Street No. 69 - 18 books and stories free download online pdf in Gujarati

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -18

પ્રકરણ -18

સ્ટ્રીટ નંબર 69

 

સાવીએ એનાં તથા એનાં કુટુંબ વિશે માહિતી આપી પછી બોલી "હમણાં આટલું... ઘણું કહેવાયું હવે અત્યારેજ બધું કહેવા બેસીસ તો મારુ ગળું કે અવાજ પછી કંઈ કામ નહીં કરે ..."એમ કહી સોહમની સામે જોયું પછી બોલી..."સોહમ ખાસ તો તને ચેતવવાજ આવી હતી "...

સોહમે આશ્ચર્યથી પૂછ્યું "ચેતવવા એટલે ?" મને કંઈ સમજાયું નહીં...મેં એવું શું કર્યું છે કે તારે ચેતવવો પડે ?”

સાવીએ કહ્યું "એમાં આટલા ગભરાવવાની જરૂર નથી એક કહેવત છે ને ? ચેતતો નર સદા સુખી...સીધીજ વાત કરું તને...મેં તને મદદ કરી એ ચંબલનાથનાં હુકમથી કરી હતી એ એક સિદ્ધિની કસોટી હતી...પણ તને હું ફરીથી મળી એમને ગમ્યું નહોતું વળી તું પણ એમની પાસે ગયો કે તારે અઘોરી વિદ્યા શીખવી છે. તને એમણે ધુતકાર્યો હું એ પછી પણ તને મળવા આવી...બલ્કે કબૂલ કરી લઉં કે સન્યાસીથી પણ વધુ કપરી ભક્તિ કે સ્થિતિ અઘોરણની છે છતાં હું તારાંથી આકર્ષાઈ… મેં અઘોરણ બનવાં ઘણું તપ કર્યું છે ખુબ સહન કર્યું છે...સિદ્ધિઓ મેળવી છે છતાં આ અંતરમનમાં અમાપ પ્રેમ ભરેલો છે અને કુદરતી એ તારાં તરફ ઢળી ગયો છે.”

“અઘોરી ચંબલનાથને ગમ્યું નથી એમને લાગે છે કે હું અઘોરણ તરીકેની મર્યાદાઓ લાંઘી રહી છું એનો અનાદર કરી પાપ આચરી રહી છું પણ... છોડ બધું જયારે જે સામે આવશે ત્યારે વાત હમણાં હું તને એટલુંજ કહું છું કે તું સચેત રહેજે તારાં કામમાં તારાં ઘરમાં અને ખાસ કરીને પ્રવાસ કરતો હોય ત્યારે.. હું તારાં સાથમાંજ છું મને પણ બધો અંદેશો આવીજ જશે ... અને આવ્યો છે એટલેજ તને ચેતવી રહી છું મારી મદદમાં ખલેલ પહોંચે કે તારું કંઈક નેગેટીવ થાય તો ધ્યાન રાખજે મને તરતજ જણાવજે આ અઘોરી લોકો ખુબ ગુસ્સાવાળા અને અહંકારી હોય છે બધાં સરખાં નથી હોતાં એ એમની નજરમાં ખોટી રીતે આવી ગયાં તો બરબાદ કરી નાંખે છે...બસ એલર્ટ રહેજે...” એમ કહી ઉભી થઇ ગઈ...

સોહમે કહ્યું “તું અહીં મને બેસવા ખેંચી લાવી અને હવે ઉભી થઇ ગઈ બેસને... તે ચેતવ્યો હું સમજી ગયો હું ધ્યાન રાખીશ પણ મને એક વાતની નવાઈ લાગે છે કે આમ આપણાં જીવન સાથે કોઈ રમત રમી શકે ? માની લે તેં સિદ્ધિ મેળવી મને મદદ કરી તારી શક્તિ અને સિદ્ધિથી મારાં વિશે બધું જાણી લીધું તારી પાસે એવી વિદ્યાઓ છે તું શીખી છું...પણ મારુ જીવન મારુ અસ્તિત્વ...મારો ઓરા મારો પ્રભાવ મારાંમાં પણ ઈશ્વરે આપેલી બુદ્ધિ શક્તિ છે એમ કોઈ મને...સિદ્ધિ અને વિદ્યા મેળવનારની કોઈ મર્યાદા સીમા નિયમો ના હોય ? ગમે તે ગમે તેને ટાર્ગેટ કરી શકે ?એવું કેવું ? તો તો સંસારમાં કોઈ પોતાની રીતે જીવીજ ના શકે ? આમ ડરતાં ડરતાં જીવવાનું ?”

સાવી બધું સાંભળી રહી પછી હસી...બોલી “તારી વાત સાચી છે સોહમ...તને થતાં પ્રશ્નો પણ યોગ્ય છે પણ જેની પાસે શક્તિ હોય સિદ્ધિ હોય એની વિદ્યાનો ઉપયોગ કરી તમને ટાર્ગેટ કરીજ શકે છે... આમાંથી તો નેગેટિવ -પોઝીટીવ ઉર્જાઓ ઉત્પ્ન્ન થાય છે અને કામ કરે છે...જયારે તમે કોઈ એવાનાં સંપર્કમાં આવો ત્યારે એનાં પ્રેમ અથવા સ્વાર્થ પ્રમાણે તમને એ અનુભવ કરાવે...બધાને પોતાનું વર્ચસ્વ બતાવવું છે બધાંને રાજ કરવું છે સર્વશ્રેષ્ઠ રહેવું છે માલિક બનવું છે...આજ આટલી ચર્ચા રાખ મારો પૂજાનો -ધ્યાનનો સમય થઇ ગયો છે...અઘોર વિદ્યા પામ્યા પછી એનાં નિયમોનું ચુસ્ત પાલન પણ કરવું પડે છે...ફરી મળીશું... તું સાવચેત રહી કામ કરજે.”

“બાય સોહમ... અત્યારે વધુ કંપની નહીં આપી શકાય...મોડું થયું છે મને સાંજ...સંધ્યાકાળ થઇ ગઈ સૂરજ ડૂબી જાય સંપૂર્ણ એ પહેલાં મારે..”.એટલું કહેતાં એ ત્યાંથી અંતર્ધ્યાન થઇ ગઈ અદ્રશ્ય થઇ ગઈ.

સોહમ તો વિસ્મયથી એને ગૂમ થતી જોઈ રહ્યો મોં વકાસીને...બેસી રહ્યો થોડીવાર તો ડિસ્ટર્બ થઈ ગયો એને મનમાં થયું શું છે આ બધું ? મારે જાણવું પડશે...ઉભો થયો અને રીક્ષા પકડી રેલવે સ્ટેશન જવા નીકળી ગયો. એને મનમાં થયું આ અઘોરણ મને અઘોરી બનાવીને જંપશે...એણે લોકલ પકડી અને ઘરે પહોંચવાની રાહ જોઈ રહ્યો.

ઘરે પહોંચ્યો ત્યારે સુનિતા અને બેલાં બંન્ને જણાં સોહમની રાહ જોઈ રહેલાં...સોહમને આવતો જોઈ બન્નેનાં ચહેરાં ખીલી ગયાં. બેલા તો દોડીને સોહમને વળગીજ ગઈ બોલી "દાદા થેંક્યુ...અમને બહુજ ગમ્યું...” સોહમે આશ્ચર્યથી પૂછ્યું "કેમ શું થયું...શેના માટે થેંક્યુ ?”

બેલાએ કહ્યું “દાદા તમે સમજીને પણ ના સમજ ના બનો...આવો અંદર બંન્ને બહેનો સોહમને અંદર લઇ ગઈ...ડ્રોઈંગરૂમમાં દાખલ થતાંજ સોહમ સામે જોઈને અચંબો પામી ગયો...એનાંથી પુછાઈ ગયું “ઓહ આ કોણ લાવ્યું ?”

સુનિતાએ આશ્ચર્યથી કહ્યું “દાદા આવું કેવું આ તમે તો મોકલ્યું સાંજે 6:00 વાગે ડીલીવરી કરી ગયાં બધુંજ ગોઠવી...અમને સમજાવીને આ જુઓ ડીલીવરી ચલણ અને બીલ...તમે રોકડા ચૂકવ્યાં છે..”.

સોહમે બીલ -ચલણ હાથમાં લીધાં અને જોયું એનું નામ છે એણે રોકડા 55 હજાર ચૂકવ્યાં છે અને સામે બેસ્ટ કંપનીનું 55" નું ટીવી મૂકેલું છે એમાં કોઈ રીયાલીટી શો ચાલી રહેલો ચેનલ પર...સોહમ તો સોફા પર બેસીજ પડ્યો અને બોલ્યો “આ વળી કોણે મોકલ્યું ?  સાવીએ તો મને કંઈ કીધું નથી...”

ત્યાં એનાં મોબાઈલ પર રીંગ આવી એણે સ્ક્રીન પર જોયું અને નામ વાંચી આશ્ચર્ય થયું પછી બોલ્યો “સર...હાં હાં બધું ઓકે છે...શું તમે આ ટીવી મોકલ્યું ? આટલું મોંઘુ ? પણ ...સર ...” ત્યાં સામેથી એનાં બોસે કહ્યું “સોહમ આ તારો હક છે તારાં પ્રોજેક્ટ થકી કંપનીને જે ફાયદો થયો છે અને આવનાર ભવિષ્યમાં ખુબ થશે એવું આંકડા બતાવે છે મારે ઓનર /ચેરમેન સાથે વાત થઇ એમણે મને કંપનીનાં પરીવર્તન વિશે પૂછ્યું...મેં જે હકીકત હતી કીધી...આ ગીફ્ટ એમનાં તરફથી છે...અને...”

 

વધુ આવતા અંકે પ્રકરણ 19