Street No.69 - 34 books and stories free download online pdf in Gujarati

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -34

સ્ટ્રીટ નંબર- 69

પ્રકરણ -34



સાવીની સામે વિચિત્ર ડ્રેસવાળી છોકરી આવીને કહ્યું “તું અહીં કેમ આવી છે ? તને બોલાવી છે ? તારું નામ શું છે ? તું આટલે સુધી અંદર કેવી રીતે આવી”

સાવીને હવે ખબર પડી ગઈ કે આ લોકોને શક થઇ ગયો છે બહાર રીસેપશન પર કંઈ પૂછ્યું નહીં હું અહીં સુધી આવી ગઈ પછી આ પૂછપરછ ? એણે ચારેબાજુ જોવા માંડ્યું એને સીસીટીવી કેમેરાં ક્યાંય જોવા ના મળ્યાં એને થયું સ્પાય કેમેરાં હશે.

એણે બધેથી વિચારતું મન સ્થિર કરીને પુરા વિશ્વાસ સાથે કહ્યું “એય તું મને એવી કેવી રીતે બોલાવે છે ? આ વાત કરવાની રીત છે ? હું એમનેમ આટલે સુધી કેવી રીતે આવી શકું ? મારે જેને...” સાવી આગળ બોલે એ પહેલાં અંદરથી એક ઊંચો પહોળો જાડો માણસ હસતો હસતો બહાર આવ્યો એણે પેલી છોકરીને ઈશારો કર્યો...પેલી ત્યાંથી અંદર જતી રહી...

પેલા માણસે બહાર આવી સાવીની સાવ નજીક આવીને કહ્યું...”ઓહ ડાર્લિંગ...આમ તો હું તને ઓળખતો નથી...તું વગર બોલાવ્યે આવી ગઈ એનો હું શું અર્થ કરું ? આ મારી ઓફીસ છે તને ખબર છે હું કોણ છું ?”

સાવી ગુસ્સાથી એની સામે જોઈ રહી હતી પેલાએ કહ્યું “ હું ફીલ્મ ઇન્ડસ્ટ્રીઝનો બાહુબલી છું અને ફેન્ટમ મુવીટોન લી. મારો સ્ટુડીયો અને કંપની છે મારે ત્યાં તારાં જેવી હજારો છોકરીઓ કામ માંગવા આવે છે અને મારાં માંગ્યા વિના મને બધું આપે છે. હું હસરત...હસરત મલેક...હા...હા...કહીને બીભસ્ત હસ્યો. હું મારાં માબાપની મીક્સબ્રીડ ઓલાદ છું એમ કહી ફરીથી હસ્યો અને બોલ્યો હાઈબ્રીડ...હા...હા...બે ધર્મો ભેગા કરી મને અધર્મી બનાવી દીધો...હસરત નામ...અને મારી હસરત કચ્ચી કળીઓ...”

એમ કહીને એણે સાવીને પલકારામાં ઉઠાવી લીધી અને કોઈ રાક્ષસનાં હાથમાં નાની બાળકી હોય એવી દેખાતી હતી.

સાવીએ એનાં હાથમાંથી છૂટવા ઘણાં ધમપછાડા કર્યા પણ એ ફાવી નહીં હવે એનો ગુસ્સો આસમાને ગયો એ બોલી “એય...રાક્ષસ ચરિત્રહીન મને છોડ તને ખબર નથી તેં ક્યાં હાથ નાંખ્યો છે તેં કોને પડકારી છે તારી ભૂલ તને ખુબ ભારે પડશે...”

પેલાએ એની સામે હસતાં હસતાં વિચિત્ર રીતે હસતાં કહ્યું “ તું કોણ છે શું છે ? મને કોઈ ફરક નથી પડતો તું છોકરી છે એ મને ખબર છે એટલું મારાં માટે બસ છે આમ મને વધારે ઉત્તેજીત ના કર... કારણકે તારો આ અવરચંડૉ વહેવાર પણ મને અત્યારે ગમી રહ્યો છે.”..એમ બોલતો બોલતો એને ઉંચકીને અંદરનાં રૂમમાં જઈ રહેલો. સાવી ખુબ અકળાયેલી બધું જોઈ રહી હતી એની અંદરની તાકાત જાણે સાવ ઠંડી થઇ ગયેલી એને આશ્ચર્ય થઇ રહેલું કે હું અઘોરણ મારી અઘોર...સિદ્ધ કરેલી શક્તિઓ કેમ ઉજાગર નથી કરી શકતી ? આવું અહીં શું છે ? અને અન્વી ક્યાં છે ?

પેલો હસરત બે ત્રણ રૂમ પસાર કરીને એક અંદરનાં રૂમમાં આવ્યો એટલો સરસ સજાવેલો બધેજ ગુલાબી રંગનું ઇન્ટીરીયર...જાણે બધાં રૂમ સરખાં જ દેખાતાં હતાં માત્ર એટલો ફરક હતો કે આ રૂમમાં વિશાળ બેડ હતો...અને અંદર ધીમું સંગીત વાગી રહેલું અને અત્તર છંટાયેલું હતું ક્યાંકથી સુગંધી લોબાનની ધૂણી આવી રહી હતી.

સાવીનું દીલ ગભરાટથી ધડકી રહેલું એને બધું અહીં વિચિત્ર લાગી રહેલું. એને થયું કે આને તો હું અહીં બાળીને ભસ્મ કરી દઈશ. આ રાક્ષસને ખબર નથી કે હું કોણ છું.

પેલાએ સાવીને સુંવાળા પોચાં ગાદલા પર રીતસર ફેંકી છતાં સાવીને ક્યાંય કશું ના વાગ્યું ના કંઈ એવું સ્પર્શ થયું બહું પોચું પોચું નરમ નરમ સુંવાળું લાગી રહેલું. પેલાએ કહ્યું “મારી હસરત છે કે હું તને પહેલાં ભોગવી લઉં..”.એમ કહી હસવા લાગ્યો.

એ સાવીની સામે ત્રાટક કરીને જોઈ રહેલો એની અડોઅડ આવીને બેઠો અને સાવીને કહ્યું "હું તને સારી રીતે જાણું છું ઓળખું છું તારી સામે આવતાં પહેલાં પુરી તૈયારી કરીને આવ્યો છું તું તારાં ધર્મની અઘોરણ છે બરાબરને ? તું બધી સિધ્ધીઓ અને શક્તિઓ પ્રાપ્ત કરીને બેઠી છું બરાબરને?”

“તારી સાથે મને વધુ મજા આવશે. તારું સુંદર નાજુક શરીર...લીસા લીસા હાથ પગ...ગુલાબી ગુલાબી હોઠ...લાલ ગુલાબી ગાલ...અને અંદર સફેદ...ગુલાબી પારેવાં...વાહ મજા આવી જશે.”

“ફક્ત મને નહીં તને પણ મજા આવી જશે તને થશે કે અસલ મર્દનો સામનો થયો..”.એમ કહીને ખડખડાટ હસવા લાગ્યો. સાવીને એનાં એક એક શબ્દએ આશ્ચર્ય થઇ રહેલું...

સાવીએ કહ્યું “એય નરાધમ તું તારી જાતને જે સમજતો હોય એ...તેં જે તૈયારીઓ કરી હોય એ...એટલું તો જાણે છે ને કે હું અઘોરણ છું તોય આટલું સાહસ કરે છે ?”

“હું અઘોરણ ખુબ પવિત્ર છું મારી ઉંમર સામે ના જતો...મેં વિધિવિધાનમાં બધાં ભૂત પ્રેતને પણ વશ કરીને એમને સજા આપી છે. તું તારાં બાહુબળથી મને વશ કરીશ ?”

“તારી આ બધી કામવાસના હું પલકારામાં દૂર કરી દઈશ...હું હવસી નથી તું હવસમાં ફસાયેલો નામર્દ છે સાલા ફાતડા આમ કોઈને બનાવટથી વશ ના કરાય...તાકાત હોય તો એને તમારાં ગુણો અને પ્રેમથી આકર્ષી શકાય...”

“પણ હું તને શા માટે આવું જ્ઞાન આપું છું ? સાલા હાઈબ્રીડ... તું મર્દ નહીં ફાતડો છે અને આમ જબરજસ્તી કરવા જઈશ તો કાયમી સાચેજ ફાતડો બનાવી દઈશ પછી નહીં રહે બાંસ નહીં વાગે બાંસુરી સમજ્યો ? સાલા હલકટ હટ..”.અને પેલાં આ સાંભળી એવો ભુરાયો થયો કે...


વધુ આવતા અંકે પ્રકરણ -35