Atitrag - 9 books and stories free download online pdf in Gujarati

અતીતરાગ - 9

અતીતરાગ – ૯

બે નામનું જોડાણ કરી, એક નવું નામ સર્જનની કરવાની પ્રથા.
ઉદાહરણ તરીકે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ નામ આપ્યું ‘વિરુષ્કા’

આપને ખ્યાલ છે, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સૌ પ્રથમ આ પ્રથાની શરૂઆત કોણે કરી હતી ? કયારે કરી હતી ? અને કઈ મશહુર ફિલ્મ જોડીએ કરી હતી ?

આ વાતને આશરે પાંચ દાયકા વીતી ગયાં. જી હાં, પાંચસ વર્ષ પહેલાં આવું એક નામ આવ્યું હતું.

મધુરજની... હનીમૂન.

આ શબ્દ સંભળાતા જ સૌ પરણિતના ચહેરા પર એક હળવું સ્મિત આવી જાય.
ત્વરિત સ્મરણ થાય એ ગોલ્ડન ડેઈઝનું.

કોઈપણ નવ પરણિત યુગ્મ માટે મધુરજની તેમના જીવનનો એક અવિસ્મરણીય હિસ્સો બની જાય. જીવનના એ ગુલાબી દિન અને રાતનો સમય માણતાં એવું થાય જાણે કે...આ સિલસિલો બસ આ રીતે સળંગ ચાલ્યાં કરે. પણ કોઈના મધુરજનીમાં કોઈ કારણસર ખલેલ પહોંચે, અને અધવચ્ચેથી હનીમૂનના તંબુ સંકેલીને મૂડનું પેકઅપ કરવું પડે તો શું થાય ?

હાં, કંઇક આવું જ થયું હતું અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના હનીમૂનના દિવસો દરમિયાન. અમિતાભ અને જયાએ તેમના હનીમૂન ડેઈઝ લંડનમાં પસાર કર્યા હતાં.

અમિતાભ અને જયા થોડો સમય વધુ મધુરજનીના માહોલમાં ગાળવા ઇચ્છતા હતાં પણ,
તેઓ તે ન કરી શક્યાં, કારણ કે તે નિર્ણય લેવાથી ડાયરેક્ટર ઋષિકેશ મુખરજીની નારાજગીનો ભોગ બનવું પડે તેમ હતું.

ઋષિકેશ મુખરજી એ સમયે ફિલ્મ ‘અભિમાન’ ના નિર્માણમાં વ્યસ્ત હતાં અમિતાભ અને જયા જોડે. અને ‘અભિમાન’ ફિલ્મનું મહત્તમ શૂટિંગ આટોપી લેવામાં આવ્યું હતું.
બાકી હતું તો ફક્ત ફિલ્મના અંતિમ ભાગનું શૂટિંગ, મીન્સ ક્લાઈમેક્સ.

એ ક્લાઈમેક્સ જેમાં એક થીએટરમાં અમિતાભ અને જયા પર સોંગ ફિલ્માવામાં આવે છે. ત્યારબાદ બન્ને સ્ટેજ પરથી ઉતરીને ભીડમાંથી પસાર થતાં થતાં બહાર આવે છે.

ઋષિકેશ મુખરજી આ સીન શૂટ કરવાં માટે અતિ ઉત્સાહિત અને બેબાકળા હતાં.
અને તેના માટે અમિતાભ અને જયા પર પણ આ કારણથી વધુ માનસિક તનાવ અને દબાણ હતું.

હવે આ એકસ્ટ્રીમ એક્સાઈટમેન્ટનું એવું પરિણામ આવ્યું કે. મધુરજનીનો સમયગાળો લંબાવાની વાત તો દૂર રહી પણ, જે દિવસે અમિતાભ અને જયા લંડનથી પરત ફર્યા તે દિવસે તેઓ બન્ને એરપોર્ટથી તેમના ઘરે જવાના બદલે સીધા પહોંચ્યા તે સ્ટુડીઓમાં જ્યાં ફિલ્મ ‘અભિમાન’ના ક્લાઈમેકસનું શૂટિંગ કરવાનું હતું.

અને તે પુરા દિવસ દરમિયાન એ ફિલ્મના અંત ભાગનું શૂટિંગ પૂર્ણ કાર્ય પછી જ તેઓ ઘરે ગયાં.

આ ભાંગજડ અને ભાગદોડનું બીજું પણ એક સબળ કારણ હતું..
ફિલ્મ ‘અભિમાન’નું શૂટિંગ શક્ય એટલું જલ્દી પરિપૂર્ણ થાય તેના માટે અમિતાભ અને જયાનો અંગત અને આર્થિક સ્વાર્થ પણ હતો.

જો તમે ફિલ્મ ‘અભિમાન’ નું પોસ્ટર ધ્યાનથી જોયું હશે તો તમને ખ્યાલ આવશે.
મેં અહીં શેર કરેલાં પોસ્ટરના ઉપરના ભાગે ડાબી તરફના કોર્નર પર લખ્યું છે ‘AMIYA’ PRESENTS.

આ ‘AMIYA’ એ અમિતાભ બચ્ચ્ચન અને જયા બચ્ચનનું શોર્ટ ફોર્મ છે.

અમિતાભ અને જયા ફિલ્મ ‘અભિમાન’ ના માત્ર મુખ્ય કલાકારો નહતા પણ ફિલ્મના નિર્માતા પણ હતાં.

અમિતાભ અને જયા બંને તે સમય દરમિયાન અતિ વ્યસ્ત હતાં. અને તેમને એવું લાગ્યું કે તેઓ ઓન પેપર નિર્માતાની જવાબદારી બખૂબી નહીં નિભાવી શકે તેથી કાગળ પર અને પડદા પર ફિલ્મ ‘અભિમાન’ ના પ્રોડ્યુસર તરીકે તેમના સેક્રેટરી શુશીલા કામત અને પવનકુમાર જૈનના નામનો ઉલ્લેખ કરાયો છે.

પણ અતિ વ્યસ્તતામાં એક ચૂક એ રહી ગઈ કે. સ્ટ્રોંગ પેપર વર્કના અભાવે આજે પણ અમિતાભ કે જયા એ વાતનો દાવો ન કરી શકે કે, આ ફિલ્મ તેમની છે. હજુ પણ એ એક કોયડો છે કે ફિલ્મના અધિકૃત કોપી રાઈટ્સ કોની જોડે છે ?

મધુરજનીના ફૂટેજ ઓછા પડ્યા પણ ફિલ્મ ‘અભિમાન’ માટે જયા બચ્ચનએ વર્ષ ૧૯૭૪નો બેસ્ટ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ હાંસિલ કર્યો. અને તેમની ફિલ્મી કારકિર્દીની એક માઈલ સ્ટોન મૂવી સાબિત થઇ.

સાથે સાથે બેસ્ટ સંગીતકાર માટે એસ.ડી.બર્મન. બેસ્ટ સપોર્ટીંગ એકટર માટે અસરાની અને બેસ્ટ સ્પોર્ટીંગ એક્ટ્રેસ માટે બિંદુને પણ નવાજવામાં આવ્યાં.

આગામી કડીની એક ઝલક..
નેવર અન ફોરગેટેબ મૂવી ‘પાકીઝા’નો ઉલ્લેખ કરીએ એટલે સૌથી પહેલું નામ યાદ આવે મીનાકુમારીનું.

ફિલ્મ ‘પાકીઝા’ના બધાં જ સોંગ્સ આજની તારીખે પણ સદાબહાર અને યાદગાર છે.
ફિલ્મ ‘પાકીઝા’ માં મીનાકુમારી પર ફિલ્માવામાં આવેલાં બે મધુર ગીતો.

એક ગીત હતું...
‘આજ હમ અપની દુઆઓ કા અસર દેખેંગે...’ અને બીજુ ગીત હતું.
‘ચલો દિલદાર ચલો..ચંદ કે પાર ચલો..’

આ બંને સોંગમાં આપ પડદા પર મીનાકુમારીને જોઈ રહ્યાં છો... પણ હકીકતમાં એ મીનાકુમારી નથી.

આ સિવાય ફિલ્મ ‘પાકીઝા’ સાથે સંકળાયેલી અનેક રસપ્રદ વાતોની વિસ્તૃત ચર્ચા કરીશું આગામી કડીમાં.

વિજય રાવલ
૨૦/૦૮/૨૦૨૨