Rudiyani Raani - 12 in Gujarati Love Stories by Dave Yogita books and stories PDF | રૂદીયાની રાણી - 12

રૂદીયાની રાણી - 12

ભાગ -૧૨


જતીન નો wait કરતા કરતા રૂહ ઊંઘી જાય છે. અચાનક જતીન આવે છે લોક ઓપન કરે છે. અરે મારી સ્વીટહાર્ટ થાકી ગઇ.ઊંઘી ગઇ.અરે જતીન તું ક્યારે આવ્યો? અંદર કેવી રીતે આવી ગયો.મારી પાસે બીજી ચાવી છે રૂહ.

તે તો ઘર ને જીવતું જાગતું કરી દીધું.wah my favourite dinner. ચલ ચલ જમી લઈએ.

જતીન તમે મને સમજાતા જ નથી. સવારે મે ના પાડી તો પણ ઓફિસ જતાં રહ્યાં.અને હવે મારા આટલા વખાણ કરો છો.

અરે! તારા વખાણ તો કરવા જ પડે ને you r my life partner Ruh. જતીન મનમાં ને મનમાં વિચારે છે તારી પાસે થી જે મારે જોઈ છે એ તો તને પ્રેમથી રાખીશ તો જ મળશે.તારી સાથે લગ્ન કર્યા છે જેના માટે એ તો મને મળવું જ જોઈએ.મારિયાને તો ઓફિસમાં સમજાવી દીધી. સાચી ખબર તો એને પણ નથી મારે શું જોઈએ છે.હું જતીન છું જતીન મને જે જોઈએ એ હું મેળવીને જ રહુ છું.

Love you Ruh. Dinner is delicious. I love it...

Thank you jatin. ચલ ને જતીન આપણે ઘરે મમ્મી પપ્પા સાથે વિડિયો કોલમાં વાત કરીએ. જતીન અને રૂહ બન્નેના મમ્મી- પપ્પા સાથે વાત કરે છે.

થોડા દિવસો આમ જ જતા રહે છે. જતિનનો birthday આવે છે અને સાથે સાથે બન્ને ના લગ્નને 3month પણ complete થયા હોય છે.

રોજની જેમ જતીન ઓફિસ જવા માટે ready થતો હોય છે.રૂહ વિચારે છે મને જતીન નો birthday યાદ નથી એ જ નાટક કરું.એ કંઈ બોલતી નથી.જતીન પણ રોજની જેમ ઓફિસ જતો રહે છે.

આજે તો હું જતીન ને surpise આપુ.જતીનએ મને birthday માં surprise કરી હતી.એવી surprise party આજ હું ગોઠવું.

રૂહ પોતે ઓફિસમાં કોલ કરી બધાંને પાર્ટી માટે invite કરે છે. સવારની રૂહ ઘરના કામમાં વ્યસ્ત થઈ જાય છે.જતીન માટે આખુ ઘર decorate કરે છે. પાર્ટીની પૂરી તૈયારી રૂહ એકલી ઘી કરે છે.જતીન ના ફોટા સાથે વાતો કરે છે.જતીન આજ તો હું તને મસ્ત surprise આપીશ.

સીમા નો કોલ આજ સવાર સવારમાં આવે છે.દીદી કેવો છે આજ નો દિવસ?જીજાજી શું કરે? જીજાજી ને wish કરી દવ ફોન આપ.ના તારા જીજાજી તો ઓફિસ ગયા છે બેન.

હેં! આજના દિવસે ઓફિસ ગયા છે. તમારા mrg ને three month complete થયા અને આજ જીજાજી નો birthday પણ છે.આજ તો જીજાજી ઘરે જ હોવા જોઈએ દીદી.તારે જીજાજી ને ઓફિસ ના જવા દેવાય.
અરે સીમા! જતીનને ઓફિસનું થોડા જરૂરી કામ હતા. એ તો ના પાડતા હતા. મે જ એમને ઓફિસ મોકલ્યા છે. ઓકે.દીદી bye
પછી વાત કરીએ.

રૂહ એકલી એકલી બબડે છે મને યાદ છે કે અમારા mrg ને theee month આજ complete થયા.જતીનને કંઈ યાદ ના હોય મને ખબર છે.બિચારા જતીનતો કામમાં બધું ભૂલી જાય છે.પણ આજ નો દિવસ જતીન માટે મારે ખાસ બનાવવો છે.

આ બાજુ રઘુના પણ અલગ-અલગ જગ્યાએ થી માંગા આવવાનું ચાલુ થઈ ગયું હોય છે.રઘુ ઘર્વલાના ફોર્સ થી છોકરી જોવા માટે ના નથી પાડી શકતો.

બધા ગાડીમાં છોકરી જોવા જાય છે. રઘુ ચાંદની આપણા બાજુના ગામના સરપંચ સાહેબની છોકરી ખૂબ હોંશિયાર છે. કામ - કાજ માં હોંશિયાર અને પાછું ભણતર પણ સારું છે બેટા. કંઈ વધારે નખરા કર્યા વગર જો છોકરી ગમી જાય તો હા પાડી દેજે.


રઘુ પપ્પા સામે કંઈ બોલી નથી શકતો.ખાલી માથું હલાવે છે.

બધા ચાંદનીના ઘરે જાય છે.ચાંદની છે તો એકદમ સુંદર ને સુશીલ છોકરી.બધાને પહેલી જે નજરમાં પસંદ આવી જાય છે.

પણ રઘુએ પહેલીવાર ચાંદનીને જોઈ તો તેને ચાંદનીમાં પણ રૂપા જ દેખાય છે. બહુ પ્રયત્ન કરે છે પોતાની જાત ને સમજાવાનો પણ રૂપાના વિચારો અને યાદોમાંથી બહાર આવી શકતો નથી.અને ત્યાં કંઈ બોલી શકતો નથી.ઝડપથી ત્યાંથી નીકળવાની try કરે છે.

બધા રસ્તામાં રઘુને સમજાવે છે.તું માની જા ચાંદની સારી છોકરી છે.મને લગ્ન કરવા જ નથી. હું તમને કેટલી વખત આ વાત સમજાવું.રઘુ ચિડાઈ જાય છે અને આંખ માંથી આંસુ પણ વહેવા લાગે છે. બધા ચૂપચાપ ઘરે પહોંચે છે.

જોઈએ આગળના ભાગમાં આજનો દિવસ જતીન માટે સરપ્રાઈઝ લઈને આવે છે કે રૂહ માટે સૌથી મોટો shock?????

વાંચતા રહેજો રૂદિયાની રાણી.આપનો પ્રતિભાવ
જરૂર આપશોજી🙏🙏🙏🙏🙏🙏🙏

યોગી

Rate & Review

rasila

rasila 1 month ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 6 months ago

Parash Dhulia

Parash Dhulia 6 months ago

Bhavna Patel

Bhavna Patel 6 months ago

Pinkal Diwani

Pinkal Diwani 6 months ago