Street No.69 - 15 books and stories free download online pdf in Gujarati

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ 15

સ્ટ્રીટ નંબર 69

પ્રકરણ 15

 

            સોહમે જયારે અઘોરી બનવા અને તંત્રમંત્ર શીખવા માટે માંગણી કરી ત્યારે અઘોરીજીએ એને કડક શબ્દોમાં સમજાવ્યું આ કોઈ રસ્તે પડેલી વિદ્યા નથી ખુબ અઘરી અને અકળ વિદ્યા છે જેને તેનાં માટે નથી એમ કહી હડધૂત કર્યો સોહમને. ત્યારે સોહમે કહ્યું "બાપજી મારી યોગ્યતા નહીં હોય તો હું એને લાયક થઈશ આમ મને હડધૂત ના કરો તમે તો તમારું કોઈ કામ સોંપવાના હતાં ને ?

અઘોરીજીએ સોહમને કહ્યું "તારામાં તો અઘોરી થવાની આટલી બધી તલપ છે...તું શું મારુ કામ કરવાનો ? મારે કોઈ કામ નથી સોંપવું તું અહીંથી સીધોજ બહાર નીકળી જા...એમાંજ તારું ભલું છે...”

     સોહમને લાગ્યું અત્યારે આ તાંત્રિક ગુસ્સામાં છે હમણાં અહીંથી નીકળવુંજ સલામતભર્યું છે એ બાપજીને પગે લાગીને સીધો સડસડાટ બહાર નીકળી ગયો. અઘોરીજી એને જતાં જોઈ રહ્યાં અને બોલ્યાં આ અઘોરીઓનો અઘોરી થાય એવો છે...જોઉં છું ...

    સોહમ ઘરે જવા નીકળે છે એ ચર્ચગેટથી ફાસ્ટ પકડીને દાદર એનાં ઘરે જવાં નીકળે છે. અત્યારે ટ્રેનમાં ભીડ ઓછી હોય છે. એ બારી પાસે જગ્યાં મળતાં ત્યાં બેસી જાય છે. અને બારીની બહાર ઝડપથી પસાર થતાં દ્રશ્યો જોતો જોતો વિચારોમાં પડી જાય છે અને એને ઝોકું આવી જાય છે. ત્યાં એની બરોબર બાજુમાં આવીને એક છોકરી બેસે છે અને બીજા મુસાફરો પણ આવી જાય છે. ધીમે ધીમે ટ્રેનમાં ભીડ વધી જાય છે.

સોહમ આંખો મીંચીને બેઠો છે અને બાજુમાં બેઠેલી છોકરી એની વધુ નજીક આવી બેસે છે અને સોહમની આંખો ખુલે છે કે કોઈ એની ખુબ નજીક આવીને બેઠું છે... એણે એ છોકરી સામે જોયું અને એકદમ ચમકે છે એની આંખોમાં ચમકારો આવે છે સોહમ એની સામે જોઈને બોલે છે “ઓહ તું... ? તમે ?”

પેલી છોકરીએ કહ્યું “હાંશ ઓળખી...તારે પેલાં અઘોરી પાસે જવાની શી જરૂર હતી ? કેમ ગયેલો ?”

સોહમે કહ્યું "તમારી દુનિયા ના સમજાય એવી છે...હું તો એમનાં આદેશને વશ થઈને ગયેલો...તેઓ મને કોઈ કામ સોંપવાનાં હતાં...પણ મેં...પેલી છોકરીએ...” એને અટકાવીને કહ્યું “હું બધું જાણું છું તારે કોઈ ખુલાસા કરવાની જરૂર નથી...તને એ કદી અઘોરી બનાવવા શિષ્ય તરીકે નહીં સ્વીકારે...તને એમણે મારાં અંગે બધીજ વાત કીધી છે હું જાણું છું હું સાવી...નયનતારાં નામ એમણેજ મને આપેલું...પણ તું મને સાવીજ કહેજે મારું અસલી નામ...તને ત્યાંથી બહાર નીકળતો જોયો અને હું તારી પાસે આવી ગઈ...”

સોહમને એક એક શબ્દ અને વાક્ય ઉપર નવાઈ લાગી રહી હતી એણે કહ્યું “મને તું કે અઘોરીજી કોઈ સમજાતાં નથી...હું સાવ સામાન્ય મધ્યમવર્ગીય કુટુંબમનો છોકરો છું મારી પ્રગતિ અને ભૌતિક સુખો માટે મહેનત કરી રહ્યો છું. હું તંત્ર મંત્રનાં આશરે ઝડપથી પ્રગતિ અને સુખ મેળવી શકું એજ આશયથી વિદ્યા શીખવા માંગતો હતો...તમે કોણ છો ?કેમ મારી સાથે આવ્યાં મારામાં કેમ રસ લો છો ? મને નથી સમજાતું...”

સોહમનાં એક સાથે ખુલાસા અને સ્પષ્ટ વાતથી સાવી સાંભળીને એની સામેજ જોવા લાગી એક સમય એનો ચહેરો ઉદાસ થઇ ગયો...પછી એ હસીને બોલી “હું જે તું છે એજ છું એટલેજ હું આકર્ષાઈ અને તારામાં રસ લઇ રહી છું કોઈવાર તને મારી આખી હિસ્ટ્રી...આઈ મીન મારો ભૂતકાળ કહીશ...”

“હવે દાદર આવશે... પણ આપણે દાદર નહીં ઉતરીએ આપણે પાર્લા ઉતરીને જુહુનાં દરિયે જઈશું ત્યાં બધી શાંતિથી વાતો કરીશું આ સમયે તારી ઘરે કોઈ રાહ પણ નહીં જુએ...તું ઓફીસથી એમ પણ વહેલો નીકળી ગયો છું આશા રાખું તું ના નહીં પાડે...”

સોહમે પહેલાં આશ્ચર્ય વ્યક્ત કર્યું અને પછી સ્વસ્થ થતાં બોલ્યો... ” ભલે મને વાંધો નથી...પણ હું જ કેમ એ નથી સમજાતું મુંબઈ જેવાં વિશાળ શહેરમાં મારાં જેવાં અનેક યુવાન છે તો હુંજ કેમ ?”

ત્યાં પાર્લા સ્ટેશન આવી ગયું અને સાવીએ સોહમનો હાથ પકડી લીધો વિના સંકોચે અને બોલી “હમણાં ઉતરી જઈએ ? પછી બધાં પ્રશ્નોનાં જવાબ આપું છું” એક સાથે ભીડ પાર્લા સ્ટેશને ઉતરી...સાથે સાવી અને સોહમ પણ ઉતરી ગયાં.

સોહમને પોતાનામાં કોઈક શૂક્ષ્મ ઉત્તેજના અને કોઈક અગમ્ય ન સમજાય એવો આનંદ આવી રહેલો...સાવીએ સ્ટેશનની બહાર નીકળતાં કહ્યું ‘સોહમ તને ખીરા કાકડી ભાવે છે ને ? અહીં સ્ટેશન બહાર ટોપલાં લઈને બધાં બેઠાં છે થોડી લઇ લઈએ...બેઠાં બેઠાં ખાઈશું અને વાતો કરીશું...” સોહમને હસું આવી ગયું એણે કહ્યું “ઠીક છે લઇ લે...સાવીએ કહ્યું પ્લીઝ લઇ લઉં પણ પૈસા તું ચૂકવી દે...” એમ કહીને હસી...

સોહમ સાવીની બધી ક્રિયાઓ જોઈ રહેલો એણે સાવીને ખીરા કાકડીનાં પૈસા કાઢીને આપ્યાં પછી બોલ્યો “તેં આજે ખરું કર્યું... માન ના માન મેં તેરા મહેમાન..”.સાવીએ કહ્યું તારી પાસે એવુંજ કરવું પડે હું તને ઘણાં સમયથી આઈ મીન થોડાં સમયથી જાણું છું ભલે એ મુલાકાત અકસ્માતે થયેલી પણ તું ઓળખે છે તો ખરોને...હું ક્યાં સાવ અજાણી છું હું પણ તારાં જેવાં કુટુંબમાંથી જ આવું છું.”

સાવીએ કાકડીનાં પૈસા ચૂકવ્યાં અને બાકીનાં પાછા મળેલાં સોહમને પાછા આપીને કહ્યું “ચાલ થોડું ચાલીને રીક્ષા મળે ત્યાં પહોંચી જઈએ ત્યાંથી રીક્ષા કરીને જુહુ પહોંચી જવાશે...” એમ કહીને મીઠું હસી...

સોહમે પણ સ્માઈલ કરતાં કહ્યું “મને તો કંઈ સમજાતુંજ નથી...તું મળી...ખોવાઈ...પાછી મળી...હવે ક્યારે ખોવાઈ જવાની? હું માનું છું તેં મને ખુબ મદદ કરી છે એની સામે તારી શું અપેક્ષા છે ?”

સાવીએ સોહમની વાત સાંભળી...અને એણે આંખનાં ભીનાં ખૂણા લૂછ્યાં અને જાણે જે કહેવું હતું એ ગળી ગઈ...એણે કહ્યું “ચાલ પહેલાં દરિયે પહોંચીયે પછી કહું છું...” એમ કહી સોહમની આંખમાં...

 

વધુ આવતા અંકે -પ્રકરણ 16