Prem no Purn Santosh - 14 books and stories free download online pdf in Gujarati

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૧૪

કોમલ ઘરે આવીને રાજલ ના રૂમમાં જઈને તેની તબિયત કેવી છે. એવું પૂછે છે ત્યાં રાજલ રડવા લાગે છે. રડતી રાજલ ને શાંત કરીને કોમલ આશ્વાશન આપે છે કે તું જલ્દી ઠીક થઈ જઈશ. ચિંતા ન કર..

રાજલ ના મનમાં વિચાર આવ્યો કે હું અત્યારે કોમલ ને રાજ ના ત્રાસ વિશે વાત કરી દવ. પણ કોમલ ભોળી છે અને ક્યાંક રાજ પાસે જશે અને તેના પણ મારી જેવા હાલ રાજ કરશે એ ડરથી રાજલ પોતાની પાસે રહેલ ભેદ ખોલતી નથી. અને થોડી વારમાં ચૂપ થઈને બુક વાંચવા લાગે છે.

કોમલ એટલું તો જાણી ગઇ હતી કે રાજલ એટલી બધી તો ખરાબ નથી કે સામે ચાલીને આવી ખરાબ હાલતમાં રાજ પાસે જાય. નક્કી કઈક તો છે જે રાજલ મારાથી છૂપાવી રહી છે.! પોતાના રૂમમાં જતી વખતે ફરી રાજલ ને કહે છે.

"એવી કોઈ વાત કે તકલીફ હોય તો મને જણાવ રાજલ. હું જરૂરથી તેનો નિવાડો લાવીશ."

ના..નાં.. કોમલ એવું કંઈ જ નથી. બસ મારી ભૂલ નું હું પરિણામ ભોગવી રહી છું. રાજ નું રહસ્ય છુપાવતી કોમલ ને રાજલ સમજાવવા લાગી.

કોમલ પોતાની રૂમમાં જઈને રાજલ ના વિચાર મૂકીને કમલ ના વિચારોમાં ખોવાઈ ગઈ. તેના ભૂલ નાં કારણે કમલ મારાથી દૂર જતો રહેશે એવો ડર લાગવા લાગ્યો હતો. સાથે રાજ પર પણ ધિક્કાર અનુભવી રહી હતી.
એક બાજુ રાજલ ની તબિયત ખરાબ. એક બાજુ કમલ ને માર પડ્યો. અને એક બાજુ રાજ નું રૂપ. કોમલ માટે આ બધું ચિંતા નું કારણ બનતું જતું હતું જેના કારણે તેનું અભ્યાસમાં મન લાગતું ન હતું. એટલે તે દિવસ કોઈ વાંચન કર્યા વિના કોમલ સૂઈ ગઈ.

બીજે દિવસે કોમલ કોલેજ પહોંચે છે. અને કોલેજ ની અંદર જતી વખતે કોલેજના ગેટ પર નજર કરી તો કોઈ જ હતું. રાજ પણ નહિ. એટલે કોમલ ને નવાઈ લાગી. કે રાજ તો રોજ કોલેજના ગેટ પાસે ઊભો હોય છે આજે કેમ નહિ.! વધુ વિચાર કર્યો નહિ અને તે ક્લાસ રૂમ તરફ આગળ વધી. કલાસ પૂરા કરીને કોમલ ઘરે જવા નીકળી ત્યારે પણ કોલેજના ગેટ પાસે રાજ ઊભો જોયો નહિ.

આમ ને આમ ચાર દિવસ સુધી કોલેજ નાં ગેટ પાસે રાજ ન જોયો એટલે કોમલ ને મનમાં થોડી શાંતિ થઈ. હાશ... લાગે છે રાજ બહાર ગયો હોય અને હવે કાયમ માટે બહાર રહે તો રાજલ અને કોલેજ માટે સારી વાત કહેવાય.

પાંચ દિવસ પછી જ્યારે કોમલ કોલેજ પહોંચે છે ત્યારે કોલેજ નાં ગેટ પાસે નહિ પણ કોલેજ નાં અંદરના ગાર્ડનમાં રાજ અને તેના મિત્રો ને એક સાથે બેઠેલ કોલમ જોવે છે. દૂર થી રાજ પર નજર કરીને જોવે છે તો રાજ નાં પગના પાટો બાંધ્યો હોય છે. અને તેનો ચહેરો પણ પડી ગયેલો લાગ્યો. આ જોઈને કોમલ ને થોડી તો ખુશી થઈ. રાજ સાથે જે થયું તે સારું થયું.

બીજા દિવસે કોલેજમાં ક્લાસ પૂરા કરીને કોમલ બહાર નીકળે છે ત્યાં કમલ ને જુએ છે. કમલ ને જોતાં જ ચહેરા પર ખુશી આવી ગઈ. તે દોડીને તેની પાસે પહોંચી.
સામે ઊભી રહીને પહેલા કમલ ને જોઈ રહી અને પછી બોલી.
કમલ તને બહુ વાગ્યું તો નથી ને.?
હવે કેમ છે તું.?

કોમલ સામે સ્માઇલ આપતો કમલ બોલ્યો.
"કોમલ કઈ નથી થયું બસ થોડું વાગ્યું હતું. હવે જો એકદમ સારો થઈ ગયો છું. આટલું કહીને કોમલ નો હાથ પકડ્યો."

કમલ કઈક કહેવા માંગે છે અથવા ક્યાંક લઈ જવા માંગે છે એટલે મારો હાથ પકડ્યો છે. એમ કોમલ સમજી અને સાથે તેની પ્રત્યે રહેલી લાગણી ના કારણે કમલે તેનો હાથ પકડ્યો તે કોમલ ને સારું લાગી રહ્યું હતું.

કોલેજ ની અંદર જ કોલમ નો હાથ પકડીને કમલ કોલેજ બહાર જવા નીકળ્યો. અને જ્યાં રાજ અને તેના મિત્રો ઊભા હતા ત્યાં પસાર થઈને કમલ અને કોમલ કોલેજ બહાર આવેલ ચા ની કેન્ટિંનમાં પહોચ્યા. જ્યાં પહેલેથી કોઈ યુવાન બેઠો હતો તેની પાસે જઈને બન્ને બેસી ગયા.

કેન્ટિંનમાં બેસવાની સાથે કોમલે સામે બેઠેલ યુવાન પર નજર કરી. હેન્ડસમ અને સ્માર્ટ દેખાતો યુવાન નાં ચહેરા પર ખુશી અને તેજ હતું. આ યુવાન ને કોમલ પહેલી વાર જોઈ રહી હતી. તે સામે બેઠેલ યુવાન ને નીરખીને કોમલે કમલ સામે નજર કરી અને આંખ ના ઇશારે કહ્યું.
"આ યુવાન કોણ છે.?"

કમલે કોમલ સામે જોઈને કહ્યું.
"આ મારો ખાસ મિત્ર વિરલ છે. અને હવે થી એ મારી સાથે રહેશે."

મારી સાથે રહેશે એ સાંભળીને કોમલ ને આંચકો લાગ્યો. કમલ સાથે જે રીતે મળી શકતી હતી હવે તે વિરલ નાં કારણે મળી નહિ શકું.! વિરલ નું આવવું ક્યાંક મારી અને કમલ ની દોસ્તીમાં બાધારૂપ તો બનશે નહિ. આવા વિચારોમાં ખોવાઈ ગઈ.

કોમલ ને વિચારથી હોય ને કમલે તેનો હાથ પકડી ને કહ્યું.
શું વિચારે છે.?
આ વિરલ નાં કારણે આપણી દોસ્તીમાં ખલેલ પહોંચે એમ..!

હજુ કમલ પોતાની વાત પૂરી કરે તે પહેલા વિરલ બોલ્યો.
સાંભળો મિત્રો હું તમારી ઈચ્છા મુજબ નું વર્તન કરીશ. તમને યોગ્ય લાગે તો સાથે અને યોગ્ય લાગે તો દૂર રહીશ..બસ...

વિરલ ની આવી સહજ વાત કોમલ નાં દિલને સ્પર્શી ગઈ. આટલો સહજ માણસ તેણે પહેલી વાર આ શહેરમાં જોયો. જેમ હાશકારો અનુભવ્યો હોય તેમ કોમલે વિરલ ની વાત થી હાશકારો અનુભવ્યો અને વિરલ સામે દોસ્તી નો હાથ લંબાવ્યો.
કોમલ આટલા માં જાણી ગઈ કે વિરલ કેવો માણસ છે.

હાથ મિલાવીને વિરલે દોસ્તી નો સ્વીકાર કર્યો. અને ત્રણેય એક સાથે ચા પીવા લાગ્યા.

ચા પીતા પીતા કોમલ ને જે વાત યાદ આવી તે કમલ ને કહે છે.

કમલ એક વાત કરીશ.?
તને રાજે માર્યો તે બદલામાં તે રાજ ને માર્યો તો નથી ને.? એના પગમાં વાગ્યું હોય તેવું તેનો પગ જોઈને લાગ્યું. મને સાચું કે રાજ ને તે માર્યો કે રાજ નું આવું થવું એક એક્સિડન્ટ છે.?

કમલ ને પણ ખબર હતી નહિ કે રાજ ને શું થયું અને કેવી રીતે થયું પણ વિરલ મનમાં હસી રહ્યો હતો. તેનું હસવાનું કારણ તેજ જાણતો હતો.

રાજ વિશેનું કમલ ને કંઇજ ખબર હતી નહિ એટલે કોમલ ને કહે છે. જો કોમલ મને રાજ વિશે કહી જ ખબર નથી તેને શું થયું. પણ એટલું કહીશ કે જે રીતે તેના મિત્રો અને તે મારી પર તૂટી પડ્યો હતો તે જોતાં હવે મને રાજ પર હાથ ઉઠાવવાનો કે તેની સાથે દુશ્મની કરવાનો મને જરાય શોખ નથી. અને આજ પછી હું રાજ થી દુર રહેવા માંગુ છે.

તો રાજ ની આવી હાલત કેમ થઈ.? ફરી કોમલે પૂછ્યું.

તો હવે તું રાજ ને જ પૂછી જો. તારી આવી હાલત કોણે કરી. થોડો ગુસ્સે થઈને કમલ બોલ્યો.

કમલ નો આવો ગુસ્સો જોઈને કોમલ ચા પડતી મૂકીને ઊભી થઈને કોલેજ ની અંદર જવા ચાલતી થઈ.

શું કોમલ અને કમલ ની વચ્ચે વિરલ નું આવવું ફાયદારૂપ થશે કે અડચણરૂપ.? રાજ ની આવી હાલત કોણે કરી હતી.? શું રાજ ની હાલત પૂછવા કોમલ તેની પાસે હશે.? વિરલ પોતાનો ભેદ બહાર લાવશે કે ચૂપ રહેશે.? જોઈશું આગળના ભાગમાં..

ક્રમશ.....