Dhup-Chhanv - 65 in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ - 65

ધૂપ-છાઁવ - 65

અપેક્ષા ઈશાનની નજીક આવીને તેને તાવ છે કે નહિ તે ચેક કરે છે પરંતુ ઈશાનનું શરીર તો સાવ ઠંડુ બરફ છે તેથી અપેક્ષાને થોડી રાહત થાય છે. અપેક્ષા આવી એટલે ઈશાને આંખો ખોલી અને અપેક્ષાની સામે જોઈને જરા સ્માઈલ આપ્યું અને પછી બોલવા લાગ્યો કે, " આવી ગઈ ડિયર, મારે તને એક સીરીયસ વાત કરવી છે આપણાં લગ્ન બાબતે એક ટેન્શનવાળી વાત ઉભી થઈ છે અને એટલે જ તો તેની અસર થોડી મારી તબિયત ઉપર પડી છે... ઈશાનની આ વાત સાંભળીને અપેક્ષા પણ ટેન્શનમાં આવી જાય છે...

અપેક્ષા: એવી શું ટેન્શનવાળી વાત છે કે જેને કારણે તારી તબિયત બગડી ગઈ છે.

ઈશાન: અપેક્ષાને પોતાની નજીક ખેંચી લે છે અને છાતી સરસી ચાંપી લે છે અને તેને કહેવા લાગે છે કે, આપણે ઈન્ડિયા જઈએ પછી તું મને એકલો છોડીને તારાં ફ્રેન્ડ્સ સાથે તો નહીં જતી રહે ને ?

અપેક્ષા: ના ના, કેમ એવો સવાલ પૂછે છે ?

ઈશાન: બસ મને એવા બધા વિચારો આવ્યા કરે છે એટલે...

પછી ઈશાને અપેક્ષાની આંખોમાં પોતાની આંખો પરોવી અને તે તેને ફરીથી પૂછવા લાગ્યો કે, તું મને છોડીને ક્યાંય જતી તો નહીં રહે ને ?

અપેક્ષા: ના ના પણ આજે તું મને કેમ આવા ગાંડા ગાંડા જેવા પ્રશ્નો પૂછે છે ?

ઈશાન: ખબર નહીં મને જાણે અંદરથી જ કંઈક એવો ડર લાગી રહ્યો છે અને સતત એવા વિચારો આવી રહ્યા છે.. ઓકે ચલ પ્રોમિસ આપ મને...

અપેક્ષા: પ્રોમિસ બસ..ઈશુ હું સદાયને માટે તારી જ છું અને તારી જ રહેવાની છું તું આવા બધા ખોટા વિચારો કરીને તારું મગજ ન બગાડીશ. ઓકે, અને હવે ચીલ થઈ જા થોડો..

ઈશાન: ખરેખર તું અહીં આવી અને તે મને પ્રોમિસ આપી ને એટલે મને થોડી શાંતિ થઈ જાણે હાંશ અનુભવાઈ. ચાલ હવે થોડી વધુ નજીક આવી જા..અને ઈશાને અપેક્ષાને કસોકસ પોતાની બાથમાં ભીડી લીધી અને તેની ઉપર ચુંબનનો વરસાદ વરસાવી દીધો. ઈશાન અને અપેક્ષા બંને પોતાની મસ્તીમાં ખોવાઈ ગયા અને એટલામાં ડોરબેલ વાગ્યો અપેક્ષાએ બારણું ખોલ્યું તો તેનાં સાસુ સસરા ખરીદી કરીને આવી ગયા હતા.

અપેક્ષાને માટે ગોલ્ડ જ્વેલરી અને સિલ્વર જ્વેલરી આવી ગયા હતા એક પછી એક અપેક્ષાએ સોનાના બંને સેટ પહેરી જોયા જે તેના રૂપાળા ગોરા વાનને વધારે દીપાવી રહ્યા હતા જડતરથી મઢેલા સોનાના બંને સેટ બેનમૂન હતાં જે તેને ખૂબજ ગમ્યા અને તે પોતાની સાસુને ભેટી પડી. ઈશાન અને તેના પપ્પા સાસુ વહુનું મિલન જોતાં રહ્યાં. ઈશાનને પણ સેટની ડિઝાઈન અને ઘાટ ખૂબજ ગમ્યા ત્યારબાદ અપેક્ષાની સાસુએ તેને તેના માટે ખરીદેલા સાંકળા અને કેડ કંદોરો વગેરે બતાવ્યું પછીથી તેણે પોતાની સાસુએ પોતાને આપેલા ખાનદાની કંગન બતાવ્યા અને તે પહેરીને માપી લેવા કહ્યું અપેક્ષાને તે કંગન બરાબર માપમાં આવી રહ્યા તેથી પરંપરાગત તે કંગન હવે લગ્નના દિવસે તેની સાસુ અપેક્ષાના હાથમાં  પહેરાવશે..આમ ઈશાન તરફથી દાગીનાની બધીજ ખરીદી થઈ ગઈ હતી હવે ફક્ત અપેક્ષા માટે સાડીઓ લેવાની બાકી હતી જે ઈન્ડિયાથી ખરીદવાની હતી. બસ હવે તો ઈન્ડિયા જવા માટે ઈશાને અને તેના પરિવારે ફક્ત પેકિંગ જ કરવાનું બાકી હતું.

આ બાજુ અપેક્ષાની માં લક્ષ્મી દાગીના અને સાડીઓ ખરીદવા માટે અપેક્ષાની કાગડોળે રાહ જોઈને બેઠી હતી.

અપેક્ષાની પોતાના પિયર તરફથી સાડીઓની અને જ્વેલરીની બધીજ ખરીદી બાકી હતી તેથી તે એક મહિના પહેલા ઈન્ડિયા જવા માંગતી હતી અને ઈશાન તેને લગ્નના એક મહિના પહેલા જવા દેવા માટે તૈયાર નહોતો પરંતુ અપેક્ષાની જીદ આગળ ઈશાને નમવું પડ્યું અને તે પોતાનું પેકિંગ કરીને ઈન્ડિયા જવા માટે નીકળી ગઈ. ઈશાન તેને એરપોર્ટ ઉપર ડ્રોપ કરવા માટે ગયો હતો ઈશાન અપેક્ષા પોતાના ફ્લાઈટ માટે અંદર ગઈ ત્યાં સુધી તેને કાકલૂદી કરતો રહ્યો કે, આટલા વહેલા તારે ઈન્ડિયા જઈને શું કામ છે ? આટલી વહેલી તું ઈન્ડિયા ન જઈશ ને ? અને અપેક્ષા તેને પ્રેમથી સમજાવતી રહી કે, એક મહિનો તો ક્યાંય પૂરો થઈ જશે તેની ખબર પણ નહીં પડે અને પછી તો તું ત્યાં આવી જ જવાનો છે. હું તારી રાહ જોઈશ ઈશુ...અને એટલું બોલીને અપેક્ષા ઈશાનને ભેટી પડી અને તેની આંખમાં પાણી આવી ગયું ઈશાન પણ ઢીલો પડી ગયો...અને અપેક્ષાએ ઈન્ડિયા તરફ પોતાની ઉડાન ભરી લીધી.....

હવે અપેક્ષા ઈન્ડિયા આવે છે પછી શું થાય છે ? તે આપણે આગળના ભાગમાં જોઈશું....

~ જસ્મીના શાહ 'જસ્મીન'

દહેગામ

23/6/22

Rate & Review

Hina Thakkar

Hina Thakkar 3 weeks ago

milind barot

milind barot 1 month ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 4 months ago

Hema Patel

Hema Patel 6 months ago

Usha Patel

Usha Patel 7 months ago