય બને?તમે રાજા છો જ્યારે અમે તો માત્ર સામાન્ય પ્રજા.”

“મને એ વાતથી કંઇ જ ફર્ક નથી પડતો.મને તમારી પુત્રી ગમે છે. જો તમે પરવાનગી આપો તો….”સારંગે પદમા સામે જોઇને કહ્યું.

“રાજન,મને થોડો સમય આપો.હું મારાં પરિવારની અને ખાસ કરીને રેવતીની ઈચ્છા જાણવા માંગુ છું.”

“ક્ષમા કરજો રાજવૈદ્ય, પરંતુ આ બાબતમાં રેવતીની ઇચ્છા?મને કંઇ સમજાયું નહીં.”

“રાજન, તમે મારી પુત્રી રેવતી વિશે જ વાત કરી રહ્યા છો ને?”

“અરે નહીં નહીં.હું તમારી જ્યેષ્ઠ પુત્રી પદમા સાથે વિવાહ કરવાં માંગુ છું.”

તેની વાત સાંભળીને પદમા અને કલ્પ બંને ચોંકી ગયા.

“ક્ષમા કરજો રાજા સારંગ,પરંતુ હું તમારી સાથે વિવાહ નહીં કરું.”પદમાએ કહ્યું.

“હા રાજન,મારી જ્યેષ્ઠ પુત્રી પદમાનો સંબંધ સેનાપતિ સોમનાં પુત્ર શાશ્વત સાથે નક્કી થઇ ગયો છે.”

કલ્પની વાત સાંભળીને સારંગની ભ્રમરો સંકોચાઈ ગઈ.

“રાજન, અમને આજ્ઞા આપો.”કલ્પે કહ્યું.

“હા, તમે જઇ શકો છો.”

કલ્પ અને પદમા કક્ષની બહાર નીકળવા ગયા પરંતુ સારંગે પદમાનો હાથ પકડી લીધો.

“મેં માત્ર તમને જ જવાની પરવાનગી આપી છે.”સારંગે નફ્ફટાઈથી કહ્યું.

કલ્પે સારંગની પકડમાંથી પદમાનો હાથ છોડાવ્યો અને ત્યાંથી જાવ લાગ્યો પરંતુ ભાનુ તેઓની આડો ઉભો રહી ગયો.

“રાજન,આ કેવો દુસાહસ છે?”કલ્પે ક્રોધિત થઇને પૂછ્યું.

સારંગે પોતાનાં એક હાથથી દુર ખસેડ્યો અને બીજા હાથ વડે પદમાનો હાથ ફરીથી પકડીને કહ્યું,

“રાજવૈદ્ય, તમારે એકલા જવું હોય તો જઇ શકો છો.”

“મારો હાથ છોડો.”પદમાએ પોતાનો હાથ છોડાવવાનો પ્રયાસ કરતાં કહ્યું.પરંતુ સારંગે પોતાની પકડ વધુ મજબુત કરી દીધી.

“રાજન, મને શસ્ત્ર ઉઠવવાં માટે મજબૂર ન કરો.”કલ્પે કરડાકીથી કહ્યું પરંતુ તેની સારંગ પર કોઇ પણ પ્રકારની અસર ન થઈ.તેથી કલ્પે પોતાની તલવાર કાઢી અને સારંગના ગળા પર રાખી.

“સારંગ, મારી પુત્રીનો હાથ છોડ.”

આ જોઇને ભાનુએ પણ પોતાની તલવાર કાઢી.તેથી કલ્પે પોતાની પુત્રી માટે ભાનુ સાથે લડાઇ ચાલુ કરી.આ જોઈને પદમા ચિંતિત થઇ ગઇ કારણકે તે જાણતી હતી કે તેનાં પિતાને શસ્ત્ર વિદ્યાની બહુ જાણકારી નહતી.તેથી યોગ્ય તક જોઇ સારંગ પાસેથી ખંજર છીનવી તેનાં ગળા પર રાખ્યું.

“સારંગ, તારાં મિત્રને કહે કે શરણાગતિ સ્વીકારી લે અન્યથા હું તને નહીં છોડું.”

સારંગે પદમા સામે જોયું.પદમાનો સુંદર ચહેરો ગુસ્સાનાં કારણે લાલઘૂમ થઇ ગયો હતો.તે પદમા સામે જોઇને હસ્યો અને ચાલાકીથી પદમાનાં હાથમાંથી ખંજર છીનવી લીધું.આ દરમિયાન કલ્પ અને ભાનુ વચ્ચેની લડાઇ હજુ પણ ચાલુ હતી.

“રાજવૈદ્ય, સાંભળ્યું છે કે તમારી નાની પુત્રી રેવતી પણ અત્યંત સુંદર છે.”સારંગે લુચ્ચું હસતાં કહ્યું.

...


...


સારંગના મોઢેથી રેવતીનું નામ સાંભળીને કલ્પનાં હાથ રોકાઈ ગયાં.


“સારંગ આ તું શું બોલી રહ્યો છે?”કલ્પે ક્રોધિત થઇને પૂછયું.


સારંગ કલ્પ પાસે ગયો અને તેનાં હાથમાંથી તલવાર લઇને કહ્યું, “તમે જે સાંભળ્યું એ અને રાજવૈદ્ય મને ખબર મળી છે કે તમારો એકમાત્ર પુત્ર ગોવિંદ પણ ઘાયલ સૈનિકોનો ઇલાજ કરવાં માટે મલંગ ગયો છે. પરંતુ જો એણે કઇ થઇ ગયું તો એનો ઇલાજ કોણ કરશે?”


“અને પદમા તારો પ્રેમી શાશ્વત પણ યુદ્ધમાં ગયો છે ને?જો એને કંઇ થઇ ગયું તો?”


...


શું સારંગ પદમા સાથે વિવાહ કરી શકશે?તમારો પ્રતિભાવ જરૂર જણાવજો.