MANJU NI MUJVAN books and stories free download online pdf in Gujarati

મંજુ ની મુંજવણ


" મંજુડી,અલી મંજુ....ડી ...ક્યાં મરી ગઈ ?" જસુબેન એ સવાર સવાર માં મંજુ ની મહાભારત ચાલુ કરી ..આજુ બાજુ ના લોકો રોજ ના હેવાયા હતા એટલે કોઈ ને કઈ અજુગતું ના લાગ્યું. ત્યાં તો સાયકલ લઇ ને મંજુ આવી ..માત્ર ૧૨ વર્ષ ની ...સુરજ ના કિરણો રતાશ લઇ ને આવે .એવો માસુમ ચહેરો ..પારેવડાં પણ ભોળપણ તેના થી શીખે એટલી ડાહી..ભોળી ..નિર્દોષ ..એ હસે તો વાતાવરણ માં નાની નાની ઘંટડી ની મીઠાસ ઉમેરાય જાય ...
હજુ તો સાયકલ મૂકી ને ઘર માં પગલું મૂકે તે પહેલા જ તેનો ભાઈ જગો (જગદીશ) ..મમ્મી ,એને કહી દે મારી સાયકલ ના અડકે (ફેરવે) ..
"તને કેટલી વાર ના પાડી, તારે સાયકલ નઈ લેવાની અને સવાર સવાર માં કઈ ગય'તી ?" જસુબેન ની આંખો ના ડોળા ઠેક કપાળે સ્પર્શતા હોય એવું લાગ્યું .માસુમ પારેવડું વગર વાંક ગુને ધ્રુજતુ હતું.ત્યાં અંદર ના રૂમ માં થી બીજા એક વકીલ આવ્યા. કનુભાઈ શું છે આ બધું ? મંજુ, રોજ સવાર ને સાંજ તારા કારણે ઘરમાં કકળાટ થાય છે ..જા અંદર ..ઘર નું કામ શીખ ને ...
સપ્તાહ માં મંજુ ની બે થી ત્રણ સવાર સપ્તાહ માંઆવી જ હોય .. અંદર આવી ને ઘર નો કચરો સાફ કરતી હતી ..કઈ પણ બોલ્યા વિના ..ચૂપ ચાપ,ગુમસુમ અને તેનો ભાઈ પલંગ માં પગ લટકાવી રોટલી અને અથાણું નો નાસ્તો કરતો હતો..થોડીવારે ત્રાંસી આંખે બેન બાજુ જુવે અને પોતાનું પેટ ભરે.
શાળા નો સમય થતા જ જસુબેન બહાર આવ્યા,જગા ને માથે અને ચહેરે વહાલ થી હાથ ફેરવ્યો. અને મંજુ ને થોડી કડકાઈ થી " સાંજે સીધી ઘરે જ આવજે .."
મંજુ આ ભેદભાવ જોઈ અંદર થી રડી પડી ..પણ બહાર કઈ પણ બોલ્યા વિના ડોકું ધુણાવી ચાલતી ચાલતી શાળા એ જવા લાગી ..ભાઈ એની સાયકલ પર એના દોસ્ત કુંજ ને બેસાડી ને ચાલતો થયો. બંને શાળા હતી તો પાસે પણ કુમાર શાળા અને કન્યા શાળા એમ સામસામે જ હતી.
સ્કૂલ માં ભણવા માં હોશિયાર હતી મંજુ અને જગો ઠીક હતો.છતાં ઘર માં જગા નું જ સારું બોલાય, તેની બધી ફરમાઈશો પુરી થાય જયારે મંજુ ની નજીવી માંગણી પણ નકારી કઢાય..હજુ વાર છે ..પછી લાવીશું ..તારે એનું શું કામ ..વગેરે શબ્દો થી તે ટેવાઈ ગઈ હતી માટે કોઈ માંગણી મુક્તિ જ નહિ..અને આ સાયકલ જે ભાઈ માટે લાવ્યા હતા તે મંજુ ની સ્કોલરશીપ ની હતી ..
તે દિવસે રાત્રે મંજુ બરાબર જમી નહિ.પથારી માં વહેલી સુઈ ગઈ.થોડી વાર પછી જસુબેન આવ્યા તેને જોયું તો પોતાની દીકરી તાવ થી દાઝી રહી છે ..તેનું શરીર તપે છે ..ઊંઘ માં પણ તેની આંખો રડતી હોય એવું લાગ્યું .તેના હોઠ ફરક્યા " હું ..નઈ..અડકું..સાય..નઈ..
દીકરી ની આ હાલત દેખી જસુબેન આંખો અને હૃદય બંને ભરાય આવ્યા.તેમને જોર થી બમ પાડી "સાંભળો છો ...?"
બહાર થી કનુભાઈ અંદર દોડતા આવ્યા.
"શું થયું ? આમ રાડો શાની નાખે છે ?"
"કહું છું આ મંજુ ને તાવ આવે છે તો દાક્તર ને ત્યાં લઇ જઇયે ..એ તો ઘરે જ હોય છે ને .."
"જો હું થાકી ને આવ્યો છું, અત્યારે એને પાણી ના પોતા મૂકી દે સવાર લઇ જઈસુ " કહી ને કાણું ભાઈ બહાર નીકળી ગયા.
બાજુ માં એક બહાર થી શિક્ષક રહેવા આવ્યા હતા.તેમને આ બધી વાતચીત સાંભળી ..તે ઘરે પ્રાથમિક જરૂરિયાત ની દવા રાખતા હતા કારણ કે તેઓ દર અઠવાડિયે તેમને ગામ જતા અહીં એકલા રહેતા હતા. તેઓ તાવ ની દવા લઇ ને જસુબેન ના ઘરે ગયા
"લો, જસુબેન .. આ મંજુ ને એક આપી દો, સવાર સુધી તેને સારું લાગશે .."
મંજુ બેન ટીકડી લઇ ને મંજુ ને વહાલ થી ઉઠાડી અને આપી દીધી ..મંજુ ના ચહેરો પ્રકાશ માં નિસ્તેજ અને ઉદાસ લાગ્યો..જસુબેન થી એક ડૂસકું મુકાઈ ગયું ..આખરે તો તે એક માં છે ને !
સવાર માં મંજુ ને સારું લાગ્યું.દૂધ નો ગ્લાસ પૂરો મંજુ ને આપી દીધો.મંજુ તે પીને ફરી સુઈ ગઈ ..
"કેમ,આજે તે સ્કૂલે નથી જવાની?" ..જગા એ મમ્મી ને પૂછ્યું,
"ના,તે બીમાર છે ને "કહી ને મમતા ભર્યો હાથ મંજુ ના ચહેરા પર ફેરવ્યો.
"તો પછી હું પણ નથી જતો "કહી જાગો બહાર રમવા જતો રહ્યો.
કનુભાઈ આવ્યા ."કેમ છે હવે એને ?" ખબર નઈ આ કરડાકી અવાજ માં શેની હતી?
"સારું છે હવે "
" તો પછી હું કામ પર જાવ છું " કનુભાઈ એક પ્રોવિઝન જેવા સ્ટોર માં ગુમાસ્તા નું કામ કરતા હતા.
"ભલે"
મંજુ ની મુંજવણ : શું હું બીમાર થાવ તો જ મમ્મી મને વહાલ કરે ?"

આ ઘટના પછી ફરી પાછો ભેદભાવ ,કકળાટ ..બધું રાબેતા મુજબ ચાલતું જ રહ્યું . દિવસે ને દિવસે મંજુ મોટી થતી ગઈ. અત્યારે તે ૯ માં ધોરણ માં આવી. હવે તેની મમ્મી અને પપ્પા બીજા લડવા માટે નવા શબ્દ નો પ્રયોગ કરતા "
" હવે તો અહીં કેટલા દિવસ ..તું તો પારકી અમાનત છે " તારે હવે સમજદાર થવા નું ...ઉઠવા બેસવા ની શીખવા નું .."
મંજુ ની મુંજવણ માં વધારો થયો ..સુ આ બધું છોકરા માટે ના હોય ..છોકરી ને જ કેમ શીખવાનું ? અને જે માં એ મને જન્મ આપ્યો એ મને પારકી કેમ કહે?
આજે મંજુ ૧૨ માં ધોરણ માં હતી ..મોડે સુધી ઊંઘતી હતી ..તડકો એના ચહેરા પર આવ્યો એટલે સહેજ તે અકળાઈ ને બોલી " મમ્મી , આ બારી કોને ખોલી નાખી ..આજે રજા છે તો થોડુંક સુવા દેને .."
"ઉઠ હવે,આઠ વાગ્યા ..કાલ ઉઠી ને તારે સાસરે જવાનું થશે ..ત્યાં આટલું ઊંઘવા નું નહિ મળે?"
"જો મમ્મી સવાર માં આ બધું ચાલુ ના કર" હું ઉઠી જાવ છું બસ " ના છૂટકે પથારી માં બહાર આવી તે નિત્યક્રમ પતાવા લાગી.
"જગો જાગ્યો ?" કે નહિ "
"ના એ હજુ ઊંઘે છે,કાલે મોડા આવ્યો હતો એટલે .."
મંજુ ની મુંજવણ માં એક પીછું ઓર ....મારે વહેલા ઉઠવા નું અને ભાઈસાબ ને નહિ કેમ ? હવે હું પેહલા જેવી નથી રહી ..એક દિવસ આ બધા ને જવાબ આપી ને રહીશ ..હવે બહુ સહન કર્યું ...તે કોલેજ માં નાપાસ થયો તો કઈ નહિ અને મને ૧૦ માં પછી ભણવા ની ના પાડતા હતા આ તો ગામ ના સરપંચ ની ધાકે મને શાળા એ જવા દે છે ...
મંજુ સાંજે એની મમ્મી ,પપ્પા અને ભાઈ ને એક રૂમ માં બોલાવ્યા"
"શું છે મંજુ ડી .." કનુભાઈ તાડુક્યા ..કેમ ભેગા કર્યા છે ?
કોઈ કઈ બોલે તે પહેલા જ મંજુ એ ફાયરિંગ ચાલુ કરી દીધું
" તમે મારી સાથે ભેદભાવ શા માટે રાખો છો ? નાનપણ થી અત્યાર સુધી મેં તમારા બધા જ અન્યાય સહન કર્યાં છે .જે સાયકલ મારી સકોલરશીપ થી મળી તે અડકવા નો હક મને કેમ નહિ? હું સ્કૂલે જાવ તો મને શિખામણ આપવાની અને ભાઈ ને વહાલ ..શા માટે .?
અરે તમે બંને એ મને જન્મ આપ્યો છે તો પારકી શા માટે રાખો છો ..થોડુંક રડતા રડતા બોલી..જયારે લગ્ન કરી ને જઈશ ત્યારે પારકી થઈશ તમે લોકો એ તો હું જન્મી ત્યાર થી જ પારકી બનાવી દીધી ..રોજ વાંક ગમે તેનો હોય પણ સજા મારે ભોગવવા ની કેમ ? મને તમે જન્મ ની સાથે મારી નાખી હોત તો આજે હું આટલી દુઃખી તો ના થાત ..."
"હજુ ભણાવ ..તારી લાડકી ને ..કનુભાઈ બોલ્યા '
"પપ્પા,તમે જે પરિસ્થતિ માં અમને ભણાવ્યા તે તમને યાદ નથી શું ? તમારો જગો કોલેજ માં નાપાસ થયો ..મારુ સ્વપ્ન તમને આ કાલી મજૂરી માં બહાર કાઢી ..એક સારું જીવન આપવા નો છે ..હું ભણી ને કલેક્ટર બનવા માંગુ છું ..આપણું ઘર આમાં થી બહાર આવે .ગામ માં તમારી વાહ વાહ થતી હોય ..તો ...
આજે પહેલી વાર પથ્થર પીગળ્યો ..કનુભાઈ ની આંખો માં આંસુ હતા. દીકરી ની વાત હૃદય માં વાગતી હતી.તે બોલ્યા
"બેટા, મારી જે પરિસ્થિતિ છે ..તે માં હું તને કોઈ સુખ આપી ના શક્યો ..અમે માવતર થઇ ને તારી સાથે થોડો પારકા જેવો વહેવાર કર્યો એનું કારણ છે કે આપણી ગરીબી ..તને જો સુખ સગવડ અને પ્રેમ ,વહાલ ની ટેવ પડી જાય તો ..લગ્ન પછી તને એવું ના મળે તો તને કેટલી તકલીફ પહોંચે ? એવું વિચારી ને અમે ..તને .થોડી દૂર રાખી ..
"પપ્પા, જો હું પારકી થવાની હોઉં તો પણ ભાઈ કરતા તમારા પ્રેમ અને મમ્મી ની મમતા ઉપર મારો હક પહેલો જ હોય ..હું તો તમને છોડી ને જતી રહીશ ..ને તમે મને એનાથી જ દૂર રાખી ..મારા લગ્ન ની ચિંતા તમે ના કરશો ...હું તમારું માથું ઉંચુ કરવા માંગુ છું ..કહી ને મમ્મી અને પપ્પાને ભેટી પડી ...જગો દૂર ઉભો હતો ..આજે તેને પણ બેન માટે માન ઉપજ્યું.
બારમા ધોરણ માં જિલ્લા માં પ્રથમ ક્રમાંક લાવી કનુભાઈ નું ગૌરવ વધારી દીધું હતું પછી મંજુ એ તલાટી ની પરીક્ષા પાસ કરી ..નજીક ના ગામ માં તલાટી ની જોબ પણ મળી ગઈ. એની વિધિવત તેના લગ્ન તેમની જ જ્ઞાતિ ના ગૌરવ સાથે થઇ ગયા ..ગૌરવ અને તેની વિધવા માતા સુમતિ બેન શહેર માં રહેતા હતા.સુખ તો છલકાતું હતું ..
જતા જતા મંજુ તેની મમ્મી ને તે સમય નો એક નેનો ફોન આપી ગઈ હતી અને કઈ રીતે વાત થાય તે પણ બતાવી ગઈ હતી
લગ્ન ના બીજે દિવસે જસુબેન મંજુ ને ફોન કરે છે.રાત ના દસ વાગ્યા છે. માં નું હૈયું હાથ માં ના રહયું એટલે દીકરી ને ફોન કર્યો
"બેટા મંજુ કેમ છે ..?"
" બસ માં,મજા માં"
એટલા માં અંદર થી સુમતિ બેન નો આવાજ આવ્યો "વહુ બેટા..જરા અંદર આવતો ..." એ આવી બા .."
"મંજુ એ એની મમ્મી નો ફોન કાપી નાખ્યો.ફોન ની સાથે જસુબેન નું હૈયું પણ કપાય ગયું ..છોકરી સમજદાર થઇ ગયી ..માં ને પારકી કરી સાસુ ને માં કરી...