Dhup-Chhanv - 75 in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ - 75

ધૂપ-છાઁવ - 75

અપેક્ષાએ પોતાની મેમરીમાંથી અને ફોનમાંથી મિથિલને ડિલિટ કરી દીધો હતો પરંતુ મિથિલ હજી અપેક્ષાને છોડવા માટે તૈયાર નહોતો... બીજે દિવસે સવાર સવારમાં ફરીથી કોઈ અનક્નોવ્ન નંબર ઉપરથી ફોન આવ્યો... અને ફરીથી પોતાના ફોનમાં અનક્નોવ્ન નંબર જોઈને અપેક્ષા થોડી ડિસ્ટર્બ થઈ ગઈ તેણે ફોન ઉપાડવાનું ટાળ્યું અને ફોન સાઈલેન્ટ મોડ ઉપર મૂકી દીધો પરંતુ અવારનવાર તે નંબર ઉપરથી જ ફોન રીપીટ થયો એટલે અપેક્ષાએ ફોન ઉપાડવાની તસ્દી લીધી.. સામેથી એજ અવાજ આવ્યો મિથિલનો, તે હજુપણ અપેક્ષાને રીક્વેસ્ટ કરી રહ્યો હતો કે, "પ્લીઝ યાર આવું ન કરીશ મારી સાથે...અને હજુ તો તે આગળ બીજું કંઈ બોલવા જાય તે પહેલાં ફોન કટ થઈ ગયો અને તરતજ ફોન સ્વીચ ઓફ પણ થઈ ગયો આ વખતે અપેક્ષાએ નક્કી કર્યું હતું કે, કોઈપણ સંજોગોમાં મિથિલ સાથે વાત કરવી નથી અરે કદાચ પોલીસ કમ્પલેઈન કરવી પડશે તો કરીશ પરંતુ હવે હું મિથિલ સાથે એકપણ વખત વાત નહીં કરું... મિથિલ અવારનવાર પ્રયત્ન કરતો રહ્યો પણ અપેક્ષાનો ફોન ન લાગ્યો.

અને તે તૈયાર થઈને પોતાની મોમ સાથે શોપિંગ કરવા માટે નીકળી ગઈ. હાફ એન અવર પછી અપેક્ષાએ પોતાનો ફોન ચાલુ કર્યો ફરીથી મિથિલે અનક્નોવ્ન નંબર ઉપરથી ફોન કર્યો આ વખતે અપેક્ષા પાસે પોલીસ કમ્પલેઈન કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો તેણે પોતાની મોમ લક્ષ્મીને જાણ કરી અને લક્ષ્મીએ પોતાના ભાઈ જે પોલીસ ઇન્સ્પેકટર હતા તેમની મદદ લીધી. જેમણે લક્ષ્મીને આ બાબતે ચિંતા ન કરવા સમજાવ્યું અને સાથે સાથે એમ પણ કહ્યું કે, "એ તો પોલીસના ડંડા પડશે એટલે તેની મતિ ઠેકાણે આવી જશે અને તે લાઈન ઉપર આવી જશે, પોલીસના ડંડા પડવાથી તો ભલભલા લાઈન ઉપર આવી જાય છે." અને આમ કહી લક્ષ્મીને અને અપેક્ષાને નિશ્ચિંત બની લગ્નનું કામ પતાવવા કહ્યું. પોલીસ કમ્પલેઈન કરી દીધા બાદ અપેક્ષાને મેન્ટલી ખૂબજ રાહત લાગી અને ત્યારબાદ મિથિલ પોલીસ કસ્ટડીમાં લોક થઇ ગયો અને ન છૂટકે તેને ચૂપ બેસી જવું પડ્યું.

અપેક્ષાએ પોતાના લગ્નની મનભરીને ખરીદી કરી એક એકથી એક ચડિયાતી સાડીઓ અને સિલ્વર જ્વેલરી તેમજ ગોલ્ડ જ્વેલરીની ખૂબજ સુંદર શોપિંગ કરી. તે જે જે ખરીદી કરતી તે હરખી હરખીને પોતાના ઈશાનને વિડિયો કોલ કરીને બતાવતી રહેતી અને ઈશાન તેને જે સાડી અને જ્વેલરી પહેરીને બતાવવા કહે તે સાડી અને જ્વેલરી તે ઈશાનને પહેરીને બતાવતી ક્યારેક ઈશાન તેના ખૂબજ વખાણ કરતો તો ક્યારેક જરાયે સારું નથી લાગતું તેમ કહી તેને ચિડવતો પણ રહેતો અને પછી અકળાયેલી અપેક્ષા ઈશાનથી રિસાઈને બેસી જતી અને આમ બંને વચ્ચે પ્રેમભરી મીઠી નોકઝોક ચાલતી રહેતી... પણ છેવટે તો ઈશાન પોતાની રિસાયેલી અપેક્ષાને ગમેતેમ કરીને મનાવી જ લેતો અને પછી આઈ લવ યુ કહીને બંને એકબીજાને ફ્લાઈંગ કીસ આપીને ફોન મૂકતાં...
અને જોતજોતામાં સમય તો ક્યાંય પૂરો થઈ ગયો અને અપેક્ષાના ભાઈ ભાભી તેમજ યુએસએથી જે ગેસ્ટ આવવાના હતા તે આવી પણ ગયા. અર્ચના અને અક્ષત આવ્યા એટલે બે ત્રણ દિવસ તેમનું શોપિંગ ચાલ્યું અને હવે બસ ઈશાન ક્યારે આવે તેની કાગડોળે રાહ જોતી અપેક્ષા બેઠી હતી....
અને અપેક્ષાના ઈંતજારનો અંત આવ્યો તેનો ઈશાન આવી ગયો તે અને અક્ષત તેને લેવા માટે એરપોર્ટ પહોંચી ગયા હતા ફ્લાઈટ થોડું લેઈટ હતું અપેક્ષાને એક એક મિનિટ એક એક કલાક જેવી લાગી રહી હતી તે અવારનવાર પોતાના હાથમાં પહેરેલી સ્માર્ટ વોચમાં સમય જોયા કરતી હતી અને વિચાર્યા કરતી હતી કે આ ફ્લાઈટને પણ આજે જ લેઈટ થવાનું મન થયું.

આ બાજુ ઈશાનની દશા પણ કંઈક એવી જ હતી તે પણ જ્યારથી અપેક્ષા ઈન્ડિયા આવી ગઈ હતી ત્યારથી જાણે સાવ એકલો પડી ગયો હતો પોતાની આજુબાજુ પોતાના મમ્મી પપ્પા, પોતાના સ્ટોરનું કામ બધું જ હોવા છતાં જાણે સતત કંઈક ખૂટતું હોવાનો અનુભવ કરી રહ્યો હતો અને આજે જ્યારે પોતે ઈન્ડિયા આવી રહ્યો છે પોતાની અપેક્ષાની પાસે અને તે પણ જાન લઈને અપેક્ષા સાથે લગ્ન કરવા માટે અને કાયમ માટે તે અપેક્ષાને પોતાની બનાવીને પોતાની સાથે લઈ જશે તેનાં મનમાં આ વાતનું એક્સાઈટમેન્ટ જ કંઈક જૂદું હતું તે આજે એટલો બધો ખુશ હતો કે વાત ન પૂછો તેણે કલ્પના પણ નહોતી કરી કે તેને કોઈ આવી આટલી બધી સુંદર અને સમજુ ઈન્ડિયન છોકરી પત્ની તરીકે મળશે જેને પરણવા માટે પોતે આ રીતે ઈન્ડિયામાં આવશે અને એટલામાં તેનું ફ્લાઈટ લેન્ડ થયું અને તેના સેલફોનમાં રીંગ વાગી, મોબાઈલ સ્ક્રીન ઉપર અપેક્ષા જ હતી તેણે ફોન ઉપાડ્યો અને તેણે જણાવ્યું કે પોતે લેન્ડ થઈ ગયો છે અને ત્યારબાદ તે પોતાના ડેડ સાથે લગેજ માટે ઉભો રહ્યો લગેજ મળી જતાં તરતજ તે પોતાના મોમ અને ડેડ સાથે બહાર આવ્યો જ્યાં તેની રાહ જોતી તેની અપેક્ષા ઉભી હતી તેને જોતાં વેંત તરતજ અપેક્ષા દોડીને આવી અને તેને ચોંટી પડી. ઘણાં બધાં સમય પછી બંને આજે મળ્યા હતા તો જાણે છૂટાં પડવાનું મન નહોતું થતું પરંતુ એટલામાં તો સિક્યુરિટી તેમની નજીક આવી અને તેમના લગેજ વિશે પૂછવા લાગી એટલે બંને જણાં છૂટાં પડ્યા અને ઈશાને પોતાનું લગેજ સંભાળ્યું અને બધા જ અક્ષતની સાથે અક્ષતના ઘરે પહોંચ્યા જ્યાં લક્ષ્મી દિકરાઓની વાટ જોતી બેઠી હતી.

જમાઈરાજાને જોઈને સાસુમાનો હરખ તો માતો નહોતો લક્ષ્મીએ પોતાના જમાઈ રાજાને બારણાંની બહાર જ થોભી જવા જણાવ્યું અને પોતે રસોડામાંથી પાણીનો લોટો ભરીને લઈ આવી અને પોતાના સાડલાનો પાલવ આડો રાખીને જમાઈરાજાની નજર ઉતારી અને પછી લોટાનું પાણી ઢોળી દીધું અને બે હાથ વડે જમાઈરાજાના ઓવારણાં લીધાં અને હોંશભેર પોતાના જમાઈરાજાને આવકાર્યા આજે તો લક્ષ્મીનું ઘર ખુશીઓથી મહેંકી ઉઠ્યું હતું.

અપેક્ષા તો ઈશાનની બાજુમાંથી ખસવાનું નામ લેતી નહોતી અને તેની સાસુમાએ તેને અને લક્ષ્મીને તેને માટે ખરીદેલા દાગીના અને સાડીઓ બતાવી. અપેક્ષા એક એક વસ્તુ હાથમાં લઈ પોતે ક્યારે શું પહેરશે તે વિચારી રહી હતી અને નક્કી કરી રહી હતી.
તેણે અને ઈશાને મહેંદીથી લઈને ગરબામાં અને લગ્ન સમયે પહેરવાનાં દરેક ડ્રેસનું મેચીંગ કર્યું હતું.

લગ્નનો માંડવો ઘર આંગણે બંધાઈ ચૂક્યો હતો બંને વરઘોડિયા બેમાંથી એક થવાની લગ્ન 💒ની શુભ ઘડીની રાહ જોઈ રહ્યા હતા. લક્ષ્મીના મનને આજે ઘણી રાહત હતી કે પોતાની દીકરી સુખમાં જઈ રહી છે અને તેને ગમતું પાત્ર તેને મળી રહ્યું છે. આ બાજુ ઈશાનના મમ્મી પપ્પા પણ ઘણાં બધાં વર્ષો પછી પોતાના વતનમાં આવ્યા હતા પરંતુ તેમણે અહીં પોતાનું ઘરબાર કશુંજ રાખ્યું નહોતું તેથી થોડો અફસોસ અનુભવી રહ્યા હતા કે પોતાનું ઘર હોત તો દીકરાને પોતાના ઘરેથી જ પરણાવત..અને તેમને બીજો એક વિચાર પણ આવી રહ્યો હતો કે, ઈશાન જો અહીં ઈન્ડિયામાં જ સેટલ થઈ જાય તો તેને શેમ અને તેના ગુંડા જેવા માણસોનો ડર ન રહે અને પોતાનું જીવન પણ શાંતિથી પસાર થાય તેઓ બીજે દિવસે ઈશાન આગળ આ પ્રસ્તાવ રજૂ કરવાનું વિચારી રહ્યા હતા..!!

શું ઈશાન પોતાના માતા પિતાની આ વાતને સ્વીકારવા માટે તૈયાર થશે?? અક્ષત લક્ષ્મી અને અપેક્ષાના આ વાત વિશે શું પ્રસ્તાવ હશે? જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
5/10/22


Rate & Review

Hina Thakkar

Hina Thakkar 4 weeks ago

milind barot

milind barot 1 month ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 4 months ago

Hema Patel

Hema Patel 6 months ago

Vaishali

Vaishali 7 months ago