Rudiyani Raani - 13 in Gujarati Love Stories by Dave Yogita books and stories PDF | રૂદીયાની રાણી - 13

રૂદીયાની રાણી - 13


ભાગ - ૧૩


કિસી કા પ્યાર લેજે તુમ નયા જહાન બસાઓગે
પર યે સમ જબભી આયેગી તુમ હમકો યાદ આંઓગે

રઘુ એના રૂમમાં બેઠો બેઠો આ ગીત મનમાં ગણગણતો હતો.
એકદમ દરવાજો ખુલતા ડરી જાય છે.ભાઈ હું જ છું મેહુલ.

ભાઈ આજ તું આટલું કેમ અજીબ behave કરે છે. મેહુલ એ રઘુને પૂછ્યું.તે કેમ ચાંદની સાથે કંઈ વાત ન કરી.અને રસ્તામાં પણ ચિડાઈ ગયો.શું વાત છે? તારે કેમ mrg નથી કરવા?રૂપાના mrg થઈ ગયા છે એ તો તને ખબર જ છે.હવે તારે એમાંથી બહાર આવું જ પડશે.

રઘુએ કહ્યું હા મેહુલ હું જાણું છું.પણ ખબર નહિ યાર આ મારું મન કંઈ વાત સમજવા તૈયાર જ નથી થતું. તને એક વાત કહું તો તું plz ગુસ્સે ન થતો.

બોલ શું વાત છે ભાઈ?મેહુલ એ કહ્યું.

રઘુએ કહ્યું આજ મને ચાંદનીમાં પણ રૂપા જ દેખાણી એટલે તો મે ત્યાં પણ કંઈ જવાબ ના દીધો.અને કંઈ બોલી જ ના શક્યો.મને તો એ પણ નથી ખબર કે ચાંદની કેવી દેખાય છે.મને રૂપા જ દેખાતી હતી.
મને મારા પર બહુ જ ગુસ્સો આવે છે. મારૂ મન મારી વાત સમજવા તૈયાર જ નથી.ખબર છે પણ માનતી નથી.આજ પણ મારા મન મંદિરમાં રૂપા જ છે. તું મેહુલ મારું એક કામ કરીશ.plz મમ્મી- પપ્પા ને સમજાવ ને મને થોડો ટાઈમ આપે.

મેહુલ એ કહ્યું હવે રહેવાદે ભાઈ. કેટલા ટાઈમથી ટાઈમ તો આપે છે તને.પણ તું સાવ ખોટું કરે છે.એમને સમજવાની તો ટ્રાય કર.

રઘુ એ કહ્યું બસ મને ખાલી ૬ મહિના આપીદો.plz....હું પછી તમે કહેશો ત્યાં લગ્ન કરી લઇશ.plz તું મમ્મી- પપ્પા સાથે વાત કરી લેજે ભાઈ.plzz.........request....🙏🙏🙏હાથ જોડી વિનંતી કરું તને.

સારું હું મમ્મી સાથે વાત કરવાની ટ્રાય કરીશ.પણ પપ્પા અને
મમ્મી પાસે માફી તારે માંગવી પડશે.તે ક્યારેય આવી રીતે તેમની સાથે behave નથી કર્યું.તારા આ behaviour થી તેમને દુઃખ થયું હશે.

આ બાજુ એડિલેડમાં રૂહ જતિનની birthday ની તૈયારી કરી રહી હતી.ડેકોરેશન નો બધો સામાન પણ લઈ આવી. કેકનો ઓર્ડર પણ આપી દીધો હતો.

સાંજનું પાર્ટીનું જમવાનું પણ પોતે જ બનાવ્યું.આખા દિવસમાં એક પણ મિનિટ પગ વાળીને બેઠી ના હતી.એકલી ને એકલી decorate કરતી હતી.આખુ ઘર decorate કરી દીધું હતું.

જતીન ની favourite cake પણ ફ્રીજમાં મૂકી દીધી હતી.

આ બાજુ જતીન ઓફિસ જાય છે. મારિયા wait કરીને બેઠી હોય છે.હેલ્લો જતીન many many happy returns of the day dear my baby 🎂🎂🎂🎂🎂 🎁🎁. Happy birthday Jatin.

Thank you my darling Mariya.nice gift new t-shirt..and my other gift 😘😘...

એ પણ મળશે.ડોન્ટ વરી baby.અને સાંભળ તારી ઘરવાળી તારા માટે birthday surprise plan કરી રહી છે.અમને ઓફિસમાં msg આવી ગયો છે.સાંજે તેની સાથે birthday celebrate કરી લે.રાતે તો મારી સાથે જ કરવો પડશે.

હા મારિયા🥰😍😘.....મને રૂહ શું કરે છે એનાથી કોઈ મતલબ નથી.આજની મારી રાત તો તારી સાથે જ જશે .

સાંજ પડી જાય છે.મારિયા બોલે છે.જતીન ઘરે જા. તારી બર્થડે પાર્ટી નો ટાઇમ થઈ ગયો છે.તારા માટે સરપ્રાઈઝ છે આ પાર્ટી એ વાત યાદ રાખજે એટલે એવા જ expression આપજે.તું ઘરે જા અમે પાછળ જ આવીએ છીએ.

હા. મને ખબર છે my dear Mariya. ચલ હવે.

પહેલા જતીન ઘરે પહોંચે છે. જતીન ને સરપ્રાઈઝ દેવા માટે રૂહ એકદમ રેડી હોય છે. ઘરની બધી lights off હોય છે.જતીન જાણતો જ ના હોય તેમ રૂહ રૂહ અવાજ લગાવે છે.રૂહ લાઇટ ઓન કરે છે.અને Happy birthday Jatin.... happy birthday Jatin.... ગાવા લાગે છે. જતીનને wish કરે છે.
Decoration જોઈ જતીન પણ ખુશ થઇ જાય છે.

ત્યાં તરત મારિયા અને ઓફિસવાળા પણ પહોંચી જાય છે.બધા જતીનને wish કરે છે.રૂહ ના decoration ના વખાણ કરે છે.કેક કટ કરે છે.મારિયા પણ સ્ટાફ મેમ્બર જેવું જ behave કરે છે.પાર્ટી મસ્ત ચાલી રહી હોય છે.

પણ અચાનક જ રૂહ ચક્કર ખાઈ નીચે પડી જાય છે.રૂહ શું થયું શું થયું? જતીન અને મારિયા પણ રૂહ પાસે દોડે છે.બીજા ઓફિસના મેમ્બર ઘરે જાય છે.જતીન અને મારિયા રૂહ ને હોસ્પિટલ લઈ જાય છે.

જતીન ડ્રાઇવ કરતા કરતા વિચારે છે કે ખરેખર,રૂહ પાસેથી મારે જે જોઈતું હતું એ મને મળવાનું છે.મારે ઇન્ડિયન child જોઈતું હતું.રૂહ ખરેખર pregnant હશે?રૂહ સાથે લગ્ન કરવાનો મારો પ્લાન success જશે?

ત્યાં મારિયા બોલે છે જતીન હોસ્પિટલ આવી ગઇ.રૂહ ને હોસ્પિટલમાં લઈને જાય છે.

ક્રમશ:


યોગી


Rate & Review

rasila

rasila 1 month ago

Parash Dhulia

Parash Dhulia 6 months ago

Bhavna Patel

Bhavna Patel 6 months ago

Khyati Pathak

Khyati Pathak 7 months ago

DIPAK CHITNIS. DMC